એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૫

July 4, 2022 at 2:52 pm

રોહિતનાં કથળતાં જતાં સ્વાસ્થને સાચવવા શરૂ થઈએક નવી ટ્રીટમેન્ટ, એમ કહોને કે એક નવી અજમાયેશ તો વળી.

નવી રશિયન રસીની અસર દર કલાકે જોવાની હતી લોહીનાં કેન્સર કણોની સામે રસી એન્ટિબોડી પેદા કરવાના હતા. રોહિતને થતા દર્દને નિવારવા અપાતી દવાઓમાં રસીને સક્રિય કરવા નોંધપાત્ર ઘટાડો કર્યો હતો છતાંય પીડા તો થતી હતી. અને તે પીડાને રોહિત વેઠતો હતો. તેની નબળાઈ તો ઘટવાનુ નામ લેતી નહોંતી. આખા આણંદમાં શિવાનંદજીની ભવિષ્ય વાણીએ અજબ શ્રધ્ધાનું વાતાવરણ ઊભું કર્યુ હતુલોકો અખંડ જાપ અને ભજન કરતા હતા. ડૉ.રોહિત આણંદનું ગૌરવ અને આગવું વ્યક્તિત્વ તો હતા.

લોકોનાં વિશ્વાસ અને માનને જોતા ધ્રુમિલ અને ઋચા પણ ગદગદ થઈ જતાં. ક્યારેક અઠવાડિયા પસાર થઈ જતાં અને કોઈ ધારી અસર દેખાતી નહોંતી તેથી સૌનો ઉચાટ વધી રહ્યો હતો. એષા માટે તો જાણે એક જંગ હતો. લેબોરેટરીની દરેક સ્લાઇડોમાં દેખાતા કેન્સર કણો ક્યારે ઘટે તેની ચિંતા હતી.

આજે સવારે ઊઠી રોહિતે કમ્મરમાં સખત દુખાવાની ફરિયાદ કરી. દવાના જોરે દર્દ દબાવવાને બદલે એષાએ તેને માલિશ અને મસાજથી રાહત આપવાની ઝુંબેશ ઉપાડી. છેક મોડી સાંજે તેણે ભાન ગુમાવ્યુ ત્યારે કાર્તિકે ઋચાને કહ્યું, “રસીની અસર જણાતી નથી. હમણાં સૌ અહીં રહેવું જોઈએ એવું મને લાગે છે.”

એષા ઉતાવળા અને ઉચાટભર્યા અવાજે બોલી ઊઠી, “ તમે લોકો નકામા ના ગભરાવો.”

પણ એનાથી સત્ય નજરઅંદાજ કરી શકાય એમ નહોતું તો એષા પણ જાણતી હતી,સમજતી હતી.

રોહિતને ફરીથી એક બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો. શક્ય છે બૂસ્ટર ડોઝની અસર થાય. આશા અને અજમાયેશ છોડવી નહોતી.

રોહિત દરેક ગતિવીધીને સમજતો હતો. ચમત્કારોમાં તો માનતો નહોતો પણ શિવાનંદજીની વાતોથી તેના મનમાં પરમ તત્વ તરફ શ્રદ્ધા જાગી હતી. અંદરથી એને અજબ જેવી શાંતિનો અનુભવ થતો હતો, ફક્ત એષા વિશે વિચારતા તેની આંખો ભરાઈ જતી.

એનાં આંસુ જોઈને સૌ ઢીલા પડી જતાં. રોહિતને હવે પોતાના દર્દ કરતા એષાના ભાવિની ચિંતા કોરી ખાતી.

રાતના સમયે મહદ અંશે એષા તેની સાથે રહેતી. ઉંઘની દવા તેને બહુ દર્દ હોય તો અપાતી. એષા અને રોહિત ઘણી વખત ભૂતકાળ યાદ કરતાં.

જાણે-અજાણે એષાને કરેલા અન્યાયની વાત રોહિત કરતો તો એષા એને રોકી લેતી અને કહેતી,

“ જે રાત ગઈ તેની વળી વાત શું?”

રોહિત કહેતો, “ જો હવે મને સમય મળશે તો મેં કરેલ સર્વ ઊપેક્ષાનાં દંડની સજા હું મને આપીશ.”

એષા ઘણી વખત એના વલણો ને હસી કાઢતી અને રોહિત પર હાવી થતાં નિરાશાનાં વાદળોને વિખેરી નાખવા મથતી.

સતત નિરાશાજનક મળતા બ્લડવર્કના રિપૉર્ટ જોતાં રહેતાં એષા અને કાર્તિક  ઘણાં સમય પછી રેડ બ્લ્ડસેલ કાઉન્ટ વધેલા જોઈને રાજી થયાં.

રોહિતને પણ તે દિવસે ઘણુ સારુ લાગતું હતું.આશિતે હોર્મોન્સ ઘટાડવા શરુ કર્યા અને બધી હિમેટોલૉજિકલ સ્લાઇડ્સ ડૉ, સંદિપ શાહને મોકલી આપી. ૨૮મા દિવસે વ્હાઇટ બ્લડસેલ્સ કાઉન્ટ ઓછા થયા. આટલી વાતથી એષાના મનમાં ફરી એક વાર આશાનો સંચાર થયો. ડૂબતો તરણું ઝાલે એમ એણે આ ટ્રીટમેન્ટ ચાલુ રાખવા કાર્તિક સાથે વાત કરી.

એષા તે દિવસે ખુશ હતી. પ્રભુ આંગણે જઈને ખરા મનથી પ્રભુને પ્રણામ કરી તે બોલી પ્રભુ!, “તમારા આશીર્વાદ થકી આ દિવસ જોવા મળ્યો.”

શિવાનંદજીએ આવીને કહ્યું, “રોહિતભાઈ તમે જે સદકાર્યો કર્યા હતા તે પુણ્ય ફરી વળ્યા..હવે પથારી છોડી લોક કલ્યાણનાં કામ શરુ કરો.”

જેમ જેમ સમાચાર ફેલાતા ગયા તેમ સૌ રોહિત પર પ્રભુની મહેરબાનીને વધાવતા ગયા.

એષાને હવે થાક લાગતો હતો પણ, રોહિત હવે એષાને પળ માટે પણ આંખથી દૂર થવા નહોંતો દેતો..એષાએ પોતાના જીવને ધર્મ અને હકારાત્મક માર્ગે વાળવા મથતી હતી જ્યારે રોહિત તેની સાથે જ એકાકાર થઈ રહ્યો હતો. રોહિત સાથેના સહજીવનના આરંભે એષા જે ઝંખતી હતી એ સખ્ય અને ઐક્ય આજે એ પામી રહી હતી.

સમય સરતો જતો હતો. મહિનાઓ, વર્ષો પસાર થઈ રહ્યાં હતાં. કાર્તિક અને રૂચાનાં પરિવારમાં બે અને ધ્રુમિલ અને જાનકીના પરિવારમાં એક સંતાનનો ઉમેરો થયો હતો.

સૌ એષાની હામને સલામી આપતાં. રોહિત તો સૌને કહેતો કે, “એષાએ કદી માન્યુ નહોંતુ કે કેન્સર એટલે કેન્સલ. અને આજે મને જે બોનસ મળ્યુ છે તે તેના દ્ર્ઢ વિશ્વાસને કારણે .”

બરોબર ૧૩ વર્ષે ફરી કેન્સર સેલે ફરી માથું ઊંચક્યું . ઉધઈએ કોરેલાં અને વધુ પોલા બનેલા લાકડાની જેમ કેન્સર સેલથી ખોખલું બનેલું રોહિતનું શરીર વધુ ખખડ્યું હતું. કોઈ થેરેપીની હવે અસરકારક થવાની નથી તેવી ખબર એષા અને રોહિતને હતી. બોનસમાં મળેલામ આ વર્ષો બંનેએ સુખ અને સંતોષપૂર્વક પસાર કર્યા હતાં. બંને તેમને મળેલી જિંદગીથી સંતુષ્ટ હતાં

બીજા ઉથલે સ્વસ્થતાથી વિના અજંપે છુટા પડવાનું હતું , એ સમજી અને સ્વીકારી લીધું હતું.

આલેખનઃવિજય શાહ

..                                                                                    

Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.

એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૪  “દો સિતારોં કા મિલન”-ગુજરાત દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા-(ન્યૂ જર્સી .યુ એસ.એ)


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: