ગુરુપૂર્ણિમા

July 14, 2022 at 7:06 am

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

ગુરુનો એક સાદો સીધો અર્થ શિક્ષક. બીજા અન્ય સમાનાર્થી શબ્દ છે બૃહસ્પતિ., જેને આચારનું જ્ઞાન છે આચાર્ય, વિદ્યા આપે વિદ્યાગુરુ.. ધર્મનું શિક્ષણ આપે ધર્મગુરુ, શાસ્ત્રનું જ્ઞાન આપે શાસ્ત્રવેતા સમગ્રનો સરવાળો એટલે સાચો ગુરુ . સાચો શિક્ષક. શિક્ષા કરે નહીં પણ શિક્ષા આપે સાચો શિક્ષક. સાચો ગુરુ.

બ્રહ્મની ઓળખ કરાવે ગુરુ. ગુરુ એટલે સાક્ષાત પરબ્રહ્મ.

આજના વર્તમાન સમયમાં ગૂગલને પૂછવાથી તમામ પ્રશ્નોના જવાબ મળી રહેશે પણ જ્ઞાન તો ગુરુ આપશે.

ગુરુપૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ અને શિષ્યના પાવન સંબંધોને ઉજવવાનો દિવસ. ગુરુથી શ્રેષ્ઠ અન્ય કોઈ હોઈ શકે.

કહે છે ને કે,”અજ્ઞાન તિમિરાંધાનામ, જ્ઞાનામ્ જનાંમ્ શલાક્યા, નેત્ર ઉન્મિલીતમ્ યેન, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

અજ્ઞાનરુપી અંધકારમાં જ્ઞાનની જ્યોતથી પ્રકાશ તરફ લઈ જાય ગુરુ. પરમશક્તિનો પરિચય કરાવે ગુરુ.

ગુરુ એક સ્વરૂપે ક્યાં છે? જન્મથી માંડીને જન્માંત સુધી જે શિક્ષા આપે, જે દિક્ષા આપે ગુરુ. જન્મથી માંડીને સમજણનાં પગથિયે પ્રથમ પગલું માંડીએ ત્યાંથી આપણાં શિક્ષણની શરૂઆત થાય. કોઈ પણ જ્ઞાનપીઠના પગથિયાં ચઢ્યાં વિનાં શ્રી ગણેશ થાય સૌ પ્રથમ ગુરુ માતાપિતાથી. વિદ્યાશાખામાં ભણતર મેળવવીએ પહેલાં ગણતરનાં પાઠે શીખવે માતાપિતા. જગતને જોતાં,સમજતાં શીખવે માતાપિતા.

અને ત્યાર બાદ આવે એવા ગુરુ જે પ્રથમ ચરણથી પરમ સુધી લઈ જાય.

ગુરુ વિશે આજ સુધી ઘણું કહેવાયું છે જેમાં મને સૌથી સ્પર્શતી વાત અહીં મૂકું છું.

આપણાં મનમાં સાત્વિક વિચારનું સર્જન કરે ગુરુ બ્રહ્મા, સાત્વિક વિચારો ટકી રહે વિશેષ તકેદારી લે ગુરુ વિષ્ણુ. મનની વિકૃતિઓનો નાશ કરે ગુરુ શિવ.

હવે ત્રણે દેવનું મૂર્ત સ્વરૂપ એટલે ગુરુ. જન્મ પછી જગતમાં જે જ્ઞાનની જ્યોતથી આપણા મન, હૃદય અને ચિત્તને પ્રકાશિત કરે ગુરુ. પરમની ઓળખ કરાવનાર, પરમ સુધી જવાનો માર્ગ દર્શાવનાર એક શક્તિ એટલે ગુરુ.

અને એટલે તો કબીરજીએ ગુરુને ગોવિંદથી વિશેષ માન્યા છે.

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય

બલિહારી ગુરુદેવકી જો ગોવિંદ દિયો બતાય…….

કોઈ પણ કાર્યનો શુભારંભ ગણેશવંદનાથી કરીએ એમ સમજણ, જ્ઞાન કે વિદ્યા પ્રાપ્તિ આરંભે ગુરુવંદનાથી સજ્જ થઈએ છીએ.

જાણીએ છીએ કે તુલસીકૃત રામાયણનો આરંભ તુલસીદાસજીએ ગુરુ વંદનાથી કર્યો છે. રામાયણની પ્રથમ ચોપાઈમાં ગુરુ ચરણરજની મહત્તા ગવાઈ છે.

બંદઉ ગુરુપદ પદુ પરમ પરાગા.

સુરુચિ સુવાસ સરસ અનુરાગા

અમી અમુરી મય ચુરનચારુ,

શમન સકલ ભવરૂજ પરિવારુ

ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન

નયન અમિય દૂગ દોષ વિભંજન

અમી અમુરી મય ચુરનચારુ, શમન સકલ ભવરૂજ પરિવારુ.અર્થાત, ગુરુના ચરણની રજ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરવામાં સહાય કરે છે. ગુરુ ચરણરજ શિષ્યને સ્પર્શે ત્યાંથી એનાં જીવનનું, સંસ્કારોનું ઘડતર શરૂ થાય.

આજે પણ ગીતાબોધ આપનાર, જગતગુરુ શ્રી કૃષ્ણના પણ ગુરુ સાંદિપની, રામના ચારિત્ર્ય વિશે વિચારીએ તો વશિષ્ઠ, પ્રખર ધનુર્ધારી અર્જુનને યાદ કરીએ તો દ્રોણાચાર્ય, વિવેકાનંદની સાથે રામકૃષ્ણ પરમહંસ, ચંદ્રગુપ્તની યાદ સાથે ચાણક્ય આપણી નજર સમક્ષ જાણે લગોલગ આવીને ઊભા રહે છે ને? સદીઓ વિત્યા છતાં આજે પણ ગુરુ કે શિષ્યોની છબી જરાય ઝાંખી નથી થઈ.

આજની ગુરુપૂર્ણિમાના દિવસે જીવનારંભથી જન્માંત સુધી શિક્ષિત કરનાર તમામ ગુરુગુરુવર્યને વંદન.

Entry filed under: પ્રકીર્ણ, Rajul.

એષા-ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૬ /રાજુલ કૌશિક એષા- ખુલ્લી કિતાબ સમાપના સમયે થોડી વાત..


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: