“થેન્ક્યુ”- film reviews –

એપ્રિલ 9, 2011 at 3:15 પી એમ(pm) 6 comments

છેલ્લા કેટલાય સમયથી બોલીવુડ ભાજ્યેજ  કોઇ એક સુપર ડુપર હીટ  ફિલ્મ આપી શક્યુ છે જે ચાહકોમાં  લાંબા સમય  સુધી  છવાયેલી રહી શકી હોય .એવામાં એક લાંબા અરસાથી વર્લ્ડ કપ સમસ્ત ભારતની જનતાના મનોજગત પર છવાયેલુ રહ્યુ હોય  ત્યારે  એમાં ભાગ્યેજ કોઇ પ્રોડ્યુસર પોતાની ફિલ્મ ની રજૂઆત કરવાની હિંમત કરે .”થેન્ક્યુ ” ફિલ્મની રજૂઆત એવા સમયે થઈ રહી છે જ્યારે ચારેબાજુ વર્લ્ડ કપની ઉત્તેજના હવે શમી રહી છે અને વળી પાછા પ્રેક્ષકો થિયેટર ભણી નજર દોડાવી રહ્યા છે . ત્યારે સ્વભાવિક પ્રેક્ષકોમાં  સારી -સફળ ફિલ્મ માટેની આતુરતા હોય.
રાજ, યોગી અને વિક્રમ એ ત્રણે ખાસ મિત્રો  હોવા ઉપરાંત એવા બિઝનેસ પાર્ટનર છે જેમની ફિતરત પણ એક સરખી છે. લગ્ન જીવનની બહારની એક એવી એમની દુનિયા છે જેની એમની પત્નીઓને ભાગ્યેજ જાણ છે. પણ હંમેશા પરિસ્થિતિ એક સરખી રહેતી નથી એમ  રાજની પત્નિ સંજના ને એના પતિદેવની કરતૂતનો અંદેશો આવે છે અને એ પોતાનુ લગ્ન જીવન બચાવવા પ્રાઇવેટ ડીટેક્ટીવ  કિશન (અક્ષય કુમાર)ને રોકે છે. હવે શું ? એ જાણવામાં જો રસ હોય તો અનીસ બઝમીની  “થેન્ક્યુ” ફિલ્મ જોવી રહી.

૨૦૦૮ સિંઘ ઇઝ કિંગની રિલીઝ પછી અનીસ બઝમી અને અક્ષય કુમાર ફરી એક વાર પરદા પર કોમેડી પિરસવા આવી રહ્યા છે. પણ લગભગ બનતુ આવ્યુ છે એમ દરેક વખતે એક સરખી સફળતા તો ભાગ્યે જ કોઇ ને મળે એમ અહીં અનીશ બઝમી એ તાજગી, એ પકડ જાળવી શક્યા નથી. ગમે એટલી સફળ ફોર્મ્યુલા હોય પણ એ ફરીવાર લાગુ પડતી નથી.  “નો એન્ટ્રી” ,” શાદી નંબર વન “કે “બીવી નંબર વન”નુ કોકટેલ ક્યાંય ફીટ કે હીટ થતુ હોય એવુ  “થેન્ક્યુ”માં અનુભવાતુ નથી.

કોમેડી ફિલ્મોની સિરીઝ આપ્યા બાદ અક્ષય કુમારનો એક  ચોક્કસ ચાહક વર્ગ છે જેને અહીં એનુ પરફોર્મન્સ પસંદ આવવાનુ છે. જ્યારે ઇરફાન ખાનનુ એક અલગ વ્યક્તિત્વ છે ખાસ કોઇ ભાવના ઉતાર -ચઢાવ વગર પણ એ પાત્રમાં અસરકારક રહે છે. ગમે એવા સંજોગોમાં પણ સાવ જ કોરો-કટ ચહેરો રાખીને  વાતની -વસ્તુની  મર્મસ્પર્શી રજૂઆત એ એના અભિનયની ખાસિયત છે. “થેન્ક્યુ”  ફિલ્મમાં પણ એની આ ખુબીથી એ સતત પ્રેક્ષકો પકડી રાખે છે. સુનિલ શેટ્ટી પણ ક્યાંક ક્યાંક રમૂજના ચમકારા વેરી જાય છે પણ બોબી દેઓલ જાણે કોઇ ભૂલથી ખોટી ટ્રેઇનમાં ચઢી બેસેલા-ભૂલા પડેલા પ્રવાસી જેવો લાગે છે.

પુરતા પ્રયત્નો હોવા છતાં લગ્ન જીવનની બહાર જરાતરા મસ્તી માણી લેવાની ફિતરતમાં પડેલા મિત્રો વચ્ચે વહેંચાયેલી કથામાં  ઇરફાન ખાન અને સુનિલ શેટ્ટી અને બોબી દેઓલ  અને એમની ઇતર પ્રવ્રુતિઓને પકડવા અથવા નાથવા રોકેલા ડિટેક્ટીવ કહો કે કાઉન્સેલર કહો એવા અક્ષય કુમાર પણ ફિલ્મને હીટ કરવામાં નાકાયબ નિવડ્યા છે. તો ફિલ્મની મસ્તીને ટકાવી રાખવામાં સોનમ કપૂર કે સેલિના જેટલી પણ એટલાજ નિષ્ફળ નિવડ્યા છે. જ્યારે ઇરફાન ખાનની સામે રિમિ સેને પોતાના પાત્રને સફળતાથી ભજવ્યુ છે.  મલ્લિકા શેરાવત  કે વિદ્યા બાલનનો ગેસ્ટ એપિયરન્સ પણ ફિલ્મને ટેકારૂપ બની શક્યો નથી.

હા! અનીસ બઝમીએ ફિલ્મને રંગીન બનવવા જરૂરી તમામ રંગો ઉમેરવા પુરતો પ્રયાસ કર્યે રાખ્યો છે. પરદેશના લોકેશન, અઢળક ગ્લેમરની સાથે અભિનેત્રીઓ માટે અભિનયનો અવકાશ ઓછો અને સૌંદર્ય પ્રદશનનો પુરેપુરે અવકાશ આપ્યો છે.

કલાકાર- અક્ષયકુમાર, સોનમ કપૂર, બોબી દેઓલ, ઇરફાન ખાન, સુનિલ શેટ્ટી,સેલિના જેટલી, રિમી સેન,

પ્રોડયુસર – રોની સ્ક્રુવાલા,

ડાયરેકટર- અનિસ બઝમી,

મ્યુઝિક- પ્રિતમ ચક્રબોર્તી

ગીતકાર- અમિતાભ ભટ્ટાચાર્ય, આશિષ પંડિત , કુમાર

ફિલ્મ  ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી * *

Advertisements

Entry filed under: - film reviews -.

“સાત ખૂન માફ”- film reviews – “મળેલા જીવ”

6 ટિપ્પણીઓ

 • 1. Anurag  |  એપ્રિલ 10, 2011 પર 6:39 પી એમ(pm)

  Khichdi banavi didhelu movie chhe… jema kashuj saru nathi…

 • 2. વિશ્વદીપ બારડ  |  એપ્રિલ 11, 2011 પર 2:07 પી એમ(pm)

  Thank you for your true opinion about”THANK YOU ” movie.

 • 3. chandravadan  |  એપ્રિલ 12, 2011 પર 6:33 પી એમ(pm)

  Saat Khun Maaf …Pachi another Review.
  Nice Post.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Happy Ram Navmi to All ! Hope to see you on my Blog !

 • 4. ભરત ચૌહાણ  |  એપ્રિલ 22, 2011 પર 2:36 એ એમ (am)

  Saras Review Aapyo Chhe

 • 5. Rajul Shah  |  જુલાઇ 12, 2011 પર 2:26 પી એમ(pm)

  આભાર.

 • 6. Rajul Shah  |  જુલાઇ 12, 2011 પર 2:28 પી એમ(pm)

  અરે વાહ! ડૉ. ચંદ્રવદનભાઇ,

  ખરુ યાદ છે તમને તો!


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: