૧૨ -સદાબહાર સૂર

March 30, 2020 at 7:07 am

 

અવિનાશ વ્યાસ ગુજરાતી ગીતકાર, સંગીતકાર તરીકે એક એવું મોખરાનું નામ છે જે આજ સુધી સન્માનીય જ રહ્યું છે. અવિનાશ વ્યાસ બધા કરતા નોખા હતા. પોતે જે સંવેદના જીવતા એ લખતા અને સંગીત પણ એ જ સંવેદના સાથે આપતા.  એમની રચનાઓમાં  એમણે અવનવી,અનોખી, ભૌતિક સંબંધોની લાગણીઓને પણ વાચા આપી છે. એમની રચનાઓમાં સંબંધોને એટલી સરસ રીતે ઉજાળ્યા છે કે દરેક સંબંધની એક અનોખી ભાત આપણા મન પર ઉપસ્યા વગર ન રહે.

આમ પણ માનવી એટલે સંવેદના ….વ્યક્તિ જન્મે ને ત્યારથી એક પછી એક સંબંધોના, ક્યારેક લોહીના તો ક્યારેક લાગણીના ગોફથી એકમેક સાથે ગૂંથાતો જાય. આપણા આ સંબંધોના ગોફની ગૂંથણી જેટલા સંબંધોની વાત અવિનાશ વ્યાસે એમના ગીતોમાં ગૂંથી છે એટલી તો  એ જમાનામાં કોઈએ નહિ ગુંથી હોય. ખરેખર જોઈએ તો તે જમાનામાં ગુજરાતીઓ પાસે આવા ભાવ પ્રગટ કરવાની ક્યાં વાચા જ હતી!
એ સમયની વાત કરીએ તો ગુજરાતીઓને પ્રેમ કરતા અવિનાશભાઈએ શીખવ્યું કહેવાય અથવા ગુજરાતીઓના પ્રેમને એમણે વાચા આપી. આજે પણ જ્યારે લત્તા મંગેશકર અને મહેન્દ્ર કપૂર પાસે ૧૯૬૦માં ગવડાવેલું ગીત પાંદડું લીલું ને રંગ રાતો સાંભળીએ તો એની મહેંદીના મદમાતા રંગની ઝલક નજર આગળ તરી તો આવે જ અને એની ખુશ્બુ ય જાણે ધ્રાણેંદ્રિયને સ્પર્શીને મનને તરબતર કરી દે એવી જ આ રચના જોઈએ…
નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે…..

૧૯૬૦ના દાયકાનું આ ગીત અને એ સમયનો સમાજની કલ્પના કરો..ગુજરાતી એટલે વ્યાપારી પ્રજા એમને પ્રેમ કરતા, પ્રેમની ભાષા બોલતા જાણે અવિનાશભાઈ એ શીખવ્યું . ૬૦ વર્ષ પહેલાની આ ફિલ્મના ગીત પર તો આજે પણ આપણા ઘરના વડીલો સાંભળી ઝૂમી ઉઠશે. તેમની જુવાની પાછી આવી જશે અથવા સાંભળતા જ એમના મોઢા પર સ્મિત ફરકી જાય તો નવાઈ ન પામતા.
ગુજરાતી ગીતોમાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે હંમેશા એને અવિનાશ વ્યાસે કંઇક અલગ અંદાજમાં મુકી છે. હવે એના સંદર્ભમાં એક આ સૌનું મનગમતું ગીત પણ યાદ આવ્યું છે.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા તને ગમતું રે….’

આ ગીત વિષેની વાત કરું તો ઘણાને કદાચ આ બહુ ગમતા ગીતનો અર્થ કે સંદર્ભ ખબર પણ નહિ હોય.. એવું સાંભળ્યું છે સૌરાષ્ટ્રની જાતિના એક સિંહને પાતળીયા તરીકે ઓળખવામાં આવે છે , જે આગળ અને પાછળથી ભરાવદાર હોય અને વચ્ચે કમરથી પાતળો હોય. હવે મઝાની વાત તો એ છે કે જ્યારે  એ સમયે બોડીના વી શેપ અંગે ઝાઝી ગતાગમ નહોતી ત્યારે પણ આ લખાય છે એનો અર્થ કે ગીતકારના મનમાં ભવિષ્યમાં એક સંપૂર્ણ શરીર સૌષ્ઠવ ધરાવતા, સુદ્રઢ બાંધાની ફ્રેમમાં ફીટ થતા જુવાનની કેટલી સુંદર કલ્પના અકાર લેતી હશે?

હવે એક સાહિત્યની દ્રષ્ટિએ અવિનાશ વ્યાસને સમજવા હોય તો આ ગીતની અંદરનો પ્રાસ સમજવો જોઈએ.

પાતળીયાના

અંગનું રે અંગરખું તમતમતું રે, પગનું  રે પગરખું ચમચમતુ રે ,

મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા તને અમથું રે

નાયિકાના મનોભાવોને અવિનાશ વ્યાસે આ શબ્દોમાં કેટલા સિફતથી મુક્યા છે.. આપણે સંગીતની સામે એમના કવિત્વને પણ સમજવું જ પડશે.

કેટલી મોટી વાત બસ સાવ અમથી, અમસ્તી જ હોય એમ રમતી મુકી દે છે. આ એક શબ્દને લઈએ “અમથું” પણ આ એ સમયે વપરાતી કેવી બોલચાલની ભાષામાં વાત કહેવી એ અવિનાશ ભાઈ પાસેથી શીખવા જેવું છે. અમથું શબ્દનો ભાર કેટલો છે ? સામાન્ય બોલચાલની વાતો જલ્દી લોકોના મોઢે વહેતી થાય છે એ વાતથી અવિનાશ વ્યાસ જાગ્રત છે એ વાત અહીં  છતી થાય છે. સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ પંદર હજાર જેટલા) રચ્યા છે.

સમય પ્રમાણે જેમ રૂખ બદલાતી જાય એમ કાવ્ય રચનાઓ, ગીતો પણ બદલાતા ગયા. આ તો સમયની માંગ છે એને તો સ્વીકારીને અવિનાશ આગળ વધ્યા. ગીતોના લય, સૂર, તાલ બદલાયા, એની શબ્દ રચના બધું બદલી એમાં થોડી આધુનિકતા ઉમેરી અને આ આધુનિકતા ગુજરાતી સંગીતમાં લાવ્યાનો જશ હું અવિનાશ વ્યાસને આપીશ. કોઈ પણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિધ્ધિ પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા.
એમણે ગુજરાતી સિવાયના ઘણા કલાકરો પાસે કામ કર્યું અને કરાવ્યું તેની વાત આવતા અંકે ..

આજે તો સાંભળીએ આ મસ્ત મઝાનું ગીત.

http://www.mavjibhai.com/MadhurGeeto/001_taribankire.htm

 

 

Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.

૧૧ -સદાબહાર સૂર રમત ઘર ઘરની ??


Blog Stats

  • 135,312 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: