“મોડ”- film review –

October 24, 2011 at 1:18 am 6 comments

૨૦૦૭માં પ્રદર્શિત થયેલી તાઇવાન ફિલ્મ ” કીપિંગ વોચ”  પર આધારિત સસપેન્સ અને સિમ્પથીનનો સરવાળો એટલે નાગેશ કુકુનૂર દિગ્દર્શિત ફિલ્મ “મોડ” .  હૈદરાબાદ બ્લ્યુઝ ,ઇકબાલ , ડોર , ૮/૧૦ તસ્વીરને આશાયેં જેવી ફિલ્મોના દિગદર્શક ની ફિલ્મ “મોડ” એન્ડી( રણવિજયસિંહ) અને અરણ્યા( આયેશા ટકિયા) ના જીવનના અણધાર્યા મોડ પર અધારિત છે.

કુદરતના સાનિધ્યમાં ફેલાયેલા ગંગા હિલસ્ટેશન પર નાનકડી અમસ્તી ઘડીયાલ રિપેરર અરણ્યાના દરવાજે એક દિવસ એક અજનબી ઘડીયાળ રિપેર કરાવવાના બહાને આવે છે અને આ ઘડીયાળ રિપેરનુ એનુ બહાનુ દરરોજનુ  બની જાય છે. હંમેશની મુલાકાત તો કોઇપણ અજાણ્યાને જાણીતો બનાવી દે તો આ તો બે યૌવનના પગથારે ઉભેલા બે હ્રદય ? એક બનતા શી વાર?  પણ જ્યારે અરણ્યાને એન્ડી અંગેનુ સત્ય જાણમાં આવે છે ત્યારે કથા એક અણધાર્યા મોડ પર આવીને ઉભી રહે છે અને એનુ મૂળ અરણ્યાના સ્કૂલ સુધી આવીને ઉભુ રહે છે.

વર્તમાન બીગ બજેટ બીગ સ્ટાર કાસ્ટના જુવાળથી તદ્દન વિપરીત નાગેશ કુકુનૂરની ફિલ્મો લૉ બજેટ , હાથવગા લોકેશન અને બીગ સ્ટાર વેલ્યુ ધરાવતા ન હોય એવા અભિનેતા- અભિનેત્રી ને લઈને બનેલી હોય છે. એટલુ જ નહીં નાગેશ કુકુનૂરની ફિલ્મો  લગભગ તો કોઇ નવાજ વણખેડ્યા વિષયોને લઇને આવે છે. “મોડ” પણ આવી જ એક નવા વિષય વસ્તુને આધારિત ફિલ્મ છે.

નાગેશ કુકુનૂરની ફિલ્મ અને આયેશા ટકિયા એ જાણે એકબીજાના પૂરક બની રહ્યા છે. ચુલબુલી આયેશાનુ “ડોર” ફિલ્મમાં એક નવુ જ સ્વરૂપ જોવા મળ્યુ હતુ . એવી રીતે “મોડ” માં એક નવા મોડ પર જોવા મળતી આયેશાએ એના પાત્રને બાખુબી નિભાવ્યુ છે . એન્ડીના જીવનનુ સત્ય જાણ્યા બાદ અરણ્યાની મનોવેદના , એન્ડી તરફ્ની સહાનુભૂતિ અને એન્ડી તરફ છલકાતો પ્રેમ આયેશા સરળતાથી જીવી જાય છે. એન્ડી અને અભયના પાત્ર વચ્ચે વહેંચાયેલા રણવિજયનો આત્મ વિશ્વાસ ભર્યો અભિનય , એના માનસિક ચઢાવ -ઉતારની અભિવ્યક્તિ-  પાત્રની મનોવ્યથાને એણે સબળ ન્યાય આપ્યો છે. રઘુવીર યાદવ એમની એક સહજ અભિનેતાની છાપને અકબંધ રાખી શક્યા છે. અરણ્યાની માતા પાછી આવશે એ આશાએ જીવતા બાપ-દિકરીની આરઝૂ પણ સરસ વ્યક્ત થઈ છે.  અરણ્યાની માતા સમાન પ્રેમાળ આન્ટની ભૂમિકામાં તન્વી આઝમીનો પ્રેમ છલોછલ છલકાય છે. સાયકિયાટ્રીસ્ટ અનંત મહાદેવન પણ પાત્રને બરાબર વ્યક્ત કરી જાય છે.

અને તેમ છતાં ફિલ્મ એટલી રસપ્રદ બની શકી નથી. “મોડ” એક પ્રેમ કથા હોવા છતાં અત્યંત ધીમી ગતિએ વિકસતી કથા અને એનુ લંબાણ પ્રેક્ષકને પકડી રાખવામાં નિષ્ફળ જાય છે. નાગેશ કુકુનૂર એમની સ્લો ફ્લો મુવી માટે જાણીતા જેમકે એમને પ્રેક્ષકોને કશુ જ એક સામટુ કહી દેવાની કોઇ ઉતાવળ ન હોય એવી એમની ફિલ્મની ટ્રીટમેન્ટ હોય છે જે દરેક માટે ધીરજ બહારની વાત હોય છે.

ફિલ્મના ગીત સંગીત પણ ફિલ્મનુ નબળુ પાસુ બની રહ્યા છે. ફિલ્મનુ એડીટીંગ પણ જો જરાક ચુસ્ત હોત તો કદાચ ફિલ્મની ધીમી કંટાળાજનક ગતિને સહેજ વેગીલુ બનાવી શકાઇ હોત તો આ રસપ્રદ કથા કદાચ વધુ લોકોને આકર્ષી શકી હોત જ્યારે  ફિલ્મની સીનેમેટોગ્રાફી અને ડાયલોગ્સ ફિલ્મનુ જમા પાસુ છે

કલાકાર- આયેશા ટકિયા, રણવિજય સિંહ, રઘુવીર યાદવ, તન્વી આઝમી, અનંત મહાદેવન

પ્રોડયુસર –નાગેશ કુકુનૂર, સુજીત કુમાર સિંઘ, ઇલાહી હિપતુલ્લા

ડાયરેકટર- નાગેશ કુકુનૂર,

મ્યુઝિક- તાપસ રેલિઆ

ગીતકાર-મિર અલિ હુસૈન,

ફિલ્મ  **૧/૨  એક્ટિંગ-* * *  મ્યુઝિક * *  સ્ટોરી * * સિનેમેટોગ્રાફી * * * *

આ આલેખન ફિલ્મ રિવ્યુ  ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને ૨૧ ઓક્ટોબર ૨૦૧૧ ના પ્રગટ થયો.”

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

“મળેલા જીવ” રા-વન- film reviews –

6 Comments

 • 1. Navin Banker  |  October 24, 2011 at 2:46 am

  Very good review. Balanced one.
  Congratulation, Rajulben.

  Navin Banker

  Like

 • 2. Rajul Shah  |  October 24, 2011 at 11:01 pm

  Thanks .

  Like

 • 3. પરાર્થે સમર્પણ  |  October 25, 2011 at 5:22 am

  આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

  Like

 • 4. Rajul Shah  |  October 25, 2011 at 11:34 am

  Wish You And Your Family Very Happy Diwali And New Year.

  Rajul Shah http://www.rajul54.wordpress.com

  Like

 • 5. ajitgitaajitgita  |  October 27, 2011 at 12:14 pm

  Thank you very much 4 writting/giving Review of the Latest Movie.
  Rt now 1 more request :Plz write or give English Movie’s Story in Gujarati or in Hindi which will be our pleasure 4 all.Rethanks to our resp & dear Mam,Rajulji.
  Keep on sending like this

  Like

 • 6. readsetu  |  October 27, 2011 at 5:28 pm

  Good review Rajulben..

  Like


Blog Stats

 • 138,326 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2011
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: