Archive for May 26, 2024

‘ શેષ-વિશેષ’- રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘ શેષ-વિશેષ’

“Hi, I am Prakhar.. Prakhar Shrivastav. Can I have a cup of coffee with you Mam …..? “

“Sure, you can have it but at your risk. I am Sanajana.”

“Sanajana?”

“અરે, સંજના એટલે સંજના. મને એમ કે તમે અંગ્રેજીના પ્રોફેસર છો એટલે આચારસંહિતાને અનુસરીને મારી ઓળખ આપી, So simple.”

કૉલેજની કૅન્ટીનમાં બેઠેલા પ્રખરની સામેની ખુરશી પર આરામથી બેઠેલી સંજનાએ જવાબ આપ્યો.

“એ તો હું પણ જાણું છું કે તમે સંજના છો. કૉલેજના આ નવા સત્રથી સંસ્કૃતના પ્રાધ્યાપિકા તરીકે જોડાયા છો. બે મહિના પૂરા થવામાં છે, પણ આજે આમનેસામને પહેલી મુલાકાત છે એટલે થોડી વિશેષ ઓળખ મળે એ હેતુથી પૂછ્યું.”

“શેષ કે વિશેષ, સંજનાથી શરૂ થઈને સંજના જ મારી ઓળખ.” સંજનાએ કાળી ફ્રેમના ચશ્મા આંખેથી ચઢાવીને માથે ટેકવ્યા. ચશ્માની દાંડીના લીધે કાન પાછળ પકડાઈ રહેલા રેશમી વાળ ચહેરા પર સરી આવ્યા. પાંત્રીસ વર્ષીય સંજનાના ગોરા ચહેરા પર થોડી ગર્વની છાંટ હતી, જોકે એની પ્રતિભા એના લીધે વધુ નિખરી હોય એવું પ્રખરને લાગ્યું.

“સમજી શકું છું પ્રખર. સૌની જેમ માત્ર નામથી તમને પણ ઓળખ અધૂરી લાગી હશે, પણ કોઈની ઓળખ પોતે જ ના હોઈ શકે? પૂરી ઓળખ માટે આગળ કે પાછળ કોઈ ટેગ હોવો જ જોઈએ?”

*****

સંજનાની વાત એની રીતે સાચી હતી. એક જ સંતાન હોવા છતાં મમ્મી-પપ્પાએ એને કાળજીના કોશેટામાં ઉછેરવાના બદલે વિચારવા અને નિર્ણય લેવાની પહેલેથી મોકળાશ આપી હતી.

“સંજુ, તું એક સ્વતંત્ર વ્યક્તિ છો. તારે શું કરવું છે, કેવી રીતે આગળ વધવું છે એનો નિર્ણય તું જાતે લઈ શકે છે, પણ હા નિર્ણય લેતાં પહેલાં પાંચ વાર વિચારજે. પાંચ વાર વિચાર્યા પછી પણ આગળ જતાં એ નિર્ણય ખોટો લાગે તો બેધડક ત્યાંથી જ પાછી વળી જજે. ખોટા રસ્તે ચઢ્યા પછી પાછા વળવાનું થોડું અઘરું હશે પણ અશક્ય તો નહીં જ. તારા દરેક નિર્ણયમાં અમારો સાથ હશે અને કદાચેય પાછા વળવાના સંજોગ આવે તો તું જ્યાંથી આગળ વધી હોઈશ, અમે ત્યાં જ ઊભા હોઈશું.” સ્પષ્ટવક્તા પપ્પા લીલું સિગ્નલ આપતા પહેલાં પીળાં સિગ્નલની જેમ ચેતવણીના સૂરે બોલ્યા.

સંસ્કૃતમાં એમ.એ. કરીને કૉલેજમાં ભણાવવાનો નિર્ણય સંજનાનો જ હતો. સૌમિલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે મમ્મી-પપ્પાએ એને પાંચ વાર વિચારવાનો અનુરોધ જરૂર કર્યો હતો, પછી સંમતિ આપી હતી, પણ પહેલી વાર સંજનાના નિર્ણય પર એમને દુઃખ થયું હતું.

સૌમિલ અને સંજનાની પ્રકૃતિ સાવ અલગ. એક ઉત્તર તો બીજું દક્ષિણ. ક્યારેક સંજના અકળાતી. સાયન્સ પ્રોફસર સૌમિલ સંજનાને સમજાવતો,

“સંજુ, સાયન્સનો અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણનો નિયમ તો તું જાણે છે ને? આપણી અસમાન પ્રકૃતિ જ એકમેકના આકર્ષણનું મૂળ છે. વિશ્વાસ રાખજે મારી ખામી અને તારી ખૂબી અથવા તારી ખામી અને મારી ખૂબી મળીને એકમેકને સંપૂર્ણ બનાવશે. Each person offers something the other lacks to make relationship more complete.”

પણ, એવું કશું બન્યું નહીં. બે વર્ષ ખૂબ સરસ પસાર થયાં. રહીરહીને સતત અને સખત વિરોધાભાસના લીધે વિખવાદ વધવા માંડ્યાં. સૌમિલની પ્રકૃતિમાં જ જબરો વિરોધાભાસ હતો. સાયન્સના પ્રોફેસર તરીકે ધૈર્યવાન એવો સૌમિલ વ્યક્તિ તરીકે એકદમ અધીરો અને તરંગી હતો. વગર વિચારે દરેક વાતમાં એકવાર તો પોતાનો મત આપી જ દેતો. મનમાં આવે એ તરત અમલમાં મૂકવાની એની પ્રકૃતિ.

“સંજના, આ શું દરેક વખતે વિચારી વિચારીને જ વ્યવહાર કરવાનો? મનનો તરંગ કોને કહ્યો છે? એ તો ભરતીમાં ધસી આવેલાં મોજાં જેવો. એને કેવી રીતે અટકાવી શકાય?”

“વાત સાવ ખોટી નથી સૌમિલ, પણ મોજાં અને માનવીમાં કોઈ ફરક ખરો કે નહીં ? ભરતીનાં મોજાં દરિયા કિનારે અફળાઈને ફીણફીણ થઈને વેરાઈ જાય એમાં એને ક્યાંય કશી તકલીફ નથી પડતી. માનવીને એમ વારંવાર વેરાઈ જવામાં ઘણી વ્યથા ભોગવવી પડે.”

“ભઈસાબ તારી વાતોથી તો તું પચ્ચીસની નહીં પાંસઠે પહોંચેલી પ્રૌઢા જેવી લાગે છે. મનમાં આવે એ તરંગને અનુસરવામાં વિચાર કરવો પડે એ જ વાત સમજાતી નથી. વહી ગયેલાં પાણીની જેમ મસ્તીનો મૂડ ઓસરી જાય પછી એ માણવાની ક્ષણો પાછી ક્યાં આવવાની ?”

સંજના અને સૌમિલ વચ્ચે આવી નાનીનાની વાતોને લઈને ચર્ચા થતી. ચર્ચામાંથી ચડભડ શરૂ થઈ.

એ દિવસે કૉલેજથી નીકળવાના સમયે અચાનક વરસાદ તૂટી પડ્યો.

“સંજુ, દસેક મિનિટમાં પહોંચું છું.” સંજનાના મોબાઇલ પર સૌમિલનો મેસેજ ફ્લેશ થયો.

સંજનાની કાર સર્વિસમાં આપી હતી એટલે સૌમિલે કૉલેજ જતા પહેલાં સંજનાને એની કૉલેજ ઉતારી હતી.

પૉર્ચમાં જ ઊભા રહીને વરસાદની આછી વાછટ માણતી, હથેળીમાં વરસાદની ફરફર ઝીલતી સંજના સૌમિલની રાહ જોતી રહી. એકાદ-બે વિદ્યાર્થીઓએ, પ્રોફેસરે પણ સંજનાને ઘેર મૂકી જવાની ઑફર આપી.

સંજના આ વરસાદી મોસમમાં સૌમિલ જોડે લૉન્ગ ડ્રાઇવ પર જવાના મૂડમાં હતી. એણે સૌને વિવેકથી ના પાડી.

દસ મિનિટ, પંદર મિનિટ, પાંત્રીસ મિનિટમાંથી પિસ્તાળીસ મિનિટ થઈ. કૉલેજ ખાલી થવા આવી. સંજનાએ સૌમિલને ફોન જોડ્યો.

રિંગ પર રિંગ વાગીને સેલફોન બંધ થઈ ગયો.

‘ઉફ્ફ, સૌમિલને શું કહેવું? ફોન ઉપાડતો નથી. શું થયું હશે? સેલફોનમાં બેટરી ડાઉન થઈ ગઈ હશે, વરસાદમાં કાર બંધ પડી હશે કે પછી લેવા આવવાના બદલે સીધો ઘેર પહોંચ્યો હશે?’

અંતે કંટાળીને મેઇન રોડ પર આવીને રિક્ષા કરીને ઘેર પહોંચી.

કારની બારી જરી અમસ્તી ખોલીને ચહેરા પર આવતી પાણીની શીકરો માણવાની, હાથમાં પાણીની બુંદો ઝીલીને સૌમિલના ચહેરા પર ઉડાડવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું. કમોસમી વરસાદને લીધે છત્રી તો હતી નહીં. તરબોળ હાલતમાં ઘેર પહોંચી. સૌમિલ ઘેર નહોતો.

આથમતા અજવાળે સૌમિલ ઘેર પહોંચ્યો.

“અરે સંજુ તું સાથે હોત તો બહુ મઝા પડત. વરસાદી ઝાપટું, લીલાંછમ ઝાડ, ઝાડ પાછળ રંગોળીની જેમ ફેલાયેલું મેઘધનુષ્ય. ગાડી પાર્ક કરીને ઊભો રહ્યો. રેડિયો પર ગીત વાગતું હતું.

“ક્યા મૌસમ હૈ, એ દિવાને દિલ ચલ કહીં દૂર નિકલ જાયે. સાચે તું સાથે હોત તો એમ જ કરત. કાર ત્યાં જ મૂકીને દૂર સુધી ચાલ્યાં હોત.” આવતાની સાથે સૌમિલની ટેપ શરૂ થઈ ગઈ.

સંજના બઘવાઈને એને જોતી રહી.

“સોમુ, તું મને લેવા આવવાનો હતો.”

“હેં..” અચાનક સૌમિલની ટેપ અટકી.

“હા.”

“સોમુ, એક તો પ્રોફેસર અને તે પણ સાયન્સનો, ધૂની પ્રકૃતિ હોય એ સમજી શકું છું, પણ આટલી હદે? વરસાદ, મેઘધનુષ્યને માણવા તું ત્યાં જ અટકી ગયો એનો વાંધો નહીં. માત્ર એક ફોન કરી દીધો હોત તો કલાક તારી રાહ જોવાના બદલે હું ઘરભેગી થઈ ગઈ હોત.”

“સોરી સંજુ, પણ તું મને જાણે છે ને? વહી ગયેલાં પાણીની જેમ મસ્તીનો મૂડ ઓસરી જાય પછી વરસાદ માણવાની એ ક્ષણો પાછી ક્યાં આવવાની? ફોન કરવાનો રહી ગયો.”

“વરસાદ મહત્વનો, વ્યક્તિ નહીં, બરાબર ને ?”

સૌમિલની ધૂની, એ જ્યાં હોય ત્યાં જ અટકી જવાની પ્રકૃતિને લીધે આવી એક નહીં અનેક ઘટનાઓ બનવા માંડી.

ફરિયાદ કરવાની સંજનાની પ્રકૃતિ નહોતી. પણ, સૌમિલના જીવનમાં એની શું ભૂમિકા છે એ સમજાતું નહોતું. સૌમિલને સંજનાનો સતત સાથ જોઈએ છે કે ફુરસદના સમયે જ જોઈએ છે એ સમજાતું નહીં.

એ અકળાતી, સૌમિલની એની અકળામણ સમજાતી નહીં. વાત વણસતી ચાલી.

“સોમુ, સાયન્સના અસમાન ધ્રુવ વચ્ચેના આકર્ષણનો નિયમ જીવનમાં નથી ચાલતો. આપણી ખામી કે ખૂબીથી એકમેકનાં પૂરક બનવાનાં બદલે એ ખામી જો ખાઈ બનતી જાય તો સમય જતાં એને ઓળંગવાનું અશક્ય બનશે. તારા તરંગોમાં જ જો તું જીવવાનો હોય જ્યાં દૂર સુધી સંજના હોય જ નહીં તો સાથે હોવાનો, સાથે રહેવાનો અર્થ શું?”

“સમજણ નથી પડતી સંજુ તને ક્યાં, શું ઓછું પડે છે?”

સંજના ક્યાં સમજાવે કે શું ઓછું પડે છે એ સમજાવાની નહીં સમજવાની વાત હતી. ના એ સમજાવી શકી કે ના સૌમિલ સમજી શક્યો.

સાવ નાનીનાની વાતમાંથી થતા વિવાદને લીધે જમવાના ટેબલ પરથી ઊભા થઈ બંનેનું અલગ રૂમમાં ચાલ્યાં જવાનું રોજનું થવા માંડ્યું.

જો સાથ ન હોય તો સાથે રહેવાનો કોઈ અર્થ? સંજનાએ સૌમિલથી છૂટાં પડવાનો નિર્ણય લઈ લીધો. હા, આ નિર્ણય લેતાં પહેલાં પપ્પા કહેતા એમ પાંચ વાર વિચારી જોયું. દિલને, દિમાગને પૂછી જોયું. બંનેનો એક જવાબ હતો.

‘ટુકડામાં જીવવાનો કોઈ અર્થ નથી. જીવનમાં વ્યક્તિનો પ્રેમ પૂરતો નથી વ્યક્તિનું

મૂલ્ય સમજવું પણ મહત્વનું છે.’

મમ્મી-પપ્પાએ કહ્યું હતું,

“ખોટા રસ્તે ચઢ્યા પછી પાછા વળવાનું અઘરું છે પણ અશક્ય નથી. કદાચેય પાછા વળવાના સંજોગ આવે તો તું જ્યાંથી આગળ વધી હોઈશ, અમે ત્યાં જ ઊભા હોઈશું.”

*****

પ્રખર,

“હું પાછી વળી ત્યારે મમ્મી-પપ્પા તો ત્યાં જ હતાં. છતાં કોઈ ટેગ વગર હવે શેષ જીવનમાં વિશેષ બનીને ઓળખ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

“હું સંજના બનીને રહેવા ઇચ્છું છું. આથી વિશેષ કશું કહેવાનું નથી

“એકલી છું એમ વિચારીને અનેક લોકોએ સંબધ કેળવવા અર્થપૂર્ણ તો ક્યારેક કોઈ વ્યર્થ પ્રયાસ કર્યા છે. ખબર નહીં કેમ પણ ઝાઝા પરિચય વગર પણ આજે પહેલી વાર આટલી વાત કરવાનું ગમ્યું.

“પણ, એને લઈને તમારા મનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એટલી તકેદારી લેશો તો ગમશે.”

પ્રખરે સંજનાની વાતની પૂરતી તકેદારી લઈને સંબંધ કેળવવા અર્થપૂર્ણ કે વ્યર્થ પ્રયાસ કર્યો નથી. સંજનાને પ્રખરનો મૈત્રીપૂર્ણ વ્યવહાર માફક આવી ગયો છે.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

May 26, 2024 at 7:04 am


Blog Stats

  • 150,950 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2024
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!