“મળેલા જીવ”

July 11, 2011 at 9:24 pm 32 comments

મિત્રો,

ફિલ્મોમાં આજ પર્યંત અતિ લોકપ્રિય ફિલ્મોને લઈને દાયકાઓ બાદ ફરી એ  જ ફિલ્મો નવા કલાકાર , નવા દિગ્દર્શક અને એક નવા જ માહોલ સાથે ફરી બનાવવાનો વાયરો વાયો છે. દેવદાસ ,પરિણીતા, ડૉન જેવી ફિલ્મો તો હાલની જ વાત છે જ્યારે રાજશ્રી ફિલ્મની કેટલીક જુની ફિલ્મો ના નામ બદલીને નવા ઢાંચામાં ઢાળીને પણ રજૂ કરાઇ  છે .જેમકે “હમ આપકે હૈ કૌન ” પ્રેમ દિવાની” એક વિવાહ એસાભી ”

૧૯૫૦થી માંડીને આજે ૨૦૧૧માં  એટલે કે ૬૧ વર્ષના વ્હાણા વહી ગયા હોય અને  પેઢી પણ બદલાઇ ગઈ હોય ત્યારે  નાટ્ય જગતમાં આ એક નવો ઇતિહાસ સર્જાયો છે. કદાચ  એવા વાચકો હશે જેમણે  પન્નાલાલ પટેલ લિખીત નવલકથા ” મળેલા જીવ” વાંચી હશે અને  એવી નાટ્ય પ્રેમી પેઢી અત્યારે હશે જેમણે આ નાટક જોયુ પણ હશે.ત્યારે એમને  આ સંસ્મરણો વાગળવા ગમશે પણ ખરા.

RANGMANDAL’S MALELA JEEV NOVEMBER 1955
MALELA JEEV –OF JAVANILA-NOVEMBER 1956
JAVANIKA’S MALELAJEEV–AUGUST1969
                                                                                                                         

  “મળેલા જીવ”

માહિતી  ઉપલબ્ધી  અને બહાલી ::શશિકાંત નાણાવટી

છેલ્લે ૪૨ વર્ષ પહેલા ભજવાયેલા “મળેલા જીવ” ની  પુનઃ રજૂઆત  કોરસ ગ્રુપના નેજા હેઠળ,નિમેશ દેસાઇ ના દિગદર્શાન હેઠળ    ૩જી જુલાઇ ૨૦૧૧ના  રોજ જયશંકર સુંદરી નાટ્યગ્રુહમાં થઈ. સાહિત્ય ક્ષેત્રના ઉચ્ચ એવા જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા સન્માનિત સુપ્રસિધ્ધ લેખક શ્રી પન્નાલાલ પટેલની અતિ લોકપ્રિય નવલકથાનુ નાટ્ય રૂપાંતર શ્રી શશિકાંત નાણાવટી દ્વારા કરવામાં આવ્યુ  છે.ગુજરાતી થિયેટરનુ કદાચ આ સૌથી પ્રથમ નાટક હશે જે આજે આટલા વર્ષો બાદ ફરી એક વાર રંગમંચ પર જીવંત થયુ છે, ત્યારે આ નાટક અંગેની કેટલીક  માહિતીની જાણકારી અતિ રસપ્રદ બની રહેશે.

{૧} શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લિખિત  ગુજરાતી નવલકથા “મળેલા જીવ”નુ  ૧૯૫૦માં શ્રી શશિકાંત નાણાવટીએ  નાટ્ય રૂપાંતર કર્યુ હતુ.. ૩-૧૨-૧૯૫૦માં જવનિકા થિયેટર દ્વારા તેની પ્રથમ ભજવણી થઈ હતી, જેનુ દિગ્દર્શન  શ્રી હરકાંત શાહે કર્યુ હતું. નાટક અમદાવાદની ટેક્ષટાઇલ કોન્ફરન્સમાં ભજવાયુ અને  ત્યાર બાદ સૌરાષ્ટ્રના ધાંગધ્રા ,સુરેન્દ્રનગર અને લીમડી જેવા શહેરોમાં રજૂ થયુ હતું.  ડૉ. ઇન્દુભાઇ પટેલ ( કાનજી), કલા શાહ (જીવી) હરકાન્ત શાહ ( ભગત), પી ખરસાણી( ધુળિયો -હજામ) વગેરે કલાકારોએ પાત્રને ન્યાય આપ્યો હતો અને
રામકુમાર રાજપ્રિય એ સંગીત આપ્યુ હતું.

{૨} નવેમ્બર ૧૯૫૫માં ટાઉન હોલમાં શ્રી હરકાન્ત શાહના દિગ્દર્શનમાં ” રંગમંડળ” દ્વારા આ નાટકની રજૂઆત થઈ ત્યારે બોક્સ ઑફીસ પર એક નવો જ રેકોર્ડ સર્જાયો હતો.. ઇતિહાસમાં આ કદાચ પ્રથમ વાર હશે કે જેમાં નાટ્ય રસિકોએ આટલો રસ દાખવ્યો હતો..શ્રેષ્ઠ નાટ્યકર્તા જયંતિ દલાલ, હીરાલાલ ભગવતી,નિરૂભાઇ દેસાઇ જેવા અનેક વિષેજ્ઞનો આ નાટકના રિહર્સલ દરમ્યાન ઉપસ્થિત રહેતા હતા અને તેમનું માર્ગદર્શન આપતા હતા..બોમ્બે ગવર્મેન્ટ દ્વારા સંયોજીત મુંબઈ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં આ નાટક ભજવાયુ ત્યારે નાટકે  ૩જુ ઇનામ જીત્યુ હતુ. તેમજ ધુળીયા ઘાંયજાના પાત્રમાં પી ખરસાણીએ  પણ પારિતોષિક જીત્યુ હતુ.

{૩} ત્યાર બાદ  જવનિકાના નેજામાં હરકાન્ત શાહના દિગ્દર્શન-પ્રોડક્શન હેઠળ “મળેલા જીવ ” ફરી એક વાર ભજવાયું. પ્રેમાભાઇ હૉલ , ટાઉનહૉલમાં શૉ કર્યા બાદ તેમણે   અમદાવાદ-મિરઝાપુરમાં કસ્તુરભાઇ બ્લોક પાછળ ઓપન એર થ્રીડાયમશનલ થીયેટર બનાવ્યુ. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ સૌથી નવતર પ્રયોગ હતો. તે સમયે કે.પી શાહ( કાનજી), કોકિલા શાહ (જીવી), એઝરા ક્રિશ્ચિયન (ભગત), બાબુ રાજા(ધુળિયો) , નરેન્દ્ર ત્રિવેદી (હીરાભાઇ) ઉપરાંત  બેબી અલ્મેકર, લિના શેઠ, વિહંગીની મહેતા, જયંતી પટેલ, પ્રવીણ દવે, ઘનશ્યામ કુસુમગર વગેરે કલાકારોએ વિવિધ પાત્રો નિભાવ્યા હતા.સંગીત સંચાલક રામકુમાર રાજપ્રિય હતા. આ નાટકની ભજવણી સૌરાર્ષ્ટ્ર ,સુરત, બરોડા, નડિયાદ, બોમ્બે અને ગુજરાતના અનેક નાના શહેરોમાં થઈ.આ નાટક પ્રથમ વાર ભજવાયુ ત્યારે શ્રી પન્નાલાલ પટેલ પોંડીચેરી હ્તા.તેમણે આ નાટક જવનિકાના ઓપન એર થિયેટરમાં ૧૯૫૬ના નવેમ્બરમાં જોયુ. તેઓ એટલા તો ખુશ થઈ ગયા કે નાટકના કલાકારોને સંબોધીને કહ્યુ હતું  ” અરે ભાઇ ,તમે તો મારા કાનજી અને જીવીને જીવતા કરી દીધા”.ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બલવંતભાઇ મહેતાએ પણ પ્રેમાભાઇ હૉલમાં આ નાટક જોયુ હતુ.

જ્યારે  જવનિકા દ્વારા ઓપન એર થિયેટરમાં આ નાટક ભજવાતુ હતુ ત્યારે  અમદાવાદના ઘી કાંટા રોડના એલ.એન. થિયેટરમાં ગુજરાતી ચલચિત્ર “મળેલા જીવ” પ્રદર્શિત થયુ હતું.  ફિલ્મના સમગ્ર યૂનિટ કે જેમાં દિગ્દર્શક મનહર રસકપૂર,  હીરો મનહર દેસાઇ, હીરોઇન દીના ગાંધી,  ચાંપશીભાઇ નાગડા નો સમાવેશ થયો હતો..ફેબ્રુઆરી ૧૯૫૭માં ભારતિય સાહિત્ય સંઘ (અમદાવાદ) દ્વારા  આ નાટકનુ પુસ્તક પ્રગટ થયુ હતુ.
૧૭મી સપ્ટેમ્બર ૧૯૬૦માં આ નાટક અમદાવાદ , બરોડા અને રાજકોટ્ના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી પણ પ્રસારિત થયુ હતું.

[૪]  કેટલાક વર્ષો બાદ ફરીથી આ નાટક ભજવ્યુ રંગમ થિયેટરે (અમદાવાદ). દિગ્દર્શક હતા રમણીક જાની અને ભગવત જાની.સંગીત સંચાલક હતા રામ ચૌહાણ અને અરવિંદ જોષી. રમણિક દેસાઇ, રામ દવે ,દિનકર પંડ્યા, ભગવત જાની, પુર્ણિમા પારેખ તેમજ અન્ય કલાકારોએ પાત્ર ભજવ્યા હતા.

.
[૫]   ઓગસ્ટ ૧૯૬૦માં આ નાટક બોમ્બે બિરલા માતુશ્રી ભવનમાં ભજવાયુ . નિર્દેશક હતા અતિ પ્રતિષ્ઠિત  નાટ્ય કલાકાર તેમજ ફિલ્મ અભિનેતા પ્રતાપ ઓઝા તેમજ દિગ્દર્શક હતા પી.ખરસાણી.
સંગીત સંચાલક હતા ભાનુભાઇ ઠાકર , ન્રુત્ય નિર્દેશન સંભાળ્યુ હતુ દિના પાઠક (ત્યાર પછી દિના ગાંધી) અને ઉદયન બ્રહ્મભટ્ટે.
કલાકારો હતા- નાટ્ય જગતના  અતિ લોકપ્રિય  કલાકાર તેમજ ફિલ્મ અભિનેતાઅરવિંદ પંડ્યા (કાનજી), તરલા મહેતા (જીવી) , ચંપક લાલા (ભગત),
પી. ખરસાણી (ધુળિયો), પ્રતાપ ઓઝા ( હીરાભાઇ), દેવયાની દેસાઇ (નાની ડોશી) તેમજ અન્ય.  ગીતકાર હતા પિનાકીન ઠાકોર, હરીન દવે અને કાંતિ અશોક.

{૬} ૧૧મી નવેમ્બર ૧૯૬૨માં સ્વ. નિરુભાઇ ત્રીવેદી કે જેમણે જવનિકાના “મળેલા જીવ”ના અનેક શૉમાં હીરાભાઇ , તેમજ જવનિકાના બીજા પણ નાટકોમાં પાત્ર ભજવ્યા હતા, તેમના સ્મ્રુતિ ફંડ નિમિત્તે આ નાટક ભજવાયું.

(૭) યુનિયન ટ્રેડર્સ અને જવનિકા થિયેટરના બેનર હેઠળ  ૩૧ ઓગસ્ટ ૧૯૬૯માં  આ નાટક ટાઉન હૉલમાં ભજવાયુ . દિગ્દર્શક હતા હરકાન્ત શાહ અને એઝરા ક્રિશ્ચિયન.સંગીત સંચાલન કર્યુ ભાઇલાલ બારોટે. કલાકારો હતા અરૂણ દત્ત વ્યાસ (કાનજી ), કલા શાહ (જીવી) તેમજ જવનિકાના અન્ય કલાકારો.

(૮) ફરી એક વાર ૪૨ વર્ષ બાદ ૩જી જુલાઇ ૨૦૧૧ના રોજ આ નાટક જયશંકર સુંદરી હૉલમાં કોરસના બેનરમાં ભજવાયુ. દિગ્દર્શક છે નિમિષ દેસાઇ  તેમજ સંગીત સંચાલન પણ તેમણે જ સંભાળ્યુ છે. કલાકારો છે પૂજા  સોની (જીવી ), શોનક વ્યાસ (કાનજી) ,પાર્થ રાવલ( ધુળિયો), પ્રકાશ જોષી (ભગત), ગોપાલ બારોટ (હીરાભાઇ), અનુપમા શુક્લ (નાની ડોશી) ઉપરાંત રાહી પંડ્યા હેતલ મહેતા ભાવેશ સુતરિયા, પ્રકાશ ભાટિયા શિવાની નાયક, ભૌમિક નાયક,  આનંદ ઠક્કર, યશ મોદી, ૠતુજા પટેલ , અભય સોની, નિમિષ દેસાઇ અને અન્ય.૧૯૫૦થી ૧૯૬૯ સુધીમાં લગભગ ૧૨૩ વાર આ નાટક ભજવાયું. આ સમય દરમ્યાન  ૫ કાનજી( ડૉ. ઇન્દુભાઇ પટેલ, મહેન્દ્ર પાઠક, કે.પી શાહ, અરવિંદ પંડ્યા અને અરૂણ દત્ત વ્યાસ ), ૪ જીવી ( અનુપમા સુતરિયા, કલા શાહ, કોકિલા શાહ, તરલા મહેતા), ૫ ભગત (હરકાન્ત શાહ , મોહન ઠક્કર, એઝરા ક્રિશ્ચિયન, ચંપક લાલા અને ભગવત જાની), ૩ ધુળીયા (પી ખરસાણી, બાબુ રાજા અને દિનકર પાઠક) અને ૭  નાની ડોશી ( વસુંધરા દેસાઇ, કલા શાહ, વસુમતી ,ચારુ પટેલ, દેવયાની દેસાઇ અને સાવિત્રી રાવલ) જેવા કલાકારોએ ભૂમિકા ભજવી હતી.

 
               

Entry filed under: પ્રકીર્ણ.

“થેન્ક્યુ”- film reviews – “મોડ”- film review –

32 Comments

  • 1. jjkishor  |  July 12, 2011 at 12:42 am

    ક્યા ખૂબ કહી !!

    મળેલા જીવ તો ગુજરાતી સાહિત્યનું નઝરાણું. પન્નાલાલની આ એક નાજુક કૃતિ એમની નવલત્રયી ‘માનવીની ભવાઈ’નેય ઘડીભર વિસારે પાડી દે એવી છે…ગામડાનાં માનવીઓના હૈયે વહેતી પ્રણયની સરવાણીનું આવું કલાત્મક સ્વરૂપ બહુ ઓછું પ્રગટતું હોય છે.

    ૧૯૭૦માં ઈડર કૉલેજમાં પ્રિ. અને પ્રથમ વર્ષ, આર્ટસ–કોમર્સના સંયુક્ત વર્ગોમાં આ નવલકથા વિદ્યાર્થીઓને મેં ભણાવી હતી. આજે આ લેખ દ્વારા જીવી–કાનજી–ધૂળિયાની યાદ તાજી થઈ !!

    ખૂબ આભાર.

    Like

  • 2. nilam doshi  |  July 12, 2011 at 1:12 am

    ગમે.. ચોક્કસ જ ગમે.. સુંદર માહિતી..સદાબહાર એ કૃતિ રંગમંચ પર માણવી એ એક લહાવો છે.. જીવી અને કાનજીને પડદા પર અવતરતા જોવાની મજા કદીક માણીશું.. અને ત્યારે રાજુલબેન, તમને યાદ પણ જરૂર કરીશું.. આભાર ..

    Like

  • 3. રૂપેન પટેલ  |  July 12, 2011 at 3:32 am

    રાજુલબેન સરસ મનોરંજન માહિતી અને ઊંડાણમાં આપી છે . મળેલા જીવ નવલકથા વાંચતા વાંચતા જ ફિલ્મ ચાલતી હોય તેવો રોમાંચ અનુભવાય છે તે આજે ફરી તમારી પોસ્ટ થકી તાજો થઇ ગયો .
    પન્નાલાલ પટેલે ઝવેરચંદ મેઘાણી ના કહેવાથી ફૂલછાબ માટે માત્ર ને માત્ર ૨૪ દિવસમાં “મળેલા જીવ ” નવલકથા ૧૯૪૧માં લખી આપી હતી .આજે ફરી મળેલા જીવના પાત્રો કાનજી અને જીવી અને મેળો યાદ આવી ગયા .

    Like

  • 4. himanshupatel555  |  July 12, 2011 at 3:44 am

    ખૂબ ઉપયોગી માહિતિ છે, એક કૃતિને અનેક સ્વરૂપે જોવા જાણવા મળી..

    Like

  • 5. sneha  |  July 12, 2011 at 8:18 am

    બહુ જ સુંદર માહિતી આપી રાજુ દીદી..અને રૂપેનભાઇએ જે માહિતી આપી એ સરસ છે..માત્ર ૨૪ દિવસમાં આવી ઉત્ક્રુષ્ટ ક્રુતિ…!!!!

    Like

  • 6. યશવંત ઠક્કર  |  July 12, 2011 at 2:01 pm

    ખૂબ જ આનંદ આપનારી વાત.

    Like

  • 7. Rajul Shah  |  July 12, 2011 at 2:12 pm

    મુરબ્બી શ્રી નવિનભાઇ,

    કેટલાક જુના સંસ્મરણો એવા હોય છે જે સૌને વાગોળવા ગમે છે અને એમાં ય જ્યારે મનગમતી વાત હોય ત્યારે તો એ સવિશેષ આનંદપ્રિય બની રહે.
    ચાલો , આ તમારી જુની અને મનગમતી સ્મ્રુતિઓ તાદ્રશ્ય કરવાવનુ હું નિમિત્ત બની એનો મને આનંદ થયો.

    Like

  • 8. Rajul Shah  |  July 12, 2011 at 2:14 pm

    Thanks Hasamukhbhai,

    it”s really good suggestion. i will think over it.

    Like

  • 9. Rajul Shah  |  July 12, 2011 at 2:15 pm

    આભાર સ્નેહા,

    અત્યારેની પેઢીને પણ આ બધુ જાણવામાં રસ છે એ જાણીને આનંદ થયો.

    Like

  • 10. Rajul Shah  |  July 12, 2011 at 2:21 pm

    રૂપેનભાઇ,

    ઝવેરચંદ મેઘાણીની પારખુ નજરના લીધે સમગ્ર ગુજરાતી સાહિત્યના વાચકોને સાચે જ એક અનોખી સુંદર ક્રુતિ માણવા મળી.
    મળેલા જીવ તો અમે પણ ભણ્યા છીએ. અને એટલે જ અત્યારે તમારા જેવા સુજ્ઞ વાચકો એની યાદ સાથે તાજી કરવાનુ મન થયુ

    Like

  • 11. Rajul Shah  |  July 12, 2011 at 2:23 pm

    આ ક્રુતિને મે રંગમંચ પર માણી છે અને આટલા વર્ષે પણ મને એ અકબંધ યાદ છે .

    Like

  • 12. Rajul Shah  |  July 12, 2011 at 2:25 pm

    મુરબ્બી શ્રી જુગલકિશોરભાઇ,

    આ નવલકથા હું પણ કોલેજમાં ભણી છું અને વર્ષો પહેલા આ નાટક માણ્યુ પણ છે અને બંનેની સ્મ્રુતિ આજે પણ એમ જ યથાવત છે.

    Like

  • 13. Rajul Shah  |  July 12, 2011 at 2:29 pm

    આભાર.

    Like

  • 14. Rajul Shah  |  July 12, 2011 at 2:35 pm

    મુરબ્બી શ્રી નવિનભાઇ,

    કેટલીક જુની સ્મ્રુતિ વાગોળવી ચોક્કસ ગમે જ છે અને એમાં ય જ્યારે એ મનગમતી હોય ત્યારે તો ખાસ.
    ચાલો આપના એ પચાસ વર્ષ પહેલાના સુવર્ણકાળ ને તાદ્રશ્ય કરાવવાનુ હું નિમિત્ત બની એનોમને સવિશેષ આનંદ થયો.

    Like

  • 15. Rajul Shah  |  July 12, 2011 at 2:36 pm

    Thanks Hasamukhabhai,

    it”s really good suggestion. i will definitely think over it .

    Like

  • રાજુલબેન,

    પાણી શૈલી માટે તો અગાઉ પણ અમે જણાવેલ કે ખૂબજ અસરકારક અને મનભાવન છે.

    મળેલા જીવ નાટક મુંબઈ મા લગભગ ૩૫ વર્ષ પહેલા જોયેલ તેની યાદ અપાવી. ખૂબજ સુંદર રજૂઆત સાથે ફરી યાદ અપાવી.

    ધન્યવાદ…

    Like

  • 17. Rajul Shah  |  July 12, 2011 at 7:15 pm

    આભાર અશોકભાઇ,

    આ નાટક મેં પણ અમદાવાદમાં જોયુ હતુ. આજે પણ એ બરાબર યાદ છે જ.

    Rajul Shah http://www.rajul54.wordpress.com

    Like

  • 18. ajitgita  |  July 13, 2011 at 3:45 am

    How nice Rajulben .Since a pretty long time I s aw a nice mail in my box.Thanks a lot
    Again rethanking you 4 sending us મળેલા જીવ નાટક
    Is it possible to get it downloaded.If so plz inform me on my Email provided you get time.
    Your fan
    ajitgita (Hawa Aavi?)

    Like

  • 19. Alkesh Patel  |  July 13, 2011 at 3:13 pm

    ‘મળેલા જીવ’ વર્ષો પહેલાં વાંચી હતી, માણી હતી અને ઘણા સમય સુધી તેની અસર રહી હતી (હજુ પણ છે…) પરંતુ તેના આટલા બધા નાટ્ય પ્રયોગ થયા છે તેની જાણકારી નહોતી. કદાચ નાટ્યકળા પ્રત્યે ખાસ આકર્ષણ નહિ હોવાને કારણે જાણકારી નહિ હોય, પરંતુ તમે આટલી સરસ માહિતી આપીને તમારો આભાર માનવાનું કારણ આપ્યું છે… આભાર.

    Like

  • 20. Rajul Shah  |  July 13, 2011 at 4:17 pm

    Thanks for thanks.

    Like

  • 21. Rajul Shah  |  July 13, 2011 at 4:18 pm

    If i will get it downloaded will let you know.

    Like

  • 22. MARKAND DAVE  |  July 15, 2011 at 3:24 pm

    આદરણીય સુશ્રીરાજુલબહેન,

    વર્ષો જુની વાત અને અદ્ભુત અનુભવ યાદ કરાવવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. જુના સ્ટેજના દિવસ યાદ આવી ગયા.

    માર્કંડ દવે.

    Like

  • 23. Rajul Shah  |  July 15, 2011 at 4:14 pm

    Respected Markandbhai

    Thanks.

                                                           Rajul Shah http://www.rajul54.wordpress.com

    Like

  • 24. girishparikh  |  July 20, 2011 at 4:06 pm

    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

    Like

  • 25. shivalay  |  July 21, 2011 at 4:17 am

    khub sARAS MAHITI aapee.
    aabhar.

    Like

  • 26. kavi jalrup  |  July 21, 2011 at 6:45 am

    hu pan natak premi chhu vanchi ne atia anand thayo

    Like

  • 27. AMIT CHAVDA  |  July 21, 2011 at 6:51 am

    આદરણીય રાજુલ બહેન,
    ખુબજ સરસ. વાંચીને એક અલગ જ અનુભૂતિ થયી. મળેલા જીવ નવલકથા મેં ફરી ફરીને ઘણી વખત વાચી છે અને દરેક વખતે અંતર ની લાગણી નો પ્રવાહ આંસુ બનીને વહ્યો છે . અને સાચું કહું તો આ નવલકથા મારા અંતર ની ખુબજ નિકટ છે. મેં મારા લગ્ન ની પ્રથમ વર્ષગાંઠે મારી પત્ની ને મળેલા જીવ ભેટ આપી હતી. કાનજી અને જીવી આ બંને પત્રો મારા અંતર માં વસેલા છે અને આ પત્રો ને સજીવ થતા જોવા એ મારા અંતર ની ઈચ્છા હજુ સુધી પૂર્ણ થયી નથી. એ જાણીને આનંદ થયો કે ફરી એકવાર આ પત્રો સજીવ થયી રહ્યા છે.પરંતુ રંગમંચ ક્ષેત્રે અજ્ઞાન ના કારણે આ નાટક ફરી ક્યારે યોજવાનું છે તે અંગે નો મને કોઈ ખ્યાલ નથી.પરંતુ હું આ પત્રો ને સજીવ થતા જોવા માંગું છું.આપશ્રી કૃપા કરીને આ નાટક ફરી ક્યારે યોજવાનું છે તે અંગે કોઈ જાણકારી હોય તો મને જાણ કરશો . આભાર

    અમિત ચાવડા.

    Like

  • 28. AMIT CHAVDA  |  July 21, 2011 at 7:21 am

    આદરણીય રાજુલ બહેન,
    સહુ પ્રથમ તો હું માફી માંગું છું કે રાણી ની વાવ અંગે ના મારા વિચાર મળેલા જીવ ના પેજ પર રજુ કરી રહ્યો છું. આપનો “રાણી ની વાવ” લેખ વાંચીને ખુબજ આનંદ થયો અને સાથે સાથે એ વાત નો પણ આનંદ થયો કે આપ ઐતિહાસિક વારસા ની જે દુર્દશા છે તે લોકો સમક્ષ રજુ કરી.હું આપની એ વાત સાથે સહમત છું કે પુરાતત્વ ખાતા અને સરકારશ્રી દ્વારા આપણા અ ઐતિહાસિક વારસા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. ગુજરાત ભરમાં આવા તો કૈંક વારસાઓ નામશેષ થવા ના આરે ઉભા છે. પાટણ ના સહસ્ત્રલિંગ તળાવ ના જેવું જ મુનસર તળાવ વિરમગામ માં આવેલું છે. આ તળાવ ગુજરાત ના નાથ સિદ્ધરાજ જયસિંહ ની માતા મીનળદેવી એ બંધાવેલું છે અને લોકવાયકા પ્રમાણે આ તળાવ મીનળદેવી ના આદેશ થી બાબરા ભૂતે એકજ રાત્રી માં બનાવેલું છે. આ તાળાવ ની ફરતે પણ ૩૬૫ દેરીઓં આવેલી હતી જેમાં એક દેરી માં ઘંટ વગાડવામાં આવે તો વારાફરથી દરેક દેરીમાં એનો અવાજ આવે. જોકે વિરમગામ ની પ્રજા અને સરકાર તથા પુરાતત્વ ખાતા ના દુર્લક્ષ ના કારણે આજે ૩૬૫ માંથી માંડ કરીને ૧૦૦ થી ૧૫૦ જેવી દેરીઓ બચી છે. મારુ વતન વિરમગામ છે તેથીજ મને આ તળાવ પ્રત્યે ખુબજ લગાવ છે. મારી આપશ્રી ને નમ્ર અરજ છે કે આપ આ તળાવ વિષે પણ લખો અને આપના બ્લોગ માં અને આપના અંક માં પ્રકાશિત કરો.

    અમિત ચાવડા.

    Like

  • 29. AMIT CHAVDA  |  July 21, 2011 at 9:17 am

    આદરણીય રાજુલબહેન,
    અહિયાં હું આપની સેવા માં ઐતિહાસિક મુનસર તળાવ ના દ્રશ્યો રજુ કરું છું. કૃપા કરી નીચે ની લીંક પર ક્લિક કરો .

    https://picasaweb.google.com/112523289145666774408/MUNSARLAKEVIRAMGAM?authuser=0&feat=directlink

    અમિત ચાવડા

    Like

  • 30. Rajul Shah  |  July 21, 2011 at 3:42 pm

    ભાઇશ્રી અમિતભાઇ,

    સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ભારત જેવો સમૃધ્ધ દેશ ભાગ્યે કોઇ હશે પણ સાથે સાથે એની જાળવણી માટે ભારત એવો ભાગ્યે જ કોઇ બેદરકાર દેશ હશે. પણ સાથે સાથે લોક માનસની વાત કરીએ તો જનતાનો પણ કોઇ ઓછો દોષ તો નથી ને? પુરાતત્વ ખાતા કે સરકારશ્રી દ્વારા આ વારસા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં તો આવે છે પણ સાથે આમ જનતા પણ થોડી સમજદારી જે જવાબદારી પૂર્વક વર્તે તો આ દેખાય છે એટલી ગંદકી તો જરૂર ટાળી જ શકાય.
    ક્યારેક મુનસર તળાવની મુલાકાત લેવાનુ થશે તો ચોક્કસ એના વિષે પણ બ્લોગમાં પ્રકાશિત કરીશ.

    Like

  • 31. Rajul Shah  |  July 21, 2011 at 3:45 pm

    અરે વાહ! અમિતભાઇ,
    આ તો સીધી તમારી સુખદ સંસ્મરણ સાથે જોડાયેલી કડી કહેવાય અને માટે જ સ્વભાવિક છે કે તમારા અંતરની અત્યંત નઈક રહેવાની.
    આ નાટક ફરી યોજાશે ત્યારે જરૂર તમને જાણ કરીશ,

    Like

  • 32. Rajul Shah  |  July 22, 2011 at 5:32 pm

    અમિતભાઇ,
    આપને રસ હોય તો હવે ફરી “મળેલા જીવ” ૨૪મી એ જયશંકરસુંદરી હોલમાં યોજાવાનુ છે.

    Like


Blog Stats

  • 150,545 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2011
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!