‘ઘર- અમર માનસી કા’ (ગરવી ગુજરાતના દીપોત્સવી અંક ( લંડન -પશ્ચિમી જગતનાં સાપ્તાહિક -)માં પ્રસિદ્ધ વાર્તા

October 25, 2022 at 9:44 am

આ તે વળી કેવો યોગાનુયોગ! પ્રચુર પ્રેમમાં ગળાબૂડ હું અને માનસી. અમે સાથે જોયેલી એ પહેલી ફિલ્મ ‘આવિષ્કાર’ અને એમાં પણ નામ એ જ…. અમર અને માનસી.

એક રાતમાં બે વર્ષ જીવી લેતાં એ અમર અને માનસીથી જરાક જુદી અમારી કથા. જરા જુદું અમારું જીવન. જરા જુદા અમારા અનુભવ પણ એ સમયે તો ફિલ્મમાં ઘરની બહાર નેમ પ્લેટ પર ‘ઘર- અમર માનસી કા’ લખેલું જોઈને અમે એટલાં તો ખુશ થઈ ગયાં કે અમારાં ઘરની બહાર ‘ઘર- અમર માનસી કા’ નેમ પ્લેટ મૂકી દીધી હતી.

મારાં અને માનસીનાં પ્રેમલગ્ન હતાં. જ્યારે અમારાં લગ્ન થયાં એ કેવા મઝાના એ દિવસો હતા! એવું જ લાગતું કે આ સમય અહીં જ પૉઝ થઈ જાય તો કેવું! પણ આપણી ગતિનું રિમોટ તો સમયના હાથમાં. એ આપણી મરજીની પરવા જ ક્યાં કરે છે?

કોઈ સરસ ગમતું ગીત આવે ત્યારે આપણે એને ફરી રિવાઇન્ડ કરીને જોઈ લઈએ છીએ અને ન ગમતાં વિઝ્યુઅલ્સને ફાસ્ટ ફોરવર્ડ કરીએ છીએ. એમ જ આપણાં જીવનની ગમતી પળો જરા પૉઝ થઈ જાય એવું વિચારીએ ત્યાં સમયની ગતિ ફાસ્ટ ફોરવર્ડ થઈ જાય અને વ્યથાની પળોને ફાસ્ટ ફોરવર્ડ કરવા ઇચ્છીએ ત્યારે સમય એને સ્લો મોશન પર મૂકી દે.

મારાં અને માનસીનાં પ્રેમલગ્નનો સમય ફાસ્ટ ફોરવર્ડ થઈને સીધો અટક્યો હતો અમનના અગિયારમાં વર્ષે. અમર અને માનસીનો અમન. અમનનો જન્મ થયો ત્યારેય અમને એવું થયું હતું કે આ સમય, આ ક્ષણ અહીં જ પૉઝ થઈ જાય તો કેવું! પણ ના, સમયના હાથનું રિમોટ ક્યાં આપણી મરજી માને છે?

મારા જેવો ઘંઉવર્ણો વાન અને કાળા ઝુલ્ફા જોઈને અમન મને મારા જેવો લાગતો. અમનના સહેજ તીખા નાક નકશી માનસી જેવાં હતાં એ જોઈને માનસી પોરસાતી. અમન કોનો અને કોના જેવો વધારે લાગે છે એ નક્કી કરવામાં કેટલીય વાર અમારી વચ્ચે મીઠ્ઠી તકરાર થતી.

અને આજે….

અમન મારા એકલાનો નથી એમ કહીને બંને એની જવાબદારીમાંથી છટકવા મથીએ છીએ. વાત જાણે એમ બની કે, અમનનાં બાળપણથી માંડીને એ સ્થાયી થાય ત્યાં સુધીનું એનું ભાવિ કેમ કરીને સલામત જ નહીં સદ્ધર અને સમૃદ્ધ બને એવી ઇચ્છાને પહોંચી વળવા અમે જાણે બંને હોડમાં ઉતર્યા.

અમનના જન્મ સમયે માનસીએ થોડો સમય જોબ પર લીવ મૂકી દીધી હતી. અમનને પ્લે ગ્રુપમાં મૂક્યો ત્યાં સુધી એને પોતાની પળેપળ અમન માટે જીવી લેવી હતી. એ પછી અમનનું ભાવિ સદ્ધર બનાવવાની અમે બંનેએ જાણે કમર કસી.

માનસીને એક સાથે ત્રણ મોરચા સંભાળવા પડતાં. ઘર, જોબ અને અમનનો અભ્યાસ. શરૂઆતમાં તો થોડો સમય અમનના અભ્યાસ અને સાંજની પ્રવૃત્તિ તરફ મારું ધ્યાન રહેતું, પણ હવે જોબ પર પ્રમોશન અને ક્યારેક કામ આટોપવા માટે કરવા પડતા ઓવર ટાઇમના લીધે મારી જવાબદારીઓ વધી સાથે સ્ટ્રેસ પણ. અમનના અભ્યાસનો તમામ બોજો પણ માનસી પર વધ્યો.

“માનસી…. હજુ ડિનરને કેટલી વાર છે? સમજ નથી પડતી આજકાલ તું કરે છે શું? આઠ વાગવા આવ્યા અને હજુ ડિનર તૈયાર નથી?”

“હા તો? મારે બાર હાથ હોત તો સારું થાત પણ શું કરું, માત્ર બે જ હાથ છે ને ભઈસાહેબને એકાદ વસ્તુથી ક્યાં ચાલે છે? પ્લેટમાં દરબાર ભરેલો ન દેખાય તો તો સાવ મૂડ ઑફ.”

માનસીનો અવાજ મીઠ્ઠો અને હલકદાર હતો. એના અવાજમાં જાણે પંખીઓના ટહુકા હતા. હંમેશાં કિચનમાં રસોઈ બનાવતા ગીતો ગણગણતી માનસીનો તીણો અવાજ આજે કાનને ભેદીને મનને છેદી ગયો. કામના વધતા જતા બોજાના લીધે બંને વચ્ચે વાત ચણભણથી શરૂ થઈને વાગ્બાણ સુધી પહોંચી હતી. વાતમાં સંવાદ ઓછા અને વિવાદ, વિખવાદ વધ્યા હતા. અમનનાં ભાવિ માટે ગુલાબની સેજ પાથરવાની લાયમાં ક્યારે કાંટા વેરવાના શરૂ કર્યા એ ભાન અમે ભૂલ્યાં.

Chubby Cheeks, dimpled chin, Rosy lips, teeths within,

Curly hair, very fair, Eyes so blue,

lovely too, mumma’s pet, Is that you? 

No Dadda”s pet Is that you?

અમન કોનો વધુ પૅટ છે કે કોણ અમનનું વધુ પૅટ છે. એવું અમનને પૂછતાં રહેતાં અમે બંને,

“તું તો ડૅડાનો પૅટ છું. તું તો મમ્માનો પૅટ છું, જા તને એ હોમવર્ક કરાવશે” એવું કહેતાં થઈ ગયાં. 

અમનને એનાં નામનો અર્થ એને સમજાય એ પહેલાં અમન શબ્દનો અર્થ અમે ભૂલી ગયાં. અમનને કોણ હોમવર્ક કરાવે કે કોણ ભણાવે એની જીદ ઘરમાં હવે રોજેરોજ માથાકૂટ થવા માંડી હતી.

પેરેન્ટ્સ મીટિંગમાં કોણ જશે એની ચર્ચા હવે જરા ઊંચા અવાજે થતી જે રૂમમાં ભરાયેલા અમનના કાને પહોંચતી.

“મમ્મા-ડૅડા, મારું રિઝલ્ટ આવ્યું છે. ટીચરે તમારી સાઇન મંગાવી છે.” આજનાં યુદ્ધવિરામ પછી અમન ડરતાં ડરતાં રિઝલ્ટ પેપર્સ લઈને અમારી સામે ઊભો હતો. અમન મેથ્સમાં ફેલ થયો હતો.

“આ જો, તારી બેદરકારીનું પરિણામ…”મારો ગુસ્સો સાતમા આસમાને.

“મેથ્સ કોણ ભણાવતું હતું? મેં તો પહેલેથી કીધું’તું કે ગણિતમાં મારી ચાંચ નથી ડૂબતી.” માનસીનો ગુસ્સો વ્યાજબી હતો. 

વાત માનસીની સાચી હતી. અમનને ભણાવવાના વિષયો વહેંચેલા હતા. મેથ્સ, સાયન્સ મારા વિષયો, લૅંગ્વેજ અને સોશિઅલ સ્ટડી માનસીનાં. કેટલીય વાર અમનનાં મેથ્સનાં ઓછા માર્ક તરફ મારું ધ્યાન દોરવા એ મથી હતી પણ કામથી કંટાળીને આવ્યા પછી મને મેથ્સની માથાકૂટ માફક નહોતી આવતી અને આજે પરિણામ સામે હતું.

ફરી એકવાર સાઇન કોણ કરશે એની ચર્ચા અને રીસમાં રિઝલ્ટ પેપર્સ સાઇન કર્યા વગરનાં રહ્યાં.  

બીજા દિવસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખેલું સીલ કવર લઈને અમન અમારી સામે ઊભો હતો. માનસીએ કવર ખોલીને વાંચ્યું, બીજા દિવસે બંનેએ એક સાથે ટીચરને તાકીદે મળવું એવી નોટિસ હતી. અડધા દિવસની રજા મૂકીને અમે ટીચરની સામે બેઠાં હતાં. ટીચરે એક શબ્દ બોલ્યા વગર અમનનાં રિઝલ્ટ પેપર્સ અમારી સામે ધર્યાં. રિઝલ્ટ પેપર્સ પર અમને પોતાની સાઇન કરી હતી.

હું અને માનસી સ્તબ્ધ, બુતની જેમ બેસી રહ્યાં.

“રિઝલ્ટ પેપર્સ પર સાઇન કરવાં મમ્મા અને ડૅડા બંને ઝગડતાં હતાં. મારા માટે થઈને બંને ઝગડે એવું મને નથી ગમતું એટલે મેં જાતે મારી સાઇન કરી ટીચર.”

અમનનો સાવ ભોળો, નિર્દોષ ચહેરો અને અવાજની કરુણા અમને દ્રવિત કરી ગઈ. અલગ અલગ દિશાએથી સ્કૂલે પહોંચેલાં અમે બંને પાછાં ઘર તરફ જવાં નીકળ્યાં ત્યારે સાથે હતાં. મારી અને માનસીની આંગળી થામીને અમારી વચ્ચે ચાલતા અમનના ચહેરા પર ભોળપણ, નિર્દોષતાની સાથે વિશ્વાસની ઝલક જોઈને અમારાં બંનેની આંખો તરલ બની હતી. ક્યારેય અમન તરફ ઉપેક્ષા નહીં કરીએ એવા નિર્ણય, વણબોલ્યાં કરાર સાથે મેં અને માનસીએ વધુ દૃઢતાથી અમનની આંગળી થામી લીધી હતી.  

અજાણતાં એ દિવસે માત્ર એક વાત કહીને અમારી માનસસ્થિતિ અને માનસિકતા બદલી નાખનાર અમન આજે સફળ સાઇકૉલજિસ્ટ તરીકે ખ્યાતિ પામી ચૂક્યો છે. એની ઑફિસની બહાર ડૉ.અમન લખેલી ચકચકિત નેમ પ્લેટ શોભી રહી છે.

આજે પણ દર દિવાળીએ ઘર સજાવતી માનસી ‘ ઘર-અમર માનસી કા’ નેમ પ્લેટ પીતાંબરીથી ચકચકિત કરવાનું ચૂકતી નથી.

વાર્તાલેખનરાજુલ કૌશિક

Entry filed under: નવલિકા, વાર્તા, Rajul.

આન્યા મૃણાલ- પ્રકરણ ૧૩/ વિજય શાહ આન્યા મૃણાલ-૧૩/ વિજય શાહ


Blog Stats

  • 144,632 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: