એષા ખુલ્લી કિતાબ -પ્રકરણ  ૧૦ -રાજુલ કૌશિક

June 13, 2022 at 10:45 am

ડૉ સંદીપ સાથેની મુલાકાત પછી તો રોહિતની પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બની. વળી પાછો ટ્રીટમેન્ટનો દોર ચાલુ થયો. બીજા જ દિવસે કેમો-થેરેપીની શરૂઆત કરવી એમ નક્કી થયું. જેણે આજ સુધી અસંખ્ય સર્જરી કરીને કેટલાય પેશન્ટોને સાજાનરવા ઘરે પહોંચતા કર્યા હોય એવા જનરલ સર્જન રોહિતની આ તબક્કે સર્જરી કરી શકાય એવો તો કોઈ અવકાશ જ નહોતો. કેમો-થેરેપી સિવાય કોઈ આરો નહોતો. કેમો-થેરેપીની યાતના અને આડ અસરોથી રોહિત અને એશા બંને ચિંતિત હતા. પણ છૂટકો ક્યાં હતો?

બીજા દિવસે કેમો-થેરેપીની શરૂઆત થઈ .એક દિવસ આરામ કરી પાછા આણંદ ગયા. હવે આણંદ અમદાવાદ વચ્ચેની આવજા નિશ્ચિત થઈ ચુકી હતી. સમયાંતરે કેમો-થેરેપી ચાલુ રહેવાની હતી. પરંતુ ફરી પાછો એક ઉથલોવળી પાછો એક હુમલોનવી કટોકટી.

પહેલી કેમો પતી અને ચાર દિવસ પછી રિઍક્શન આવ્યું. રોહિત બેભાન અવસ્થામાં સરી પડ્યા. થયું કે હવે બાજી હાથમાંથી ગઈ . જ્યારે પરિસ્થિતિ સામે લડવા હાથ હેઠા પડે ત્યારે આપોઆપ પ્રાર્થના માટે હાથ જોડાઈ જાયવિજ્ઞાનની વાસ્તવિકતા અને ઈશ્વર પરની શ્રધ્ધા બે નદીના સામસામા કીનારા છે. પણ ક્યારેક  વાસ્તવિકતા અને શ્રધ્ધાના બે છેડાને જોડતો ભગવાન પરના ભરોસાનો સેતુ જાણેઅજાણે મનમાં બંધાઈ રહ્યો હતો. ભરોસાના તાંતણે તો જીવાદોરીની જાળ ગૂંથાવા માંડી હતી. જ્ઞાનવિજ્ઞાનના છેડા ટૂંકા પડે ત્યાં આસ્થાનું ઓક્સિજન કામ આવ્યું. ભગવાન પરના ભરોસાનો જવાબ મળ્યો. એષા અને ઋચાની મૂક પ્રાર્થના પ્રભુએ સાંભળી. રોહિત કટોકટીમાંથી બહાર આવ્યા.

સામાન્ય વ્યકિતને પણ ચમત્કાર લાગે તેવી ઘટના હતી.

આવી પરિસ્થિતિમાં હવે વડીલોનો આગ્રહ હતો કે દીકરીનાં ઘડીયા લગ્ન લઈ લેવા જોઈએ. કોઈ પ્રકારની રાહ જોવામાં હવે સાર નહોતો. એષા મનમાં વિચારોના વંટોળમાં અટવાયેલી હતી. મનથી કોઈ તૈયારી કરી શકતી નહોતી. ફક્ત એષા અને ઋચા મક્કમ થવાનું હતું. બાકી તો પછી સૌ સાથ આપવા તૈયાર હતા.

ધ્રુમિલને હજુ આવી આકરી પરિસ્થિતિની એટલી જાણ કરી નહોતી. લંડનથી એને પણ તાત્કાલિક પાછો બોલાવી લેવો એવો નિર્ણય એષાએ લઈ લીધો. ધ્રુમિલે તો રોહિતને હંમેશા કામ કરતા જોયા હતા. તેમની પરિસ્થિતિ જોઈને તો આવતા વેંત ધ્રુમિલ સ્તબ્ધ થઈ ગયો. પણ ઝાઝી આળપંપાળ કે ઠાલા આશ્વાસનોનો અવકાશ  નહોતો. ત્રણે જણ એક વિચારથી ઝઝૂમી રહ્યાં હતાં. તબિયતની કાળજી પહેલા ,પછી બીજુ બધું.

ફરી એષાનો વિશ્વાસ જીત્યો. રોહિતની તબિયત સારી થતી ગઈ. દવાઓ તો ચાલુ હતી. અશક્તિ ઘણી લાગે છતાં જીવન સામાન્ય થતું જતું હતું. ઘણીવાર તો પરિસ્થિતિને પણ સૌ હળવાશથી લેવા પ્રયત્ન કરતા હતા. અને એમાં સૌથી વધુ સફળતા રોહિતને મળતી . કોઈક ડૉઝમાં એક સાથે ૮૦ ગોળીઓ લેવાનું બનતું. અડધા ગ્લાસ પાણીમાં ઓગાળી એષા આપે ત્યારે તે ઋચા અને ધ્રુમિલને બતાવીને કહેતા “ડેક્ઝોનાનો થિક શેક પીવુ છુ. ” એષા નહી સૌ જાણતા હતા કે શબ્દો બોલાતા હતા પણ અંતર તો એમનુંય કાંપતુ હતુ.

હવેનો સમય તો વળી એથી વધુ કઠીન હતો. આણંદ અમદાવાદ વચ્ચે કેમો-થેરેપીની સારવાર માટે તબિયતે આવજા થોડી મુશ્કેલ તો હતી. એટલે રોહિતની  હોસ્પિટલમાં એષાએ બાકીની કેમો-થેરેપીની ટ્રીટમેન્ટ આપવી એવુ ડૉક્ટરોનું સૂચન હતુ અને સલાહ પણ.  હવે કંઈ ૮૦ ગોળીઓ ઓગાળી ડેક્ઝોનાના ડૉઝ આપવા જેટલી સરળ વાત નહોતી.

સગાસંબંધીઓ સ્તબ્ધ હતાસંતાનો સેહમી ગયા હતા. એક માત્ર જો સ્વસ્થ હોય તો તે હતી એષા. એણે રોહિતે પૂરેપૂરી મક્કમતાથી સાથ આપવાનું નક્કી કર્યુ હતું. મનથી અને તનથી. અંદરથી અને અંતરથી રોહિતને એષા પર અતૂટ વિશ્વાસ હતો.  એષા કેમો-થેરેપી આપે નિર્ણય માટે રોહિતે મૂક સંમતિ આપી દીધી. આમે ક્યાં એણે ક્યારે વાણી કે વર્તનમાં પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવામાં અગ્રેસરતા રાખી હતી કે હવે નખાઈ ગયેલા તન અને નબળા મનથી દર્શાવે?

એષા એક બાજુ ઋચાના લગ્ન લીધા છે અને બીજી બાજુ ટેન્શનતું કેમ કરીને પહોંચી વળીશક્યારેક એષા અને રોહિત એકલાં પડતાં ત્યારે રોહિત મનની વાત એષા પાસે ઠલવતો. મનના ઊંડાણથી હંમેશા એને લાગતું કે ક્યારેય એષાની સાથે ઊભો રહી શકયો  નથી. જ્યારે એનો હાથ થામીને વિરસદ આવી ત્યારે પણ અને આજે પણ.

કોણ જાણે એષા કઈ માટીની બનેલી હતીદૂરથી દેખાતા ભયના ભણકારા માત્ર કાન નહીં હ્રદય પર પણ સંભળાતા હતા. જાણે એક મોટા પડઘમમાં પૂરીને ઉપરથી દાંડી ટીપાય અને અંદર કાન,મન,હ્રદય બધુંજ ફાટી જાય એવી સ્થિતિ હતી અને છતાંય એષા પરિસ્થિતિને સંભાળી લેવાની પૂરેપૂરી કોશિશ કરતી હતી.

હું આજે વિક્રમભાઈ અને દક્ષાબેનને મળી આવી છું. કાર્તિક પણ ત્યાં  હતો. લગ્ન જેટલી ઝડપથી લેવાય એમાં એમને કોઈ વાંધો નથી” એષા હળવેકથી રોહિતનો હાથ પસવારતા કહેતી જતી હતી.

વિક્રમભાઇએ કહ્યું છે કોઈ ચિંતા આપણા માથે રાખવની નથી. પાર્ટી પ્લોટડેકોરેટર સુદ્ધાં લોકો નક્કી કરી લેશે.  કાર્તિક અને ઋચા કંકોતરીના નમૂના ઘરે લઈ આવી આપણને બતાવી દેશે. તમને ગમે કંકોતરી ફાઇનલ કરી લઈએ એટલે  છપાવવા પણ આપી દેશે કોઈ કામ માટે ધ્રુમિલને પણ જવાની જરુર નથી એવું કહેવડાવી દીધું છે. અહીં રહેશે તમારી પાસે”.

એષા ઉત્સાહથી બધું રોહિતને કહે જતી હતી પરંતુ પોતે જાણતી હતી કે ઘણી વાર બહારના અને અંદરના વર્તનમાં આભજમીનનો ફેર હતો.

ધ્રુમિલે પણ લંડન જવાનું માંડી વાળ્યું હતું. અહીં ડૅડી પાસે રહેવાનું નક્કી હતું. ડૅડી સારા થાય ઋચાના લગ્ન પતી જાય પછી અહીં સેટ થવું છે એવો નિર્ણય રોહિતની શારીરિક સ્થિતિ જોતાની સાથે એણે લઈ લીધો હતો.

એષા અને રોહિતની અમદાવાદની આવનજાવનના બદલે હવે અમદાવાદથી બધાની આણંદ આવનજાવન ચાલુ થઈ ગઈ હતી. લગ્ન અંગે હોય કે રોહિતની તબિયત અંગેસૌ એષાની કઈ જવાબદારી કેવી રીતે ઉપાડી લઈ શકે તે વિચારીને સાથ આપતા હતા.

બીજી કેમો-થેરેપીનો સમય નજીક આવતો હતો તેમ તેમ સૌના મન પર ભારઉચાટ વધતો હતો. એક તો પ્રથમ થેરેપી વખતે રોહિતને રિએક્શન આવ્યું અને બેહોશીમાં સરી ગયા હતા. અને હવે અહીં એષાએ બધુ સંભાળવાનુ હતુ તે. રખેને ફરી કોઈ પ્રોબ્લેમ ઉભો થયો તોજો કે હોસ્પિટલ રોહિતની હતી અને સાથે બીજા એના ડૉક્ટર મિત્રો પણ રહેવાના હતા એટલે થોડુ સાંત્વન પણ રહેતું સાથે એષાની સ્વસ્થતા જોઈ આશ્ચર્ય પણ થતુ.

એક જો નવાઈ ના લાગતી હોય તો તે રિવાને. બરાબર ઓળખતી હતી  એષાને.

એક દિવસ જ્યારે એષા પૅથૉલૉજી જોઈન કર્યુ હતું ત્યારે  રિવાને એષાની હોસ્પિટલ જવાનું હતું.

ત્યાંથી પછી બંને જણ દર વખતની જેમ મુવી જોવા જવાનાં હતાં. સસ્પેન્સ ફિલ્મ “ઇત્તફાક “ રિલિઝ થઈ હતી અને રાજેશ ખન્ના એષાનો ફેવરિટ એટલે જોવા માટે તો આજની કાલ પણ ના થાય. રિવા જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે એષા ચિલ્ડ્રન વૉર્ડમાં હતી. બારચૌદ વર્ષના છોકરાનાં પગમાંથી બોનમેરો લઈ ટેસ્ટ કરવાનો હતો. ભય હોય કે દર્દ ગમે તે કારણે છોકરો કારમી ચીસો પાડીને આખી હોસ્પિટલ ગજવતો હતો. બે જણાએ એના હાથ અને પગ પકડી રાખ્યા હતાં.

છતાંય સખત ધમપછાડા કરતો હતો. ઝાલ્યો ઝલાય એમ નહોતો. એવામાં સેમ્પલ કેવી રીતે લેવું સમસ્યા હતી . એષાએ બીજા બે વૉર્ડ બોયને છોકરાને પકડી રાખવા બોલાવ્યા. સતત રડારોળ અને છોકરાની માના આંખમાં આંસુ જોઈને રિવા તો ડઘાઈ ગઈ અને ભાગી આવી ત્યાંથી ઘેર પાછી . જહન્ન્નમાં ગયુ મુવી અને વહેતી મૂકી એષાને .

આખી વાતથી અજાણ એષા સારો એવો સમય રિવાની રાહ જોઈને સમય થતા પણ ઘેર પાછી આવી. આવતાં વેંત પહેલા તો રિવાના ઘેર પહોંચી એનો ઉધડો લેવા.

સમજે છે શું એના મનમાં ? નક્કી કરીને મને રાહ જોવડાવીને બેસાડી રાખી અને બેન પધાર્યા નહી?” આજે તો વાત છે રિવાની.

પણ જ્યારે રિવાનું મ્હોં ચઢેલુ જોયુ અને આખી ઘટના વખતે એની ઉપસ્થિતિની જાણ થઈ ત્યારે એષા ખડખડાટ હસી પડી. રિવાને ઓર ગુસ્સો આવ્યો.  “હસે છે શું ? એક તો પેલા છોકરાનો જીવ નીકળી જાય એટલુ રડતો હતો અને અહીં તુ હસે છે?”

તો શું થઈ ગયું ?” એષાને વળી વધુ હસુ આવતુ હતુ. “જે કઈ કરતી હતી તે એના સારા માટે ને?”

કોઈના સારા માટે જો એષા કઈ પણ કરી શકતી હોય તો રોહિત માટે કેમ નહીં?

રોહિતની જે પરિસ્થિતિ હતી એમાં સુધારો થવાની શક્યતા તો હતી નહીં પણ વધુ બગડે નહી અથવા ઝડપથી વધે નહી તે માટેના પ્રયત્નો કરવાના હતા. અને  પ્રયત્નોમાં રોહિતને જેટલી તકલીફ ઓછી પડે  હવે જોવાનુ હતુ. એષાએ પોતાની જાતને માટે સજ્જ કરી લીધી હતી.

આલેખનઃ રાજુલ કૌશિક

Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.

એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૯- વિજય શાહ. એષા ખુલ્લી કિતાબ -પ્રકરણ ૧૧ રાજુલ કૌશિક


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2022
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: