“દો સિતારોં કા મિલન”-ગુજરાત દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા-(ન્યૂ જર્સી .યુ એસ.એ)

July 9, 2022 at 6:57 am

ખુશ રહેજે, દીકરી.”  પિતાએ નેહાનું માથું ચૂમતા કહ્યું.

સૌના સુખમાં તારું સુખ હો જો.” કંકુથાપા દઈને વિદાય લેતી હતી ત્યારે મારા માથે હાથ મૂકી મમ્મીએ આશીર્વાદ આપ્યા. મમ્મી પણ પરણીને આવી ત્યારથી આજ સુધી એમ કરતી આવી હતી. ઘરમાં સૌને રાજી રાખીને રાજી રહેતી.

અખંડ સૌભાગ્યવતી ભવ. પતિને પરમેશ્વર માનીને એની આમાન્યા જાળવજે દીકરી.” દાદીએ નેહાના ઓવારણાં લેતાં કહ્યું. દાદી આજ સુધી એમ કરતાં આવ્યાં હતાં. દાદાની નાની નાની વાત, નાની નાની ઇચ્છાઓને ફરમાન માનીને માથે ચઢાવતાં.

ક્યારેક હું કહેતી, “તમે દાદાની ઇચ્છા નહીં, દાદાને માથે ચઢાવો છો હોં.” ત્યારે દાદા એમના બોખલાં મ્હોંએ હસી પડતા અને દાદી ચીઢાતાં.

ચૂપ બેસ ચિબાવલી. સાસરે જાય ત્યારે આવી રીતે જેમ તેમ બોલતી નહીં. તારી નવ ગજ લાંબી જીભને મ્હોંમાં અને મનની વાતને મનમાં રાખજે. કમ ખાના ઔર ગમ ખાના, બે વાત યાદ રાખજે.

સાપ ગમે એટલો વાંકોચૂકો ચાલેને પણ દર આવે ત્યાં સીધો થઈ જાય. છોકરીઓનું પણ એવું . લગ્ન ના થાય ત્યાં સુધી ગમે તેટલી ઉથલપાથલ કરવી હોય કરી લે પણ સાસરે તો સીધી દોર થઈને રહે તો એમાં એનું શાણપણ.”

દાદી સાવ જૂનવાણી વિચારના હતાં અને પોતે જે માને, એ ભારપૂર્વક કહેવામાં જરાય મોળા નહોતાં પડતાં.

મેં મમ્મી,પપ્પા અને દાદીની શીખ ગાંઠે બાંધવા પ્રયાસ તો કર્યો હતો. સૌના સુખમાં મારું સુખ શોધવા મથતી. ખુશ રહેવા પણ મથતી, બસ એક દાદીએ કહ્યું એમ પતિને પરમેશ્વર માનવા મન તૈયાર નહોતું થતું.

*******

કોણ જાણે કેમ પણ સાકેત સૌને પસંદ આવ્યો હતો એટલો મને ક્યાં પસંદ આવ્યો હતો? પસંદ આવવાનું કારણ સાકેત નહીં હું હતી. અરેન્જ મેરેજની વાતની મને સખત ચીઢ હતી. છ્ટ, કોઈ જોવા આવે, બેચાર સવાલ કરે, બેચાર સવાલ હું કરું. અને બસ જીવનભર સાથે રહેવાનો નિર્ણય કરી લેવાનો? જો કે સાકેતે મને એક સવાલ પણ પૂછ્યો નહોતો.

મમ્મી, પપ્પાની ઇચ્છાને માન આપીને સાકેતને મળવા માટે હા પાડી. આમ પણ દાદી કહે છે એમ ક્યાંક તો ખીલે બંધાવાનું હતું ને? સાકેત નામના ખીલા સાથે બંધાવા તૈયાર થઈ.

મારે તો હજુ મારી રીતે થોડું જીવી લેવું હતું. કેટલીય જગ્યાએ મારી રીતે ફરવું હતું. ટ્રેકિંગ, હાઇકિંગ કરવું હતું. લગ્ન કરવાની ક્યાં સહેજે ઉતાવળ હતી?

લગનની ઉંમર વહી જાય એનું શું? બોલ્યા, મારે આમ કરવું છે ને તેમ કરવું છે.”

મારી મરજીમાં પપ્પાની તો સંમતિ હતી, પણ દાદીએ એમનેય ઠપકાર્યા.

સાકેત મળવા આવ્યા. શાંત, સ્વસ્થ અને સૌમ્ય પ્રકૃતિ. મારા જેવી અલ્લડ છોકરી માટે આવો  છોકરો બરાબર છે એમ દાદી પપ્પાને કહેતાં હતાં. બે પરિવાર વચ્ચે ઔપચારિક વાતો પછી અમારી અંગત મુલાકાતમાં સાકેતે એટલું કહ્યું, “મને તો તું પહેલેથી ગમતી હતી. તારે મારા વિશે કંઈ જાણવું હોય તો ……” અધ્યાહાર રાખેલા વાક્ય સામે ચીઢ ચઢી હતી. તો કેવી વાત!

મારે પણ કંઈ નથી જાણવું.” મ્હોં ફૂલાવીને કહી દીધું. આમ પણ મને જાણવામાં ક્યાં રસ હતો, મારે તો મમ્મીપપ્પાની પસંદને કન્ફર્મ કરવાની હતી ને ?

ઓકેપરફેક્ટ. વગર જાણ્યે કશી નવી શરૂઆતનીય એક થ્રીલ હોય નહીં? વચ્ચે મળવાની ઇચ્છા હોય તો મળીશું. નહીં તો મળીએ લગનના માંડવે.” હસીને જવાબ આપીને ઊભા થઈ ગયા.

તો કેવો માણસ?” હું મનોમન ચીઢાઈ. કશું બોલ્યા વગર ઊભી થઈ ગઈ.

ચીઢ.. ચીઢ.. ચીઢ..

જાણે સપ્તપદીના ફેરા સાકેત સાથે નહીં, ચીઢ શબ્દ સાથે લીધા હોય એમ હું સાસરે આવી. સાકેત થોડા ઓછા બોલા પણ વધુ સમજદાર હતા. અને હું એકદમ જીદ્દી, દાદી કહેતાં એમ તડ ને ફડ કરવાવાળી.

ભલે લગ્ન કે સાકેત મનથી મંજૂર નહોતા પણ અંદરથી એવી જરા અપેક્ષા તો હતી કે, લગ્ન પછી ‘સફર’ ફિલ્મમાં ફિરોઝખાન જે રીતે શર્મિલા ટાગોરને પોતાના બે હાથમાં ફૂલની જેમ ઊંચકીને જેવા લાડથીજો તુમ કો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે.” એવું કશુંક સાકેત કરશે. સાકેતે તો કહ્યું હતું ને કે હું એમને પહેલેથી ગમતી હતી. પણ એવું કશું બન્યું નહીં. સાકેતની ધીરગંભીર પર્સનાલિટી જોઈને અપેક્ષા પર પાણી ફરી વળ્યું. વખતે ચીઢ એની નહીં મારી પર ચઢી.

તું વળી કઈ સાકેત પર મરી મરી જાય છે કે તારાં નખરાં ઊઠાવે?”

લગ્નનાં પાંચસાત દિવસ પછી સાકેતે પૂછ્યું. “હનીમૂન માટે ક્યાં જવાની ઇચ્છા છે?”

હેં, વળી નવી ઉપાધી. ઘરમાં તો સૌની સાથે રહેવામાં સમય વહેંચાઈ જતો, પણ તો એમના એકલાની સાથે ચોવીસ કલાક! બાપરે, કેવી રીતે પસાર કરીશ દસબાર દિવસો?

સાસરે આવીને એક અજાણી સફરની શરૂઆત થઈ હતી, પણ એમાં ઘરની વ્યક્તિઓ સામેલ હતી. તો વળી સાવ એકલા એમની સાથે સફરમાં જવાની વાત હતી. મેં જવાબ આપવાનું ટાળ્યું.

બે દિવસ પસાર થઈ ગયા.

ખરા છે તો ! બસ એક વાર પૂછી લીધું હનીમૂન પર ક્યાં જવું છે. મેં જવાબ આપ્યો એટલે ફરી પૂછાય?” ચીઢમાં થોડો ઉમેરો થયો.

એક સાંજે સાકેતે ઑફિસેથી આવીને દિલ્હીથી લેહલડાખ ટ્રીપના ફુલ બુકિંગનો પ્લાન મારા હાથમાં પકડાવ્યો.

હે ભગવાન, આમને ક્યાંથી ખબર કે મારે લેહલદ્દાખ જવું છે, અને કોઈ મોટી ફાઇવ સ્ટાર પૉશ હોટલની ભીડભાડના બદલે પહાડોની નજીક એવી નાનકડી લૉગ કૅબિન જેવી જગ્યાએ રહેવું છે?”

મને ગમે એવો, મારે જે રીતે લેહલદ્દાખ ફરવું હતું એવો પરફેક્ટ પ્લાન હતો. આમ તો મારી જગ્યાએ બીજું કોઈ હોય તો સાકેત જેવા પતિ પર ઓવારી જાય. પણ હજુ હું મારી જીદ પર અડેલી હતી. બધે તો મારે એકલા ફરવું હતું, ટ્રેકિંગ, બાઇકિંગ, રિવર રાફ્ટિંગ કરવું હતું.

મારા કપાળે ઉપસેલા સળ જોઈને એણે સહેજ સ્મિત ફરકાવ્યું.

મને ખબર છે, મેડમને એકલા ફરવાના શોખ હતાં, પણ હનીમૂન પર એકલા તો ના જવાય ને? પણ ચિંતા ના કરતી, દિલ્હી સુધી આપણે સાથે છીએ. હું ત્યાં મારા કામથી રોકાઈશ અને તું તારી રીતે લેહ માણજે. ઓકે?

માય ગોડ! કઈ માટીનો બનેલો છે માણસ, કેટલી શાંતિથી વાત કરે છે?” મારા મનમાં ચીઢનો ખડકલો વધતો ચાલ્યો.

અને સાચે દિલ્હી સુધીની ફ્લાઇટમાં સાથે હતા. લેહ મારે એકલીએ જવાનું હતું.

હાંશ!” નિરાંતનો એક શ્વાસ લીધો.

લેહ એરપોર્ટ પર ઊતરી ત્યાં સરદારજી મારા નામનું બોર્ડ લઈને ઊભા હતા. ટેક્સીમાં એરપોર્ટથી લૉગ કેબિન સુધી પહોંચ્યાં ત્યાં સુધીમાં સરદારજી રસ્તામાં આવતી જગ્યાઓથી મને પરિચિત કરાવતા રહ્યા.

છૂટી છવાઈ કૅબિનોની ચોમેર દેખાતા બર્ફિલા પહાડો જાણે, મારી કલ્પના તાદૃશ્ય થતી હતી. ઑફિસમાં ચેકઇન કરીને કૅબિનની ચાવી લઈને કૅબિનનું બારણું ખોલ્યું.

આછા કેસરી પડદામાંથી ચળાઈને આવતા સૂર્યપ્રકાશથી ઉજાસિત રૂમ. એક કૉર્નર પર ગોઠવેલી ફૂલદાનીમાં ગોઠવેલાં કેસરી અને સફેદ ફૂલોનાં રંગથી માંડીને બધું મારી પસંદગીનું, મને ગમતું. ચહેરો નહીં મન પણ ખીલી ઊઠ્યું.

અને અચાનક સાકેત યાદ આવી ગયા. ક્યાંથી એમને બધી ખબર? આજે પહેલી વાર સાકેત પર ચીઢ ચઢી.

બીજા દિવસની સવારે જાણે અલ્લાદીનના ચિરાગમાંથી પ્રગટેલા જીન જેવા, ‘જી મેરે આકાકહેતા સરદારજી હાજર. … જાણે મારા મનમાં દોરેલી બ્લૂ પ્રિન્ટ કોઈને હાથ લાગી હોય, અને મુજબ પરફેક્ટ પ્લાનિંગ થયું હોય એમ ટેક્સી સીધી જઈને ઊભી રહી, શાંતિ સ્તૂપ. અને પછી તો એક પછી એક, દરેક જગ્યાઓ જ્યાં હું જે રીતે જવા ઇચ્છતી હતી એવી ગોઠવણ હતી.

આમ તો આવી રીતે પ્લાનિંગ સાથે મારે ફરવું નહોતું. બસ, મન થાય ત્યાં, મન થાય ત્યારે જવું હતું. પણ ધીમે ધીમે ગોઠવણ મને ગમવા લાગી. સાંજે મને બજાર પાસે ઉતારીને સરદારજી ચાલ્યા જતા અને રાત ઢળે પહેલાં મને લેવા આવી જતા.

ધીમે ધીમે બજારની ભીડ વચ્ચે મને ક્યાંક સાકેતની હાજરી અનુભવાતી. તો વળી લેકના ડીપ બ્લ્યૂ ટ્રાન્સ્પેરન્ટ પાણીમાં તો ક્યાંક બર્ફિલા પત્થરોની આડશમાં સાકેતની અલપઝલપ છાયા વર્તાતી.

કેમ? આવું કેમ થાય છે એની સમજણ નહોતી પડતી પણ હવે સાકેત નામની આસપાસ રચેલા ચીઢના જાળામાંથી હું જાણે બહાર આવવા માંગતી હતી. એક નાદાન, જીદ્દી છોકરીનાં મનમાં સાકેત માટે કૂણી લાગણીઓનો ફણગો ફૂટતો હતો. હવે ક્યાંય જઈને ઊભી રહું તો મારી સાથે, મારી જોડાજોડ સાકેત હોય એવી મનમાં પ્રબળ ઇચ્છા થતી.

જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે, તુમ દિન કો રાત કહો રાત કહેંગે..” એવું કહેવા જેવી નાદાનિયત કે નાટકિયાપણું સાકેતમાં જરાય નહોતું, પણ કરવાની સજ્જતા જરૂર હતી.

ટ્રીપના છેલ્લા ત્રણ દિવસ બાકી હતા. ઉનાળાની ગરમીમાં ઓગળતા બરફની જેમ મારી અંદરની ચીઢ,  જીદ અને જડતા ઓગળીને પ્રવાહી બની, કશુંક અજાણ્યું તત્વ મારામાં વહી રહ્યું હતું. હવે તો બસ સાકેતને અહીં બોલાવી લેવા છે એવી અદમ્ય ઝંખના સાથે સવારે ઊઠીને ફોન જોડ્યો..

ફોનની રિંગ ટોન સંભળાઈ..“જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે, તુમ દિન કો રાત કહો રાત કહેંગે..”

હેં ! તો આદમી છે કે અંતર્યામી? કે પછી બ્રેઇન રીડર? મારા માટે આવું કંઈક કરે મારી ઇચ્છાનો પડઘો એમના ફોનમાં?

રિંગ વાગતી રહી અને અંતે બંધ થઈ ગઈ. સાકેતે ફોન ઉપાડ્યો.  બપોરે, સાંજે, અરે રાત્રે ઊંઘતાં પહેલાં…..ફોન કરતી રહી. અને રિંગ ટોન, પણ ફોન ઉપડ્યો.

આજે આખો દિવસ ફરતી રહી પણ જાણે આમથી તેમ રસહીન રઝળપાટ જેવું. રાત્રે તો સરદારજી કૅબિન પર ડ્રોપ કરીને જતા હતા ત્યારે કહી દીધું, “અંકલજી, કલ આપ મત આના. અબ તો કહીં જાના નહીં હૈ. તીન દિન તો બસ ઐસે હી નિકાલ લુંગી.”

ક્યું બિટિયા, થક ગઈ હો ક્યા, યા યહાં કી સર્દ હવાકા મૌસમ રાસ નહીં આયા?”

ઐસા કુછ નહી હૈ અંકલજી. બસ કહીં નહીં જાના.”

ઘર કી યાદ રહી હૈ?” જરા મમતાથી સરદારજીએ પૂછ્યું.

બીજા કોઈએ પૂછ્યું હોત તો કદાચ મારી મૂળ પ્રકૃતિ પ્રમાણે મને ચીઢ ચઢી હોત, પણ ક્ષણે એવું લાગ્યું કે હું બદલાઈ રહી છું. એવું લાગ્યું કે દૂર રહીને સાકેત મારી ખૂબ નજીક આવી ગયા છે. મારી અંદર વસી ગયા છે. લેકના ટ્રાન્સપેરન્ટ પાણીમાં ઝીલાઈને જાણે વિસ્તરી રહેલા શ્વેત પહાડના પ્રતિબિંબની જેમ મારામાં વિસ્તરી રહ્યા છે. શીતળ લહેરથી મારું મન ઠરી રહ્યું હતું.

રાત્રે ઊંઘવા મથતી રહી. ઊંઘ દિલ્હીમાં બેઠેલા સાકેત જેટલી દૂર રહી. જો કે હું એમને આવી રીતે યાદ કરું છું એની તો કલ્પના પણ નહીં હોય ને? આખી રાત માંડ પસાર થઈ. સવારે રાબેતા મુજબ નવના સુમારે કૅબિન ડૉર પર હળવા ટકોરા થયા.

હે ભગવાન, સરદારજી ભૂલી ગયા કે શું?  કાલે ના પાડી હતી પણ આજે આવી ગયા.”

ઉજાગરાભરી આંખે બગાસું ખાતાં ખાતાં બારણું ખોલ્યું, મ્હોં ઉઘાડું રહી ગયું અને બગાસું અધવચ્ચે અટકી ગયું.

મારી આશ્ચર્યજનક મુદ્રાનો ભંગ કરતી ચપટી વાગી.

કેમ મેડમ, છેલ્લા ત્રણ દિવસ બાકી રહ્યા છે. હજુ તો પેગોંગ લેક ફુલ ડે એક્સકર્શન, ખારદુંગલા ટોપ બાકી છે અને તમે પાણીમાં બેસી ગયાં? સરદારજીને આવવાની ના પાડી દીધી.”

આવેગના અદમ્ય ઉછાળા સાથે હું સાકેતને વળગી પડી. મારી આંખમાં આંસુના પૂર ઊમટ્યા.

અરે, અરેમેડમ, અહીં હું તમને રડાવવા નથી આવ્યો. તમારી ખબર લેવા આવ્યો છું. બધું બરાબર તો છે ને, જાણવા આવ્યો છું.  “

સાકેત, I missed you. સૉરી સાકેત, મેં તમને બહુ દુભવ્યા. મારી જીદ, મારી ચીઢને લઈને તમને કોઈ કારણ વગર ખોટા ઇગ્નૉર કર્યા.”

એક આંગળીથી મારી ચિબુક ઊંચી કરતા, આંખોમાં સીધી નજર તાકતા સાકેત બોલ્યા, “મને તો તમે જેવા છો એવા ગમો છો મેડમ. નાકનું ટીચકું ચઢેલું હોય, ગાલ ફૂંગરાયેલા હોય, આંખમાં તીખારો હોય, અવાજમાં ધાર હોય……”

બસ કરો સાકેત, તમે, તમેની પિપૂડી બંધ કરો.”

અને ફરી હું એમને વળગી પડી. સાકેતે બાહુપાશના સજ્જડ બંધનમાં મને જકડી લીધી.

રેડિયો પર ગીત વાગતું હતું, “ દો સિતારોં કા જમી પર હૈ મિલન આજ કી રાત…..આજ કી રાત.”

રાજુલ કૌશિક

 

Entry filed under: વાર્તા, Rajul.

એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૫ એષા-ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૬ /રાજુલ કૌશિક


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: