Posts filed under ‘” કવિતા ”’

ક્ષણ – (કવિતા)

           ક્ષણ
જીવનની એક ક્ષણ એવી હતી
વિસરવા છતાં વિસરાતી નથી
 
હર પળે બદલાતી આ હવામાં
એ ક્ષણ હજી વિસરાતી નથી

જીવનની દોડભાગમાં ખોવાઇ જતાં
એ ક્ષણ હજી વિસરાતી નથી
 
સ્મરણમાં અટવાતા અમે રહ્યાં

કઇ ક્ષણ હતી એની યાદ આવતી નથી

      ઇન્દુબેન નણાવટી
Advertisements

May 1, 2013 at 11:55 am 1 comment

વૃધ્ધાવસ્થા – (કવિતા)

  વૃધ્ધાવસ્થા

જીવન સંધ્યાએ સાથ ન દેતા આંખ કાન
હાથ પગ કહે તું મારું કહ્યું માન

જીવનની હર પળે વિશ્વાસે ઉઠાવ્યા’તા કદમ
રહ્યાં હતાં સફળ જીવનમાં હરદમ

છોડ હવે તું તારો આ અહંકાર
શરીર જ્યારે આપે ન સહકાર

ઉષા પોકારે છે ઉદયની છડી
સંધ્યા સમજાવે જીવનની અંતિમ ઘડી

કાઢવું નથી આ જીવનનું સરવૈયું
જીંદગીમાં રહ્યું ઘણું બધું વિસારવું.

* ઇન્દુબેન  નાણાવટી

April 24, 2013 at 2:40 am 1 comment

ચિંતા – (કવિતા)

ચિંતા

કરૂં હું એક સવાલ
જેનો હોય ન જવાબ

ચિંતાનો નથી કોઇ ઉકેલ
કરે પરિસ્થિતિ મુશ્કેલ

સંજોગોને આધીન બધું
મનથી અમે માની લીધું

જીંદગીમાં કરવો ન અફસોસ
તો જીવનમાં રહેશે સંતોષ

ઇન્દુબેન નણાવટી

April 24, 2013 at 2:35 am

” એક પળ ”

” એક પળ ”

તારી આંખોમાં નજર કરતા
તેજહીન બની હું જાઉ છું ,

તારા સૂરને માણવા જતાં
વાચાહીન બની હું જાઉ છું ,

તારા પગના પગરવે
ગતિહીન બની હું જાઉ છું,

તારી પ્રતિક્ષા કરવા જતાં
સમયભાન ભુલી જાઉ છું.

તને ચાહવાની ધૂનમાં
બેહાલ બની હું જાઉ છું.

  — ઇન્દુબેન નાણાવટી

http://induben.wordpress.com/2012/08/28/ek-pal/

August 29, 2012 at 1:31 pm


Blog Stats

  • 100,430 hits

rajul54@yahoo.com

Join 959 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2018
M T W T F S S
« Mar    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!