આન્યા મૃણાલ-૧ /રાજુલ કૌશિક

July 25, 2022 at 3:19 pm

આન્યા મૃણાલ

મૃણાલ…..એટલે કમળની દાંડી. મૃણાલ એટલે ઉદાર, ખુશખુશાલ, નસીબદાર, સક્રિય.. કેટકેટલા અર્થ મૃણાલ શબ્દના!

આપણી મૃણાલ પણ છે તો એવી જ નાજુક પ્રકૃતિની કોમળ છતાં કમળ જેવાં ફૂલને ધારણ કરવાની સ્થિરતાવાળી. મૃણાલ, એનાં નામ સાથે સંકળાયેલા એક અર્થને સાર્થક કરે એવી ઉદાર અને સક્રિય પણ ખરી જ. ધરતીના આ પટ પર જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને આવે છે. મૃણાલ પણ જન્મી છે પોતાનું નસીબ લઈને, હવે એનાં ભાગ્યમાં શું લખાયેલું છે એનાથી તો એ પણ આપણી જેમ જ અજાણ છે.

કહે છે ને કે, સૌનાં જન્મના છઠ્ઠા દિવસે વિધાતા આવીને કંકુ અક્ષરે લેખ લખી જાય છે. વિધિના ચોપડાનું પાનું ખૂલતું જશે એમ મૃણાલ માટે શું લેખ લખાયા છે એ એની સાથે આપણે પણ વાંચીશુ ‘આન્યા મૃણાલ’ નવલકથાનાં પ્રત્યેક પ્રકરણે.  

આન્યા મૃણાલ -પ્રકરણ -૧/ રાજુલ કૌશિક

મૃણાલને મુંબઈની સવાર આજ સુધી ક્યારેય આટલી સુંદર , આટલી ખુશનુમા લાગી જ નહોતી. કેટલા વર્ષો આમ ગાળ્યાં? ૧૭ વર્ષ ,૭ મહિના અને સાત દિવસ . કોઈએ પુછ્યુ હોત તો મૃણાલ હજુ પણ વધુ ચોક્કસ જવાબ આપી શકી હોત. એની પાસે આ ૧૭ વર્ષ, ૭ મહિના અને બરાબર ૭  દિવસના જ નહીં પણ પ્રત્યેક મિનિટ પ્રત્યેક ક્ષણનો પણ હિસાબ હતો.

આટલો સમય એ મરી મરીને જીવી હતી .આ સમયને જીવ્યો કેવી રીતે કહી શકાય? એ ક્ષણે ક્ષણ તુટતી જતી હતી અને તેમ છતાં ફરી એક વાર ફીનિક્સ પંખીની જેમ બળી ઝળી ગયેલા સંસારની રાખમાંથી પાંખો ફફડાવીને ઉભી થવા મથતી હતી.

શું નહોતું એની પાસે? નામ હતું. મૃણાલ એક એવું નામ જેની આગવી ઓળખ હતી. કલાની દુનિયામાં મૃણાલનું નામ ઇજ્જતથી લેવાતું. મુંબઈનાં કોઈપણ વૈભવી નિવાસમાં મૃણાલનાં પેન્ટિંગ્સ, કૉલાજ કે એન્લાર્જ કરેલા પિક્ચર્સ હોવા એ કોઈપણ ઘર કે ઓફિસની શાન કહેવાતાં.  આટલા વર્ષોમાં એ એવી ઊંચાઈને આંબી શકી હતી જેની કોઈપણ કલાકારને ખેવના હોય. પણ બસ  એ એક નામ માત્ર હતુ જેની આગળ પાછળ બીજી કોઇ ઓળખ નહોતી. કોઇપણ કલ્ચરલ ઇવેન્ટ સુધી જ એની હાજરી રહેતી . એ ઇવેન્ટ પૂરો થય પછીની લેટ નાઇટ પાર્ટીમાં કોઈએ મૃણાલને જોઈ નહોતી. લેટ નાઇટ પાર્ટી તો દૂરની વાત મૃણાલને કોઈ અંગત કહેવાય એવું મિત્ર વર્તુળ કે અંગત કહી શકાય એવી અંતરંગ વ્યક્તિ પણ નહોતી જેની સાથે એ પોતાના મનની વાત હળવી કરી શકે અથવા કહો કે એને એવુ કશું જ કરવું પણ નહોતું નહીંતર મૃણાલ માટે તો મુંબઈ એના હાથ ફેલાવીને મૃણાલને સમાવી લેવા બેઠું હતું. મૃણાલને પ્રોફેશનલી ઓળખતી વ્યક્તિઓ માટે  એ કોયડા સમાન હતી. કામ પૂરતી વાત કરી લેતી મૃણાલ એનું કામ, એનાં એસાઇનમેન્ટ  પરત્વે જેટલી કમિટેડ હતી એટલી કામ પત્યાં પછી નિરસ બની જતી. કોઈપણ આર્ટ ગેલેરી પર મળેલી મૃણાલનું વ્યક્તિત્વ અલગ રહેતું. એક કલાકાર તરીકે એ ખૂબ સાલસ હતી, નમ્ર હતી. કોઈપણ જાતના આડંબર વગર મળતી મૃણાલ એક વ્યક્તિ તરીકે કોઈને પણ અભિમાની લાગે એટલી અકકડ અને અતડી બની જતી.

મૃણાલની દુનિયામાં એ માત્ર એકલી જ હતી. આવું નામ, આવી શોહરત પછી પણ એ એકલી જ હતી. એક કોશેટામાં એણે જાતને પૂરી દીધી હતી. જાતને સંકોરી લીધી હતી. મુંબઈ વર્લી સી ફેસ પરના એના અદ્યતન સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં જ એની દુનિયા શરૂ થઈને સમાપ્ત થતી હતી. આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ જ એનું ઘર, એનું કલાવિશ્વ હતું જ્યાં એ વસતી હતી, શ્વસતી હતી.

કામ સિવાય એણે કોઈને એની નજીક આવવાનો, એનાં સૂનાં જીવનમાં ડોકિયું કરવાનો હક આપ્યો નહોતો. એના પેન્ટિંગ્સ જેટલા જીવંત હતા એટલી જ એ શુષ્ક હતી. કૉલાજમાં જેટલા રંગો એ ભરી દેતી એટલી બેરંગ એની દુનિયા હતી.  એના ફોટોગ્રાફ્સ જેટલા બોલકા હતા એટલી જ એ ચૂપ રહેતી.

પણ આજે એની એ ચુપકીદી, એની શુષ્કતા, એનું એ બેરંગીપણુ ક્યાંય ખરી ગયું હતું. સવારે રોજની જેમ એ ઊઠી પણ ના એ આખી રાત સૂતી જ ક્યાં હતી તો એને સવારે ઊઠી કહેવાય?  ગઈકાલે આથમતી સાંજે એના ઘરનો ફોન રણક્યો હતો “મા હું આન્યા, મારે તમને મળવુ છે.” અને આથમતી સાંજ સલુણી બની ગઈ હતી. અચાનક જ એના પેન્ટિંગના કલર ઘરમાં જાણે રેલાઈ ગયા હતા. વર્લી સી ફેસ પર આથમતા સૂર્યની લાલિમા ચારેકોર ફેલાઈ ગઈ હતી. મૃણાલ જીવંત બની ગઈ. આટલા વર્ષોની થીજી ગયેલી સંવેદનઓને જાણે સંજીવનીનો સ્પર્શ મળ્યો અને એના રોમરોમ ઝંકૃત થઈ ઉઠ્યા. કદાચ આ એક જ નામ હતુ જેણે મૃણાલને જીવી જવા, જીવન સામે ટકી જવાનું મનોબળ પૂરુ પાડ્યું હતું. મૃણાલનાં અસ્તિત્વનો એક એવો અંશ હતો જેનાથી આજે આખેઆખી મૃણાલનું અસ્તિત્વ હતું.

રાજુલ કૌશિક

Entry filed under: આન્યા મૃણાલ, લઘુ નવલકથા, Rajul.

બોબ જેસન – (ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ વાર્તા) આન્યા મૃણાલ- પ્રકરણ ૨/ રાજુલ કૌશિક


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: