”પા”- film reviews -

-સંવેદનાઓનો અનોખો સેતુ-

કેટલીક શોલે અથવા મોગલે આઝમ જેવી રિપિટ વેલ્યુ ધરાવતી ફિલ્મો બને તો ક્યારેક વન્સ ઇન લાઇફ ટાઇમ જેવી ચિર-સ્મરણીય ફિલ્મો બને જેને વારંવાર જોવાના બદલે વારંવાર યાદ કરો.”બ્લેક ની માફક અમિતાભ બચ્ચનને લઈને આવેલી આર. બાલક્રીશ્નનની “પા “ફિલ્મ પણ અમિતાભ બચ્ચનના મેકઅપ ઉપરાંત તેના ફિઝિકલ ગેટઅપ અને તેનાથી વધીને અભિનયના લીધે પ્રેક્ષકોન મનમાં હંમેશા યાદ રહેશે. “પા” જેવી ફિલ્મ જોઇને શા માટે અમિતાભ બચ્ચન સૌથી અનોખા છે તેની પ્રતિતી થાય. કહે છે ને કે અમિતાભ બચ્ચન જ્યાંથી કદમ ઉઠાવે ત્યાંથી નવી કેડી શરૂ થાય અને જ્યાં થોભે ત્યાં એક નવો અંજામ હોય. પ્રોજેરીયા જેવી જીનેટીક્સ ડિફેક્ટ લઈને જન્મેલા ઓરોની ભૂમિકામાં અમિતાભ બચ્ચને એક વધુ લાઇફ ટાઇમ – ચિર સ્મરણીય અભિનય આપ્યો છે. તેમના પ્રત્યેક વાદ સંવાદ, બાળ સહજ જીદ, બાલ સહજ વર્તન અને છતાંય એક સમજને એક કલ્પનાથી પણ વિશેષ ઉંડાણભર્યા અભિનયથી જીવંત કર્યો છે.

પ્રોજેરીયા એટલેકે એક એવી જીનેટીક ડીફેક્ટ જેમાં બાળકની વય કરતા વધુ ઝડપે તેની ઉંમર દેખાવા લાગે. માનસિક ૧૩ વર્ષની ઉંમરે પહોચ્યા હોય તેવી શારીરિક અવદશાએ પહોચેલા બાળક ઓરો (અમિતાભ બચ્ચન)ની સાથે તેના પરિવારની પણ કથા- વ્યથા અને સંવેદનાઓને વ્યકત કરતી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન- વિદ્યા બાલન અને અરુંધતી નાગ પણ એટલા જ ખરા ઉતર્યા છે.

સફળ ગાયનેકોલોજીસ્ટ કરતાં પણ વધુ સફળ માં ના પાત્રમાં વિદ્યા બાલને ખુબ સંવેદનશીલ અભિનય આપ્યો છે. અત્યંત મહત્વકાંક્ષી- વિચાર સમ્રુધ્ધ અને જો ઇચ્છીએ તો પોલિટીકસને પણ એક સાચી અને સારી દુનિયા બનાવી શકીએ એવા પ્રયત્નમાં સફળ અમોલ આર્તે( અભિષેક બચ્ચન ) મનને અત્યંત જચી જાય છે.જેવી પોલિટીક્સમાં સાફ સુથરી ઇમેજ છે એવો જ સાફ પર્સનલ લાઇફમાં પણ અભિગમ છે.

ક્યારેક અજાણતા કરેલી ભુલની જ્યારે માણસને ખબર પડે ત્યારે વ્યક્તિ જો સાચી હોય તો ભૂલ ભોગવનાર વ્યક્તિ કરતા પણ તેને પોતાની ભૂલ વિષે વધુ વેદના થાય છે. આવો એક નાનકડી બાળકી દ્વારા અપાયેલો સંદેશ અભિષેક સુંદર રીતે વ્યક્ત કરે છે.

અહીં માત્ર પિતા જ નહી પણ માતા સાથે ના સંબંધોને -મિત્રોની પરિભાષા ને પણ આર .બાલ્કી એ ખુબ સરસ અને સંવેદના પૂર્વક રજૂ કર્યા છે. કથાની માવજત, કર્ણપ્રિય ગીત સંગીત અને બેક ગ્રાઉન્ડ મ્યુઝીક એમ બધી જ રીતે ચુસ્ત “પા” ફિલ્મ એક અનોખી ફિલ્મ બની છે.

કલાકાર-અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન,વીદ્યા બાલન.

મ્યુઝિક-ઇલૈયારાજા.      ડાયરેકટર-આર બાલક્રિશ્રન.

એક્ટિંગ-* * * * મ્યુઝિક-* * * સ્ટોરી-* * * * એકશન-* * * સિનેમેટોગ્રાફી-* * *

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૦૫/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”


5 comments December 5, 2009

”મિત્રતા ને ભૂલી ના જતા”

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…


ગુનાહ વગર નો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળ ના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત !!
પછી નહિ મળે આ ક્ષણો !!

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

Receivrd E Mail from Nilima Shah

Ahmedabad.


1 comment December 4, 2009

”આલ્ફાબેટ મેડીકલ ભાષામાં”

The Alphabet

A’s for arthritis;

B’s the bad back,

C’s the chest pains, Perhaps car-d-iac?

D is for dental decay and decline,

E is for eyesight can’t read that top line!

F is for fissures and fluid retention,

G is for gas which we’d rather not mention.

H High blood pressure–We’d rather it low;

I For incisions with scars you can show.

J is for joints, out of socket, won’t mend,

K is for knees that crack when they bend.

L ’s for libido, what happened to sex?

M is for memory; we forget what comes next.

N is neuralgia, in nerves way down low;

O is for osteo, bones that don’t grow.

P for prescriptions. We have quite a few,Give us a pill and we’ll be good as new!

Q is for queasy, is it fatal or flu?

R is for reflux, one meal turns to two.

S is for sleepless nights, counting our fears,

T is for Tinnitus; bells in our ears!

U is for urinary; troubles with flow;

V for vertigo, that’s ‘dizzy,’ you know.

W for worry, NOW what’s going ’round?

X is for X-ray, and what might be found.

Y for another year we are left here behind,

Z is for zest WE still have — in OUR minds.


Receivrd E Mail from Nilima Shah

Ahmedabad

3 comments December 3, 2009

આદર્શ અમદાવાદ માટે સંકલ્પબધ્ધ ‘પરિવાર’

વસુદૈવ કુટુંમ્બક્મ નો આદર્શ મહાઉપનિષદમાં પ્રસ્થાપિત થયેલો છે.અને તેની વ્યાખ્યા પ્રમાણે આ મારું છે કે અન્યનું છે એવી ગણતરી સંકુચિત્મનવાળા કરે.પણ ઉદાર હ્રદયવાળા તો સમસ્ત વિશ્વને પોતાનું કુટુંબ જ ગણે છે.કોઇ એક પરિવાર નો મોભી માત્ર પોતના પરિવાર્નો વિકાસ ઇચ્છે,જ્યારે અહીં એક એવો પરિવાર છે.જે સમસ્ત અમદાવાદનો વિકાસ ઇચ્છે છે.

Bharatbhai shah

એ પરિવાર છે ‘આદર્શ અમદાવાદ’ અને એ પરિવાર્ના મોભી છે ભરતભાઇ શાહ.તેમના પરિવારમાં સમસ્ત અમદાવાદની જનતાનો સમાવેશ થાય છે.મિકેનિકલ તેમજ ઇલેકટ્રીક એન્જિનિયર ભરતભાઇનો જન્મ, બાળપણ અને ઉછેર બધુંય ગાંધીઆશ્રમમાં એઅટલે સ્વાભાવિક ગાંધિયન સંસ્કાર પણ ખરા.પહેલેથી મનમાં નિશ્રિત હતું કે નિવ્રુત્તિની ઉમંર એટલે ૬૫ કે ૭૦ વર્ષ નહિ.૫૫ વર્ષની ઉંમરે તો સેવાની ભાવનાને અમલમાં મુકી દીધી.

સમાજ પાસે થી ધણું મેળવ્યું છે.અમદાવાદે આપણને ધણૂં આપ્યું છે.એવા ઋણસ્વીકારનો ભાવ મનમાં જન્મ્યો.આ ઋણભાવ ઋણભાર અને તે પહેલાં આપણે પણ આવતી પેઢીને કંઇક આપીએ તો ઋણમુકિત થાય.પણ એના માટે શું કરી શકાય? જવાબ મળ્યો-’લોકો શું ઝંખે છે? સુખી કુટુંબ? કુટુંબ નીરોગિતા?સ્વાસ્થ્ય? ઉચ્ચ સંસ્કાર? જો આ બધું જ માણસને મળે તો તેમાંથી આપોઆપ એક સદ્દ-વ્યકિત ધડાય.જો માણસ સારા હશે તો તેમાંથી આપોઆપ બીજું બધું ઊભું થશે.’ આ વિચારથી જ ભરતભાઇના સ્વપ્નસમા ‘આદર્શ અમદાવાદ’ નું માનસિક શિલારોપણ થયું.

કોઇની પાસેથી એક રુપિયોય ઉધરાવવાનો નહિ અને એના બદલામાં આપણે આપવાનું ? રુપિયાના ત્રણ અડધા શોધતા અમદાવાદી માનસમાં તો પહેલાં ભરતભાઇની વાત ઊતરે તેમ નહોતી.ગાંઠનું દોપીચંદન કરવાનું અને સમય પણ આપણે તેમાં હોમવાનો? વાત જરા મુશ્કેલ હતી. પરંતુ ભરતભાઇ દ્ર્ઢનિશ્વયી હતા. આપવું જ છે અને તે પણ વિનામૂલ્યે.શરુઆતમાં સામેથી વેતન આપીને નિઃશુલ્ક સેવાનો યજ્ઞ આરંભ્યો.વાત ધીમે ધીમે જામતી ગઇ. ભરતભાઇમાં શ્રધ્ધા હોય તેવા લોકો ફંડ આપતા ગયા અને ભરતભાઇનો ફંડા સ્વીકારતા ગયા.જેમ જેમ લોકોને સમજાવા લાગ્યું કે અઃઈં કોઇ આપનું પરિવારજન અનીને આવ્યું છે તેમ તેમ લોકપ્રવાહ ચાલુ થયો-સેવા આપનારનો અને સેવા લેનારનો.

પરિણામ સ્વરુપ ‘આદર્શ અમદાવાદ’ આજે અનેક પ્રવ્રુત્તિઓ વિનામૂલ્યે કરી રહ્યું છે. એટલું જ નહિ, પણ આ તમામ પ્રવ્રુત્તિઓના લાભાર્થી દર વર્ષે બેવડાય તેવો ગોલ ધરાવે છે.’આદર્શ અમદાવાદ’ સંચાલિત પ્રવ્રુત્તિઓ એક-બે નહિ, અનેક છે.અને આપ્રવ્રુત્તિઓ પણ વધતી જાય તેવી ભાવના છે.

અહીં કાયમી ધોરણે યોગ,યોગશિક્ષક,તાલીમ વર્ગો,મેડિકલ ચેકપ,એક્યુપ્રેશર સારવાર કેન્દ્ર,સૂર્યદર્શન પ્રચાર-પ્રસાર, રક્ત્દાન શિબિર,કોમ્પ્યુટર ઇન્ટરનેટ પરિચય શિક્ષણ,નિરક્ષરને અક્ષરજ્ઞાન, સંસ્કારી સાહિત્ય પ્રચાર-પ્રસાર,પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ શિબિર,મેમરી વર્કશોપ, વ્રુક્ષારોપણ,શાસ્ત્રીય સંગીત,સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ,મસાજ તાલિમ, વિલ અંગે જાણકારી.બિનવપરાશી વસ્તુઓ સ્વીકારી જરુરતમંદોમાં વિતરણ ઉપરાંત બાળકો અને બહેનો માટે ઇપયોગી પ્રવ્રુત્તિઓ કરવામાં આવે છે.

અહીં દરેક પ્રવ્રુત્તિ માટે ગુરુ-શિષ્ય પરંપરાનો ધારો છે.શીખો અને શીખવાડો.ઉપરોક્ત પ્રવ્રુત્તિઓનો લાભ લેનાર દરેક વ્યકિતને પોતાની એ આવડતનો લાભ આગળ બીજાને આપે તે માટે અહીં પ્લેટફોર્મ પૂરું પડાય છે.જેમ કે તમે યોગ શીખ્યા,આગળ વધી યોગશિક્ષક બનવાની તાલીમ લીધી તો તમે પણ બીજા યોગના વર્ગ લઇ શકો.એના માટે આદર્શ અમદાવાદ’ ની નેહલ એપાર્ટમેન્ટની જગ્યા જ હોય તે જરુરી નથી.ત્મે જે વિસ્તારમાં ઇચ્છો ત્યાં એ પ્રવ્રુત્તિ કરાવી શકો.પણ હા! ‘આદર્શ અમદાવાદ’ ના નેજા હેઠળ એ પ્રવ્રુત્તિ હોય તો તે વિનામૂલ્યે જ કરવાની.જે જગ્યા પણ રુપિયો ખર્ચ્ચાવગરની હોવી જોઇએ.સારા કામ માટે સૌ રાજી એવી રીતે ‘આદર્શ અમદાવાદ’ ને પ્રવ્રુત્તિઓ ચલાવવા માટે જગ્યા મળ્વા માંડી.

બહાર જે પ્રવ્રુત્તિ શીખવા માટે રુપિયા ખર્ચવા પડે છે તેનો તો અહીં કોઇ ઉલ્લેખ સરખો જોવા-સાંભળવામાં નથી આવતો.યોગતાલીમ માટે અહીં બે પાંચ હજાર ખર્ચવા પડે,તેના માટે અહીં પાંચ રુપિયાય લેવામાં આવતા નથી.

માઝા મૂકેલી મોંધવારીમાં સામાન્ય વર્ગને ડોકટર-ડોકટરી તપાસ કે દવાઓનો ભાર માસિક બજેટ પર વધે ત્યારે દર્દીના ઊંહકારા સાથે પરિવારનો હાયકારો નીકળી જાય તેવા સમયે ‘આદર્શ અમદાવાદ’ તમારા માટે વિનામૂલ્યે સારવાર અને દવાઓ આપે.દર ત્રણ મહિને યોજાતા બ્લ્ડ ડોનેશન કેમ્પથી મેજર થેલેસેમિયાના દર્દીને શક્ય હોય તેટલી રક્ત્દાન દ્વ્રારા મદદ થૈ શકે.પાર્કિન્સન્સના પેશન્ટને મસાજ તાલીમ પામેલા હસ્તે રાહત થાય તો આ બધી વિનામીલ્યે થતી સેવા કહેવાય કે અમૂલ્ય? પણ આ બધું ક્યારે સક્ય બને? એક હાથે તાળી તો ન પડે ને? એક સૂરમાં બીજા અનેક સૂર ભળે તો જ અવાજ બુલંદ બને.વાત અહીં ઉપદેશની નથી.વાત છે સ્વાનુભવે કાર્યાન્વિત બનેલા ‘આદર્શ અમદાવાદ’ ના અંતર્ગત સભ્યોની.આ બધી પ્રવ્રુત્તિનું સંચાલન પણ એટલું જ જરુરી છે,જે ‘નેહલ’ એપાર્ટ્મેન્ટમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે.

આદર્શ અમદાવાદ-''નેહલ'',સ્થાનકવાસી જૈન ઉપાશ્રયની બાજુમાં,
કોમર્સ કોલેજ છ રસ્તા પાસે,નવરંગપુરા,અમદાવાદ-૩૮૦૦૦૯.
ફોન નંબરઃ ૨૬૫૬૫૪૧૬,૬૫૨૧૫૨૫૪-
ઇ મેલ-aadarshamdavad@yahoo.co.in


“આ લેખ/ રિવ્યુ ગુજરાત ટાઇમ્સ ની પૂર્તિ સપ્તક માટે લખ્યો અને ૧૧/૯/૨૦૦૯ ના પ્રગટ થયો.”

આ ન્યુઝ પેપર ફ્કત અમેરીકા અને કેનેડા માં પ્રસિધ્ધ થાય છે.



3 comments December 2, 2009

”શ્રી કલીકુંડ તીર્થ”- ધોળકા-

એક સમય હતો જ્યારે બારમી સદીમાં ગુજરાતની ખુબ જાહોજલાલી હતી અને ધોળકા તેની પાટનગરી હતી ત્યારે તે સમૃધ્ધિની ટોચપરહતી. ધવલક્કરપુર-ધોળકા વગેરે અનેક નામોથી પ્રખ્યાત આ નગરી પોતાના અંતરમાં એક ઇતિહાસ સાચવીને બેઠી છે.ધોળકા મહાભારત કાળનું વિરાટ નગર હતું.કહે છે કે પાંડવો અહીં ગુપ્તવેશમાં આ નગરમાં રહ્યા હતા.

ધોળકામાંજૈનોનીવસ્તીપણહજારોમાંહતી.ત્યારેસ્વાભાવિકદેરાસરો અને પૌષધશાળાઓ પણ વિપુલ પ્રમાણમાં હતી.લગભગ ૧૦૮ દેરાસરો અને ૮૦ જેટલી પૌષધશાળા ધરાવતા આ નગરની નજીક અને અમદાવાદથી લગભગ ૩૦ કી.મીટર અંતરે આવેલા કલિકુંડનું પણ આજે એટલું જ ધાર્મિક મહત્વ છે.

આઠસો વર્ષના ગાળા દરમ્યાન અહીં ધણું લૂટાયું-ધણું ગયું છે અને છતાંય આજે અહીં આ કલિકુંડના દેરાસરમાં કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન,શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શીતલનાથ ભગવાન ભક્તોની ભાવઠ ભાંગતા હાજરાહજૂર છે.

કલિકુંડ દેરાસરમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઇંચ ઉંચી શ્વેતવર્ણ પધમાસનસ્થ પ્રતિમાજી ૨૯ ઇંચ પહોળા અરિકર વચ્ચે બિરાજમાન છે.કલિ પર્વત

અને કુંડ નામના સરોવરની મધ્યમાં આ જિનાલય બનાવ્યું હોવાથી એનું નામ ”કલિકુંડ” આપવામાં આવ્યું.કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે.

શ્રી કલિકુંડ દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર શ્રી શત્રુંજય તીર્થ ઉભું કરાયું છે.૪૫ ફૂટ ઊંચા આ ગીરીરાજ પર્વત ઉપર ૨૫ હજાર ચોરસ ફૂટમાં મંદિરોની નગરી જાણે ઉભી થઇ છે.પાલીતાણા ન જઇ શકતા જૈનો અહીં યાત્રા કરીને સંતોષ માને છે.

કલિકુંડ જેવા તીર્થ સ્થાને જવાથી જે મનને અપાર શાંતિ મળે છે તે તો જાતે જ જઇને અનુભવી શકાય.

આલેખન-રાજુલ શાહ.

ફોટોગ્રાફી - કલ્યાણ શાહ.

For more Pictures & slide show  look at :

www.kalyanshah.wordpress.com

Add comment December 1, 2009

”શેર બજાર”


શેર બજાર હસાવે,ચડાવે,રડાવે,પડાવે,ગબડાવે.
કોઇ અભાગિયાને ચૌદમે માળથી કુદાવે કે પંખે લટકાવે.

ક્યારેક કલાર્કમાંથી કોઇને કરોડપતિ બનાવે.
તો ધણાને કરોડપતિ માંથી રોડપતિ બનાવે.

કોઇને ચાલીમાંથી મઢુલીમાં મહાલતા બનાવે.
તો ધણાને મેન્સનમાંથી ટેન્સનમાં લાવે.

લેહમેને તો લગાડી દીધી આખી દુનિયા ને વાટ.
ધરડાઓને પણ ન છોડ્યા,રવડાવી ને કરાવી દીધો કકરાટ.

મુક્યાતા મ્ચુચ્યુલ ફંડમાં,કે પાછળની જિંદગી સુધારશું.
લાખના થઇ ગયા બાર હજાર,કોને ખબર હતી કે ધોવાઇ જઇશું.

ધંધા થયા પાગળાં,અસંખ્યોનાં જોબ ગયા,ધર ગયા.
પૈસા કમાવવાની આંધળી દોટમાં,સંસારમાં કાળા વાદળ છવાયા.

ગાડરીયો પ્રવાહ જોઇને,'મુસાફીર'ને વિચાર થાય.
લાબાં સાથે ટુંકો જાય મરે નહીં તો માંદો થાય.

Received E Mail-Shrikant Shah.


2 comments November 30, 2009

” દે દના દન”- film reviews -

નાની નાની વાતોમાં કોમેડીની ખોજ

પૈસો મારો પરમેશ્ર્વર અને તુ મારો જીવનભરનો ચાકર”આવા તોરમાં રાચતી માથાફરેલ માલકિન _(અર્ચના પુરનસિંઘ ) અને આખો દિવસ વૈતરુ કર્યા પછી પણ ઠન ઠન ગોપલ જેવો એનો ચાકર નિતિન (અક્ષય કુમાર) અને કુરિયર સર્વીસમાં જોડાયેલો રામ ( સુનિલ શેટ્ટી ) એવા મિત્રો છે જેમના નસીબમાં પૈસાદાર બાપની પ્રેમિકાને પામવા ઢગારી આશાઓ સિવાય કશું જ નથી .

જ્યારે હાથમાંથી સરી જતી સુંદરીઓને મેળવવા કોઇ ઉપાય રહેતો નથી ત્યારે કીડનેપીંગનો પ્લાન કરી પૈસા મેળવવા પ્રયત્ન કરે છે. ઘમંડી અર્ચનાનો એક માત્ર પ્રેમ મૂલચંદાનીજી (રખેને એને અર્ચનાનો પતિ કે પુત્ર માની લેતા) ને કિડનેપ કરવાનો પ્લાન કરે છે.પાણી પહેલાં લોકો પાળ બાંધે,અહીંયા તો પૈસો આવતા પહેલા શેખચલ્લીના મિનારા જેવા પ્લાન ધડાય છે.અને અક્ષયકુમાર કહે છે તેમ ”નસીબ હોગા ખોટા તો હાથમેં આયેગા લોટા”ની જેમ કિસ્મતનો કાણો પડિયો લાઇને નિકળેલા રામ અને નિતિનના જે હાલ-હવાલ થાય એની રામ કહાની એટલે ડીરેકટર પ્રિયદર્શનની મલ્ટી સ્ટારર ”દે દના દન”.

ખૂબ ઝડપથી આગળ ધકેલવાના પ્રયત્નમાં એક પછી તરતજ બીજા પાત્રને ખો આપતી એક પછી એક નવા ગૂંચવાડા ઉભી કરતી આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે કેટરીના કૈફ અને સુનિલ શેટ્ટી સાથે સમીરા રેડ્ડી ઉપરાંત અર્ચના પુરણસિંધ,પરેશ રાવલ મનોજ જોષી,વિક્રમ ગોખલે,ચંકી પાંડૅ ,અસરાની જ્હોની લીવર,શરત સકસેના,રાજપાલ યાદવ,શકિત કપૂર,નેહા ધુપિયા,અદિતિ ગોવત્રીકર—-અરે બાપરે! છેલ્લુ નામ લેતામાં પહેલું ભુલાઇ જાય એટલા તો પાત્રોની ભરમાર છે.સેવનસ્ટાર હોટલના રુમોના એક પછી એક ખુલતા બારણાની પાછળ ડેવલપ થતી એક પછી એક ગુંચવડાભરી પરિસ્થિતિમાં અનાયાસે અટવાયેલા પાત્રોને સાંકળતી કથામાં કથાતત્વ તો સાવ પાતળું જ છે. ફિલ્મની શરૂઆતથી મધ્યાંતર સુધી કહેવાતી કોમેડી ફિલ્મમાં પ્રેક્ષકોએ યાદ રાખવૂ પડે કે આપણે કોમેડી ફિલ્મ જ જોવા આવ્યા છીએ.ઇન્ટરવલ પછી થોડો વેગ પકડતી કથામાં જ્યારે આટલા બધા પાત્રો સામેલ હોય ત્યારે મૂળ નાયક-નાયિકા તો ક્યાંય ખોવાઇ જાય છે. અધવચ્ચે દિગદર્શકને યાદ આવે કે ફિલ્મમાં હીરો- હીરોઇન પણ છે. તો હવે શું ? ચાલો ત્યારે કબાટમાં પુરાયેલા અક્ષય કુમારને બહાર તો કાઢીયે. ખાસ્સો લાંબો સમય કબાટમાં જકડાઇ રહેવાથી હીરોના જકડાયેલા સાંધા છુટા તો પાડવા પડશેને? તો હવે ? …. ચાલો એકાદ ગીત ગવડાઇ લઇએ. પ્રેક્ષકોની યાદમાંથી ભુલાઇ જાય તે પહેલા રામલીલાની વેષભૂશામાં રામ-સીતા…(અક્ષય-કેટરીના )ને રજૂ કરી દીધા.

કિડનેપીંગના ગોટાળામાં આગળ વધતી કથામાં આટ-આટલા જીંવત પાત્રો હોવા ઉપરાંત એક લાશની પણ જરૂર પડે. હવે આ લાશ ક્યારે -કોની અને કોને આપવાની ? વળી એ લાશ માટે પૈસા ક્યારે -કોને અને કેવી રીતે આપવાના એ ચક્કરમાં અટવાતા તમામ પાત્રો, કોમેડી માટે જરૂર કરતા વધુ લાઉડ બનતા જાય ત્યારે “પુષ્પક ” જેવી એક પણ સંવાદ વગરની ફિલ્મ યાદ આવે. કશું જ કહ્યા વગર કેટલું બધુ કહેવાઇ જાય અને એની સામે બૂમરાણ-ધાંટા ઘાંટ કરવાથી શું હાંસલ થાય એનો તફાવત સમજાય છે.

એક સ્ટીરીયો ટાઇપ એક્ટીંગ સાથે અક્ષયકુમાર ,સુનિલ શેટ્ટી સાથે ખાસ કોઇ ધ્યાનાકર્ષક ભૂમિકા વગર રજૂ થતી કેટરીના અને સમીરા, બાવરા બંગાળી જેવો ચંકી પાંડૅ , હેરાફેરીના બાબુભઈના રોલમાં ઓતપ્રોત થયેલા પરેશ રાવલના બદ્લે અહીં પરેશ રાવલની ઇમેજમાં પણ ઉણા ઉતરતા હરબંસ ચડ્ડાનું પાત્ર , ચાઇનીઝ ડૉન- અસરાની  ,જ્હોની લીવર– આ બધાનો ઝમેલો પણ ફિલ્મને અસરકારક રૂપ આપી શક્યા નથી.

ફિલ્મના અંતે ક્લાઇમેક્ષ કહી શકાય તેવા સંજોગોની ફોટૉગ્રાફી , કેમેરા ટેકનિકથી લેવાયેલા દ્રશ્યોની કમાલ અને એમાં ફસાયેલા પાત્રોની ધમાલ અને છેવટે ખાધુ-પીધુ ને રાજ કર્યુ એવો અંત –આ સૌનો સરવાળો એટલે ” દે દના દન”

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૮/૧૧/૨૦૦૯ ના પ્રગટ થયો.”

1 comment November 28, 2009

”કુરબાન”- film reviews -

- આતંકવાદની સંવેદનશીલ રજૂઆત -

લશ્કરે તોયબાનો ઝડપાયેલો શંકાસ્પદઆતંકવાદી ડેવીડ હેડલી છેલ્લા કેટલાય દિવસોથી

અખબારોના પહેલાં પાનાના સમાચાર રુપે પ્રગટ થયા કરે છે.પરંતુ આવા કેટલાય ન ઝડપાયેલા

અને ઉધઇની માફક અંદરો અંદર ફેલાતા જતા આતંકવાદીને લઈને ૯/૧૧ પછી અવારનવાર

ફિલ્મો રજુ થઈ રહી છે.એમાં એક વધુ ઉમેરો એટલે કરણ જોહરની ધર્મા પ્રોડકશનની

રેન્સીલ ડી સિલ્વા દિગદર્શીત ફિલ્મ ”કુરબાન”.

વિશ્વમાં ફેલાયેલા આતંકવાદ અને ધર્મને નામે માનસમાં જનૂન -વિક્રુતિ પેદા કરનાર કેટલાક

વર્ગનો હાથો બનેલી અવંતિકા (કરીના કપુર) જેવી કેટલીય યુવતિઓ આવા અહેસાસ ફરમોશ

એહસાન(સૈફ અલીખાન)ની શતરંજના પ્યાદા બનતી હશે? સુફયાણી વાતો અને સ્ત્રી દાક્ષિણ્યના

નામે પ્રેમમાંપડતી અવંતિકાઓ તો માત્ર તેમના માટે અમેરીકામાં પ્રવેશવાનુ એક કાનુની દ્વ્રાર છે

જેમાં સોશિયલ સિક્યોરિટીના ઓથા હેઠળ પોતાની સિક્યોરિટી શોધી પગ પેસારોકરી કરોળીયાની

જાળની માફક ગુંથાતાનેટવર્કથી કોને ખબર કેટલાય ધ્વંશ કરવા છે.

રશિયનો સામે મજબૂતાઇ મેળવવા તાલિબાનો જેવા સાપને દૂધ પાઇ અમેરીકાએ ઉછેર્યા તો

ખરા પરંતુ હવે પગ પર કુલાડી મારવાના બદલે કુલાડી પર પગ માર્યો જેવો ધાટ થયો

ત્યારે,અફધાનિસ્તાન,કાબૂલ પર વેરેલી દહેશતનો ખોફ જ્યારે અનુભવવાનો આવ્યો ત્યારે

તેમને કેવો એહસાસ થાય તે અનૂભૂતિ કરવાવવાના બહાના હેઠળ ઠેર ઠેર આતંક મચાવતી

કોમને વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કરતા નસીર એહમદ (ઓમ પુરી ), જાનુ ( કીરણ ખેર) ,

હમીદ ( રુપેન્દ્ર નાગરા) ની સામે એ જ કોમના કુરાનેશરીફમાં લખેલા રહેમ-અમનનો સાથ

દેનારા રિયાઝ ( વિવેક ઓબેરોય) દિયા મિર્ઝા ને લઈને બનેલી ફિલ્મ “કુરબાન” તેના દરેક

પાત્રના અભિનય , સંવાદો , બેક ગ્રાઉન્ડ મ્યુઝીક .સિને મેટોગ્રાફી, સ્ટીલ ફોટોગ્રાફી અને

ચુસ્ત કથા-પટકથાને લઈને આરંભ થી અંત સુધી જકડી રાખે છે.મુંબઈ હાઇ કોર્ટે લાદેલા

સ્ટેના લીધે વિવાદાસ્પદ બનેલા ગીતો ના ગીતકાર પ્રસુન જોષી અનેસંગીતકાર સુલેમાન

મર્ચન્ટ -સલીમ મર્ચન્ટ ના ગીતો માં “શુક્રાન અલ્લા ” સહીત તમામ

ગીતોનો અંદાજ જરાય નજર અંદાજ કરાય તેવો નથી.

રીયલ લાઇફના પ્રેમીઓ રીલ લાઇફ પર જોવાની પ્રેક્ષકોની ઉત્સુકતા સ્વભાવિક હોય.

કરિના અનેસૈફ અલીના નિકટતા તેમજ અતિ નિકટતાના દ્રશ્યોમાં એક તાદાતમ્ય જોવા મળે

એ પણ એટલુંજ સ્વભાવિક છે. સૈફ અલી ખાને અનેકવિધ ભૂમિકાઓ નિભાવીને પોતાની અનેકવિધ

પ્રતિભાનો રિચય કરાવ્યો છે જે અહીં પણ તાદ્ર્શ્ય થાય છે.અત્યંત ચુસ્તી અને સમજદાર અભિનયથી

પાત્રને ન્યાય આપવાની સક્ષમતાથી  સૈફ અલી ફરી એક વાર મેદાન મારી જાય છે. કરીનાનો મેચ્યોર

અભિનય તેના પાત્રને વધુ ને વધુ સજીવ બનાવે છે. વિવેક ઓબેરોય  દુનિયાભરમાં શંકાની નજરે

જોવાતી કોમમાં રિયાઝ જેવા કેટલાક ફરજ પરસ્ત-ન્યાયી વલણ ધરવાતા લોકો પણ છે. આવા લોકો

થી હજુ દુનિયામાં વિશ્વાસ અકબંધ રહી શકે .વિવેક ઓબેરોય ના પાત્રમાં આ વાત ને ખૂબ સાહજીક

રીતે વણી છે જેનો શ્રેય વિવેક્ના અભિનયને જાય છે. હંમેશા વ્હાલસોઇ મા બનતી કિરણ ખેરે અહીં

સાવ જુદી જ ભૂમિકાને ન્યાય આપ્યો છે.ધર્મ માણસને અને માનસને કેટલો જડ બનાવી શકે તે

ઓમ પુરી એ તેના અભિનયથી  સાબિત કર્યુ છે.

દુનિયાભરમાં  બહુ ચર્ચિત અને અતિ ચિંતિત વિષયને લઈને  કરણ જોહરે “ કુરબાન ”દ્વારા

વધુ  એક અતિ સંવેદશીલ ફિલ્મનો ઉમેરો કર્યો છે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને21/11/2009 ના પ્રગટ થયો.”

Add comment November 21, 2009

”રૅશનલ વિચારોનો આમ જ પ્રસાર–પ્રચાર ”

વહાલાં બહેન રાજુલ,

નમસ્કાર… આજે અનાયાસ જ તમારી આ મેઈલ એક મિત્રે મોકલી ને તમારો

બ્લોગ જોયો..બહુ આનંદ થયો.. ખુબ અભીનંદન.. રૅશનલ વિચારોનો આમ

જ પ્રસાર–પ્રચાર થતો રહે તો જ સમાજમાં જામેલા અંધારાંના થર છેક તુટે

નહીં;તોય તેમાં થોડાં ગાંબડાં તો જરુર પાડી શકાય.. આપણી ‘સ.મ.’માં છેક

૨૦૦૫માં અમે આ કવિતા પ્રગટ કરેલી.. ખીમજીભાઈ અમારા સાવ નજીકના

મિત્ર.. અમને એ વાતનો બહુ જ આનંદ છે કે આજે પાંચ વર્ષે પણ એ કવિતાએ

મેળવેલો લોકાદર હજી ઘટ્યો નથી..એ જ બતાવે છે કે લોકો આ રૅશનલ વિચારો

પસંદ કરે છે..લેખક દીનેશભાઈએ આ કવિતાનો એમના લેખમાં બખુબી ઉપયોગ

કર્યો છે..

હાલ જ ફોન પર વાતો કરી ને બહુ આનંદ થયો..

આભાર..ઉત્તમ અને મધુ.. સુરત..૦૨૬૧–૨૫૫ ૩૫૯૧

…………………………………………………………………………………………………..

શ્રી ઉત્તમભાઇ ગજ્જર દ્વારા જાણ થઇ કે ”ધર્મ અને વિજ્ઞાન” આ રચના

શ્રી  ખીમજ ભાઈ કચ્છી ની છે.

A–38 જલારામ સોસાયટી,

વેડ રોડ ,

સુરત- ૩૯૫ ૦૦૪..

Mobile – (૯૮૨૫૧ ૩૪૬૯૨)



1 comment November 17, 2009

”ધર્મ અને વિજ્ઞાન”

images2

images1

ધર્મ સારો કે વિજ્ઞાન?

આ જગત માં હાલ સુખ ભોગવવુ સારુ કે પરલોકમાં (સ્વર્ગલોકમાં) જવા

આ લોકમાં તપ કરી દુ:ખ ભોગવવુ સારુ?

છેલ્લા થોડાક વર્ષો થી આપણે વિજ્ઞાન ને ધર્મ કરતા વધુ મહત્વ આપતા થયા છીએ.

શ્ચિમ જગતે આવુ ઘણા સમય પહેલા શરુ કર્યુ હતુ.   તેના ફળ તેઓને અત્યારે આ જગતમા મળી રહ્યા છે.

ધર્મ અને વિજ્ઞાન

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
તિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિધ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

શ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનિ અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

શ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં.

……………………………………………………………………………………………………………..

શ્રી ઉત્તમભાઇ ગજ્જર દ્વારા જાણ થઇ કે ધર્મ અને વિજ્ઞાન આ રચના

શ્રી  ખીમજ ભાઈ કચ્છી ની છે.

A–38 જલારામ સોસાયટી,

વેડ રોડ ,

સુરત- ૩૯૫ ૦૦૪..

Mobile – (૯૮૨૫૧ ૩૪૬૯૨)

…………………………………………………………………………………………………………………….

4 comments November 15, 2009

Previous Posts


Meta

Blog Stats

Recent Posts

Email Subscription

rajul54@yahoo.com

Top Posts

Categories

Top Clicks

 

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Recent Comments

નટવર મહેતા on ”પા”- film reviews…
Bhajman Nanavaty on ”પા”- film reviews…
Rajul on ”પા”- film reviews…
vishant on ”પા”- film reviews…
Hasmukh on ”પા”- film reviews…
free counters

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page

Spam Blocked