Posts filed under ‘ચિંતન કણિકા’

ચમત્કાર

વાત એક સત્ય ઘટનાની છે. ન્યૂ યોર્કમાં રહેતી એક નાનકડી છોકરી તેની પિગી બેન્ક ખાલી કરીને એક દવાની દુકાન પર જાય છે. દુકાન માલિકને તેના ભાઈ સાથેની વાતોમાં ખલેલ પડતાં જરા ગુસ્સામાં તેને પૂછે છે કે ‘શું જોઈએ છે?’ તો છોકરીએ કહ્યું કે, ‘મારો ભાઈ બહુ બીમાર છે ને હું ચમત્કાર ખરીદવા આવી છું.’

આ સાંભળી આશ્ચર્ય પામેલો તે બોલ્યો, ‘ફરીથી બોલ, તારે શું જોઈએ છે?’ તો છોકરીએ કહ્યું કે ‘મારા ભાઈનું નામ એન્ડ્રયુ છે અને તેના માથામાં કંઈ થયું છે. મારા ડેડીનું કહેવું છે કે તેને કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. હું તે ચમત્કાર ખરીદવા આવી છું?’ આ સાંભળી દુકાનદાર બોલ્યો કે ‘બેટી, અમે અહીં ચમત્કાર નથી વેચતા. ’આજીજી કરતાં તે છોકરીએ ફરીથી કહ્યું કે ‘મારી પાસે તે ચમત્કાર ખરીદવા માટે પૈસા છે. તમે એટલું જ કહો કે તેની કિંમત કેટલી છે.’ આ સાંભળી રહેલા દુકાનદારના ભાઈએ છોકરીને કહ્યું કે ‘તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે?’ તો છોકરીએ કહ્યું કે ‘મમ્મી કહેતી હતી કે તેનું ઓપરેશન કરાવવું પડશે, પરંતુ મારા ડેડી પાસે એટલા પૈસા નથી. આથી હું મારી પિગી બેન્કમાં જમા કરેલા એક ડોલર અને અગિયાર સેન્ટથી ચમત્કાર ખરીદવા આવી છું!’ આ સાંભળીને તેણે કહ્યું કે ‘અરે વાહ, તારી પાસે જેટલા પૈસા છે, એટલામાં જ ચમત્કાર મળી જાય છે.’
ત્યારબાદ તેણે છોકરી પાસેથી પૈસા લઈને કહ્યું કે, ‘મને તારા ઘરે લઈ જા. હું તારાં મમ્મી-ડેડી અને ભાઈને મળવા માગું છું.’ વાસ્તવમાં તે ન્યૂરો સર્જરી નિષ્ણાત ડો. કાલર્ટન આર્મસ્ટ્રોંગ હતા. તેમણે તે ઓપરેશન મફતમાં કરી આપ્યું અને થોડા સમય પછી તે છોકરીનો ભાઈ ઠીક પણ થઈ ગયો. ત્યારબાદ તે છોકરીની મમ્મી ઈશ્વરનો આભાર માનતાં બોલી કે ઓપરેશન ખરેખર ચમત્કારથી ઓછું નહોતું.

ચમત્કાર એટલે અલાદ્દિનનો ચિરાગ જેને ઘસવાથે એક જીન પ્રગટ થાય અને તમારી કદમબોસી કરે? તમારી ખિદમતમાં દુનિયાનુ તમામ સુખ હાજર કરી દે તે? ના! ચમત્કાર એટલે કે-લાલની માયાજાળ કે જે સેંકડો પ્રેક્ષકોની હાજરીમાં સ્ટેજ પર શૂન્યમાંથી સર્જન કરે કે સ્ટેજ પર હાજર વસ્તુને પળમાં ગાયબ કરે તે ? ના! ચમત્કાર એટ્લે તો વ્યક્તિએ જે પરિણામની આશા જ છોડી દીધી હોય અથવા જે પરિસ્થિતિની કલ્પના સુધ્ધા પણ ના કરી હોય તેવી ક્ષણનો સુખદ આવિર્ભાવ-તેવી  સુખદ ક્ષણનો સાક્ષાત્કાર.

થોડા સમય પહેલાનો આંખે દેખ્યો બનાવ છે. શહેરના હાઇવેને જોડતા રોડમાર્ગના વળાંક પર ટ્રાફીક સિગ્નલ પર ગાડી ઉભી હતી. હાઇવે પર  સાઇકલ પર  એક માણસ પોતાનુ ટીફીન ભરાવીને આરામથી હળવી ઝડપે પસાર થતો હતો. પાછળથી પુરવેગે આવતી ટ્રકે તેને અડફેટે લીધો.ટ્રકની સાથે અથડાતા વેંત તે પડ્યો એટલું જ નહી પણ પોતાની સાઇકલ સાથે ટ્રકની નીચે ઘણે દૂર સુધી ઘસડાયો . ચારેબાજુથી પસાર થતા ટ્રાફીકની જેમ અમારા હ્રદયમાં પણ કંપારે છૂટી ગઇ. ગયો ,-આ માણસ તો હવે જાનથી ગયો એમ દેખીતુ જ લાગતુ હતુ. ટ્રક ચાલકને પણ કદાચ ખબર સુધ્ધા નહીં હોય કે તેની ટ્રક નીચે એક જીંદગી ઘસડાઇ રહી છે. મોત તો હાથ વેંત  પણ છેટુ નહોતુ. અને  ટ્રક આગળ નિકળી જતા પેલા માણસના શરીરની દુર્દશા પણ કેમ કરીને જોવાશે એ વિચારે હ્રદયના ધડકારા વધી રહ્યા હતા. ત્યાં તો પેલો માણસ જાણે કશું જ બન્યુ ન હોય તેમ આસ્તેથી ઉભો થયો ,પોતાની સાઇકલ ઉભી કરી સાથે ઘસડાયેલુ  ટિફિન સરખુ ભરાવીને પેડલ મારતો  આગળ વધ્યો.ચમત્કાર આને કહીશું? તો ચોક્કસ હા ! જે હકિકતની કલ્પના કરવી પણ અશક્ય હોય તેને નજર સામે જીવંત થવી એ ચમત્કાર.

ક્યારેક કુદરત ચમત્કાર સર્જે છે તો ક્યારેક માનવી પોતે પણ ચમત્કારે સર્જી શકે છે .ક્યારેક એવુ પણ બને કે આપણે જેના માટે અથાગ પ્રયત્ન કરતા હોઇએ પણ તેમાં નિષ્ફળતા જ મળે અને પછી જ્યારે એના માટે આશા જ છોડી દીધી હોય અને  અચાનક જ થોડા પ્રયત્ને એમાં સફળતા મળી જાય.ક્યારેક ચમત્કાર એટલે શ્રધ્ધાના બળે મેળવેલી સફળતા. આમતો વિજ્ઞાન અને વિજ્ઞાની સાથે શ્રધ્ધા કે ચમત્કાર જેવો શબ્દ ક્યાંય બંધ બેસે છે? પણ એક વિજ્ઞાની પોતાને શોધ પાછળ જે રીતે  પ્રયત્નશીલ હોય છે તેમાં પણ એક શ્રધ્ધાનુ બળ ઉમેરાયેલુ હોય જ છે જેમા સાવ અશક્ય લાગતી બાબતે પણ આશાવંત રહી શકે છે અને છેવટે એ શ્રધ્ધાના બળે જ ચમત્કાર સર્જાય છે. તેમ દરેક વ્યક્તિ પણ પોતાના આત્મબળે ચમત્કાર સર્જી શકે છે. અશક્ય લાગતી બાબતને શક્ય કરવા મથતી વ્યક્તિ માટે એ કામ હુ કરીને જ રહીશ કે પામીને જ રહીશ એવો નિર્ણય કરો અને ખરા મનથી સિધ્ધિ માટે સંકલ્પ કરો અને પછી જે પામશો તે ચમત્કારથી ઓછું તો નહીં જ લાગે.

December 21, 2018 at 9:33 pm

૪૮-હકારાત્મક અભિગમ- જીવન-પ્રવાહ

"બેઠક" Bethak

જગત સમ્રાટ સિકંદર, વિશ્વ વિજેતા સિકંદર, અઢળક સંપત્તિનો દાવેદાર સિકંદર જીવ્યો ત્યાં સુધી જીતવાની ખેવનામાં જ રહ્યો પણ માત્ર મેળવવાની જ જીદથી પણ એ શું પામ્યો? અને જ્યારે  એના જીવનની અંતિમ પળો આવી ત્યારે એણે પોતાના જનાજાની બહાર ખુલ્લી હથેળી રાખીને એને દફન કરવાનું કહીને વિશ્વનેનવાનો અર્થપૂર્ણ સંદેશ આપતો ગયો.
“ખુલ્લી હથેળી રાખીને જીવો જીગતમાં આવતા,
ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા
યૌવન ફના, જીવન ફના, જર અને જગત પણ છે ફના”
એ વાત સાથે એક બીજી વાત અહીં યાદ આવી.
જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો સમુદ્ર મૃત સમુદ્ર તરીકે ઓળખાય છે. ખરેખર તો આ એક વિશાળ તળાવ છે જેમાં ૩૫ ટકા જેટલો ક્ષાર છે એટલે એમાં નથી કોઈ દરિયાઈ વનસ્પતિ ફાલી શકતી કે નથી કોઈ જીવ રહી શકતા. હા! એટલું ખરું કે એમાં રહેલી ખારાશના વધુ પડતા પ્રમાણને લીધે એમાં માનવશરીર કોઈ આયાસ વગર તરી શકે છે.
જ્યારે આ મૃત સરોવરની ઉત્તરે ગેલિલોનો સમુદ્ર છે. આ…

View original post 219 more words

August 13, 2018 at 2:09 pm

હકારાત્મક અભિગમ- સત્યની પ્રતીતિ

"બેઠક" Bethak

શ્રીમંત ઐતિહસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે  યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દી કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના સુધી પહોંચી હતી અને વિશ્વમાં ભારે નફો કરતા મહાકાય ઔદ્યોગિક એકમ તરીકે ઉભરી આવી હતી. કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના બાદ તેમનું નામ  અનેક “કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી” માંના એક તરીકે જાણીતું થયું હતું.

કાર્નેગીએ પોતાના ધનનો હિસ્સો અનેક દાનેશ્વરી સંસ્થાને સમર્પિત કર્યો હતો. ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને ખાસ મહત્વ આપતા કાર્નેગીના જીવનને “રેગ્સ ટુ રિચીસ” તરીકે મૂલવવામાં આવે છે.

એન્ડ્રુ કાર્નેગીએ બહોળો કારોબાર જમાવેલો પણ એ ધંધાની જાહેરાત કરવાના હંમેશા વિરોધી હતા. વિજ્ઞાપન માટે એમનો સંપર્ક કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયાસો પણ થયેલા. એમાંના એક વિજ્ઞાપનના સંપર્ક અધિકારી તો ક્યારેક કાર્નેગીને સમજાવવામાં સફળતા મળશે એવી આશાએ અવારનવાર એમની મુલાકાત લેતા.

આવી અનેક મુલાકાતો દરમ્યાન એમણે કાર્નેગીને…

View original post 218 more words

January 2, 2018 at 1:44 am 2 comments

“કલ કરે સો આજ”

મહારાજ યુધિષ્ઠિરે એક દિવસ દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું.આ સાંભળીને ભીમે આનંદમાં આવી જઇ દુદુંભિ નાદ કર્યો.જાણે હસ્તિનાપુરમાં પાંડવોના નિવાસ સ્થાને હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું. ભીમને થયેલા આ અતિ ઉમંગનું કારણ પુછયું તો ભીમે જણાવ્યું “અમારા જ્યેષ્ઠ બાંધવ મહારાજા યુધિષ્ઠિરે આજે દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું છે.અર્થાત તેમણે કાળને જીતી લીધો છે.એમની આવતી કાલ પર પૂરેપુરો વિશ્વાસ છે”.- વિચક્ષણ ભીમની ભાઈ વાત સાંભળીને યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઇ ગઇ. જીવનનો સત્ય-મર્મ પામી ગયા જીવનમાં આવનારી બીજી ક્ષણનો કોઇ ભરોસો હોતો નથી,તો આવતી કાલતો ખૂબ દૂરની વાત છે એની પર તો ભરોસો રાખી જ કેવી કેવી રીતે શકાય?

આ જે ક્ષણ છે તે આપણી છે વર્તમાન આપણો છે.જે વિચાર-જે કાર્ય અમલમાં મુકવાનું છે તે માટેની ઉત્તમ ક્ષણ આ છે.ભવિષ્ય માટે સપના ચોક્ક્સ જોઇ શકાય પણ વિચારને કાર્યન્વીત બનાવવા માટે આવતી કાલ ની રાહ ન જોઇ શકાય. મુઠ્ઠીમાંથી સરી જતી રેતીની જેમ હાથમાંથી સરી જતી ક્ષણ ક્યારેય પાછી મળવાની નથી.વિતી જતો સમય, વહી જતુ પાણી,પસાર થઇ જતી ઉંમર કોનાથી મુઠ્ઠીમાં બંધાઇ છે?

આનંદની પળો માણવાના સમયે આપણે ગાઇએ છીએ

“આજનો લાવો લ્હાવો લીજીએ રે

કાલ કોણે દીઠી છે”

પણ કામ કરવાની વાત  આવે એટલે મન વિચારે કે આ કામ તો હું કાલે કરીશ. પરિણામે આવતીકાલ ક્યારેય આવતી નથી.તક અને સમય કોઇની રાહ જોતા નથી.જન્મ કે મરણ માટે કોઇ નિશ્ચિત ચોધડીયું નથી હોતું તો કામ માટે ચોધડીયું જોવાની ક્યાંજરુર? સમય સાથે તાલ મેળવીએ તો સમય આપણને સાથ છે.
સમયની પ્રત્યેક ક્ષણને  જીવી જાણે એ જ જીંદગીને જાણી અને માણી જાણે.આજનો દિવસ જ શ્રેષ્ઠ છે.

અત્યારની ઘડી જ ઉત્તમ છે જે છે તે આજે-હમણાં જ છે.માટે દરેક ક્ષણને ઉત્તમ રીતે જીવી લો. દરેક ની જીંદગીમાંથી દરેક પળે કંઇક ને કંઇક ઘટતું જાય છે. સમયના પાત્રમાંથી સરતી  એક પછી  એક ક્ષણ,એક પછી એક તક હાથમાંથી સરતી જાય છે. માટે જ પ્રત્યેક પળને જીવી લો.પ્રત્યેક સવાર આપણી સાથે એક નવો કોરોકટ દિવસ લઇને આવે છે.આ પ્રત્યેક દિવસને આપણે આજે જ શણગારવાનો છે.મનગમતા રંગો લઇને આજે જ સજાવવાનો છે.

એક પ્રસિધ્ધ નવલકથાકાર પોલ લાઉન્સે ખરું જ કહ્યું છે-“આપણે જાણતા નથી કે આપણું મૃત્યુ ક્યારે થશે એટલે જીંદગીને પાણીનો અખૂટ પાતળકૂવો માની બેસીએ છીએ”. પણ જીવનની આગલી ક્ષણ પણ આપણા હાથમાં નથી.

ડૉકટર નેપોલિયન હિલને મલવા એક શ્રીમંત વ્યકિત આવવાની હતી.પરંતુ તે ન આવ્યા એટલે ડૉ હિલ ચાલતા થઇ ગયા.બીજા દિવસે એ શ્રીમંત માણસ નો ફોન આવ્યો-“કાલે તમે મારી પાંચ મિનિટ પણ રાહ ન જોઇ? તમને લાખોનો ફાયદો થતો હતો તે તમે ગુમાવ્યો ને?”

ડૉ હિલે જવાબ આપ્યો.” ભાઇ મેં ગુમાવેલા લાખો રુપિયા હું કાલે કમાઇ લઇશ પણ મારી ગયેલી પાંચ મિનિટ ને હું કઇ રીતે પાછો લાવવાનો હતો.

લેખન/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને 15/02/2010 ના પ્રગટ થયો.

February 17, 2010 at 10:15 am 5 comments

”પ્યાર બાંટતે ચલો”

વાત છે -વિશ્વના મહાન સંગીકાર અને વાયોલિન વાદક પેગાની ની-લંડનમાં તે દિવસની કડકડતી ઠંડીમા એક વૃધ્ધ અંધજન નાના સ્ટૂલ પર બેસીને વાયોલિન વગાડી આવતા-જતા લોકો કંઇક મદદ કરશે તેવી આશાએ બેસી રહ્યો હતો. અતિશય ઠંડીના લીધે તેની આંગળીઓ ભૂરી પડી ગઇ હતી,શરીર ધ્રુજતુ હતું.લોકો ત્યાંથી પસાર થતા એને જોતા હતા ખરા પરંતુ કોઇ એક પૈસો પરખતું નહોતું.આવા સમયે એક સજ્જને આવીને પૂછ્યુ,”કેમ આજે નસીબ સાથ આપતું નથી?  વાંધો નહીં હવે મારો વારો”  આટલું કહી પેલા અંધજન પાસેથી વાયોલિન લઇ પોતે વગાડવા માડયુ.ખખડજ વાયોલિન માં જાણે પ્રાણ પૂરાયા. અકૌકિક સંગીતની સુરાવલીએ આવતા-જતા લોકો પર જાદુઇ અસર કરી.સંગીત અટકયું,પેલા સજ્જને પોતાની હેટ ઉતારી ટોળામાં ફેરવી. ટુંક સમયમાં તો ખાસ્સા એવા સિક્કા ભેગા થઇ ગયા. પેલા સજ્જનને ખખડધજ વાયોલિન અને સિક્કાઓ પેલા અંધજનને આપ્યા.અંધજને ખૂબ ગળગળા થઇ તેમનો આભાર માન્યો.અંધજનના ચહેરા પર આનંદની લાગણી છવાઇ ગઇ.આ સજ્જન એટલે જ વિશ્વના શ્રેષ્ઠ વાયોલિન વાદક પેગાની.

ક્યારેક કોઇ  અંધજનને હાથ પકડી રસ્તો પાર કરાવી જોયો છે? એ સમયે એમના ચહેરા પર લિંપાયેલી લાગણી અનુભવી છે? હંમેશા માનવ માત્ર સ્વ-કેન્ડ્રી જ બની રહે છે.પણ ક્યારેક એના એ સ્વ ના વર્તુળમાંથી બહાર આવી કોઇના માટે કંઇક-કશુંક કરવાનો જાણે-અજાણે પણ પ્રયત્ન કરી જુવે ત્યારે સમજાય છે એ પળ ની ધન્યતા.

પોતાના માટે કરેલીઅઢળક કમાણીનો કોઇક નાનો હિસ્સો પણ જો કોઇ જરુરિયાત મંદના ચહેરા પર મુસ્કાન રેલાવી શકતો હશે તો એનો આનંદ પેલી અઢળક કમાણીના આનંદ કરતા વધુ ચઢિયાતો સાબિત થશે.

નજીકના ભૂતકાળમાં મુંબઈના એક  પિડીયાટ્રીશીયન  ડૉક્ટર સંજીવ નાણાવટીને મળવાનું થયુ.  ના! કોઇ ઇલાજ અર્થે નહીં,મૈત્રીભાવે, ડૉ સંજીવ નાણાવટી એ સરસ મઝાની રેસ્ટોરન્ટમાં બીજા કેટલાક મિત્રોને ભેગા કરી ડીનર ગોઠવ્યું હતું. જમવાનું પતી ગયા પછી એ ડૉકટરે નિકળતી વખતે એક જણ શાંતિથી જમી શકે તેટલી વસ્તુનો ઑડર કર્યો.મનમાં વિચાર તો થયો કે આટલી મોડી રાત્રે આવું ભોજન કોના માટે? પશ્ર પૂછવાનો ટાળ્યો અને સાથે બહાર નિકળ્યા. અત્યંત આરામથી ધીમે-ધીમે ગાડી ચલાવતા ચારે બાજુ જોતા ડૉકટરે દૂર એક ખૂણામાં ટુંટીયુવાળી  સૂતેલા ચિંથરેહાલ માણસને ઉઠાડી એ ભોજન આપ્યું. ગાલમાં ખાડા પડયા હશે એથી વધારે ઉંડો ખાડો એના પેટનો હશે. જે રીતે એ ભૂખ્યાને ભાવ પૂર્વક  જમતા જોઇને શાંતિથી ઉભેલા એ ડૉકટરના ચહેરા પર જે તૃપ્તિના ભાવ જોયા.ત્યારે સમજાયું કે મિત્રોની મેહફીલને માણવા કરતા પણ વધુ આનંદ એ વખતે છલકતો હતો. અને અંતે બિસલેરીની પાણીની બોટલને એક ઘૂંટડે પૂરી કરતી એ વ્યક્તિને આભાર માનવાની તક પણ આપ્યા વગર એ ડૉકટરે ત્યાંથી ખસી જવાનું મુનાસિબ માન્યું.પણ એ ક્ષણે જે ભાવ જે સંતૃપ્તિ પેલી વ્યક્તિના ચહેરા પર હતી એના કરતા અને ઘણી પરિતૃપ્તિ ડૉકટર ના ચહેરા પર જોઇ.

સાવ જ સહજ રીતે થયેલી એ ધટનાએ મન-હ્રદય પર ખૂબ ઊંડી છાપ મૂકી.એ આયાસ કોઇ એક દિવસ પૂરતો નહોતો.  ડૉકટરની હંમેશની એ પ્રકૃતિ જ હતી.

ઇશ્ર્વરે આપણને જે આપ્યું છે તેમાંથી બસ એક જરાક જેટલું કોઇના માટે ફાળવવાની વાત છે.

“આ લેખ/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને ૧૫/૦૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

January 15, 2010 at 3:59 am 6 comments

” અહંકાર ”

એક વાર એક નવદીક્ષિત સંતનું મંદિરમાં આગમન થયું.તેમને સમાવેશ કરવા મંદિરના મુખ્ય સંતે ધર્મશાળામાં આસન રાખતા સૌ સંતોને વિનંતી કરી કે ”સૌ પોતાનું આસન ૪-૪ વેત આગળ ખસેડે તો આ નવા સાધુ માટે પણ જગ્યા થઇ જાય” તે વખતે બધા ખસ્યા પણ એકે ના મરજી બતાવી.પોતાના આસનની જગ્યા માટે જાણે જન્મસિધ્ધ અધિકાર હોય તેમ એક તસુ પણ ખસવા નન્નો જ ભણ્યા કર્યો. છેવટે બળજબરીથી બધાએ તેનું આસન સહેજ ખસેડ્યું. હઠીલા સાધુને માઠું લાગી ગયું અને તે ત્યાંથી નિકળીને ૪૦ ગાઉ દૂર બીજા મંદિરમાં રહેવા ચાલી ગયા. ૪૦ ગાઉ ખસ્યા પણ ૪ વેત ના ખસ્યા તે ના જ ખસ્યા.

અહંકારનો  હુંકાર-ફુત્કાર માનવીને એટલી હદે જડ બનાવી દે કે સ્વાભાવમાં એક અકડાઇ આવી જાય. તૂટી જાય પણ નમે નહી.

તાજેતરના સમાચારોમાં ઓબામાની જાપાનના વડાપ્રધાનની મુલાકાતને લઇને અખબારોમાં થોડીક ચણભણ થઇ. મહાસત્તાના મુખ્યા એવા ઓબામાએ સહેજ વળીને જાપાનના વડાપ્રધાનનું અભિવંદન કર્યું. સહેજ જુદી રીતે વિચારીએ તો એથી શું ઓબામાની માન-પ્રતિષ્ઠા-ગૌરવને ક્યાંય હાની પહોંચી? ના! કોઇની સાથે નમ્રતાથી,સલુકાઇથી પેશ આવવાથી, કોઇને માન આપવાથી ખુદનું માન ક્યાય ઓછું થતું જ નથી.

અહંકાર એક કાળ કાળમીંઢ ખડક જેવો છે. વ્યકિતને પોતાની મોટાઇ બતાવવાની મનોવૃતિ અંદરનો અહંકાર પેદા કરે છે.એથી કરીને નુકશાન કોને થશે? તમારા અહંકાર ને લઇને તમારી આસપાસના લોકો પોતાના આત્મસન્માન-ગૌરવ જાળવવા તમારાથી ધીરે ધીરે દૂર થતા જશે પરંતુ તમે કોનાથી વેગળાથતાજાવ છો એનો લેશમાત્ર અંદાજ પણ તમને તરત નહીં આવે.

અભિમાની-અહંકારી વ્યકિતને પોતાના અહમની આળ-પંપાળ કરવામાં બીજાનુ અપમાન કરતા સહેજ પણ વાર નથી લાગતી પણ ક્યારેય એને અહમ ધવાય ત્યારે પોતાને શું લાગણી થાય છે તેનો વિચાર પણ કરશે ખરા?

ક્યારેક વડીલો પણ પોતાના વડીલપદના તોરમાં કોઇની પણ હાજરીની-ઉપસ્થિતિની પરવા કર્યા વગર ધરના સભ્યોને,સંતાનોને પણ કોડીના કરી મૂકતા

અચકાતા નથી અને પછી વડીલ પોતાનું માન જળવાય તેવી અપેક્ષા પણ રાખે છે. માન માગવાથી નથી માન આપવાથી માન વધે છે.

જેમ કહે છે કે ”સૌંદર્ય પામાતા પહેલાં સૌંદર્ય બનવું પડેતેમ માન મેળવવા માન આપતા શિખવું પડે છે.

આજ ના અત્યંય લોકપ્રિય અને ઉચ્ચતાના શિખરો પર બિરાજમાન અમિતાભ બચ્ચનને તો આપણે રોજ-બરોજ જાણે આપણા ધરમાં જ ઉપસ્થિત હોય તેમ જોઇએ છીએ .કેટ-કેટલાક લોકોના માન-સન્માને યોગ્ય એવા આ અજોડ અભિનેતાની સલૂકાઇ, નમ્રતાને ક્યારેય ધ્યાનમાં લીધી? કોઇ પણ અદના આદમી-સાવ નાનામાં નાની વ્યકિતને પણ કેટલામાન થી આવકારે છે તે વિશે મનમાં નોંધ લીધી? એથી શું તેમના ગૌરવને આંચ આવી? ના! બલ્કે એથી એ વધુ એક મુઠ્ઠી ઉચેરા સાબિત થાય છે.

અહંકાર તો રાજા રાવણનું પણ ટક્યું નહીં.આમ જોવા જઇએ તો રાવણ અને કંસ બંનેને અહંકારના પ્રતિક કહેવામાં આવે છે.બાહ્ય રીતે માન પામતા આ બંને જણના પતનથી કેટલાય લોકો સાચા હ્રદયથી ખુશ થયા હશે? જ્યાં માન હોય છે ત્યાં પ્રેમ હોય તેવું નથી હોતુ પરંતુ પ્રેમ હોય ત્યાં આપોઆપ માન પોતાનું સ્થાન મેળવી લે છે.માન આપવાની પ્રક્રિયા એ બાહ્ય અથવા ચમત્કાર હોય તેવ નમસ્કાર ની પરિસ્થિતિ છે પરંતુ એથી કરીને વ્યકિત આંતરિક પ્રેમને ક્યારેય પામી શકતી નથી.

શ્રી પ્રમુખસ્વામી મહારાજના કહેવા અનુસાર”મૂરખ ,મગર અને મંકોડો એને પકડતા આવડે પણ છોડતા નહીં” આવા મૂરખની પંકિતમાં અહંકારનો સાથ હોય તેને ઝડપથી આસન મળી જાય જ્યારે અહંકારવૃતિ માણસના મન પર ભરડો   લે ત્યારે માણસ પોતે ખતમ થઇ જાય પણ પેલા મંકોડા ની માફક વળ છોડી ન શકે. માટેજ મંકોડાની માફક કોઇ આપણને ઉખાડી ફેંકે તે પહેલાં જ સમય વર્તે સાવધાન.

“આ લેખ/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને૧૫/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”

 

December 16, 2009 at 2:03 am 7 comments

” સુખ-સ્વાનુભૂતિ ”

6669_1

સુખ અંતરની અનુભૂતિ છે.

ખલિલ જિબ્રાને લખેલી એક સાવ નાનક્ડી વાત-એક બાદશાહ એકવાર બિમાર પડયો એનો રોગ કોઇ રીતે મટતો નહોતો.એ વખતે એક ફકિરે આવીને કહ્યું કે,બાદશાહના રોગનો ઇલાજ એક જ છે.જો કોઇ સુખી માણસ્ નું પહેરણ લાવીને બાદશાહને પહેરાવવામાં આવે તો રોગ તરત મટી જાય.

ઇલાજ સાંભળવામાં તો સાવ સરળ લાગ્યો હતો.દેખીતી રીતે એમાં કોઇ મોટો ખર્ચ કે મોટી મુશ્કેલી નહોતી.પરંતુ બાદશાહના સેવકોએ સુખી માણસના પહેરણની શોધ કરીત્યારે ખબર પડી કે કોઇ વ્યક્તિ પોતાની જાતે સુખી માનતી જ નહોતી.આખરે બહુ  શોધખોળના અંતે એક સુખી માણસ મળી આવ્યો. એ માછીમાર હતો.મસ્તીથી જીવતો હતો અને પોતાની જાતને સુખી માનતો હતો.પણ જોવાની ખુબી એ હતી કે એની પાસે પહેરવા કોઇ પહેરણ જ નહોતું.

અનાદિ કાળથી માણસ  સુખની શોધમાં અટવાયેલો જ છે.દરેક ના મનમાં સુખનું એક કાલ્પનિક ચિત્રાલેખાયેલુ હોય છે જે ક્યારેય સુરેખ તો હોતું જ નથી.

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા.એક મિત્રે આવીને પુછયું આટલા બધા તલ્લીન થઇને શા વિચારમાં પડ્યા છો? રસેલે જવાબ આપ્યો ”મેં એક વિચિત્ર શોધ કરી છે. જ્યારે જ્યારે હું કોઇ જ્ઞાની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતિતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી જ નથી,અને જ્યારે મારા માળી સાથે વાત કરતી વેળાએથી ઉલટી જ વાતની ખાતરી મને થાય છે”.

મતલબ સુખનીસતત શોધ અથવા સુખ વિશેના સતત વિચારોથી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ જ શકે.સુખની અનુભૂતિના મૂળ સંતોષવ્રુત્તિ  મહત્વની છે.

નરસીંહ મહેતાએ ગાયું છે તેમ ”ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ” જોકે નરસીંહ મહેતા જેવી તટસ્થતા તો કદાચ ભાગ્યેજ કોઇના મનમાં ઉદ્દભવે.પરંતુ જે આપણું છે તે જ સાચું છે તેમ માની લેવાથી સુખના સીમાડાની સરહદે તો ચોક્કસ પહોંચી શકાશે.

હજુ સુધી દુનિયામાં સુખી થવા માટે ની કોઇ પ્રિસ્ક્રીપ્શન લખાયુ કયારેક જોયું? નહીંતો આટ્લા પ્રગતિશીલ વિજ્ઞાન તેમજ મેડીકલ સાયન્સમાં સુખી થવા માટે ની પેટન્ટ તો કોઇએ ચોક્ક્સ પોતાના નામે કરી જ હોત. સુખ નામનો ગુણ માત્ર આત્મામાં જ છે.આત્માના અનંતા ગુણો છે. અને આ અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણમાં સુખ્નો અનુભવ કરી શ્કાય.કોઇપણ ભાર વગર જ્યારે આત્મા નિજાનંદમાં મસ્ત બને ત્યારે સુખની શરુઆત થઇ કહેવાય.એક નાનકડું પણ સુંદર વાક્ય-

”happyness is a perfume,you cannot pour on other without getting a few drops on yourself”.

માણસ જો પોતે અંદરથી ખુશ હશે સુખી હશે તો બીજાનો આનંદ-સુખ સમજી કે સહી

શકે.બાકી તો કોઇના સુખે સુખી તો માત્ર ફકીરો કે સાધુ સંતો હોઇ શકે.

દુનિયાનો એક ક્રમ છે માણસ હંમેશા પોતાના જીવનમાં જો સૌથી વધુ જેની ઝંખના કરતો હોય તો તેને સુખ,સમ્રુધ્ધિ, સ્વતંત્રતા અને મનની

શાંતિ આ તમામ જો કોઇને આપી શકતા હોઇએ તો તે આપણને પણ એટલીજ  માત્રામાં સામા મળી જ રહેતા હોય છે.

સુખ નામનું પતંગિયુ,જેટલું તેને પકડવા મથો એટલું તમારાથી દુર ઉડતું જાય.પણ જો તમે શાંતિથી મનના ઉધમાતોથી દૂર રહી શકો તો કદાચ શક્ય છે એ આવીને ગુપચુપ તમારામાં ગોઠવાઇ જાય.

સુખી થવાના સો કિમીયા હશે પણ કોને ખબર ક્યારે કોને તે અનુરુપ આવે તે જાતે નક્કી કરવાનું છે.ક્યારેક નાના નાના આયાસો પણ સુખની અનુભૂતિ કરાવી જાય. પાંચ પકવાન ખાઇને જે સંતોષ ન થઇ હોય તેના કરતા વધુ સંતોષ કયારેક કોઇ જરુરતમંદ બાળકને બ્રેડ કે બિસ્કીટ આપીને એના ચહેરા પરના આનંદને જોઇને પણ મળી જાય.

ક્યારેક કલાકો ઇશ્વર ભકિતમાં ગાળ્યા હોય પણ ધરવ ન થાય અને અચાનક થોકબંધ માણસો વચ્ચે અલપ ઝલપ થઇ જતા દર્શન પણ અવર્ણનિય સુખ આપી જાય.

સુખનો સમય  નિશ્ચિત નથી.ક્યારે કોને ક્યા સ્વરુપે પ્રાપ્ત થશે તે  નિશ્ચિત નથી પણ એટલું તો   નિશ્ચિત છે કે સુખ અંદરની સ્થિતિ છે. સુખ અંતરની અનુભૂતિ છે.

“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને પ્રગટ થયો.”

November 1, 2009 at 4:42 am 3 comments

Older Posts


Blog Stats

  • 116,820 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 968 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2019
M T W T F S S
« Oct    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!