‘અપૂર્ણ સંસાર’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ  મીનુ ત્રિપાઠી લિખિત વાર્તા -મુક્કમલ જહાં પર આધારિત ભાવાનુવાદ.

April 19, 2024 at 2:50 pm

‘અપૂર્ણ સંસાર’

“પૂરણપોળી ભાવી હોય તો એક વધુ…..ખવાઈ જશે .”

કવિતાએ પોતાના પતિ વિવેકના બૉસ શુભમ સક્સેનાની થાળીમાં એક વધુ પૂરણપોળી પીરસી. ઘીની સોડમથી શુભમનું મન તરબતર થઈ ગયું.

“આટલું તો એ ક્યારેય ખાતો નથી અને આજે ….પેટ ભરાઈ ગયું, પણ મન નથી ભરાયું. આવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતાં ક્યાંથી શીખ્યાં?” શુભમના અવાજમાં પ્રસંશા અને પ્રસન્ન્તા હતી..

પોતાની પ્રસંશા સાંભળીને કવિતા શરમાઈ.

“સર, કવિતા એકદમ સાધારણ ઘરેલુ છે. આવી ઘરેલુ સ્રીઓ વળી ક્યાં કૂકરી ક્લાસમાં જતી હોય, એ તો ઘરમેળે જ શીખી છે.” કવિતાના બદલે વિવેકે ઉત્તર વાળ્યો.

“એક વાત કહું વિવેક? ગૃહસ્થી સંભાળવી સહેલી નથી. આજકાલ પત્ની ‘હોમમેકર’ હોય એ નિરાંતની જ નહીં ગૌરવની વાત છે.” શુભમે વિવેકની વાતને રદિયો આપી દીધો.

“અરે સર, ગૃહસ્થી સંભાળવામાં ક્યાં કોઈ ક્વૉલિફિકેશનની જરૂર છે?” વિવેકે પાંગળો બચાવ કર્યો.

“સમર્પણ, ત્યાગ જેવા ક્વૉલિફિકેશન જોઈએ જે આજકાલ બહુ ઓછી પત્નીમાં હોય છે. પત્ની હોવું અને પરફેક્ટ ગૃહિણી હોવું બંનેમાં ફરક છે. મારા મતે ગૃહસ્થજીવન પણ તપોભૂમી જ છે.

“એકવાર હું અને મેઘા હોટલમાં જમવા ગયાં હતાં. ફાઇવસ્ટાર હોટલના વાતાનુકૂલિત ડાઇનિંગરૂમમાં જમીન પર રેશમી ગાદી-તકિયા પાથરેલાં હતાં. સરસ મઝાના બાજોઠ પર મૂકેલી થાળીમાં પરંપરાગત ખાવાનું પીરસાયું. છરી-કાંટા કે ચમચીના બદલે હાથથી ખાવાનું હતું. આપણી વર્ષો પહેલાંની પરંપરા પર આપણને શરમ આવતી એ ‘સ્ટાઇલ-આઇકન’ બની છે. જમીન પરથી ઊઠીને ફરી હવે મોંઘા દામ આપીને હોટલમાં નીચે જમીન પર બેસીને જમવા જઈએ છીએ. જોકે, હાથથી જમવામાં ગજબ સંતોષ થયો હતો.”

“સર, બધાંને ક્યાં રસોઈ આવડે ? હવે તો ઘરમાં રહીનેય ખાવાનું બનાવવા બાઈ રાખે છે.”

“હશે, પણ કવિતાની રસોઈમાં જે સ્વાદ હતો એ કોઈ બાઈના હાથનો નહોતો. મને આજે અમારાં સૌ માટે ભાવતું ભોજન બનાવતી મારી મા યાદ આવી ગઈ. આખો દિવસ કામ કરતી છતાં એના ચહેરા પર તાજગી જોવા મળતી. સાંજ પડે થાકીને આવેલા પિતાજી એનો હસતો ચહેરો જોતા અને એમનો થાક ઉતરી જતો. આજે તમનેય એ જ પ્રેમથી જમાડતી કવિતાને જોઈને મને ઈર્ષ્યા આવે છે. અમારા ઘરમાં કૂક એટલી વિવિધ વાનગીઓ બનાવે છે કે જોઈને શું ખાવું, શું ના ખાવું એ વિચારવું પડે. ત્યારે આવી રીતે આગ્રહ કરીને કોઈ જમાડે તો એ ભોજનનો સ્વાદ અને આનંદ બેવડાઈ જાય.”

જમીને શુભમ જવા નીકળ્યો ત્યારે એને વિદાય આપતા કવિતા બોલી, “ફરી આવો ત્યારે મેઘાબહેનને જરૂર લઈને આવજો.”

******

શુભમના જતાની સાથે જ બૉસની હાજરીમાં વિવેક સાચવીને બેઠેલા પતિએ સંયમ ગુમાવ્યો.

રસોઈ સરસ બની હતી, કવિતાએ ભારે સૌજન્યપૂર્વક બૉસને સાચવ્યા એ વિશે પ્રસંશાના બે શબ્દો કહેવાના બદલે બૉસ આવ્યા ત્યારે વ્યવસ્થિત તૈયાર ન થવાથી માંડીને ઘરની મોંઘી ક્રોકરીના બદલે રોજિંદા વપરાશની ક્રોકરીમાં બૉસને જમવાનું પીરસવા સુધીનું લાંબુ ભાષણ કવિતાને માથે ઠોકી દીધું. લાંબા ભાષણના અંતે કવિતાને દુનિયાદારીની સમજ નથી, એવું સર્ટિફિકેટ પણ આપી દીધું.

વાત જાણે એમ હતી, કે વિવેકે બૉસની સાથે પાર્ટીમાં મેઘાને જોઈ ત્યારથી એ મનોમન મેઘા અને કવિતા વચ્ચે સરખામણી કરતો થઈ ગયો હતો.

વિવેક જ્યારે લગ્નની ઉંમરે પહોંચ્યો ત્યારે એના માટે સુયોગ્ય કન્યાની શોધ શરૂ થઈ ત્યારે એણે ઘણી યુવતીઓને નાપસંદ કરી હતી. એમાંની આ એક મેઘા હતી.

કારણ ? કારણ કે મેઘા સેલ્સગર્લ હતી. સામાન્ય ઘરની મેઘાનાં સપનાં ઘણાં બુલંદ હતાં. મેઘાના આત્મવિશ્વાસથી એ પ્રભાવિત થયો હતો. પણ, એક સેલ્સગર્લ કરી કરીને કેટલી પ્રગતિ કરે?

વળી ઘરમાંય મેઘા માટે સૌના મંતવ્ય અલગ હતાં. મેઘા જ નહીં એ વખતે જોયેલી અનેક યુવતીઓ અંગે મા, બહેનો સાથે ઘરમાં ચર્ચા થતી. વિવેક પોતે કોઈ નિર્ણય પર આવી શકતો નહોતો. કોઈનો દેખાવ તો કોઈની વાત કરવાની રીત, કોઈનું કદ તો કોઈનાં રંગરૂપ સામે વિવેકને વાંધો પડતો પરિણામે વધતી ઉંમર, માથેથી ઘટતા વાળની જેમ સર્વગુણ સંપન્ન કન્યાઓની યાદી ઘટતી ચાલી.

પાંચ-પાંચ વર્ષ સુધી મેળ પડ્યો નહીં. ભૂતકાળમાં નાપસંદ કરેલી યુવતીઓ પણ પરણીને ઠરીઠામ થઈ ગઈ. અંતે કવિતાને પસંદ કરી. કવિતા સંસ્કારી હતી, ગૃહિણી તરીકે કુશળ હતી પણ દેખાવમાં અન્ય યુવતીઓ કરતાં સામાન્ય હતી.

કવિતા એની પસંદ નહીં, મનનું સમાધાન હતી. આ સમાધાન કરતી વખતેય આગળ જોયેલી અનેક યુવતીઓ આંખ સામે આવી જતી. સતત એ સૌના દેખાવની સરખામણી કવિતા સાથે થઈ જતી.

એમાંય જ્યારે એ પાર્ટીમાં શુભમ સાથે મેઘાને મળવાનું થયું ત્યારથી એને મેઘાને નાપસંદ કરવા માટે અનહદ અફસોસ થયો. મેઘામાં આત્મવિશ્વાસ તો હતો જ અને હવે ધનાઢ્ય શુભમ સાથે પરણીને એ દેખાવ, વાણી, વર્તનથી જરા વધુ જ સફાઈદાર અને સ્ટાઇલિશ લાગતી હતી.

બસ, ત્યારથી કવિતા તરફ વિવેકની ચીઢ વધતી ચાલી, પણ એને ક્યાં ખબર છે કે શુભમ આજે કવિતાને નાપસંદ કરવા માટે પસ્તાઈ રહ્યો છે !

શુભમ અને કવિતાની સીધી મુલાકાત થઈ નહોતી. દૂર દેખાતી યુવતી તરફ ઈશારો કરીને માએ કહ્યું હતું,

“ભલે અન્ય યુવતીની સરખામણીમાં એ યુવતી સાદીસીધી દેખાય છે, પણ વ્યવહારકુશળ છે, રસોઈમાં પારંગત છે. જો તારી નજર ઠરે તો મુલાકાત ગોઠવીએ.”

પણ, દૂરથી…ઘણે દૂરથી એ યુવતીને જોઈને એને મળવાનું મન થયું નહીં. બે વર્ષ પછી મેઘા એના જીવનમાં આવી.

આજે દૂરથી જોઈને નાપસંદ કરેલી કવિતાને નજીકથી જોઈ, જાણી, ઓળખી ત્યારે એને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને વિવેકના નસીબ પર ઈર્ષા થઈ.

ક્યાં ઊડતાં પંખી જેવી, વર અને ઘર પ્રત્યે બેફિકર મેઘા અને ક્યાં વર અને ઘરની પળેપળે ફિકર કરતી કવિતા !?

ક્યાં મહારાજ પાસે રસોઈ બનાવડાવતી, જમવા ખાતર સાથે જમતી મેઘા અને ક્યાં મહેમાનને જ નહીં પતિને પણ આગ્રહપૂર્વક જમાડતી કવિતા !?

સાંજ પડે ઘેર આવે ત્યારે મેઘા એની રાહ જોતી હોય, વિચારોની આપલે કરતાં કરતાં સાથે બેસીને જમતાં હોય એવું કેટલીય વાર ઝંખ્યું હતું !?

કાશ, એ વખતે આધુનિક, મહત્વકાંક્ષી યુવતીની અપેક્ષા ન રાખી હોત અને સીધીસાદી કવિતાને પસંદ કરી હોત તો અત્યારે સુખ-શાંતિભર્યું જીવન જીવતો હોત.

ઘેર પહોંચ્યો ત્યારે એની હાજરીની નોંધ સુદ્ધાં લીધા વગર મેઘા લેપટૉપ પર કામ કરતી રહી.

રેડિયો પર સંભળાતા ભુપેન્દ્ર સિંઘના ગીત સાથેસાથે એ ગણગણતી હતી.

कभी किसिको मुकम्मल जहा नही मिलता

कही जमी तो कही आस्मा नही मिलता …

‘વાત તો સાચી જ ને?’ ગીતના શબ્દો સાંભળીને શુભમ જરા હસ્યો.

અસ્તુ.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.

‘નસીબ છું, નજૂમી નહીં’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા ‘પત્રાવળી-૪૨’ રાજુલ કૌશિક,ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી


Blog Stats

  • 150,658 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!