Posts filed under ‘''ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો''’

”ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો”

– સ્કોટલેન્ડ કોન્વોલ- વેલ્સ –

લંડન પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે પણ એક્વાર લંડનની બહાર નીકળો એટલે ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે.

લંડનની બહાર નીકળતા જ નજર નાખો ત્યાં અઢળક વેરાયેલું સૌંદર્ય છે.અમારો પ્રવાસ હવે આવા હરિત-પ્રાકૃતિક નયનરમ્ય પ્રદેશો વચ્ચે શરુ થતો હતો.શરુઆત કરી અમે લંડનથી લગભગ ૩૫૦ માઇલના અંતરે આવેલા એકસ્ટ્રીમ સાઉથ-વેસ્ટ પર કોનવોલથી.કહેવાય છે .”ધરતીનો છેડો ઘર” પણ ધરતીના આવા જ એક છેડા પર તમે આવીને ઊભા હો અને જેનુ નામ પણ ‘લેન્ડસ એન્ડ’ અપાયું હોય,સામે નજરની લંબાઇ પણ ટૂંકી પડે એવો અફાટ સાગર લહેરાતો હોય ત્યારે?

કોનવોલ પહોંચીને અમે આ ‘લેન્ડ એન્ડ’ તરીકે ઓળખાતી જગ્યાએ પહોંચ્યા ત્યારે વાતાવરણે અચાનક પલટો લીધો.સૂર્યના ઉજાસ પર ધુમ્મસનું ગાઢું આવરણ આવી ગયું .સાગર કિનારે ઊભા છીએ કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાઇ રહ્યા છીએ એ ભેદ કળવો પણ મુશ્કેલ હતો. સાગર્નો ઘુઘવતો અવાજ,પવનની થપાટો, હવાના સૂસવાટા નાઅજબ સંમિશ્રણ વચ્ચે “ખમોશી ” ફિલ્મનુ ગીત યાદ આવી ગયુ. “સિર્ફ એહસાસ હૈ યે રૂહસે મેહસુસ કરો”–પરંતુ બીજા દિવસની સવારે ખુલ્લા નિરભ્ર આકાશ વચ્ચે લહેરાતો એ આટલાંટિક સાગર, નિલવર્ણા આકાશથી સહેજ વધુ ઘેરા પાણીની વચ્ચે દીવાદાંડી, લાકડાંની પેનલથી બાંધેલુ ઘોડાઓનેફરવા-ચરવાનું મેદાન,ખડકો સાથે અફળાતા મોંજાં અને એથી વિશષ એક સાઇન બોર્ડ પર મૂકેલો ન્યૂયોર્કની દિશા સૂચવતો એરો રોમાંચિત કરી ગયો. કારણકે એટલાંટિક સમૂહની પેલે પાર ૩૧૪૭ માઇલે ન્યૂયોર્કનાએ લોંગ આઇલેન્ડના ‘મોન્ટાક પોઇન્ટ’પર તો હજુ હમણાં યુ.કે આવતા પહેલાં જ તો અમે ઊભા હતા.કેવો યોગાનુયોગ?તે દિવસે ત્યાંના કેટકાક આકર્ષણો જેમકે ‘ડૉ,હુ અપ કલોઝ’, ‘રિટર્ન ટુ ધ લાસ્ટ લાબરીન’, ‘એર રેસ્કુય’ જેવા પ્રોગ્રામો જોવાનો પણ લાભ મળ્યો.

કોનવોલથી પાછા વળતા વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે જાણીતા રોમન શૈલીથી બંધાયેલા ‘બાથ’ તરફ પ્રયાણ કર્યું. ‘યુનેસ્કો દ્વારા માન્ય આ હેરિટેજ સિટીમાં બાથ એલી,જેન ઓસ્ટીન મ્યુઝીયમ,રોયલ ક્રીસન્ટ આર્ટ ગેલેરી ઉપરાંત સાંજના સમયે ડાઉન ટાઉન બાથના રસ્તા પર લાઇવ સંગીતને માણવાની પણ એક ઓર મજા છે.બાથ આર્કિટેકચરલ કન્સ્ટ્રક્શનનો અત્યંત સુંદર નમૂનો છે. જેને એની સિટી ટુર લેવાથી આરામથી જોઇ શકાય છે. લંડનથી ઊપડતી ટુરમાં એક સાથે બાથ,સ્ટોનેજ અને વિન્ડસર કેસલનો સમાવેશ હોય છે સ્ટોનેજ એટલે પ્રાગઐતિહાસિક સ્મારક.આર્કિયોલોજીની માન્યતા પ્રમાણે ખુલ્લી જગ્યામાં ઊભા કરાયેલા પ્રતિકાત્મક્સ્મારક લગભગ ૨૫૦૦ બીસીના સમયના છે.

વિન્ડસર કેસલઃ રાજાશાહી ઠાઠની આલબેલ સમો વિન્ડસર કેસલ લગભગ૯૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે.ખાનગી અવાસ ઉપરાંત ઓફિસ એમ બંને રીતે મહત્વ ધરાવતા આ કેસલમાં રોયલ ફેમિલી રજાઓમાં એટલે કે માર્ચ-એપ્રિલ અથવા શનિ-રવિમાં સમય વિતાવે છે.આ શાહી પરિવારના રોકાણ દરમિયાન ‘ચેઇન્જિંગ ઓફ ગાર્ડસ સેરેમનીની બેન્ડ સાથેની પરેડ એટલી જ ઠાઠમાઠવાળી હોય તે સ્વાભાવિક છે.


લંડન પાછા ફર્યા પછી હવે અમારું પ્રયાણ હતું લંડનથી ઉત્તરે વેલ્સઃ અદ્દ્ભૂત લેન્ડસ્કેપ ધરાવતા વેલ્સનો એન્જલ્સી કોસ્ટલ એરિયા લગભગ ૧૨૫ માઇલ જેટલો એરિયા કવર કરે છે.’Area Outstanding Nature Beaty ‘ નો એવોર્ડ મળ્યો છે. મિનાઇ બ્રિજ,ગ્રીનવુડ ફોરેસ્ટ પાર્ક,કેસલ, અદ્દ્ભૂત બીચ ઉપરાંત સૌથી મોટા રિસોર્ટ લેન્ડુડ્નોની મુલાકાતમાં ધ્યાન ખેંચે તેવી વાત એ હતી કે આધુનિક સ્પર્શ હોવા ઉપરાંત અહીં વિકટોરિયલ-એડવર્ડીયન સમયની ભવ્યતા અને લાલિત્વ અકબંધ જળવાયું છે. સૌથી વધારે મજા આવી ‘સ્નોડોનીયા’ પર અહીં એક નાનકડી ટ્રેનમાં બેસી ૩૦૦૦ ફિટની ઊંચાઇએ જવાનો ત્યાં હલકા ધુમ્મસ વચ્ચે ઊભા રહી નીચે દેખાતા પેનોરમિક દ્દશ્ય,ખળભળ વહેતાં ઝરણાંને જોવાનો અદ્દભુત લહાવો મળે છે.ટ્રેકિંગ કરીને આવતા જતા લોકોને તો વળી કુદરતને સાવ નજીકથી માણવાનો લાભ મળે. વેલ્સના મુખ્ય શહેર કાર્ડિફનો કાર્ડિફ કેસલ,કાર્ડિફ બે અને થોડીક ઊંચાઇએથી દેખાતા સ્વચ્છ બીચને માણતા વેલ્સથી પાછા ફર્યા વળી લંડન તરફ.લંડન એકાદ દિવસનો પોરો ખાઇ હવે અમે નીકળ્યા અમારી સૌથી લાંબી અને અનેકવિધતાઓ ભરી સ્કોટલેન્ડની સફરે.

લંડનથી ઉત્ત્રરે ૩૨ માઇલે (૫૧ કી.મી) આવેલા લ્યુટન થઇ બર્મિગહામ અમારું પ્રથમ રોકાણ હતું.બ્રિટનના બીજા નંબરે આવતા આ શહેરને-the Workshop Of The World’-City Of Thousand Trade’ પણ કહે છે. બાર્બર ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇન આર્ટ્સ,સેન્ટ ફીલીપ કેથેડ્રલ,બર્મિગહામ બિઝનેઝ ડિસ્ટ્રિક્ટ,સેન્ટ્રલ  લાઇબ્રેરી,ટાઉનહોલ,મ્યુઝિયમ,આર્ટ ગેલેરી અને બર્મિગહામ કેનલ જોઇ જ્યારે લીકિ હિલ્સ પર પહોંચ્યા ત્યારે ત્યાંની ઊંચાઇએથી લીલીછમ વનરાજી વચ્ચે બર્મિગહામ અત્યંત સોહામણુ લાગતુ હતુ.બર્મીગહામનો સીમ્ફની હોલ એના અદ્દભૂત ધ્વનિશ્રવણ ક્ષમતા માટે એના અત્યંત આકર્ષક ઓડિટોરિયમ માટે તો જોવો જ રહ્યો.

લીવરપુલઃ બ્રિટનના એક સમયના સૌથી મોટા અને અગત્યના પોર્ટ કહેવાતા લીવરપુલમાં અમને એક ગ્રેજ્યુએશન સેરેમનીમાં હાજર રહેવાનો મોકો મળ્યો.૧૦૦ વર્ષ જૂની લીવરપુલ યુનિવર્સિટીના આ ફંકશનનો દબદબો- શાન બાન જોવાનો આ અનેરો અવસર હતો. લીવરપુલ સિટી સેન્ટર,આલ્બર્ટ ડોક,મ્યુઝિયમ ,મેટ્રોપોલિટન કેથેડ્રલ બિટલ્સ સ્ટોરી એક્ઝિબિશન ઓર્નામેન્ટલ ગેટ ઓફ ચાયના ટાઉન જોવાની તો મજા જ આવે પણ સિટી સેન્ટરના એક મોલમાં એક ચોકલેટની શોપની  એ ચોકલેટ ફાઉન્ટન પણ આજે યાદ છે.માન્ચેટરઃ એક સમય હતો જ્યારે કાપડની મિલોથી ધમધમતું અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું. એટલે માન્ચેસ્ટરને જોવાની ઉત્સુક્તા  તો હોય જ ને? ૧૮મી સદીનું માન્ચેસ્ટર ટેક્ષટાઇલ મેન્યુફેકચરિંગ અને પ્રોડકશન માટે જાણીતું હતું.આજના પ્રગતિશીલ યુગના માન્ચેસ્ટરની ભાત જરા અનોખી લાગે. જો કે અહીંના ટાઉનહોલની મુલાકાતે એની જૂની અતિ કાર્યશીલતાનો આભાસ આપી દીધો.માન્ચેસ્ટરની સેન્ટ્રલ લાઇબ્રેરી પિકાડેલી ગાર્ડન પર ક્વીન વિકટોરીયાનું સ્માર્ક,મ્યુઝિયમ,આર્ટ ગેલેરી ની મુલાકાત પછી અમે આગળ વધ્યા સ્કોટલેન્ડ તરફ. આ પ્રવાસ થકી વચ્ચે આવતા તમામ નૈસર્ગિક સ્થળો વચ્ચેથી પસાર થવાનો જે અદ્દભૂત અનુભવ થયો તે તો અવર્ણનીય છે.ખોબલે નહીં પણ જાણે સૂંડલે સૂંડલે સૌદર્ય અહીં વેરાયું છે.

લેક ડિસ્ટ્રિક્ટ એટલે ૧૬ જેટલા લેક વચ્ચે આવેલું ડિસ્ટ્રિક્ટ. લેક વિન્ડર મિયર પાસે કાર પાર્ક કરી એની સિટી ટુર લઇ અમે ઉપડયા એ મનોહર ભૂમિને માણવા.૬ પાઉન્ડમાં ટિકિટ લઇ કોઇ પણ ડબલ ડેકર અને તે પણ ઉપરથી ખુલ્લી એવી બસમાં બેસી જવા મન થાય ત્યાં ઊતરી મનભાવન પોઇન્ટ પર સમય પસાર કરી પાછળ આવતી બીજી કોઇ પણ બસમાં બેસી આગળ જવાની સવલિયતે આ ટુરને માણવાની મજા બેવડી કરી નાખી અને એમાંય વચ્ચે વરસતો  ઝરમર વરસાદ! નિસર્ગને મન ભરીને માણવાની આ તો શરુઆત હતી.લેક ડિસ્ટ્રિક્ટના લેક વિન્ડરમિયર પછી પહોંચ્યા અને  ત્યાંથી લેક લોમોન્ડ તરફ. અહીં લેક ક્રુઝ લઇ લેકની વચ્ચે ફરતા ફરતા તેની આસપાસની ઘટાટોપ હરિયાળીએ આંખ-મનને ટાઢક આપી તેનો આસ્વાદ લીધો.જેમ આગળ વધીએ તેમ નવી જગ્યા નવિનતા જોવા મળતી. સાવ જૂના સમયની યાદ આપતું કોઇ ઓલ્ડ સીટી  હોય, રસ્તામાં આવતા વોટર ફોલ ,નાના ગામમાં પણ નજરે પડતા સ્મારકો, ફોર્ટ અગસ્તસનો સ્વીંગ બ્રીજ પસાર કરી આગળ વધતા હવે શરૂ થતુ હતુ લોક નેસ. અહીં સ્થાનિક ભાષામાં લેક ને લોક કહે છે. આ લોક ( લેક ) નેસ લગભગ ૬૦ માઇલ સુધી તમને સાથ આપે. લોકવાયકા એવી છે કે આ લેક માં લોકો ને ક્યારેક ડ્રેગન ( વિશાળ કાય  જળચર પ્રાણી )નજરે પડે છે. રાત્રે ઇન્વરનેસ પહોંચી ટ્રાવેલ લોજમાં રાત્રી રોકાણ કર્યુ. ચારેબાજુ લીલાછમ પહાડો વચ્ચે ઘેરાયેલા આ ઇનવરનેસને જ્યારે સવારે ઉઠીને જોયું ત્યારે એમ થાય કે ક્યાંથી આવ્યુ હશે આટલું કુદરતી સૌંદર્ય ?

આગળ વધતા એક નવી દુનિયા નજરે પડી. અહીંથી શરૂ થતી હતી ડિસ્ટલરીની દુનિયા.  દુનિયાનો શ્રેષ્ઠ શિવાઝ રિગલ નામે ઓળખાતો આસવ અહીં બને છે.અહીંનુ પાણી અને આસવને વર્ષૉ સુધી સાચવી રાખવા વપરાતા બેરલનું કોઇ ચોક્ક્સ પ્રકારનું લાકડું અહીંના  વાઇનને વિશિષ્ઠ બનાવે છે.

સ્કોટ્લેન્ડ પહોંચતા સૌથી પહેલું કુતુહલતો એમના પારંપારિક ચેક્સના સ્કર્ટમાં ફરતા સ્કોટીશ લોકોને જોવાનું હતુ. પ્રસંગોપાત બેગપાઇપર સાથે જોવા મળતા લોકો તો ક્યાંય જોવા મળ્યા નહીં. એટલું જ નહીં પણ આ પરંપરાગત પહેરવેશને પણ તિલાંજલી આપી દેવાઇ હોય એવુ લાગ્યુ. આર્ટસ ,કોમર્સ સાહિત્ય , સાયન્સ, ફીલોસોફી, આર્કિટેક જેવા ક્ષેત્રના ઘણા પ્રખ્યાત લોકો સ્કોટલેન્ડ્થી ઉદય પામ્યા છે.

અડીનબરા ,ગ્લાસગો જેવા શહેરો એટલે અતિ ભવ્ય ઇતિહાસ ધરાવતા અને આજના આધુનિક  સમય સાથે તાલમેલ  ધરવતા શહેરો. એડીનબરા ઐતિહાસિક કેસલ પરથી આજના નવા શહેરને નિહાળૉ તો પ્રાચીન કાંસ્ય યુગથી માંડીને આજ સુધીના ઇતિહાસે કેટલી કરવટ બદલી હશે તે જાણવાની જરૂર ઇંતેજારી થાય. સ્કોટલેન્ડ્નો ઇતિહાસ, મધ્ય યુગની છાંટ ,આધુનિકતાનો સ્પર્શ, એની વન્ય સ્રુષ્ટિ , નૈસર્ગિક વૈભવ સંસ્ક્રુતિ  વગેરે માણીને પાછા ફરતા હતા ત્યારે છેલ્લી ક્ષણો સુધી એ લીલાંછમ પ્રાક્રુતિક વાતાવરણને અપલક માણવાનો મોહ છુટતો નહોતો.

થોડી વિશેષ માહિતિઃ કેવી રીતે જશો ? લંડનથી મોટર વે દ્વારા પ્રત્યેક શહેરોમાં પહોંચી શકાય .કોનવોલ જવા  લંડનથી પેડીંગ્ટન સ્ટેશનેથી ઉપડતી ટ્રેન ઉપરાંત કોચ સર્વિસ, કોનવોલને જોડતી ન્યુકી કોનવોલ એરપોર્ટની સુગમતા છે.  બાથ , સ્ટૉનેજ અને વિન્ડસર કેસલની ટુર માટે હ્યુસ્ટનથી કોચ સર્વિસ મળે છે. ટ્રેન,કોચ અને મેગા બસ,કોઇપણ રીતે જઇ શકાય છે.

ટ્રેન માટેઃ http://www.nationaltrial.co.uk

કોચ માટેઃ http://www.nationalexpress.com/coach/index.cfmch

મેગા બસ માટેઃ http://megabus.co.uklanding.pho

ઉપરોક્ત લીન્ક પરથી પૂરતી માહિતી મળી રહે છે.લંડનથી અથવા કોઇપણ શહેરથી જે સ્થળે જવું હોય તેની અગાઉની ઓન લાઇન ટિકીટ અત્યંત સસ્તા દરે મળી રહે છે.

રહેવા માટેઃ ટ્રાવેલ લોજ અથવા બેડ એન્ડ બ્રેકફાસ્ટ (BNB) તરીકે જાણીતા રહેવાસ.

સાથે જરુરીઃ પાણીની બોટલો,શક્ય હોય તેટલો સૂકો નાસ્તો,રેડી ટુ કુકના પેકેટ,ટી બેગ્સ,ગરમ કપડાં છત્રી,રેઇનકોટ.

આલેખન – રાજુલ શાહ. સંકલનકાર – બેલા ઠાકર.

ફોટો સૌજન્ય – ૠષદ શાહ.

“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર  Sunday-”યાત્રા/હેરિટેજ” માટે લખ્યો અને ૩/૧/૨૦૦૯ ના પ્રગટ થયો.” (સંપૂર્ણ)Advertisements

January 3, 2010 at 9:32 am 1 comment


Blog Stats

  • 106,622 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!