આન્યા મૃણાલ પ્રકરણ / ૨૮ રાજુલ કૌશિક

February 5, 2023 at 8:44 pm

મૃણાલ જે દિવસની ચાતકની જેમ રાહ જોતી હતી એ દિવસની સવારે આન્યા મૃણાલનાં વરલી સી ફેસ પરનાં એપાર્ટમેન્ટમાં હતી.

આટલા વર્ષોથી દાદીમા અને પપ્પા તરફથી મળેલી નફરત છતાં ક્યારેય મા તરફની સુંવાળી સંવેદના સાવ જડ તો નહોતી જ થઈ. આજ સુધી આન્યાને તો એવું જ ઠસાવી દેવામાં આવ્યું હતું કે એની માએ સાવ જ નાનકડી દીકરીને ત્યજી દીધી હતી.  સૌથી પહેલાં તો મોમને મળીને પૂછવુ હતું કે “મા એવી કેરિયર તરફ કેવી ઘેલછા હતી કે આજ સુધી પાછુ વળીને દીકરીને યાદ સુદ્ધાં ન કરી?

પણ આ શું? 

મૃણાલનાં ઘરમાં  પ્રવેશતા જ ઘરની દીવાલો પર આન્યાના જન્મથી માંડીને મૃણાલ જે દિવસ સુધી એ ઘરમાં હતી ત્યાં સુધીનાં પેન્ટિંગ્સ અને ફોટોગ્રાફસ? આન્યા સ્તબ્ધ હતી. મૃણાલના એ નાનકડા બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં ચારેબાજુ આન્યાની યાદોની જ બોલતી તસ્વીરો હતી. જાણે મૃણાલે આન્યાને ક્યાંય છોડી જ નહોતી. મૃણાલના વોર્ડરોબની બાજુમાં બીજો એક વોર્ડરોબ હતો. મૃણાલે જાણે ખજાનો ખોલી દીધો. આન્યાથી છૂટી પડી ત્યારથી માંડીને આજ સુધીની તમામ બર્થડેના મૃણાલે બનાવેલા બર્થ ડે કાર્ડ અને દરેક બર્થડે ગિફ્ટસ હતી.  

“મમ્મા….?” 

“યસ બેટા, આ બધું જ તારું છે તારા માટે છે. આ જ મારી સાચી સમૃદ્ધિ હતી. મારા જીવવાનું બળ મને ટકાવી રાખનારી શક્તિ તું હતી. ક્યારેક તું મને મળીશ એ આશામાં આટલો સમય હું ખેંચી શકી.”

 “મમ્મા….”આન્યાને આનાથી વધુ કંઈ બોલવાનું સૂઝતું જ નહોતું.

 “મને બોલી લેવા દે બેટા, આટલા સમયથી હું તારી તસ્વીરો સાથે મૌન સંવાદો રચતી હતી. આજે એ મારા મૌનને વાચા મળી છે. ખોવાયેલા શબ્દો પાછા મળ્યા છે. મને મારી દીકરી મળી છે. તું નાની હતી ત્યારે તને એક વાર્તા હું કહેતી હતી યાદ છે? રાજાનો જીવ એક પોપટમાં હતો. એ રાજા એટલે તારી મમ્મા, એ પોપટ એટલે તું. ક્યારેક તને મળી શકાશે એ આશા, દાદાજી અને નાના-નાની સાથ ન હોત તો કદાચ હું ક્યારની તૂટી ગઈ હોત. 

 “તો પછી પપ્પા અને દાદીએ જે કહ્યું એ સાચે જ પોકળ વાતો હતી ને? મનઘડત કહાની જ ને?”

આન્યાના મનના સવાલો ઉમટે એ પહેલા જ જાણે મનનું સમાધાન મળી રહ્યુ હતું. 

મૃણાલ હજુય જાણે તંદ્રાવસ્થામાં હોય એમ કંઈક બોલે જતી હતી. આટઆટલાં વર્ષોનો વિષાદ, આટઆટલાં વર્ષોનો વિયોગ વાણીમાં નિતરી રહ્યો હતો.

આન્યા મૃણાલની વાતો જાણે આકંઠ પી રહી હતી. મા-દીકરી વચ્ચે આટલાં વર્ષો સુધી ક્યારેય ન જોડાયેલો છતાં, ક્યારેય ન તૂટેલો સ્નેહતાર ગંઠાઈ રહ્યો હતો. વરલી સી ફેસથી વહી આવતી હવાના હળવા ધક્કાથી બાલ્કનીમાં લટકાવેલું વિન્ડચાઇમ રણઝણી ઉઠ્યું. આ મીઠ્ઠા અવાજથી આન્યા સમાધિવસ્થામાંથી બહાર આવી. કેવી અદ્ભુત હતી એ ક્ષણો! ઘણું બધું ગુમાવ્યા પછી પાછું મળી રહ્યાંની સુખદ ક્ષણો હતી.

 અચાનક આન્યા મૃણાલના હાથમાંથી પોતાને હાથ સરકાવીને ઊભી થઈ.આન્યાએ કેરવને ફોન જોડ્યો.

“પપ્પા…”

“ક્યાં છું તું આન્યા? કૈરવ કૃદ્ધ અને સંશયભર્યા અવાજે પૂછી રહ્યો હતો. આમ કોઈને કીધા કર્યા વગર તું ક્યાંય કેવી રીતે જઈ જ શકે? તને તારી કોઈ જવાબદારીનું ભાન છે ?”

 “પપ્પા,મારે જ્યાં જવાનું હતું ત્યાં હું પહોંચી ગઈ છું. આજે જ મને મારી સાચી જવાબદારીનું ભાન પણ થયું છે. આટલા વર્ષોમાં મેં જે ગુમાવ્યું છે એ આજે મને પાછું મળ્યું છે અને એને હું હવે જરાય એળે જવા દેવા માંગતી નથી.”

 “એટલે?”

 “એટલે એમ કે આ સત્તર વર્ષોમાં જે મને નહોતું મળ્યું એ આજે મને મળ્યું છે પણ જવા દો પપ્પા એ બધું તમને નહીં સમજાય અને સમજાવાનો અર્થ પણ નથી.  ફક્ત એટલું કહેવા ફોન કર્યો છે કે આજથી હું આન્યા શેઠ નહીં આન્યા મૃણાલ બની રહેવા માંગુ છું અને આન્યા મૃણાલ બનીને રહીશ.”

 અને કૈરવની સ્તબ્ધતા વચ્ચે એને કશું પણ બોલાવાનો મોકો આપ્યા વગર આન્યાએ ફોન કટ કરી નાખ્યો……

સમાપ્ત…. 

Entry filed under: આન્યા મૃણાલ, Rajul.

ઈન્સાફ- ગરવી ગુજરાત ( લંડન)માં પ્રસિદ્ધ કરતારસિંહ દુગ્ગલ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવા અનોખું બંધન/ ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ માલતી જોશી લિખિત વાર્તા- ‘નયે બંધ’ પર આધારિત ભાવાનુવાદ


Blog Stats

  • 146,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

February 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: