” પિત્રુદેવો ભવ”

August 25, 2009 at 6:17 pm 5 comments

AMTJAE

એક દીવસ ની વાત છે એક યુવતી તેના પિતા ને વ્હીલચેર માં બેસાડી ને ખુબ જતન થી શોપિંગ મોલમાં ફેરવી અને અત્યંત સલુકાઇથી તેમને જે જોઇએ તે અપાવતી હતી. અહો આશ્ચર્યમ..ભારે નવાઇ-ભારે કૌતુક ની વાત -કારણકે આ ઘટના ભારત ની નહી પણ અમેરીકા ની ધરતી પર ઘટી રહી હતી. અને તે ઘટના નુ મૂળ હતુ “ફાધર્સ ડે”. યસ જુન મહીના ના ત્રીજા રવીવારે આવતા આ દીવસે ઠેર-ઠેર આવા લાગણીસભર દ્રશ્યો જોવા મળે.પણ સાથે એક વાત પણ નક્કી કે દીવસ આથમતા આ યુવતી કે તેના જેવા બીજા કેટલાય તેની ઉંમર  ના બીજા તમામ લોકો તેમના પિતા ની કોઇ સીનીયર સીટિઝન હોમ માં મુકી આવવાના.અને ખબર નહી ફરી ક્યારે તેના પિતા ને જોવા જવાના? તેમના માટે આ એક દીવસ છે જ્યારે પિતા તરફ ની લાગણી કહો કે જે તે ઉછેર માટે આભારની અભિવ્યક્તિ. આ સંબંધ નુ માન સન્માન કરવાનો દીવસ -આ સંબંધ પ્રત્યેની લાગણીની અભિવ્યક્તિનો ઉત્સવ એટલે પાશ્ચાત્ય પ્રણાલી પ્રમાણે “ફાધર્સ ડે “.

પણ તે સંસ્ક્રુતિના બીજા છેવાડે જ્યાં ” પિત્રુદેવો ભવ”ની ભાવના છે તેવા પરિવારોમાં તો પિતા પરિવારની ધરોહર છે જેના થકી પરિવારનું માળખુ ટટ્ટાર છે.આપણા બાળકો માટે પિતા તેની જિંદગીનો રોલ મોડેલ છે.પિતાની ક્યારેક બોલકી તો ક્યારેક મૌન-ક્યારેક શારીરિક  તો ક્યારેક લાગણીસભર હાજરી બાળક માટે સલામતી , હુંફ, અને સદ્ધરતા આપનારી બની જાય.
ક્યારેક સામાન્ય પરિવારોમાં બને છે તેમ પિતાની ઘરમાં ઓછી હાજરીમાં જ બાળક પરિપક્વ બની જાય.. અદાંજીત સમય પ્રમાણે માતા કરતા પિતાએ બાળક માટે ફાળવેલો સમય આંગળીના વેઢે ગણી શકાય પરંતુ તેને ખબર છે કે તેની જરૂર બાળક્ને ક્યારે છે? પિતા બાળક નો શ્રેષ્ઠ મિત્ર પણ છે. બાળક ના ફતેહમાં તેનુ ગૌરવ પણ છે અને મુશ્કેલીઓ માં માર્ગદર્શન પણ. બાળપણમાં ભલે માતાનું અનુકરણ કરી ઢીંગલા-ઢીંગલીઓ રમતી બાળકી માતાની નજીક હોવા છતાં પરણવાની ઉંમરે પહોંચે ત્યારે જાણે-અજાણે પતિમાં જેની છાયા શોધે તેનું નામ પિતા.

images

સાવ ચાર વર્ષની ઉંમરે નિર્દોષતાથી શર્ટ-હાફ પેન્ટ અને એ હાફ પેન્ટમાંથી પણ લટકીને બહાર દેખાઇ આવતી ટાઇ પહેરીને, સ્કુલબેગમાં જે હાથ આવે તે ઠાંસો-ઠાંસ ભરીને ટ્રાઇસીકલ પર લટકાવી મગરૂર બની ઓફીસે જવાની અદામાં ઘુમતુ બાળક જેનું અનુકરણ કરે તેનુ નામ પિતા.  પિતાનો લગાવ-પ્રભાવ-અનુરાગ બાળક સાથેના સંબંધનો પાયો છે.

આપણા પ્રણાલીગત મનને વિચાર આવશે કે “જેનો મહિમા કરવા માટે આખુ આયખું ઓછુ પડે તેવા પિતા પ્રત્યે લાગણી દર્શાવવા માટે એક જ દીવસ??  જવાબ જો હ્રદય આપશે તો એમ કહેશે કે” ઘરમાં સદાય રિધ્ધિ-સિધ્ધિ-સુખ- સમ્રુધ્ધિ માટે અવિરત અભ્યર્થના કરીએ છીએ પણ તેના માટે દિવડા તો દિવાળીમાં જ પ્રગટાવીએ છીએને???

Entry filed under: મારું ભાવજગત.

-MICHHAMIDUKDAM- ” સિકંદર ”- film reviews –

5 Comments

 • 1. પ્રવિણ શ્રીમાળી  |  August 26, 2009 at 4:31 am

  રાજુલબેન,
  સાદર નમસ્કાર.
  ભારત માં અને તેમાંય ગામડાંઓમાં આજે પણ માતા અને પિતાનું સ્થાન દેવ-દેવી જેટલું જ ઉચ્ચ અને સન્માનીય ગણાય છે, માતૃ દેવો ભવ અન પિતૃ દેવો ભવ- આ બંને ત્યાં યથાર્થ છે. પરંતુ શહેર માં અને ખાસ કરીને ભણેલાં-ગણેલાં લોકોમાં આ વાત ચરીતાર્થ કરતાં નથી અને તેની દેણ છે આપણાં વધી રહેલાં વૃદ્ધાશ્રમો !! આ વિશે મારો સરસ લેખ આપ થોડીક વારમાં જ વાંચી શક્શો “યુવારોજગાર” પર, તમને જરૂરથી ગમશે.

  Like

 • 2. રઝિયા મિર્ઝા  |  August 26, 2009 at 10:46 am

  વાહ! શું સુંદર વાત કરી છે રાજુલબેન આપે.ધન્યવાદ. સાથે પ્રવિણભાઇ ની કમેંટ ને આવકારું છું.

  Like

 • 3. Ch@ndr@  |  August 29, 2009 at 7:10 pm

  Raajulben tamone dhanyawaad aapvo ghate,,,,,,
  jyare aa lekh wanchyo tyare aanko ma aansu aavi gaya
  karan ke father’s day na diwase ghana eva pan peeta o
  che je mahin o suthi dikara agar to dikari no labh nathi
  lai shakta darshan bhi dullabh hoi che…..prabhu tevaone
  sadbudhhi aape

  Ch@ndr@

  Like

 • 4. PIYUSH S. SHAH  |  September 2, 2009 at 6:03 am

  now-a-days generation gap is widening, that ‘s the one of the main reason for creation of the VRUDDHASHRAM.

  Like

 • 5. Dhwani Joshi  |  September 3, 2009 at 12:03 pm

  આપ સહુની વાત સાથે હું સહમત છું… પણ… ઓકે.. માની લો.. કે (ભારત ની વાત કરી એ તો.. જેમ પ્રવિણભાઇ એ કહ્યુ એમ) શહેર મા કે ફોરેન કંટ્રી માં સંબંધો… લાગણીઓ ઓછી છે.. નહીવત છે… કે ફક્ત એકાદ દિવસનો દેખાડો છે, એની પાછળનું કારણ શું..!!? આપણે કહીએ છીએ કે જનરેશન ખરાબ છે.. પણ જનરેશન ખરાબ એમ જ થઇ..! શું બધા જ બાળકો એવાં છે..!? ના…!! હજુય મા-બાપ ને ભગવાન માનવાવાળી પેઢી છે દેશ-દુનિયા માં.. ક્યાંક ને ક્યાંક આપણે પોતે જ જવાબદાર નથી..!!! ક્યારેક વધુ પડતી છુટ આપી ને.. તો ક્યારેક પ્રેમ અન્દ લાગણીઓ નો અભાવ..!! અને એ અભાવ વિસ્તરે ત્યારે કાઇક આવો દિવસ આવી ને ઉભો રહે..! પણ, હજુય કાઇ ખોયુ નથી… અગર ચાહીએ તો હજી પરિસ્થિતિ સુધરી શકે એમ છે.. ખેર.. લાંબી ચર્ચા નો વિશય છે આ..

  Like


Blog Stats

 • 138,556 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

August 2009
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: