૧૭ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ

May 4, 2020 at 5:05 pm

અવિનાશ વ્યાસે પ્રિયા-પ્રિતમને જ નહીં પતિ-પત્નીથી માંડીને જાણે આખેઆખા કુટુંબમેળાને, પરિવારના સ્નેહને એમની રચનાઓમાં સાંકળી લીધા છે. એક નારીની સંવેદનાઓને એમણે આબાદ ઝીલી છે.

સમય બદલાયો છે. સંવાદિતા કદાચ ખોરવાઈ છે એવા સમયમાં અવિનાશ વ્યાસની એ રચનાઓ સુખની, સ્નેહની ઝાંખી કરાવે એવી છે.

આજે એવી કેટલીક રચનાઓને યાદ કરવી છે.

સુરેશ દલાલ કહેતા કે, “ આપણે કોઈ પણ  કલાકારને એની સમગ્રતામાં મૂલવવા જોઈએ. પ્રભુલાલ દ્વિવેદી કે રઘુનાથ બ્રહ્મભટ્ટ હોય તો એમની ગીતસૃષ્ટિને નાટ્યકારની સૃષ્ટિ તરીકે જોવી જોઈએ. અવિનાશ વ્યાસ કે નીનુ મઝુમદારની ગીતસૃષ્ટિને સંગીતકારની ગીતસૃષ્ટિ તરીકે જોવી જોઈએ.  પ્રજામાં આવા વ્યાપકપણે પહોંચેલા કવિઓને વિવેચકોએ હંમેશા અવગણ્યા છે અને સાવકી આંખે જોયા છે. જ્યારે આપણે કોઈની અવગણના કરીએ છીએ ત્યારે કશુંક આપણે જ ગુમાવીએ છીએ. અવિનાશ વ્યાસના ગીતોને આવા સાક્ષરો સાચવે કે ના સાચવે પ્રજા તો ક્યારની ય એમના  ગીતોને કંઠમાં સાચવીને બેઠી છે.”

આજે તો સુરેશ દલાલ કે અવિનાશ વ્યાસ બંનેમાંથી કોઈ હયાત નથી પણ સુરેશ દલાલે કહેલી આ વાત આજે પણ એટલી જ સત્ય સાબિત થઈને રહી છે.

દરેક સંબંધ એક સમજ આપે છે. આ સંબંધને ઉજાળતી રચનાઓ શાબ્દિક નહીં પણ હાર્દિક બનીને હ્રદયને કે માર્મિક બનીને આપણા મનને સ્પર્શે છે.

કહેવાય છે કે કોઈપણ પરિણીતા માટે એના સંસારમાં આજ સુધીનો સાચવવો અઘરો લાગતો સંબંધ છે સાસુ સાથેનો-નણંદ સાથેનો.. પણ જો  ભાભી અને નણંદ વચ્ચે જો સુમેળ હોય તો એક વિશિષ્ટ સંબંધ સ્થપાય અને સખી જેવો ભાવ સ્થપાય.

આજના સમયમાં તો જો કે કોઈ પણ યુવતિને વરણાગી થવાનું કહેવાની જરૂર પડે એમ છે જ નહીં પરંતુ જ્યારે ૧૯૪૮ના સમયમાં આ ગીત લખાયું અને ગવાયું હશે ત્યારના સમયની કલ્પના કરીએ તો આ સંબંધ એકદમ સુમધુર ભાસે કારણકે એ સમયે તો અમથો ય આ સંબંધ સ્ત્રીસહજ ઇર્ષ્યા અને ખટપટથી વગોવાતો આવ્યો હતો. આ ગીતમાં નણંદની મીઠી ટકોર, થોડી સખીભાવની ઝલક ભાભીને જ નહીં સૌને સાંભળવી ગમે એવી છે.

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી,

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી….

હવે મઝાની વાત તો એ છે કે એ સમયના સુખ્યાત સંગીતકાર રોશનજીને ‘ગુણસુંદરી’નું આ ગીત તો એટલી હદે ગમી ગયું કે એ પછીના ત્રણ વર્ષે / ૧૯૫૧માં બનેલી ફિલ્મ ‘ મલ્હાર’ના ગીતની ધૂન ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી પરથી તૈયાર કરી…

“ બડે અરમાનોં સે રખ્ખા હૈ બલમ તેરી કસમ, પ્યાર કી દુનિયામેં યે પહેલા કદમ…”

એનો અર્થ એ થયો કે આપણા જેવા સુજ્ઞ શ્રોતાઓને જ નહીં ઉચ્ચ કોટીના સંગીતકારોના મનને  પણ અવિનાશ વ્યાસની રચનાઓ સ્પર્શી જતી.

અવિનાશ વ્યાસે આ સંબંધને વધુ મધુરો બનાવતી સામે વળતી એક ગીત રચના કરી જેમાં ભાભીને વરણાગી અર્થાત સ્ટાઈલિશ બનવા કહેતી નણંદને ભાભી વળતા જવાબમાં કહે છે.

આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભીના આવતા

બોલ્યા નણંદબા નૈનો નચાવતા

ઘરમાં બધુ થાય મારી ભાભી ધાર્યું …..

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું

વહાલભરી બહેન કેરું સગપણ હાર્યું..

એવું મારી નણદીએ મેણું માર્યું ….

આગળ કહ્યું તેમ એ સમય એવો ય નહોતો જેમાં ભાભી-નણંદમાં જરાપણ સખ્ય હોય એવા સમયમાં આવા નવા અંદાજમાં સંબંધને પ્રસ્થાપિત કરવાની વાતને તો વધાવી જ લેવાની હોય ને?

વળી કોઈ નણદી એવી પણ હોય જે પરણીને આવેલી ભાભીને આ નવા ઘરમાં, સાસરવાસમાં કેવી રીતે રહેવું એ હળવી ટકોરે સમજાવે..

‘મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં..

પ્રેમ કેરા પંથમાં કહ્યાગરો કંથ મળ્યો

હવે સમજુ થઈ રહેજો સંસારમાં

પ્રેમ કેરી મર્યાદા જીરવીને જાણજો

ઊઘાડું માથું રાખી ઘૂંઘટડો તાણજો

બહુ ઘેલાં ન થાશો ભરથારમાં

વરઘેલાં થોડાં થોડાં ઘરઘેલાં ઝાઝા

રાખીને રહેજો ભાભી સાસરની માઝા

બહુ શોભે ન ગળપણ કંસારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં

વાત બહુ જ સીધી સાદી છે પરંતુ એ વાતોને થોડી ટીખળ, થોડી સમજણમાં ઢાળીને કહેવાની રીત અનોખી છે.

ભાભી નણંદની જેમ અવિનાશ વ્યાસે પરિવારના બીજા એવા અઘરા લાગતા સંબંધોને પણ અવિનાશ વ્યાસે પોતાની રચનાઓમાં વણી લીધા છે જેની વાત હવે આગળ કરીશું.

Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.

૧૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ ૧૮ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ


Blog Stats

  • 138,326 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2020
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: