છિન્ન પ્રકરણ/૭ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા

April 17, 2023 at 7:50 am

“શ્રેયા, ગેટ રેડી , હું પાંચ જ મિનિટમાં ત્યાં પહોંચી જઈશ.”

શ્રેયા ના કહીને સંદિપ કંઈ જવાબ આપે તે પહેલાં જ મોબાઇલ કટ કરી દીધો. શ્રેયાને આ વાત બિલકુલ પસંદ જ નહોતી. જ્યારે એ કામ કરતી હોય ત્યારે એના સમય પહેલા આવી રીતે અધવચ્ચેથી નીકળી જવાનું એના સ્વભાવમાં જ નહોતું. ડૉ. દીવાન પણ એવા જ સમયના પાબંદ હતા.

શ્રેયા આજે એક નવા બંગલાની સાઇટ પર હતી. સુરમ્ય બંગ્લોઝમાં કાર્ડિયોલોજીસ્ટ ડૉ. દીવાનના ઘરનાં ઇન્ટિરિઅર માટે પતિ-પત્ની સાથે આજે ફાઇનલ ચર્ચા કરી લેવાની હતી. દીવાન દંપતીની ‘કમ્ફર્ટ’ અને ‘કન્સર્ન’ને ધ્યાનમાં રાખીને કરેલી ડિઝાઇનમાં જે કોઈ નાનાં મોટાં સૂચન હતાં તે જોઈ લેવાનાં હતાં. એણે વળી પાછું ચર્ચામાં ધ્યાન પરોવ્યું, પણ એ થોડી અસ્વસ્થ તો થઈ જ ગઈ. દીવાને મનોમન એની નોંધ લીધી અને એ પણ પાછા શ્રેયા સાથે ચર્ચામાં પરોવાયા. ડૉ. દીવાન ખૂબ વ્યસ્ત રહેતા, તેમ છતાં શ્રેયા એનું કામ શરૂ કરી શકે એ માટે આજે સમય કાઢીને ઘર અંગે બધું ફાઇનલ કરી લેવા માંગતા હતા. આજે તો સંદિપને નારાજ કરવો પડે તો પણ એમ કર્યા વગર ચાલે એમ નહોતું.

સાંજે જ્યારે એ સંદિપને મળી ત્યારે સંદિપનો મૂડ થોડો ખરાબ જ હતો. સંદિપને નારાજ કરવા માટે શ્રેયાને પણ થોડું દુઃખ તો થયું, પણ હવે તો આ કાયમનું હતું અને એમ દર વખતે સંદિપના મૂડ પ્રમાણે કામ કરે ક્યાં ચાલવાનુ હતું? નાનાં હતાં ત્યારે સ્કૂલમાં શિખવાડવામાં આવતું હતું ને ..

“વર્ક વ્હાઇલ યુ વર્ક-પ્લે વ્હાઇલ યુ પ્લે,

ધેટ ઇઝ ધ વે ટુ બી હેલ્ધી વેલ્ધી એન્ડ ગે.”

એ બધું માત્ર કહેવા માટે જ હતું, અપનાવવા માટે નહીં? આ એ જ સંદિપ હતો જેને શ્રેયા ઓળખતી હતી? આ એ જ સંદિપ હતો જે શ્રેયાને ખૂબ સારી રીતે જાણતો હતો કે, પછી એ શ્રેયાનો ભ્રમ હતો? આ એ જ સંદિપ હતો જે શ્રેયાની તમામ મૂંઝવણોનો ચપટીમાં ઉકેલ લાવી આપતો હતો? હમણાંથી ક્યારેક તો એ શ્રેયા મૂંઝવણમાં મૂકાઈ જાય એવું કરી બેસતો.

સંદિપને થતું આ એ જ શ્રેયા છે જે પહેલાં એનાં પ્રત્યેક ઓપિનીયનને ધ્યાનમાં લઈ આગળ વધતી હતી? આ એ જ શ્રેયા છે જે એના દરેક પેન્ટિંગ સૌથી પહેલા એને જ બતાવતી અને સંદિપની વિશેષ ટિપ્પણીની અપેક્ષા રાખતી?

જો કે, આજે પણ શ્રેયા એની નવી દરેક ડિઝાઇનના ‘લે-આઉટ’ સંદિપને બતાવતી. સંદિપનાં સૂચન પ્રમાણે જરૂરી ફેરફાર કરતી પણ ખરી. એ હંમેશાં માનતી કે બહારની વ્યક્તિ કરતાં અંગત વ્યક્તિ સાથે ભૂલોનું નિરાકરણ થઈ જાય તો એનાંથી વધુ ઉત્તમ શું? ક્યાંક કોઈ કચાશ રહી જતી હોય તો તે પહેલેથી જ સુધારી શકવાનો અવકાશ હોય તો એ શક્યતા શા માટે જતી કરવી? સંદિપની સાથે ચર્ચા કર્યા બાદ જ એની ડિઝાઇનના ‘લે-આઉટ’ ક્લાયન્ટ સુધી પહોંચતા. સંદિપે કરેલા સજેશન પ્રમાણે ક્યાંક જરૂરી ફેરફારો પણ કરવામાં એને કોઈ પ્રોબ્લેમ નહોતો લાગતો. પ્રોબ્લેમ સંદિપને લાગતો જ્યારે શ્રેયા તરફથી કોઈ સજેશન હોય.

“મને મારી રીતે કરવા દે શ્રેયા, મારે શું કરવુ એની મને ખબર પડે છે.” શ્રેયાની વાત પૂરી થાય એ પહેલાં જ કાપી નાખતો.

ખબર તો શ્રેયાને પણ ક્યાં નહોતી પડતી? જો એની ક્ષતિ તરફ સંદિપ ધ્યાન દોરી શકે તો એ કંઈ કહે કે સૂચવે તો એમાં સંદિપને શા માટે વાંધો હોવો જોઈએ? આવું કેમ? શ્રેયાને ખૂબ લાગી આવતું.

સંદિપને પાછળથી જ્યારે શ્રેયાની વાતનું તથ્ય સમજાતું ત્યારે જાણે શ્રેયા સાથે કોઈ વાત થઈ જ નથી કે, શ્રેયાએ કોઈ સજેશન કર્યું ન હોય એમ શ્રેયાને શ્રેય આપવાના બદલે એને અવગણીને જાણે પોતાનો જ મૌલિક વિચાર હોય એમ એની રીતે અમલમાં મૂકી દેતો. અંતે ક્રેડિટ સંદિપના નામે જમા થતી.

આવું કેમ? જેને ‘કૉમ્પ્લિમેન્ટ’ સ્વીકારવા ગમે એને ‘કૉમેન્ટ’ અસ્વીકાર્ય કેમ? જો વાહ વાહ ખપતી હોય તો ક્યારેક ભૂલ તરફ ઈશારો પણ ખમી લેવી જોઈએને?

સંદિપનું એવું જ હતું, ક્યારેક પણ જો અણધાર્યુ કે નવું કોઈ કામ કર્યુ હોય તો એની નોંધ લેવાવી જ જોઈએ અને એ અપ્રીશિએટ પણ થવું જ જોઈએ.

******

શ્રેયાને કલ્ચરલ પ્રોગ્રામોમાં કેટલો રસ હતો એ સંદિપ જાણતો હતો. તે દિવસે ઠાકોરભાઈ હોલમાં એક થીમને લઈને એના પર એક ગુજરાતી અને એક હિન્દી ગીતની એ અનોખી મહેફિલની સંદિપે શ્રેયાને જણાવ્યા વગર ટિકિટ લઈ રાખી હતી. રાત્રે સીધી જ એને હોલ પર લઈ ગયો હતો. શ્રેયા ખૂબ ખુશ થઈ ગઈ. થોડાં મોડાં પડ્યાં હતાં, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો. એક વાર પ્રોગ્રામમાં બેઠાં પછી શ્રેયા એમાં ખોવાતી ગઈ, એક પછી એક ગીતોને માણતી ગઈ. જ્યારે અંતમાં પાર્થિવ ગોહિલના એ ગીતને તાળીઓનાં ગડગડાટ સાથે જે ‘સ્ટેન્ડિગ ઓવેશન’ મળ્યું ત્યારે તો શ્રેયા જ નહીં સર્વ પ્રેક્ષકો અત્યંત ખુશ હતાં.

બાકી હતુ તો વરિષ્ઠ ગાયક અને ગીતકાર દિલીપ ધોળકિયાએ એમનું જાણીતું ગીત ‘તારી આંખનો અફીણી’ ગાઈને મહેફિલનો રંગ જમાવી દીધો. સમગ્ર ઓડિયન્સ આફરીન થઈ ગયું. શ્રેયા તો એકદમ મૂડમાં આવી ગઈ. ઘણા સમય બાદ એકધારાં કામમાંથી એક મનગમતો બ્રેક મળ્યો. પ્રોગ્રામમાંથી બહાર નીકળીને હજુ શ્રેયા એ માહોલથી જુદી પડી જ નહોતી. આખા પ્રોગ્રામ દરમ્યાન એ સંદિપનો હાથ હાથમાં જ લઈને બેઠી હતી.

“સરસ પ્રોગ્રામ થયો નહીં, સરપ્રાઇઝ કેવી રહી?” સંદિપે હળવેકથી શ્રેયાને પુછ્યુ.

“આહ ! મઝા આવી ગઈ.”

શ્રેયાએ ખરેખર ખૂબ ખુશ થઈને અત્યંત ઉમળકાથી અને ભારોભાર ઉષ્માથી સંદિપનો હાથ પકડી લીધો. હાથના એ સ્પર્શમાં આમ તો બધું કહેવાઈ ગયું હતું, પણ સંદિપને તો શબ્દોની અપેક્ષા હતી. વણકહેવાયેલા પણ ઘણુ બધુ વ્યક્ત કરી જતા ભાવો કરતા બે વ્યહવારિક આભારના શબ્દોનું એને મન વધુ મૂલ્ય હતું.

“તો પછી તેં મને કંઈ કહ્યુ નહી! સરપ્રાઇઝ માટે પણ નહીં?”

આહ! ઓહ, શ્રેયા સીધી જમીન પર આવી ગઈ. એણે સંદિપને આવો પ્રોગ્રામ કરવા માટે,આવી સરપ્રાઇઝ આપવા માટે કંઈ કહેવુ જોઈતું હતું. પ્રશંસા કરવી જોઈતી હતી. ચહેરા પરના ખુશીનાં ભાવ, હાથનો સ્પર્શ એ બધું ગૌણ હતુ. મૌનની કોઈ ભાષા હોઈ શકે, પણ ના સંદિપ માટે મહત્વના હતા બે શબ્દો જે એણે બોલવા જોઈતા હતા.

સંદિપે ક્યારેય કોઈ વાતે શ્રેયાની નોંધ લીધી હતી? કેટલીય વાર કામના બોજાને પહોંચી વળવા શ્રેયા એનું કામ અટકાવીને સંદિપની સાથે ઊભી રહેતી. ક્યારેય એણે તો સંદિપ પાસે એના જેવી અપેક્ષા રાખી જ નહોતી કે સંદિપ એના માટે કંઈક કહે. આપણી વ્યક્તિની ખુશી માટે કઈ કરવામાં પોતાની ખુશી પણ સમાયેલી જ હોય ને?

બંને જણનો મૂડ જરા ખરાબ થઈ ગયો. આગલા ત્રણ કલાકનો કેફ ત્રણ મિનિટમાં જ ઉતરી ગયો.

અપેક્ષા, આ વધારાનો શબ્દ એમના જીવનમાં ઉમેરાઈ ગયો હતો. પહેલાં પણ બંને ક્યાં સાથે નહોતા? કૉલેજના એ સમય દરમ્યાન દિવસોના દિવસો સાથે કામ કર્યુ છે. ક્યાંય કશું નડતું નહોતું. કારણ? ત્યાં કોઈ અપેક્ષા નહોતી, હતી તો માત્ર દોસ્તી જ્યાં સમજના સરવાળા અને ગુણાકાર જ હતા. કોઈ લેતીદેતી, બાદબાકી કે ભાગાકાર નહોતાં.

શ્રેયાને ‘આવિષ્કાર’ ફિલ્મ યાદ આવી ગઈ. આમ તો ઘણી જૂની ફિલ્મ, કદાચ શ્રેયાનો તો જન્મ નહીં થયો હોય, પણ પપ્પાના ગમતા કલેક્શનમાંથી એ ઘણીવાર એ જૂની ફિલ્મો જોતી અને એને ગમતી પણ ખરી. પતિ-પત્નીનાં સંબંધોની આસપાસ આકાર લેતી કથા દરેકના જીવનને લાગુ પડતી હશે એ આજે એને સમજાયું. લગ્ન પહેલાં પોતાનું જે સર્વ શ્રેષ્ઠ છે તે લઈને સામી વ્યક્તિને આંજી દેવાની કળા કે આંચળો લગ્ન પછી કેમ ઉતરી જતો હશે અને અપેક્ષાઓ વધી જતી હશે? શ્રેયા જો કે મન પણ મનાવતી કે પ્રેમ છે ત્યાં અપેક્ષા છે ને?

આખા રસ્તે બંને કઈ બોલ્યા વગર જ ઘર સુધી પહોંચી ગયા..એક ભારઝલ્લી રાતનો આંચળો ઓઢીને સૂવાનો ડોળ કરતાં પાસાં બદલતાં રહ્યાં, પણ કાચમાં ખણણણ કરતી એક નાનીશી તિરાડ તો પડી જ ગઈ, બંને પક્ષે.

આલેખનઃરાજુલ કૌશિક

Entry filed under: લઘુ નવલકથા, Rajul.

તુલસીનો છોડ- ગુજરાત ( લંડન -પશ્ચિમી જગતનાં સાપ્તાહિક -)માં પ્રસિદ્ધ વાર્તાનો ભાવાનુવાદ. છિન્ન/ પ્રકરણ- ૮ ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા


Blog Stats

  • 146,700 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2023
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: