Archive for October 11, 2023

‘મારી દાદી’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક) માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

અન્યની દાદી-નાનીની જેમ મારી દાદી પણ વૃદ્ધ દેખાતી હતી. સૌ કહેતા એમ, યુવાનીમાં એ સુંદર હશે, પણ છેલ્લાં વીસ-વીસ વર્ષથી હું એનો આવી અઢળક કરચલિયોવાળો ચહેરો અને એટલી જ કરચલિયોવાળી કાયા જોતો આવ્યો છું. આજે તો નાનું કદ, મોટું શરીર, કમરથી વળી ગયેલી દાદીમાને જોઈને એ યુવાનીમાં સુંદર લાગતી હશે કે કેમ એ વિશે પણ શંકા થાય છે. હા, સારી દેખાતી હોવાની શક્યતા સાવ કાઢી નાખવા જેવી નથી.

એના શરીરનું સંતુલન જાળવવાનું હોય એમ એનો એક હાથ કમર પર રહેતો અને બીજા હાથમાં જપમાળા લઈને ભજન ગણગણતી ઘરમાં ફરતી. ચોતરફ બરફથી છવાયેલા પહાડોને જોઈને મનમાં શાંતિનો ભાવ જાગે એમ ચાંદીની જેમ ચમકતા વાળ અને સાફસૂથરા સફેદ વસ્ત્રો પહેરેલી દાદીને જોઈને મનમાં શાંતિ અનુભવાતી.

મારી અને દાદીમા વચ્ચે સરસ મૈત્રી હતી. મારાં માતાપિતા જ્યારે શહેરમાં રહેવાં ગયાં ત્યારે મને દાદીમાની પાસે મૂકીને ગયાં. બસ, ત્યારથી હું અને દાદીમા સાથે રહ્યાં. સવારે મને જગાડતી, નવડાવીને સ્કૂલે જવા તૈયાર કરતી ત્યારે મીઠા અવાજમાં પ્રાર્થના ગાતી રહેતી જેથી મને પણ પ્રાર્થના યાદ રહી જાય. એનો અવાજ સરસ હતો એટલે સાંભળવો ગમતો.

લાકડાની પાટી, સરપટની કલમ અને માટીનો ચાક એક થેલીમાં મૂકીને સ્કૂલે વિદાય કરતી. હા, જતાં પહેલાં રોટલી પર જરા અમસ્તું ઘી અને સાકર ચોપડીને ખવડાવતી. મને મૂકવા આવે ત્યારે કૂતરાઓ માટે વાસી રોટલી સાથે રાખતી અને રસ્તાનાં કૂતરાંઓને ખવડાવતી. એ અમને સ્કૂલે મૂકવા આવતી કારણ કે અમારી સ્કૂલ ગુરુદ્વારાનો જ એક ભાગ હતો જ્યાં અમને વર્ણમાળા અને સવારની પ્રાર્થના શીખવાડમાં આવતી.

અમે બાળકો વરંડામાં કતારબંધ બેસીને વર્ણમાળા કે પ્રાર્થના ગાતા. દાદી અંદર જઈને ગ્રંથ સાહેબના પાઠ કરતી. સાંજ પડે બંને સાથે ઘેર જતાં. દાદીમાને જોઈને ગલીના કૂતરાં રોટલી માટે પાછળ પાછળ ઘર સુધી આવતાં.

સાંજે દાદીમા એનાં બાળપણની, દેવી-દેવતા કે દેવદૂતોની વાતો કરતી અને હું સાંભળતો.

શહેરમાં મા-બાપુ બરાબર ગોઠવાયાં ત્યારે અમને બોલાવી લીધાં.

બસ ત્યારથી અમારી ઘનિષ્ઠતા ખતમ થવાં માંડી. હું અંગ્રેજી સ્કૂલમાં જવા માંડ્યો ને દાદીનું મારી સાથે સ્કૂલ આવવાનું બંધ થઈ ગયું. અહીંયા રસ્તા પર કૂતરાંઓ નથી હોતાં એટલે દાદીએ આંગણાંમાં પંખીઓને દાણા નાખવાનું શરૂ કર્યું.

થોડા દિવસ સુધી તો સવારે સ્કૂલે જવા મને જગાડીને તૈયાર કરતી. સાંજે પાછો આવું ત્યારે ગુરુજીએ શું શીખવાડ્યું એ પૂછતી. હું અંગ્રેજી શબ્દો, પશ્ચિમી જ્ઞાન અને વિજ્ઞાન, આકર્ષણનો નિયમ, આર્કિમિડીઝનો નિયમ, દુનિયા ગોળ છે એ બધું કહેતો, જે એને સમજાતું નહીં અને ગમતું પણ નહીં એટલે ધીમેધીમે એ ઓછું થતું ગયું.

એને અંગ્રેજી સ્કૂલોનું ભણતર સાવ બેકાર લાગતું. ભગવાન અને ધર્મ અંગે કંઈ ભણાવવામાં નહોતું આવતું એ એને ભારે કઠતું.

એક દિવસ જ્યારે અમને સંગીત શિખવાડવામાં આવશે એવું કહ્યું તો એ ખૂબ પરેશાન થઈ કારણ કે એને મન સંગીતનો મતલબ ભોગ-વિલાસ.

સંગીત નાચવાવાળા કે ભીખ માંગવાવાળા જેવી હલકીવરણ માટે હોય અને સભ્ય લોકોએ એનાથી દૂર રહેવું જોઈએ એવું માનતી. અને એ પછી તો અમારો સંબંધ જાણે સાવ ખતમ જ થઈ ગયો. દાદીમાએ ચુપચાપ આ દૂરી સ્વીકારી લીધી. કોઈનીય સાથે વાત નહોતી કરતી. બસ, ભજન ગણગણતાં રેટિંયો કાંત્યા કરતી.

સાંજે થોડો સમય બહાર આવીને વરંડામાં બેસતી. રોટલીનાં ઝીણાં ઝીણાં ટુકડા કરીને ચકલીઓને નાખતી. ક્યારેક ચકલીઓ એની પાસે આવીને બેસતી કે દાદીના હાથ-પગ કે માથે બેસીને ખાતી, પણ દાદી એમને બેસવા દેતી. સાંજનો એ અડધો કલાક એનાં માટે સૌથી સુખનો સમય હોય એવું સ્મિત એ સમયે એના ચહેરા પર દેખાતું.

જ્યારે ઉચ્ચ ભણતર અર્થે પાંચ વર્ષ માટે વિદેશ જવાનું નક્કી થયું ત્યારે દાદીને દુઃખ થશે એવું મને લાગતું હતું. એ એવી જ સ્વસ્થ હતી. સ્ટેશન મૂકવા આવી ત્યારે પણ માળા ગણતાં ગણતાં પ્રાર્થના કરતી રહી. દાદીએ મારું માથે ચૂમી લીધી ત્યારે હું એને કહી ન શક્યો કે એ ચુંબન મારા માટે કેટલું મૂલ્યવાન હતું. પાંચ વર્ષે પાછો આવ્યો ત્યારે એ સ્ટેશને મને લેવા આવી. સાનંદાશ્ચર્ય..

એની ઉંમર સ્થગિત થઈ ગઈ હોય એમ પાંચ વર્ષ પહેલાં એ હતી અને આજે જોઈ એમાં કોઈ ફરક નહોતો. મને આલિંગનમાં લીધો ત્યારે પ્રાર્થના ગણગણવાનું ચાલું હતું. સાંજ પડે પહેલાંની જેમ ચકલીઓને દાણા નાખતી વખતે ચહેરા પર એ જ આનંદ, પણ સાંધ્ય પ્રવૃત્તિમાં પરિવર્તન દેખાયું. એ દિવસે એણે પ્રાર્થના કરવાના બદલે પડોશની સ્ત્રીઓને એકઠી કરીને જૂના ઢોલક પર યોદ્ધાઓની ઘર-વાપસીનાં ગીતો જોશભેર ગાતી રહી.

બીજા દિવસે એને તાવ ચઢ્યો. ડૉક્ટરના મતે એ સામાન્ય તાવ હતો, પણ દાદી કહેતી હતી કે હવે એનો અંત નજીક છે વળી કહેતી હતી કે, લાંબા સમયથી એણે પ્રાર્થના કરી નથી એટલે હવે પૂરેપૂરો સમય એ પ્રાર્થના કરશે. અમારા વિરોધ છતાં આખો સમય શાંતિપૂર્વક માળા ગણતી અને પ્રાર્થના કરતી રહી.

અચાનક અમે કશું વિચારીએ કે સમજીએ એ પહેલાં એનાં હાથમાંથી માળા સરી પડી, હોઠ અને આંખો બંધ થઈ ગયા. ચહેરો સફેદ પૂણી જવો થઈ ગયો. પ્રથાનુસાર એને પથારીમાંથી જમીન પર લઈને સફેદ કપડું ઓઢાડી દીધું અને સૌ અગ્નિદાહની તૈયારીમાં પડ્યાં.

સાંજે દાદીને લેવા એના રૂમમાં ગયા ત્યારે આથમતા સૂર્યનો સોનેરી તડકો વરંડા પર રેલાતો હતો. એ સોનેરી તડકામાં કેટલીય ચકલીઓ ચુપચાપ બેઠી હતી. દાદીની જેમ મા પણ એમનાં માટે રોટલીનાં ટુકડાં લઈ આવી. પણ, ચકલીઓ એ તરફ ધ્યાન આપ્યાં વગર બેસી રહી. જેવા દાદીની અર્થી લઈને બહાર આવ્યા કે ચુપચાપ ઊડી ગઈ.

બીજા દિવસે રોટલીનાં એ ટુકડાંઓ લઈને કચરાપેટીમાં નાખવા પડ્યાં.

ભાવાનુવાદઃરાજુલ કૌશિક

October 11, 2023 at 2:44 pm

Older Posts


Blog Stats

  • 150,870 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!