૭ – કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ

December 9, 2019 at 6:06 am 2 comments

આ ડીસેમ્બર તો આવ્યો…જોત જોતામાં ૨૦૧૯નું શરૂ થયેલું વર્ષ પણ પૂર્ણતાના આરે આવીને ઉભુ. ક્યારેક એવું લાગે છે કે સમય જાણે આગળ ખસતો જ નથી અને ક્યારેક પસાર થઈ ગયેલા સમય વિશે વિચારી તો એમ લાગે કે અરે! આ હમણાં તો વર્ષ શરૂ થયું અને એટલામાં પુરુ પણ થવા આવ્યુ? કેટલીય ક્ષણો આપણામાં તાજગી ભરતી ગઈ, કેટલીય ક્ષણો વ્યથા આપતી ગઈ પણ આ ક્ષણોનો સરવાળો એટલે જ તો સમય અને સમય એટલે શું? એ તો નિરાકાર છે.એને આપણે ક્યાં જોઈએ છીએ કે પકડી શકીએ છીએ ? એ તો એના પગલાની ય છાપ ક્યાં મુકતો જાય છે કે ભીંતે થાપા દેતો જાય છે અને છતાંય એના પસાર થઈ ગયાની અસર કે અનુભૂતિ તો આપણા મન પર આપણા જીવન પર છોડતો જ જાય છે ને?
ક્યારેક એમ લાગે કે સમય તો મુઠ્ઠીમાં ભરેલી રેત, ગમે એટલો પકડવા મથો, ગમે એટલો સાચવવા મથો પણ એ તો બંધ મુઠ્ઠીમાંથી પણ સરતો જ જાય. ક્યારેક એવું પણ લાગે કે સમય સ્થિર થઈ ગયો છે. જડ થઈ ગયો છે. એને આગળ ધકેલવા મથો તો પણ જાણે ચસોચસ બારણા ભીડીને એ બેસી ગયો છે. એની સ્થિરતા, એની જડતા આપણને અકળાવનારી પણ બની જાય. આવા વહી ગયેલા સમય પર સરસરતી નજર નાખીએ તો કોણ જાણે કેટલીય યાદો મન છલકાવતી પણ જાય.
દર વર્ષની જેમ નોર્થ અમેરિકામાં સ્નૉએ પોતાનું સામ્રાજ્ય સ્થાપવાના શ્રીગણેશ કરી દીધા છે. થોડા સમય પહેલાના લીલાછમ દેખાતા વૃક્ષોએ અવનવા રંગો ધારણ કરીને પોતાના પીંછા પણ ખેરવી લીધા અને જોતજોતામાં સફેદી ધારણ કરીને બેસી ગયા, જાણે શ્વેત  કેશી- જટાધારી-લાંબી દાઢી ધરાવતા કોઈ પૂજનીય તપસ્વી..
આ કુદરત પણ કેટલી સરળ અને સ્વાભાવિક છે નહીં? જ્યારે જે પરિસ્થિતિ હોય એ તરત અપનાવીને એમાં એકરૂપ થઈ જતા જરાય વાર લાગે છે?
આપણે એવા છીએ ખરા? આપણામાં એટલી સ્વભાવિકતા છે ખરી કે આવશે ખરી?
હજુ ગઈ કાલની જ વાત છે. એક શબ્દ રોટેશન… અને એના વિશે અમારી વચ્ચે ચર્ચા ચાલી. આ રોટેશન એટલે શું? ચક્રમેનિકમ-ચક્રના આરાનો ક્રમ, પુનરાવર્તન..કુદરતનું પણ એક વણથંભ્યુ ચક્રમેનિકમ છે. સતત, નિરંતર, અવિરત ચાલ્યા જ કરે છે.પ્રકૃતિના તમામ તત્વોને પણ આ ઘટમાળ, આ પુનરાવર્તન મંજૂર જ હશે ને એટલે તો એ દરેક મોસમમાં, બદલાતી ઋતુના રંગમાં આસાનીથી ઢળી જાય છે. વસંતમાં પુલકિત થઈને મહોરી ઉઠતી પ્રકૃતિ વર્ષામાં વહી જવામાં ય બાધ નથી રાખતી તો ઉનાળાની ધોમધખતી ગરમીને ય સહી લે છે. ઠંડીમાં ય એ એટલી જ સ્થિતપ્રજ્ઞ….. અને આપણે?
આપણે આ ચક્રના આરાની જેમ જીવાતા જીવનના એકધારા ક્રમથી, પુનરાવર્તનથી ય ખુશ નથી કે પરિવર્તનથી ય રાજી ક્યાં હોઈએ છીએ? કરવું શું? આપણે તો હંમેશા સમય સાથે વહેવાના બદલે સમય આપણને અનુકૂળ થાય તો કેવું એની કલ્પનામાં રાચીએ છીએ.
એક ક્ષણ પણ એવો વિચાર નથી આવતો કે આ પુનરાવર્તન કે પરિવર્તન જે કંઈ છે એ આપણા હાથમાં તો નથી જ તો શા માટે આ ક્ષણ જે આપણી છે એને જ આનંદથી જીવી લઈએ? પ્રકૃતિની જેમ સહજતાથી ઢળી જઈએ?
ગત વર્ષના ‘કવિતા શબ્દોની સરિતા’ના એક લેખના સંદર્ભમાં પ્રજ્ઞાબેને કૉમેન્ટમાં એક સમજવા જેવી વાત લખી હતી એ આજે યાદ આવી…
બળી જશે લાકડા, ઠરી જશે રાખ, તારી ખુમારી તારી પાસે રાખ.
જીવી લે જીંદગી, મોજ મસ્તીની, તારી અકડ તારી પાસે રાખ.
રોપી દે પ્રેમનું તરુ, હેતનું ખાતર એમાં નાખ.
ઉગશે ફળ, મધ ભરેલું, વિશ્વાસના હોઠે એને ચાખ.
પૈસો કાંઈ બધુ જ નથી, માનવતાની બનાવ શાખ.
દરિયો બનશે કદી તોફાની, ધીરજની નાવ તું હાંક.
ખુલ્લી આંખે તું દુનિયા જુવે, ક્યારેક તો ભીતરે તું ઝાંખ.
હારની શરણે ના થા, આપી છે તને હોંસલાની બે પાંખ,
શ્વાસ આપ્યા પણ જીવે નહીં એમાં ઈશ્વરનો શું વાંક……..
અહીં જીવવા ખાતર જીવવાની નહીં પણ આનંદથી જીવવાની વાત છે. પ્રકૃતિની જેમ કોઈ ભાર વગર, આનંદથી એકરૂપ થઈને જીવવાની વાત છે.

Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.

અબળા મહિલાને સબળા બનાવતાં પપિહા નંદી-નવગુજરાત સમય-ફેમિનામાં પ્રસિધ્ધ લેખ દિવ્યાંગ બાળકોના વાત્સલ્યભર્યા કાબેલ શિક્ષિકાઃ શૈલા મુન્શા- નવગુજરાત સમય/ ફેમિનામાં પ્રસિધ્ધ લેખ

2 Comments

  • 1. pravinshastri  |  December 10, 2019 at 8:22 am

    રાજુલબહેન, સરસ લેખ. બે વાર વાંચ્યો. એક વાર સ્પિડ રિડિંગ અને પછી ધ્યાન પૂર્વક બીજીવાર.
    કુશળ હશો. રહો.

    Liked by 1 person

  • 2. Rajul Kaushik  |  December 10, 2019 at 11:52 am

    આભાર પ્રવિણભાઈ

    Like


Blog Stats

  • 133,833 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2019
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: