પ્રતિભા પરિચય- સરયૂબહેનબહેન મહેતા-પરીખ-
સરયૂબહેનબહેન મહેતા-પરીખ-
અતિ કોમળ ચહેરો જ નહીં પણ જેમનો અવાજ અને પ્રકૃતિ અતિ કોમળ છે એવા સરયૂબહેનબહેન મહેતા-પરીખ તેમનાં પહેલાં પુસ્તક ’નિતરતી સાંજ’ના પરિચયમાં લખે છે કે, “કલા, કવિતા અને સંગીત જીવનમાં શ્વાસ લેવા સમાન છે. નાનપણથી પરિવારે આપેલો મબલખ રસાસ્વાદ અને એમના જીવનસાથી શ્રી દિલીપભાઈનો આધ્યાત્મિક અને કલાસંગીતથી ગુંજતો સહવાસ, એમને સાહિત્ય સાથે સરળતાથી જોડી રાખે છે.”
મૂળે ભાવનગરમાં સંગીત, સાહિત્ય અને દેશભક્તિના વાતાવરણમાં સરયૂબહેનબહેનનું અનેકવિધ પ્રવૃત્તિઓથી રસમય રીતે બાળપણ પસાર થયું. સરયૂબહેનબહેન કોલેજકાળમાં સફળ વિદ્યાર્થી્ની તરીકે ઉભર્યા. યુથ ફેસ્ટિવલની સાથે એન.સી.સીમાં બેસ્ટ કેડેટ તરીકે ૨૬ જાન્યુઆરી ૧૯૬૭ દિલ્હીની પરેડમાં ભાગ લીધો. વડોદરામાં બૉટનીમાં અભ્યાસ કર્યા પછી, ભાવનગરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કોલરશીપ સાથે પી.એચ.ડી શરૂ કર્યું.
અમેરિકાથી આવેલ દિલીપભાઈ સાથે માત્ર બે દિવસનો સાવ ટૂંકો પરિચય છતાં સરયૂબહેનબહેનને દિલીપભાઈના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત, ચિત્રકલા, આધ્યાત્મિક અભ્યાસ તેમજ વિચારોમાં સંવાદિતાની અનુભૂતિ થઈ અને બંનેએ લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ણય લીધો. કહે છે ને કે, Marriages are made in heaven. But it’s our responsibility to make them work.
બસ સરયૂબહેનબહેન અને દિલીપભાઈએ આ ઈશ્વર નિર્મિત સંબંધને વધાવી લીધો અને અતિ સુંદર સંવાદિતાથી માણી રહ્યાં છે. સરયૂબહેનબહેન બ્રાહ્મણ અને દિલીપભાઈ વૈષ્ણવ હોવાથી પિતાનો વિરોધ હતો છતાં માત્ર જ્ઞાતિ બાધની વાત અયોગ્ય લાગતાં બંનેએ લગ્ન કરી લીધાં અને અમેરિકા આવી સ્થાયી થયાં.
અમેરિકામાં શરૂઆતના દિવસોમાં ઘણા સંઘર્ષ વચ્ચે પસાર થયાં છતાં આત્મશક્તિ અને ઉભયના ઐક્યના લીધે ખરા અર્થમાં હમસફર બની રહ્યા. સરયૂબહેનબહેન જીવનના દરેક અનુભવને ફરિયાદ વગર સ્વીકારે છે. તેમની દુઃખની વ્યાખ્યા જરા જુદી છે…કહે છે કે, “જીવનમાં મુશ્કેલી-દુઃખ કોને માનવું? જ્યારે ઘર છોડી નાની હોડીમાં મધરાતે ભાગવું પડે કે, એવી કોઈ પરિસ્થિતિ- દુઃખ કહેવાય. બીજી બધી સામાન્ય તકલીફોને બહુ મહત્વ ન આપવું.” આટલી લાંબી જીંદગીમાં સરયૂબહેનબહેનને સુખ, શાંતિ અને સ્નેહભાવનો પ્રભાસ સતત રહ્યો છે અને એ જ ભાવ એમના ચહેરા પર છલકાતો જોવા મળે છે.
પતિની નોકરી અંગે પ્રિન્સટન ન્યુજર્સી, કેલિફોર્નિયા, ઓર્લાન્ડો-ફ્લોરિડા અને ટેક્સાસમાં રહેવાની તક મળવાથી સરયૂબહેનને દરેક ધર્મ અને અલગ દેશોમાંથી આવતી સહેલીઓનો સાથ મળ્યો. બાળકો કિશોર ઉંમરના હતા ત્યારે સરયૂબહેનબહેને ફરી કોલેજમાં જઈ મેડિકલ ટેક્નોલોજીસ્ટનું લાઈસન્સ મેળવી કેમિસ્ટ્રી લેબમાં નોકરી કરી.
સરયૂબહેનબહેનનાં માતા, ભાગીરથી મહેતા કવયિત્રી હતાં. એમની યાદમાં શિશુવિહાર, ભાવનગરમાં ૧૯૯૪થી ‘જાહન્વી સ્મૃતિ’ કવયિત્રી સંમેલન યોજાય છે. શ્વસુર, કૄષ્ણકાંત, મામા કવિ નાથાલાલ દવે અને માતાની કવિતાઓ સાંભળી હતી છતાં, વિજ્ઞાનના વિદ્યાર્થી સરયૂબહેનનાં મનમાં લખવાનો વિચાર સુદ્ધાં નહતો ઉદ્ભવ્યો.
પરંતુ ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ કંપનીની નોકરીને કારણે હ્યુસ્ટનમાં રહેવાં આવ્યાં પછી સરયૂબહેનબહેનનાં જીવનમાં બે નવા દ્વાર ખુલ્યા.
પહેલું સાહિત્ય જગતમાં પગરણ…
હ્યુસ્ટન સ્થાયી થતાં અહીંની“સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટન”માં જોડાયાં. નવા કવિ મિત્રોના આગ્રહ લીધે લખવાનાં શ્રીગણેશ મંડાયાં. પરદેશમાં અનેક વર્ષો રહ્યાં પછી પણ સરયૂબહેનબહેન ગુજરાતી અને અંગ્રેજીમાં કાવ્યો અને સત્યકથાઓ આધારિત વાર્તાઓ લખે છે. સરયૂબહેનબહેને અંગ્રેજીમાં બે નવલકથાઓ લખી છે. તેમના કાવ્યો, “પ્રીત ગુંજન” અને “ટેરવે ઊગ્યું આકાશ” (ગુજરાત સાહિત્ય અકાદમી)માં પ્રકાશિત થયા છે. વાર્તાઓ “અખંડ આનંદ” અને અન્ય સામાયિકોઓમાં પ્રકાશિત થઈ છે.
સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સરયૂબહેનબહેનની વાર્તાઓમાં જીવનનાં કડવા સત્યો પ્રગટે છે કારણકે મૂળે એ વાર્તાઓ તેમના સેવા કાર્ય દ્વારા થયેલા અનુભવો પર આધારિત છે. અમુક સત્યકથાઓ લખવાનો હેતુ એ છે કે, જેમાંથી આ દેશમાં લગ્ન કરીને આવ્યા પછી ઘરેલુ ત્રાસમાં ઘેરાયેલી વ્યક્તિને માર્ગદર્શન મળે.
બીજું દ્વાર હતું સેવાકાર્યનું.
સરયૂબહેનબહેન લિટરસી કાઉન્સિલમાં અંગ્રેજી ભણાવવાનું સેવાકાર્ય કરવાની ટ્રેનિંગ લઈને એ સંસ્થા સાથે જોડાયા. આ દસ વર્ષના સેવાકાર્યમાં ઘણા વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત બીજા સેવાકાર્યો કરતાં રહ્યાં છે.
આ સેવાકાર્ય દરમ્યાન સરયૂબહેનબહેને એવા અનેક અનુભવો થયા જે આજે પણ યાદ કરતાં એમની આંખો ભીની થઈ જાય છે.
દેશમાંથી લગ્ન કરીને આવતી યુવતી જ્યારે અમેરિકામાં ગૃહ ત્રાસમાં સપડાય છે ત્યારે ભાષા અને કાયદાના અજ્ઞાનને લીધે લાચાર અવસ્થા અનુભવે છે. સરયૂબહેનએ હ્યુસ્ટનમાં Asian Against Domestic Abuse સાથે જોડાઈ અનેક બહેનોને માનસિક તેમજ આર્થિક મદદ કરી અને હજુ કરી રહ્યાં છે.
કોઈ પણ ત્રસ્ત સ્ત્રીનો ફોન આવે તે દિવસથી શરૂ કરી, તે સ્ત્રી સંપૂર્ણ રીતે સ્થિર થાય તે પછી પણ, લાગણીભર્યો સાથ આપવો એ સરયૂબહેનનું સૌથી મહત્વનું કર્મ છે. મદદની જરૂર હોય તો, ‘અચકાયા વગર, ગમે ત્યારે ફોન કરવો’ તેવું સરયૂબહેનનું આમંત્રણ હોય છે. ફોન આવતા રહે છે અને સરયૂબહેન એમની સમસ્યા ઉકેલવામાં મદદ કરતાં રહે છે.
પતિ કે સાસરિયા તરફથી ત્રાસ અનુભવતી યુવતીઓને સરયૂબહેન એમની સંસ્થાની મદદથી હક અને સન્માનપૂર્વક જીવન જીવવાની તક ઊભી કરી આપે છે. માનસિક અને આર્થિક સહાય મળતાં એ ત્રસ્ત યુવતીઓનું ભાવિ સુખમય બને એવા સતત પ્રયાસો આજે પણ કરે છે. અમેરિકાના કાયદા-કાનૂનથી અજાણ હોય, ભાષાની સમસ્યા નડતી હોય એવી યુવતીઓ માટે દુભાષિયા બનીને Domestic violence victims સંસ્થાના નેજા હેઠળ શેલ્ટર હોમમાં આશ્રય આપીને સ્થિરતા આપવાનો પ્રયાસ કરે છે. અમેરિકા આવ્યાં પછી ઘરમાં માનસિક કે શારીરિક રીતે પીડિત મહિલાઓને શેલ્ટર હોમમાં ગુપ્ત અને સલામતીથી રહી શકે, કાયદાકીય ગૂંચ ઉકલે એના માટે વકીલ મળી રહે એવી ગોઠવણ કરી આપે છે.
૨૦૦૯થી સરયૂબહેનએ, (asylum) આશ્રય શોધતા દુઃખી વ્યક્તિને મદદ કરવાની શરૂ કરી. નેપાળ, પાકિસ્તાન વગેરે જગ્યાએથી નાસી આવેલા લોકોને લઈને વકીલ સરયૂબહેન પાસે આવતા અને એમની હિંદીભાષી કરૂણ કહાણી સરયૂબહેન વકીલને અંગ્રેજીમાં સમજાવતા. અમેરિકામાં રહેવાના હક્ક માટે કોર્ટ કેસની તૈયારી વગેરેમાં સરયૂબહેન સેવાકાર્ય આપતા રહ્યા છે.
વર્તમાનમાં નિવૃત્ત જીવન પસાર કરતાં સરયૂબહેને ગુજરાતી મુક્તક, કાવ્યો અને નવી પેઢીને ખ્યાલમાં રાખી, અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું. કાર્યશીલ સ્વભાવ અને ‘કાલ કરે સો આજ કર…’ વૃતિથી લખવાનું ચાલુ રહ્યું. સરયૂબહેન પરીખના કાવ્યો આધ્યાત્મિક અને ગહન વિચારો સાથે સ્નેહરસ ભર્યા હોય છે. સરયૂબહેનબહેન અને દિલીપભાઈનાં લગ્નજીવનનાં સાયુજ્યમાં પણ સુંદર સમન્વય રહ્યો છે. સરયૂબહેનબહેનની કલમથી કવિતા પ્રગટે અને દિલીપભાઈના હસ્તે સુંદર ચિત્રો સર્જાય! તેમનાં ઘરમાં શાસ્ત્રીય સંગીત હંમેશા ગુંજતું હોય છે. આવા સંગીતમય વાતાવરણમાં બંને નિવૃત્તિમાં નિજાનંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. દિલીપભાઈ ઉમદા ચિત્રકાર છે. દિલીપભાઈએ દોરેલાં ચિત્રો મૂકીને જ સરયૂબહેનબહેન તેમની રચના કે લેખનું સમાપન કરે છે.
સરયૂબહેને ૨૦૧૧માં ‘પહેલું બાળક’ સમું પુસ્તક, “નીતરતી સાંજ Essence of Eve” જાતે તૈયાર કર્યું જેના સર્જનમાં કમ્પ્યુટર વિશે ઘણું શીખવા મળ્યું, એ એમની વિશેષ સિદ્ધિ રહી.
આ પુસ્તકમાં પ્રસ્તુત સરયૂબહેનનો કાવ્યમય પરિચય અને પુસ્તકોની આછી ઝલક……
વતન ભાવનગર, મીઠો વાસ,
‘ગંગોત્રી’ મુજ મૈયર આવાસ
હરિભાઈ પ્રમાણિક પિતા,
કવયિત્રી ભાગીરથી માતા,
પદ્મશ્રી મુનિભાઈ ભ્રાતા.
કલાકાર દિલીપ જીવનસાથી,
બાળકો બે પ્રભુની કૃપાથી.
અમેરિકામાં વર્ષોના વાસી,
આધ્યાત્મિક જ્ઞાનના પિપાસી,
સંગીત સાહિત્યના મીમાંસી
1. ‘નીતરતી સાંજ Essence of eve.’ ગુજરાતી/અંગ્રેજીમાં કાવ્યો, વાર્તા, દિલીપ પરીખના ચિત્રો.2011
2. ‘આંસુમાં સ્મિત Smile in Tears.’ ગુજરાતી/અંગ્રેજીમાં કાવ્યો, સત્યકથાઓ. 2013
Novels in English.
3. ‘Moist Petals.’ a fictional memoir, a poetic novel in English. 2015
4. ‘Flutter of Wings.’ Poetic novel in English 2017
૫. ‘મંત્ર’ કાવ્યસંગ્રહ. ૬. ‘MANTRA’ poems in English and Gujarati.2019
Mrs. Saryu Parikh, 13221 Mesa Verde Dr. Austin, Texas 78737
Phone – 512-712-5170. cell#512-501-9389
email : saryuparikh@yahoo.com
Blog : https://saryu.wordpress.com
Amazon.com : Saryu Parikh : Books
Recent Comments