Archive for May 27, 2024

પત્રાવળી- ૪૭, – ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી

પત્રમિત્રો

કેમ છો બધાં? દિવાળી આવી ને ગઈ, જોતજોતામાં તો ઋતુ પણ બદલાઈ ગઈ. વર્ષોથી દિવાળીના આ શુભ પર્વે મને પહેલો વિચાર એ જ આવે કે,

“દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન અને તો જ દિવાળી આંગન! બરાબર ને? ભીતર દીવો પ્રગટે તો જીવતરમાં ઉજાસ. નહિ તો….?

હવે અજવાળું મોડું થાય છે અને અંધારું જલદી થવા માંડે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં શરૂ થયેલી આ પત્રયાત્રા વસંતના વિવિધ ફૂલડાં વેરી હવે તો પાનખરના વૈભવે જઈ બેઠી! જિંદગીની સાથે સાથે કુદરતનું આ ચક્ડોળ પણ કેવું ચાલે છે હેં ?

છેલ્લાં થોડા સમયથી ઝડપી ગતિએ દોડતી ગાડી, આજે સ્ટેશન આવે અને થોભે તેમ મન જરા વિરામ, રાહત અને શાંતિ અનુભવી રહ્યું છે. હળવા મૂડમાં હલકી ફૂલકી વાતો લખી રહી છું.

મિત્રો, પત્રાવળીના ગત રાઉન્ડમાં સ્મૃતિના સંદર્ભમાં આપણને કેટકેટલું મળ્યું.? કવિ શ્રી રમેશ પારેખના હસ્તપત્રથી માંડીને લેખક શ્રી રજનીભાઈ પંડ્યાના સવાલો અને આગળ વધીને નીલમબહેનનાં ટપાલી, ડાકિયા, પોસ્ટમૅનની યાદો, સ્મૃતિની શક્તિ, યાદો પરથી ઉર્દૂ ગઝલના શેર વગેરે… વાહ..આના જ અનુસંધાનમાં એક મજેદાર વાત કહુંઃ

સપ્ટે. મહિનામાં, ન્યૂજર્સીના લિટરરી ઍકેડેમીના એક અધિવેશનમાં જવાનું થયું. ત્યાં એક બેઠકમાં ‘ડિજિટલ ટૅક્નોલૉજી અને પુસ્તકોનું ભવિષ્ય’ એ વિષય અંગે ભારતથી પધારેલ શ્રી અપૂર્વ આશર અને અમેરિકામાં સ્થાયી થયેલ શ્રી બાબુભાઈ સુથાર વક્તા હતા.. અપૂર્વ આશરે ‘ વિડીયો પ્રેઝન્ટેશન’ની સાથે સાથે કેટલાંક જરૂરી મુદ્દાઓ અને ઘણા ફાયદાઓની સુંદર છણાવટ કરી. આ વાત સાથે જાણીતા ભાષાશાસ્ત્રી શ્રી બાબુ સુથારે મઝાના મુદ્દાઓ રસપ્રદ રીતે રજૂ કર્યા. તેમાંની એક વાત જે મને બહુ ગમી તે વાતનો સાર લખું.. ટપાલપેટીમાં કાગળ નાંખીએ પછી એ કાગળ મોકલનાર પાસે ન રહે. ઇ-મેઇલ મોકલ્યા પછી (send button દબાવ્યા પછી) એ ઇ-મેઇલ disappear થવી જોઈએ ને? એને બદલે પોતાનો પત્ર (ઇ-મેઇલ પત્ર) પોતાની પાસે દેખાય પણ ખરો. એ કેવું ?!!! પહેલીવાર તેમને જ્યારે આ અનુભવ થયો ત્યારે પત્ર પહોંચ્યો જ નથી એમ જ લાગતુ. કારણ, કાયમ પોતાની સામે ‘સેન્ટ’(sent)માં દેખાયા કરતો હતો !! આ વિસ્મય કેવું રસપ્રદ છે ?

જૂની ટપાલવ્યવસ્થા સાથે આ નવી ટૅક્નોલૉજીને શું કહીશું? આ વિશે ઘેર આવીને મેં વાત કરી તો વળી આ વિષય થોડો આગળ વધ્યો. મારા સાથી (રાહુલ)ના કહેવા મુજબ જૂના જમાનામાં ટપાલપેટીમાં નાંખેલો કાગળ આપણા દિમાગમાં, સ્મૃતિના એક ખાનામાં સચવાઈને રહેતો જ હતો ને? જ્યારે જરૂર પડે ત્યાંથી કેવો નીકળે છે? એટલે કે યાદ આવે છે ! તે વખતે ‘sent folder’ ત્યાં હતું. બસ આટલો જ ફરક ! મને તો એ વાતમાં તથ્ય લાગ્યું. તમે શું કહો છો મિત્રો ? પછી તો એ વિશે (જૂના પત્રોનાં લખાણ અંગે) અમારા ઘણા રોમૅન્ટિક સંવાદો ચાલ્યા !!!

આગળ કહ્યું તેમ સાવ હળવા મિજાજમાં છું. કદાચ ઉપર જણાવ્યાં તેવાં બીજાં પણ જુદાં જુદાં ઘણાં આશ્ચર્યો, જીજ્ઞાસા, વિસ્મયો, તરંગો, તર્કોમાંથી સ્વપ્નાઓ રચાતાં હશે, મનોરથો ઘડાતા હશે અને કશીક નવીનતાઓ ખીલતી, ઉઘડતી જતી હશે એમ મને લાગે છે. આ સપનાઓની દુનિયા જુઓ ને? વિચાર કરો, બંધ આંખે, કેવી રીતે આપણે ક્યાંના ક્યાં પહોંચી જઈએ છીએ? અને કેવી રીતે ત્યાંથી પાછા પણ વળીએ છીએ? પણ મને એ બંધ આંખે ઊંઘમાં આવતા સ્વપ્નોમાં ઝાઝો રસ નથી. એના વિશે તો બહુ બધું અને જાતજાતનું લખાયું છે અને સાંભળ્યું પણ છે. મને રસ પડે છે ખુલ્લી આંખે રચાતા મનોરથોમાં, દિવાસ્વપ્નોમાં. એની પાછળની મક્કમતા, સંઘર્ષો સામે ઝઝુમવાની તાકાતમાં..કારણ કે તેમાં, ભવિષ્યના ગર્ભમાં રહેલાં તથ્યો અને સત્યોના બીજ હોય છે. એ પ્રકારના સ્વપ્નો આખી જીંદગીની તાસીર અને તસ્વીર બદલી નાંખે છે. બાકી તો દોસ્તો, ઘણા માનવીઓ પોતાની ખોટી આદતોની સભાનતા હોવા છતાં એમાંથી બહાર નીકળી શક્તા નથી. કારણ કે, તેમણે એ ખોટી આદતોને સ્વીકારી લીધી હોય છે. પાંચ-સાત દાયકાઓ સુધી એને કારણે થયેલાં નુકસાનો જીરવી લેતા હોય પણ એક સારું સ્વપ્ન ન સેવે, એને પરિપૂર્ણ કરવા મથે નહિ એવું પણ બનતું હોય છે.

એક નાનકડી ઘટના કે એક નાનો સરખો વિચાર માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે? હાથ અને નજર ઊંચે કરી I have a dream…I have a dream… કહેતા માર્ટીન લ્યૂથર કિંગ હોય કે સાચા રાષ્ટ્રપ્રેમી ગાંધીજી, સરદાર વગેરે જેવા નેતાઓ હોય…ઊંચા મૂલ્યોને પામવા મથતા દિવાસ્વપ્ન એક અમોલી દેન છે. પણ કહ્યું છે ને કે,

A dream doesn’t become reality through magic; it takes sweat, determination and hard work. Keep your dreams alive. Understand to achieve anything requires faith and belief in yourself, vision, hard work, determination, and dedication. Remember all things are possible for those who believe.

અને સ્વપ્નને યોગ્ય રીતે પૂરું કરવા માટે જાગવું પડે!! સાદી, સીધી છતાં અદભૂત વાત છે ને?

‘ઘાયલ’ની એક ગઝલનો શેર યાદ આવ્યો…

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;

શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે.

મિત્રો, આજે આટલેથી અટકું છું..તમારી વાતો વાંચવા/સાંભળવા ઉત્સુક છું.

દેવિકા રાહુલ ધ્રુવ

May 27, 2024 at 8:35 am


Blog Stats

  • 150,950 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2024
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!