આન્યા મૃણાલ- પ્રકરણ ૨/ રાજુલ કૌશિક

July 31, 2022 at 7:11 am

આન્યા….

આ જ તો એક નામ હતુ  જેણે માત્ર વર્તમાનમાં જ જીવતી મૃણાલને એના ભૂતકાળ સાથે જોડી રાખી હતી. નહીંતર તો મૃણાલે પોતાના જીવનનો જે ખરેખર ભવ્ય હતો એ ભૂતકાળના આખા ટુકડાને પોતાના અસ્તિત્વથી અલગ કરી નાખ્યો હોત.

આજે મૃણાલની આંખોમાં ઉંઘનુ નામો-નિશાન નહોતુ. ક્યાંથી હોય?  સત્તર વર્ષોથી ઊંઘતાં-જાગતાં એક માત્ર સ્વપ્નું જોયું હતું, આન્યાનું. એ આન્યાએ આજે એને, એની માને યાદ કરી હતી. આન્યાના  એકવીસમા જન્મ દિવસે એણે આન્યાને જન્મદિનની મુબારકબાદી આપવા ફોન કર્યો હતો ત્યારે પણ ક્યાં આન્યા સાથે વાત થઈ શકી હતી? અરે આન્યાને જે રીતે છોડીને નીકળવું પડ્યું હતું એ પછી પણ  ક્યારેય એ આન્યા સુધી પહોંચી શકી જ નહોતી. કહો કે એને પહોંચવા દેવામાં આવી જ નહોતી. 

શેઠ પરિવાર સાથે જે દિવસ, જે ક્ષણથી સંબંધ મરી પરવાર્યો હતો એ જ ક્ષણથી આજ દિવસ સુધી એની ઓળખ મૃણાલ શેઠના બદલે માત્ર મૃણાલ બની રહી હતી.

કાશ એ આન્યાને કહી શકી હોત કે એની મમ્મી એની દીકરીને કેટલી હદે પ્રેમ કરે છે. એ આન્યાને કહી શકી હોત કે આન્યા વગર એ અધૂરી છે. આ ચિત્રો, આ રંગો આન્યા વગર ફીક્કા છે. કદાચ આન્યાને એવું જ કહેવામાં આવ્યું હશે કે એની મા એની દીકરી કરતાં ય એની કૅરિઅરને વધારે મહત્વ આપે છે અને એટલે જ એ નાનકડી આન્યાને છોડીને જતી રહી છે. ક્યારેક એને ધિક્કાર થઈ આવતો પોતાની જાત પર. ક્યારેક એને ધિક્કાર થઈ આવતો એના આ પેન્ટિંગ્સ પર જેના લીધે એને એની આન્યાથી વિખૂટી પાડી દેવામાં આવી હતી. અરે ! એક વાર પણ જો કૈરવે એને પ્રેમથી આ બધુ છોડી દેવા કહ્યું હોત તો એણે છોડી દીધું હોત. પણ ના કૈરવે તો મૃણાલને પ્રેમથી કહેવાની વાત તો દૂર રહી મૃણાલના અસ્તિત્વને જ તરછોડી દીધું હતું.

એ ઘર,એ વર સાથેનો સંબંધ ક્ષત-વિક્ષત થઈ ગયો હતો. આન્યાથી પણ એને વિખૂટી પાડી દેવામાં આવી પરંતુ એ આન્યાથી ક્યારેય પોતાની જાતને  જુદી કરી શકી જ નહોતી. એનાં એક એક કણમાં આન્યા ધબકતી જ રહી. એનાં કલ્પના જગતમાં આન્યા ઉછરતી રહી.

આન્યાને છેલ્લે જોઈ એ દિવસની આન્યાનો લેમિનેટ કરેલો વિશાળ સ્કેચ આજે ય મૃણાલના બેડરૂમમાં મૃણાલ સામે હસતો રહેતો. સવારે ગુડ મોર્નિગ આન્યા અને રાત્રે ગુડ નાઇટ આન્યા કહેવા સિવાય બીજી ઘણી બધી વાતો એ આન્યાની તસ્વીર સાથે કર્યા કરતી. એ આન્યા આજે એને રૂબરુ મળવાની છે એ ઉત્તેજનાથી મૃણાલના પગ જમીન પર ઠરતા નહોતા. શરીરમાં વહેતું લોહી જાણે એની નસો ફાડીને બહાર ધસી આવવા માંગતુ હોય એટલો વેગ એ અનુભવી શકતી હતી. આન્યાના વિચારોમાં રત એની જાગતી આંખો ક્યારે સપનામાં સરી પડી એની મૃણાલને સુધ સુદ્ધાં ન રહી. સપનાની આંગળીએ એ વર્તમાનમાંથી ક્યારે ભૂતકાળ સુધી પહોંચી ગઈ?

આન્યા વગરના પ્રત્યેક દિવસ પણ આન્યામય જ બની રહ્યા હતા ને! મૃણાલની આંગળી પકડીને ચાલતા શીખેલી નાનકડી આન્યા, મમ્મા કહીને દોડી આવતી આન્યા, ક્યારેક મમ્માથી રીસાઈને ફુગ્ગા જેવા ગાલ ફુલાવીને બેસી રહેતી આન્યા, કેન્ડી માટે કકળાટ કરતી આન્યા, ક્યારેક ડૅડીના ગુસ્સાથી ડરીને સહેમી રહેલી આન્યા તો ક્યારેક ડૅડી સાથે રીસાયેલી મમ્માને મનાવતી, મમ્માની આંખમાંથી વહેતા આંસુ લૂંછતી આન્યા.

આન્યાને દૂધ બહુ વહાલું.  જરાક નવરી પડે એટલે “આઇ વૉન્ટ હોટ બોર્નવિટ્ટા” કહીને ઊભી રહી જતી. એ બોર્નવિટાને બોર્નવિટ્ટા કહેતી. આન્યા ચાલતા શીખી એનાં કરતાં બોલતાં વહેલું શીખી હતી. નવું નવું ચાલતાં શીખેલી આન્યા શરૂ શરૂમાં કેટલીય વાર પડી જતી. ભેંકડો તાણીને રડતી આન્યાના હાથમાં હોટ બોર્નવિટાનો કપ પકડાવો એટલે એનું રડવાનું, એના પડવા કે વાગવાની ફરિયાદ ક્યાંય ગાયબ.

સરસ મઝાના ક્રેપનાં ફ્રોક નીચે આન્યાને બક્રમ પહેરાવીને જોયા કરતી મૃણાલને આન્યા બેલે ડાન્સર જેવી લાગતી અને ઉમળકાભેર એને તેડી લેતી. સ્કાય બ્લ્યુ કલરમાં મૃણાલને આન્યા આસમાનની પરી લાગતી. તો બેબી પિંક કલરમાં આન્યા એને ગુલાબના ગોટા જેવી લાગતી.

આન્યા ….આન્યા….આન્યા …..ચારે બાજુથી આન્યાના નામની ગુંજ એને સભળાતી રહી. મમ્મા સાથે આન્યાને હાઇડ એન્ડ સીક રમવાનું ખૂબ ગમતું. મમ્માએ વન ટુ ટેન નહીં વન ટુ હન્ડ્રેડ કાઉન્ટ કરવાના…અને આન્યા સંતાઈ જતી. મૃણાલ બૂમ મારતી “આન્યા” અને ભોળુકડી આન્યા “ યેસ મમ્મા” જવાબ આપી દેતી. એ આન્યા આજ સુધી મૃણાલની એક પણ બૂમ સાંભળી શકી નહોતી. અથવા કહો કે મૃણાલની બૂમ આન્યા સુધી પહોંચવા જ દેવામાં આવી નહોતી. આન્યા વગર એ કેટલુ ઝૂરી હતી?

નવજાત આન્યાની નાનકડી પોચી રૂ જેવી ગુલાબી હથેલી અને એવા જ ગુલાબી ગોટા જેવી પાનીઓ મૃણાલનાં અંગને સ્પર્શતી ત્યારે મૃણાલનું માતૃત્વ ધન્ય બની જતું. ભાખોડિયાં ભરતી આન્યાના નાજુક ઢીંચણ છોલાઈ ન જાય એના માટે ય એ કેટલી કાળજી રાખતી? આન્યા માટેનો બેબી રૂમ હોવા છતાં ક્યારેય એણે આન્યાને પોતાનાથી અલગ સુવડાવી નહોતી એ આન્યા આજે એનાથી કેટલાય વર્ષો આમ અલગ રહી? એ કેવી રીતે રહી શકી હશે?

કેટકેટલા સ્વરૂપો હતા આન્યાના જે આજે ય મૃણાલની યાદોમાં અકબંધ હતાં! મનોમન મૃણાલ કહેતી પણ ખરી કે યાદો એની હોય જેને તમે ભૂલ્યા હો. આન્યાને ભૂલવી એટલે તો જાતને ભૂલવી. કવચ કુંડળ ઉતારતા લોહીલુહાણ કર્ણ કરતાય વસમી દશા હતી જે વખતે આન્યાને જાત સાથે અળગી કરવી પડી હતી. મૃણાલનાં જીવનનો સૌથી વસમો દિવસ હતો એ જેના ઉઝરડામાંથી આજે ય એટલુ લોહી ઝમતુ રહ્યું હતું.

કોઈ એક એવી કડી રહી નહોતી જે એની આન્યાને એની મમ્મા સુધી લઈ આવે. કેટલીય વાર મૃણાલને વિચાર આવતો કે આન્યા એને યાદ કરતી હશે? આન્યા એની મમ્મા માટે શું વિચારતી હશે? આન્યાનાં મનમાં મમ્માની છબી કેવી રહી હશે? કોણ એને સત્ય હકિકત સમજાવશે કે મમ્મા માટે આન્યાથી વધીને દુનિયામાં બીજુ કશું જ નહોતું. ઘણીવાર એ પોતાની જાતને ઝંઝોડી નાખતી અને પૂછતી, કેમ આમ બન્યુ? એની એવી તો કઈ મોટી ભૂલ હતી જેની એને આજીવન સજા મળી હતી?

ઓ ભગવાન! શા માટે શા માટે આવુ એની સાથે બન્યું?  

Entry filed under: આન્યા મૃણાલ, લઘુ નવલકથા, Rajul.

આન્યા મૃણાલ-૧ /રાજુલ કૌશિક ‘આઇ એમ હોમલેસ’ – (દિવ્યભાસ્કરનાં રંગત-સંગત પૂર્તિ વિભાગમાં પબ્લિશ )


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: