૮ – કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-

December 16, 2019 at 6:06 am 2 comments

તાજેતરમાં જ કોમ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી લઈને જોબ શોધતા હણહણતા વછેરાની વાત છે. એક સાથે દુનિયાભરમાં ડંકો વગાડતી એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગુગલ એમ ત્રણે કંપનીઓમાંથી ઇન્ટરવ્યુ આવ્યા અને એની કાબેલિયતના બળે એને ત્રણે કંપનીમાંથી જોબ ઓફર પણ મળી.. કેટલા આનંદ, કેટલા ગૌરવની વાત ! સ્વભાવિક છે. આજે આવી કેટલીય આઇ.ટી.કંપનીઓ છે જેમાં ગણ્યા ગણાય નહી એટલા કોમ્પ્યૂટર એક્સપર્ટ્સ કામ કરતા હશે.

આ સિવાય ફેસબુક, વ્હોટ્સ એપ જેવી અનેક માતબર કંપનીઓએ વિશ્વભરના લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા છે.

હર સવાલો કા જવાબ ગુગલ…સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઉંઘવા સુધીની સમસ્યાઓના હલ ગુગલ ગુરુ/ ગુગલ મહારાજ પાસે મળી જ જાય.- જય ગુગલદેવ….

ગુગલની વાત તો આજે ઘેર ઘેર ગવાવા માંડી છે પણ આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાની એટલે કે ૨૦૦૭ની વાત છે. એ સમયે મણીરત્નમની ધીરુભાઈ અંબાણીની બાયોપિક -ફિલ્મ ગુરુ રજૂ થઈ હતી. હજુ તો ગુરુ વિશે જરા વાત જ કરતા હતા અને એક આઇ.ટી ફિલ્ડના ટેક્નૉસાવીએ માત્ર બે મિનિટમાં ગુરુ ફિલ્મ અને ધીરુભાઈ અંબાણીની આખેઆખી કુંડળી વાંચી સંભળાવી. અમે તો અચંબિત કારણકે એ સમયે આ ગુગલ નામના જાદુગરને આપણે એટલા ક્યાં જાણતા હતા?

આજે તો ક્યાં જવું છે થી માંડીને શું ખાવું છે, કેવી રીતે બનાવવું છે એનો ચપટી ભરતામાં ઉકેલ મળી જાય છે. અમેરિકામાં કે અન્ય દેશોમાં પણ દાદી-નાની વગર ઉછરતા બાળકોના દાદી-નાની પણ ગુગલદેવી જ બની ગયા છે.

ના, આજે આ ટેક્નોલૉજિ વિરુધ્ધ કોઈ વાત નથી કરવી કારણકે એનાથી થકી જ તો આપણે પણ એકબીજાથી  એટલા નિકટ છીએ ને? આજે વાત કરવી છે પરિવર્તનની. છેલ્લા લેખના અનુસંધાનમાં સ્તો… પ્રકૃતિ જેટલી સ્વભાવિકતાથી પુનરાવર્તન અને પરિવર્તન સ્વીકારી લે છે એવી જ સ્વભાવિકતાથી આપણે પણ પુનરાવર્તન અને પરિવર્તન સાથે અનુસંધાન મેળવી લેવાનું છે.

હમણાં થોડા દિવસ પહેલા એક એવા સમાચાર વાંચ્યા કે લોકમિલાપ પુસ્તક ભંડાર ૨૦૨૦ના જાન્યુઆરીમાં બંધ થઈ રહ્યો છે અને તે પણ આપણા પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬મી જાન્યુઆરીએ.

આ તો આપણા જુના અને જાણીતા એક માત્ર પુસ્તક ભંડારની વાત છે પણ આપણી જાણ બહાર કેટલાય આવા પુસ્તક ભંડાર બંધ થઈ ગયા હશે. કોને સમય છે આજે પુસ્તક ભંડાર તરફ દોટ મુકવાનો? ઘેર બેઠા પગ લંબાવીને ફિલ્મ જોવા મળતી હોય તો થિયેટર સુધી ય કોણ લાંબુ થાય છે?

અરે! જ્યાં નેટ પર કંઈ કેટલીય વાંચન સામગ્રી હાથવગી હોય અને વળી પાછી એને કિંડલમાં ડાઉન લોડ કરી શકાતી હોય ત્યાં કોને આવો સમય આપવાનું મન થાય ?

હશે આ પરિવર્તન પણ સ્વીકારવું જ રહ્યું. આપણે પણ એમાંના એક બનવું જ રહ્યું. ત્યારે ગત વર્ષના વિશ્વ પુસ્તકદિને લખેલી વાતના સંદર્ભમાં રાજેશ વ્યાસ મિસ્કિન લિખિત એક કવિતા આજે ફરી યાદ આવી ગઈ…

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

પણ હવે ક્યાં એવું પુસ્તક જગત મળશે જ્યાં આપણાં જેવા વાચકોનો મેળો હોય? પુસ્તકની સાથે મન પણ વંચાતા હોય. એક સારું, મનગમતું પુસ્તક લાયબ્રેરીમાંથી મળી જાય એ દિવસ તો ઉત્સવ બની જાય.

એનો અર્થ એ નથી કે હવે કોઈ કશું વાંચતું નથી. વંચાય છે અઢળક વંચાય છે અને વાચક વર્ગ પણ વિસ્તરતો જાય છે કારણકે એને વાંચવા માટે ક્યાંય જવું પડતું નથી. ઘેર બેઠા ગંગા છે બસ એમાંથી આચમની ભરી લેવાની છે.

શક્ય છે ભવિષ્યમાં એક હતો રાજાની જેમ એક હતું પુસ્તક ભંડાર એવું કહેવાશે? તો તો એનો અર્થ એ કે આપણા માટે આજ સુધી દીવાદાંડી બની રહેલા, બહાર અને ભીતરને જોડતા સેતુ સમાન પુસ્તકનો ઈતિહાસ ભૂતકાળ બની જશે? જો કે લોકમિલાપના સંચાલકો તો કહે છે કે દરેક પ્રારંભનો અંતિમ પડાવ તો આવતો જ હોય છે. આપણે પણ એવી જે ખેલદિલીપૂર્વક આ વાત સ્વીકારવી જ રહી ને? પણ ના,  હવે એક વાત અહીંથી થોડી જુદી અને રાજી થવાની પણ સાંભળી કે શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પ્લે-સ્ટોર પરથી મળશે જેમાં શ્રી મેઘાણીના પ્રખ્યાત પુસ્તકોનો સમાવેશ જોયો.. જો એક ૭૦ વર્ષ જુની સંસ્કૃતિ નવિનતા અપનાવી શકતી હોય તો આપણે ય ટેક્નોલૉજિમાં આવતા પરિવર્તનને મોકળા મને સ્વીકારવું રહ્યું ને? સમય સાથે તાલ તો મેળવવો જ રહ્યો ને?

 

Entry filed under: ૨ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ, Rajul.

દિવ્યાંગ બાળકોના વાત્સલ્યભર્યા કાબેલ શિક્ષિકાઃ શૈલા મુન્શા- નવગુજરાત સમય/ ફેમિનામાં પ્રસિધ્ધ લેખ સૂર અને શબ્દનું કામણ રેલાવતાં સ્વરકિન્નરી સંગીતા ધારિયા -નવગુજરાત સમય/ ફેમિનામાં પ્રસિધ્ધ લેખ

2 Comments

  • 1. pravinshastri  |  December 16, 2019 at 4:14 pm

    “એનો અર્થ એ નથી કે હવે કોઈ કશું વાંચતું નથી. વંચાય છે અઢળક વંચાય છે અને વાચક વર્ગ પણ વિસ્તરતો જાય છે કારણકે એને વાંચવા માટે ક્યાંય જવું પડતું નથી. ઘેર બેઠા ગંગા છે બસ એમાંથી આચમની ભરી લેવાની છે.”
    તદ્દન સાચી વાત. કેટલાક લેખકોના પુસ્તક છપાયલી કિંમતે નહી પણ વજનના ભાવે વેચાય છે. ઘરમાં આજની નવી પેઢી ઉધાઈના ખોરાક તરીકે પુસ્તકો સંગ્રહતી નથી. (અપવાદ – મારા એક ભાષાશાસ્ત્રી મિત્ર)
    જો નેટ જગત ના હોતતો આપણે એકબીજાને ઓળખતા ન હોત કે એકબીજાનું વાંચતા ન હોત. મને ગુગલનું વ્યસન છે. સરસ લેખ. ધન્યવાદ રાજુલબેન.

    Liked by 1 person

  • 2. Rajul Kaushik  |  December 16, 2019 at 4:31 pm

    આભાર પ્રવિણભાઈ.
    સિક્કાની બે બાજુ જેવી આ વાત છે.

    Like


Blog Stats

  • 133,836 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2019
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: