એષા-ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૬ /રાજુલ કૌશિક

July 10, 2022 at 12:40 pm

રિવા પણ જાણતી હતી કે ”જન્મ છે એનું મરણ છે”. એ વાત જેટલી સાહજીકતાથી બોલાય એટલી સ્વીકારી શકાતી નથી. એ જ્યારે જીરવવાની થાય ત્યારે કેટલી વિષમ પરિસ્થિતિ ઉભી થાય એ હવે વારંવાર એષાની વાતમાં ડોકાતું હતું. આમ મૃત્યુનો વિકરાળ અજગર રોહિતનાં જીવનનો ભરડો લેવા તત્પર હતો એ સૌને સમજાઈ ગયું હતું.

એષા અને રોહિતની આંખો જ્યારે મળતી ત્યારે વણબોલાયેલા શબ્દો પણ એકબીજા સાંભળીસમજી લેતા. મનમાં ઘણા શબ્દો ઉઠતા ઘણું એકબીજાને કહેવાનું હતું પણ શબ્દો હોઠ સુધી આવી ને ઠેલાઈ જતા હતા. મનના ખૂણે એક વાસ્તવિકતા જડાઈ ગઈ હતી અને હવે તો ડૉકટરો પણ કહેતા, “ઈશ્વર ઇચ્છા બલિયસી.”

અને હવે તો ઈશ્વરની ઇચ્છા પણ સાફ દેખાઈ આવતી હતી. ઋચાનાં લગ્ન પહેલાંના સમયની ઘટના ફરી એકવાર બનીહવે જે શક્યતા ઊભી થવાની હતી શક્યતાએ માથું ઉચક્યું હતું. વખતે સૌથી પહેલાં જે રિપોર્ટ આવ્યા એના પરથી અંત ઘડી પાસે આવી રહી છે સાવ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

ઘણી એવી પળો આવતી કે જ્યારે એષાને એવા વિચારો આવતા કે,

નથી આવતી ઘડી કે ઘટનાને એ રોકી શકવાની કે આડે હાથ દઈ શકવાની તો પછી રોહિતના રિપોર્ટ શા માટે એણે જોવા જોઈએ?”

વળી પાછો મનને વિચારોનો ધક્કો વાગતો કે, “ તો શાહમૃગવૃત્તિ થઈ. રેતીમાં માથું ખોસી દેવાથી તોફાન આવતું અટકી જવાનું નથી. એક જાતની ભાગેડુવૃત્તિ થઈ. એષા, આમ  આંખ આડા કાન  કરવાની વાત તું વિચારે છે ! અરે જા એષા, હવે જે બનવાનું છે એની સામે તો તારે ખરી હિંમત ટકાવી રાખવાની છે.”

એક સમય હતો જ્યારે ટ્રીટમેન્ટના લીધે આછી પાતળી આશાના તાર પર સૌ ઝૂલ્યા કરતાં, પણ હવે તો દૂર સુધી નજર કરવાનીય રહી નહોતી. જે હતું સાવ સામે ઉઘાડી આંખે કે બંધ આંખે પણ જોઈ શકાતું હતું.

કાર્તિક, ઋચા, ધ્રુમિલ અને જાનકી અહીં એષાની પાસે, એષાની સાથે રહેવા આવી ગયાં હતાં. ધ્રુમિલે બરોડા અપડાઉન શરૂં કરી દીધું હતું.

સાવ ધીમા છતાંય એની આહટ સાંભળી શકાય એવાં પગલે એક ઘેરી છાયા નજીક આવતી રોહિત અનુભવી શકતો. અંદરની વેદના વધતી જતી હતી એમ રોહિત શાંત, વધુ શાંત બનતો ગયો.

રોહિતના છેલ્લા ત્રણ દિવસ તો લગભગ બેભાન અવસ્થામાં પસાર થયા. બાકીના પાંચેના મનમાં એક સરખા વિચારો…. “રોહિત આંખો ખોલશે કે પછી હંમેશ માટે બંધ…..?”

કોણ કોને સમજાવેઅંતે તો સૌએ સાથે , સૌએ જાતે સમજવાનું હતું. ઋચાકાર્તિક, ધ્રુમિલજાનકીની હાજરીથી એષાને ઘડીભર ઘા સહન કરવાની શકિતને પીઠબળ મળતું, તો ઘડીમાં મુઠ્ઠીમાંથી વેરાઈ જતી રેતની જેમતેમ એકઠું કરેલું જોમ ઓસરી જતું.

મન માનતું નહોતું અને છતાંય નજરે જે દેખાતું એને ખોટું ઠેરવી શકાય તેમ નહોતું. પહેલી વાર રિપોર્ટ કરાવ્યા ત્યારે તો પૂછી લીધું હતુ કેરિપોર્ટ’ તો બરાબર છે ને?” પણ હવે તો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થતો.

એક પછી એક આવતાં મોજાં પગ ભીનાં કરતાં હતાં એવું નહોતું, પગ નીચેથી જમીન પણ સરકાવતાં જતાં હતાં.

હવે કશુંજ કરવાનું બાકી રહેતું નહોતું. જ્યારે પહેલી કેમો પછી રોહીત બેભાન અવસ્થામાં સરી ગયા હતા ત્યારે હ્રદયમાં પ્રાર્થનાઓએ સ્થાન લીધું હતું. હાથ હેઠા પડયા ત્યારે પ્રાર્થના માટે હાથ જોડાયા હતા પરિસ્થિતિ ફરી આવી હતી પણ પ્રાર્થનાનું સ્વરુપ બદલાયું હતું.

એષા ખરા હ્રદયથીખરા મનથી પ્રભુને પ્રાર્થના કરતી,  “હેપ્રભુ સહાય કરજેયોગ્ય કરજે. જે થવા બેઠું છે તેમાં રોહિતને વધુ સમય યાતના ભોગવવી ના પડે તે જોજે”.

અને થયું. નજરની સામે ક્યારે જીવન સરકી ગયું તે ખબર પણ ના પડી. જેને ક્યારેય બાંધી શકાય નહીં. તેઆત્મા” ચાલી ગયો.

કોઈ રોકકળ, કોઈ શોકસંતાપ અત્યંત સમજપૂર્વક એષાએ પોતાની જાતને સંભાળી લીધી. ઋચાધ્રુમિલજાનકીને સંભાળી લીધાં .કાર્તિક તો આખીય પરિસ્થિતિમાં પરિવારજનની માફક નહિ પણ એક ડૉકટર તરીકે પણ સતત એષાની સાથે રહ્યો હતો.

લોકાચારને પણ એષાએ ખાસ મહત્વ આપ્યું નહોતું. સ્વસ્થતાથી પોતાનું મન જે માને રીતે રોહિતની પાછળ જે કરવા યોગ્ય સમજયું તે કર્યું. અહીં પણ ફરી પાછો રોહિતના પરિવારનો વાંધો વચ્ચે આવ્યો. એષાએ જે કર્યુ તે દેખાયુ પણ એષાએ જે કરવાની ના પાડી તે નજરે ચઢ્યું. વખતે તો એષાનો પોતાનો પરિવાર એની સાથે હતો. ધ્રુમિલ અને ઋચા, કાર્તિક અને જાનકી સાથે હતા. લોકોએ તો જ્યારથી એષાને ઓળખી હતીજાણી હતી એમાં ક્યાંય કોઈ બાંધછોડનો અવકાશ દેખાતો નહતો.

એષાએ એની કટોકટીના સમયે ક્યારેક મંદીરે જવાનો ક્રમ રાખ્યો હતો. મન એથી ઘણું શાંત રહેતું હતુંનાનાં શહેરની   તો મઝા હતી . નાની અમસ્તી ઓળખાણ પણ આત્મીયતામાં બદલાતા વાર લાગે તો અહીં એષા અને રોહિતની એક અલગ ઓળખ હતી. દર્દીઓને ક્યારેય માત્ર દર્દી તરીકે ટ્રીટ નહોતા કર્યા પણ સાચા અર્થમાં એમના ફેમિલી ડૉક્ટર બની રહ્યા હતા એટલે શહેરમાં એક સન્માનીય વ્યક્તિ તરીકેનો એમનો મોભો હતો.

માત્ર કમાવાની નેમ પણ ક્યાં રાખી હતી બંને જણેજરૂર પડે સેવાઓ આપવા તત્પર રહેતાંમાનવમંદિરમાં જ્યારે જ્યારે મેડિકલ કેમ્પ થતા ત્યારે ત્યારે એષા અને રોહિતે સેવાઓ આપી હતી એટલું નહીં પણ પોતાની હોસ્પિટલ પણ આવા કેમ્પ સમયે ખુલ્લી મુકી દીધી હતી. ક્યારેક ડાયબીટિઝના કેમ્પ તો ક્યારેક ટોટલ બોડી ચેકઅપના ફ્રી કેમ્પના સમયે એષા પેથોલોજિસ્ટ તરીકે પૂરેપૂરો સમય અને સેવા આપતી.

આટલા સમયથી મંદિરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી એષાને મંદિરના સંતોએ પણ ભાવથી સાચવી લીધી હતી. અહીં માત્ર ઠાલી વાતો નહોતીમનને સમાધાન થાય એવા તમામ જવાબો હતા.

જે બની ગયું તે દુઃખદ તો હતું પણ જીવનમાં જ્યારે જે પરિસ્થિતિ ઉભી થાય તે દરેક આપણા હાથમાં હોતી નથી એવી સમજ પણ એષાને અહીં મળતી. ધીમે ધીમે સમય અને સંજોગો સામેની શરણાગતિભર્યા વલણના લીધે ઘણી ઝડપથી એષાએ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. જીવન ગોઠવાતું ગયું. ઋચા, ધ્રુમિલને પણ સામેથી એષાએ રોજના કામે ચઢવાં સમજાવી લીધાં.

મમ્મીહવે હું બરોડા રહેવાનો નથી. આણંદ અને બરોડા ક્યાં દુર છેઅપડાઉન કરવાવાળા કેટલાય લોકો છે એવી રીતે હું પણ અપડાઉન કરીશ અને જાનકી પણ તમારી પાસે હશે તો તમે સાવ એકલા નહી પડી જાવ.”

ધ્રુમિલ કેમ કરીને એષાને એકલી મૂકવા તૈયાર નહોતો.

હું એકલી છું ક્યાંએષા એને હળવેકથી સમજાવતી. આખુ આણંદ મારું તો છે. તે જોયું ક્યારે ક્યાં મહેમાનો સચવાઈ ગયા તે ખબરે પડી?

એષાની વાત પણ સાચી હતી. લગભગ ૧૩ દિવસ સુધીની મહેમાનોની અવરજવરને મંદિરના સંતોએ, ડિવોટીઓએ સાચવી લીધા હતા એનો ભાર એષા કે એના ઘર સુધી પહોંચવા પણ દીધો નહોતો.

હવે મને કોઈ બાંધશો નહી અને મારાથી બંધાયેલા પણ રહેશો નહીં. હવે હું અને મારી પ્રવૃત્તિઓ વિસ્તરવા માંગીએ છીએ. તમે મારી સાથે હશો તો તમે મને સાચવ્યા  કરશો. મારે હવે મારો સમય માત્ર મારા પર કેન્દ્રીત નથી કરવો. જરૂર પડે તો તમે અહીં આવો કે હું તમારી પાસે ક્યાં નથી આવી શકતી?”

એષાએ ધ્રુમિલ અને જાનકીને સમજાવી લીધા. ઋચા તો બાજુમાં રહેતી હતી ને?

એકલી રહેતી એષાનો ખાલીપો ભરાતો ગયો. એકલા જીવવાનું કદીક અધરું તો લાગે છે પણ કોઈ પ્રવૃતિમાં તે બાધક નથી બનતું. સ્પેશિઅલ નીડ એવા બાળકોના પ્રોજેક્ટ માટે એષાએ અમેરિકાની પણ મુલાકાત લીધી.

આણંદમાં અનેક મહિલાઓને રુટિન ચેકઅપથી માંડીને મેમોગ્રામ કે એવા કોઈ સ્પેશિઅલ કેમ્પનો લાભ મળે એની તકેદારી એષા રાખે છે. જરૂર પડે ત્યાં પોતાની કારમાં લઈ જવાની જોગવાઈ કરે છે.

એકલા આવ્યા છીએ એકલા  જવાનું છે.”  જીવનમંત્ર આજે એષાએ એટલી હદે આત્મસાત કર્યો છે કે એકલી હોવા છતાં ક્યારેય એકલવાયી નથી. એકલતા એને ક્યારે સાલતી નથી. હવે પોતાના માટે નહીં અન્ય માટે પ્રવૃત્ત છે.

સંપૂર્ણ.

આલેખનઃ રાજુલ કૌશિક

Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.

“દો સિતારોં કા મિલન”-ગુજરાત દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા-(ન્યૂ જર્સી .યુ એસ.એ) ગુરુપૂર્ણિમા


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: