Posts filed under ‘આટ્લાન્ટા-જ્યોર્જીયા-૨’

આટ્લાન્ટા-જ્યોર્જીયા-૨

ગયા સપ્તાહની આટલાંટાની સફર આગળ વધારીએ અને જાણીએ આટલાન્ટામાં બીજુ શું -શું  જોવા જેવું છે.

અન્ડરગ્રાઉન્ડ એટલાન્ટા–  કોઇને એમ થાય કે આ વળી એક નવી વાત, અહીં કેમ જવાનું ? પણ એ તો જ્યારે જઈએ ત્યારે જ ખબર પડે અહીનાં નાના નાના ૧૦૦થી વધુ રિટેઇલ સ્ટોર, રેસ્ટોરન્ટ અને નાઇટ ક્લબની ઝાકઝમાળ કેવી હોય ? ક્યાંક ત્વરિત ફેસ પેઈન્ટીંગ ચાલતુ હોય, ક્યાંક મેજીક ટ્રીક શૉ ચલતો હોય તો વળી ભવિષ્યના વર્તારા કરનારા પણ મળી જાય.

અમિકાલોલા ફોલ આટલાન્ટાના  નજદીકી સરાઉન્ડીંગમાં કેટલીક  એવી જ્ગ્યાઓ છે જ્યાં શહેરથી થોડે દૂર પણ શહેરના વાતાવરણથી જાણે ખૂબ દૂર આવી ગયા હોય તેવો કુદરતને માણવાનો મોકો મળે.  આટ્લાન્ટાના આસપાસના આકર્ષણોમાં અમિકાલોલા ફોલની વિઝીટ વળી એક નવી તાજગી આપી ગઇ. ૭૨૯ ફુટ ઉંચાઇ ધરાવતો મિસીસીપી  નદીમાંથી ઉતરતા આ ફોલને ૮.૫ માઇલનો નેચરલ ટ્રેઈલ છે. એક બાજુ ઉપરથી ધોધ પડતો હોય અને એની સામે  તમે નીચે પાર્કથી  ઉપર  માઉન્ટનની ટોચ તરફ જતા હો તો તે  ત્યાં સામા વહેણમાં તરવાનો તો નહીં પણ સામા વહેણમાં આગળ વધવાનો રોમાંચ આપે. આ માઉન્ટન પર ટ્રેડીશનલ ટચ ધરાવતી હોટલ છે જેના કોટેજ એકદમ રસ્ટીક  (દેહાતી -પ્રાક્રુતિક ) ફીલીંગ આપે .

ત્યાંથી પાછા વળતા  વળી આટલાન્ટાના આઉટલેટ મોલની ઉડતી મુલાકાત લેવાનો મોકો મળ્યો તે કેમ ગુમાવાય?

કેલેવે ગાર્ડન અમિકાલોલા ફોલ પછી હવે અમારી વિઝીટ હતી  પાઇન માઉન્ટનના આ બોટનીકલ ગાર્ડનની. અહીં સમગ્ર વર્ષ દરમ્યાન કોઇને કોઇ વિવિધ આકર્ષણો તો લોકોને ખેંચી લાવવા પુરતા હોય છે.  માર્ચ અને અપ્રિલ ની વચ્ચે અહીં અઝેલિયા, માઉન્ટન લોરેલ, ડોગવૂડ, ડેફોડીલ , ડેઇઝીથી લીલાછમ લાગતા આ કેલેવે ગાર્ડનમાં  તમામ સીઝનલ એક્ટીવીટી જેવીકે સ્પ્રીંગ સેલીબ્રેશન –  સમર ફેમીલી એડવેન્ચર , ઓટમફીસ્ટ ઓફર થાય તો સાથે  “ફેન્ટ્સી ઇન લાઇટ” નામના લાઇટ એન્ડ સાઉન્ડ  શૉ માં અનેક ઝિલમિલાતા તારા જેવી લાઇટથી હોલીડે  સીઝન માં લાખોની સંખ્યામાં લોકોને આકર્ષવામાં આવે.આ સિવાય અહીંનુ કાયમનુ અને મહત્વનુ આકર્ષણ છે ” સેસીલ બી ડે” બટરફ્લાય સેન્ટર જ્યાં સેંકડો-હજારોની સંખ્યામાં અનેક્વિધ રંગબેરંગી પતંગિયા મોટા ગ્લોબ જેવા ડૉમમાં મુક્ત રીતે પોતાની મસ્તીમાં લહેજતથી ઉડતા જોવા. પણ અમને સૌથી વધુ યાદ રહી  ગયો અહીંના એમ્ફી થિયેટરમાં જોયેલો  યાયાવર પક્ષીઓની સફરનો શૉ. તદ્દન ઉત્તરેથી લગભગ આપણા નળ સરોવર કે થોળ જેવા  બીજા અનેક અભ્યારણ સુધીનો પંથ કાપીને આવતા આ નાનકડા જીવની ઉડાન ભરવાની તાકાત , કોઇ નેવીગેટર વગર- કોઇ નકશા વગર પોતાની અંદરની સૂઝથી અત્યંત લાંબા સમય સુધી અત્યંત લાંબો પંથ કાપતા આ યાયાવર પક્ષી વિશેની જાણકારી તો આજ સુધી ક્યાંય જોવ મળી નહોતી

સ્ટોન માઉન્ટન આટ્લાન્ટાથી લગભગ દોઢેક કલાકના ડ્રાઇવ પર આવેલા  ૫ માઇલનો (૮ કી.મી) વિસ્તાર ધરાવતા સ્ટોન માઉન્ટનતરફ જતા જ તેના પર સીવીલ વોરના પ્રેસીડન્ટ અને  જનરલના તેમના ચહીતા ઘોડા પર આરૂઢ ત્રણ  શિલ્પ  કોતરાયેલા નજરે પડે. તે સિવાય   અહીં  વોકીંગ ટ્રેઇલની મઝા અને ફેરી રાઇડ લઇને આ એરિયાની રમણીયતાનો અનુભવ તો લીધો જ  સાથે  ૧૬૮૬ ફીટ (૫૧૩ મીટર ) ઉત્તુંગતા અને ૮૨૫ ફીટ (૨૫૧ .૫મી) ઘેરાવો ધરાવતા આ સ્ટૉન માઉન્ટન ની લગભગ ફ્લેટ ટોચ પર અત્યંત આધુનિક સ્કાય રાઇડ ( રોપ વે ) દ્વારા પહોંચ્યા. ઉપર પહોંચ્યા પછી  ઢળતી સાંજે ડુબતા સૂર્યની લાલિમામાં  ડાઉન ટાઉન આટ્લાન્ટાનો જે વ્યુ દેખાયો તે અત્યંત અદભૂત હતો ..ત્યાર બાદ નીચે આવીને અહીંના નાના અમસ્તા થિયટરમાં ” the battle for Georgea” નામે ઓળખાતી સિવીલ વોરની ડોક્યુમેન્ટરી જોઈ. “એન્ટેબેલમ પ્લાન્ટેશન એન્ડ ફાર્મયાર્ડ “ના ઓપન એર મ્યુઝીયમમાં ૧૭૯૦થી ૧૮૭૫ના હિસ્ટોરીક બિલ્ડીંગ જોવા મળ્યા. આ બધુ જોવામાં  લગભગ રાત ઢળવા માંડી અને છેલ્લે અહીંનો લેસર શૉ જોઇને નિકળ્યા ત્યારે આખો દિવસ સરસ રીતે પસાર થયાનો  મનમાં ભરપૂર આનંદ હતો.

લેક લીનીયર૧,૦૦૦ એકરનો અનેકવિધ ઉત્ક્રુષ્ટ સુવિધા ધરાવતો આ રિસોર્ટ  કુદરતનો અફાટ વૈભવ ધરાવે છે.અને  અહીં આ કુદરતના વૈભવને આધુનિક સગવડો સાથે વધુ લોકપ્રિય બનાવાયો છે. અહીના  કોન્ફરન્સ સેન્ટર ,લેગસી લોજ, લેક સાઇડ કોટેજ ,એક્ઝીક્યુટીવ વિલા ફ્લોટીંગ હાઉસબોટ, એવોર્ડ વિનીંગ ગોલ્ફ કોર્સ, સાહસની અનુભૂતિ કરાવતા હોર્સબેક રાઇડીંગની સવલીયતથી લોકો વધુ ને વધુ આકર્ષાય તેમાં કોઇ નવાઇ નથી. આ સિવાય ફેમિલીને પિકનિકની મોજ સાથે  ફિંશીંગ ,બોટીંગ સેઈલિંગ બીચ  અને વોટર પાર્ક નો પણ લ્હાવો પણ માણવા મળે તે છોગાનું.અહી  “વર્લ્ડ લાર્જેસ્ટ એનીમેટેડ હોલીડે લાઇટ એક્ટ્રાવેગેન્ઝા” નામથી ઓળખાતો શૉ મિડ નવેમ્બરથી ડીસેમ્બર દરમ્યાન યોજાય છે.

આટલાન્ટામાં કેટલાક એવા લેન્ડમાર્ક છે જે  તેની વિશીષ્ટતાથી દરેક વખતે આવતા જતા નજરે પડે જેવાકે કિંગ એન્ડ ક્વીન ટાવર , સ્પગેટી જંકશન . આ સિવાય એક બીજી નવીન વાત અહીં જોઇ..અમેરિકામાં ઇન્ડીયન મોલ.. યસ આ આખો એક એવો ઇન્ડીયન મોલ છે જ્યાં તમામ શોપ ઇન્ડીયન છે. અહી શોપના નામ અને એમાં ડીસ્પ્લે થતી તમામ વેરાયટી ઇન્ડિયન છે.. એટલું જ નહીં પણ અહીં મંદીર છે તો સાથે  ભારતિય ક્લાસીકલ ડાન્સ- મ્યુઝીકના પણ વર્ગ ચાલતા હોય છે..

આલેખન દિવ્યભાસ્કર ની પૂર્તિ Sunday Bhaskar-યાત્રા માટે લખ્યો અને  ૧૧/૦૪/૨૦૧૦ ના પ્રગટ થયો.

(સમાપ્ત)

Advertisements

April 13, 2010 at 11:23 am 2 comments


Blog Stats

  • 106,623 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!