Archive for March 12, 2023
*નિર્મોહી નારી સન્માન 2023*
*નિર્મોહી નારી સન્માન 2023*
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર નિર્મોહી સાહિત્ય સાધના મહેસાણા સંસ્થા સાથે જોડાયેલ સર્વ નારીઓનું ‘નિર્મોહી નારી સન્માન‘ થી સન્માન કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.
‘નિર્મોહી સાહિત્ય સાધના’ મહેસાણા સંસ્થા આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બોસ્ટન નિવાસી રાજુલબેન શાહને ‘નિર્મોહી નારી સન્માન‘ આપતાં આનંદ અનુભવે છે, કારણ કે સાહિત્યની દુનિયામાં રાજુલબહેનનું યોગદાન અનન્ય અને અમૂલ્ય છે. આપશ્રી એવા નારી છો કે પરદેશમાં રહીને, પરદેશી ભાષાના સતત સાનિધ્યમાં રહેવા છતાં આપણી માતૃભાષા માટે જે કામ કરી રહ્યાં છો તે માટે આપને જેટલું પણ સન્માન આપીએ એટલું ઓછું છે. આજે માતૃભાષા માટે અમે તો દેશમાં રહીને કાર્ય કરીએ છીએ પરંતુ આપ તો પરદેશમાં રહીને પણ દેશમાં વસતાં કે પરદેશમાં વસતાં માતૃભાષાનાં લેખકો અને ખાસ તો નવોદિત લેખકોની રચનાઓને અલગ અલગ માધ્યમમાં પ્રકાશિત કરીને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યાં છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આજે જ્યારે આપણા દેશમાં જ અંગ્રેજી ભાષા અને અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાની જીદ વધી રહી છે ત્યારે આપનું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. આપ પરદેશમાં પણ ત્યાં વસતા આપણા દેશવાસીઓને માતૃભાષામાં ઉત્તમ સાહિત્ય વાંચવા મળી રહે તે માટે પણ સતત પ્રયત્નશીલ છો અને તમે તમારા કાર્યથી અન્ય લોકોને પણ પ્રેરણા આપો છો.
અમે આશા રાખીએ છીએ કે આ સન્માન મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં તેમના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે મહત્વની યાદ અપાવશે. ફરી એકવાર, આંતરરાષ્ટ્રીય
મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
નિર્મોહી સાહિત્ય સાધના મહેસાણા,
ભારતી ભંડેરી “અંશુ“
Recent Comments