ફિલ્મ રિવ્યુ-ધ સ્કાય ઇઝ પિન્ક ji in

October 15, 2019 at 8:46 pm 5 comments

 

Sky-is-Pink-picture

“દરેકને પોતાનું એક આકાશ હોય…અને એમાં એ પોતાના મનગમતા રંગ ભરી શકે..તારા મનમાં એમ હોય કે આકાશ ગુલાબી છે તો એ ગુલાબી જ છે..” એક મા ત્યારે પોતાના પાંચ વર્ષના દિકરાને આ વાત સમજાવતી હોય જ્યારે એની દિકરી સીવિયર કમ્બાઇન્ડ ઈમ્યુનોડેફિસિએન્સી જેવી કદાચ અનક્યોરેબેલ બીમારી લઈને જન્મી હોય અને એના નસીબનું આકાશ સાવ ધુંધળુ જ નહીં બેરંગી હોય ત્યારે એમાં માતાનો પોતાના સંતાનોને સાચવી લેવાનો બુલંદ આત્મવિશ્વાસ જ પડઘાય છે.

શોનાલી બોસ નિર્દેશિત ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ આઇશા ચૌધરીના જીવન અને મૃત્યુની સત્ય ઘટનાને આધારિત, હ્રદય-મનની લાગણીઓને સ્પર્શી જતી ફિલ્મ છે.

અદિતી અને નીરેનના જિન્સમાં એવી કોઈ ખામી છે જેના લીધે એમનું બાળક સીવિયર કમ્બાઇન્ડ ઈમ્યુનોડેફિસિએન્સી લઈને જન્મે જેમાં એનામાં રોગપ્રતિકારક શક્તિનો તદ્દન અભાવ જ હોય અને સાવ નાનકડી બીમારી પણ જાન લેવા બની રહે. આઈશા આ બીમારી લઈને જન્મી છે પણ પહેલા એક દિકરીને આ બીમારીના લીધે ખોઈ ચૂકેલા અદિતી અને નીરેન આઇશાને હવે ખોવા નથી માંગતા. બોનમૅરો ટ્રાંસપ્લાન્ટ થકી એ નાનકડો જીવ બચી જાય છે પણ એના માટે આપવામાં આવેલી કીમોથેરેપીના લીધે તેર વર્ષની ઉંમરે એને પલ્મોનરી ફાઈબ્રોસીસની સમસ્યા ઉભી થાય છે એમાં એના બચવાની શક્યતા અતિ અલ્પ બની જાય છે.

આ બીમારીની જાણની પ્રથમ ક્ષણથી માંડીને આઈશાની અંતિમ ક્ષણ સુધીની આ કથા,આ વ્યથા માત્ર પાત્રો જ નહીં પ્રેક્ષકો સુધી પણ પહોંચે છે. કોઈ એક હસ્તગત શિલ્પી અત્યંત બારીકાઈથી શિલ્પ ઘડે એવી જ બારીકાઈથી શોનાલી એ આ ફિલ્મનું સર્જન કર્યું છે. વેદના, સંવેદનાના પૂર વચ્ચે પણ હળવાશનો હળવો સ્પર્શ આખી ફિલ્મને હ્રદયસ્પર્શી, હ્રદયગમ બનાવે છે હ્રદયદ્રાવક નહીં. એ રીતે જોવા જઈએ તો આખી ફિલ્મની ખરી સ્ટાર શોનાલીને કહી શકાય. પાત્રાંકન કેવી રીતે થાય છે એનો સમગ્ર આધાર નિર્દેશકની કુશળતાને આભારી છે. કથામાં બનતી તમામ ઘટનાઓને કેવી રીતે આકાર આપવો એ ય નિર્દેશકને આભારી છે. આઈશાનો જન્મ એક અણધારી પરિસ્થિતનું નિર્માણ છે અને અંત  એક નિશ્ચિત પરિસ્થિતિનું નિર્માણ જ છે પણ જીવન જ્યાં સુધી છે તો ત્યાં સુધી જીવાવું જોઈએ ને? મરી મરીને જીવવા કરતાં જીવનની પળોને જીવંત બનાવી જવાનું આઈશા શીખવતી જાય છે અને આ વાત શોનાલીએ ખુબ સુંદર રીતે પરદા પર રજૂ કરી છે. આ માટે શોનાલીને ફુલ માર્ક્સ. શોનાલીએ ચાંદની ચોકથી માંડીને લંડન સુધીની આ પરિવારની ચઢાવ-ઉતારવાળી સફરને ક્યારેક સાવ સહજતાથી તો ક્યારેક રોલકૉસ્ટરમાં બેઠા હોય એવી ફીલિંગ્સથી ભરી દીધી છે. દરેક સમય અને સંજોગો આપણા હાથમાં નથી હોતા પણ આપણા હાથમાં જે છે એને કેવી રીતે સાર્થક કરી શકાય એ વાતને આઈશાના, એના માતા-પિતાના આયાસો સાથે સાંકળીને સુંદર રીતે રજૂ કર્યા છે. સફળ ફિલ્મનો આધાર એક સમર્થ નિર્દેશક પણ હોય છે એ વાત શોનાલીએ સાબિત કરી છે. આઈશાની આત્મકથાને એણે આબેહૂબ વર્ણવી છે.

‘ધ સ્કાય ઇઝ પિન્ક’નું મુખ્ય પાત્ર અને સૂત્રધાર પણ આઈશા જ છે. એ માત્ર પોતાની જ વાત નથી કહેતી, એ એને અનુલક્ષીને, એના માટે જીવતા અને ઝઝૂમતા તમામ સંબંધોની પણ વાત કરે છે. એના ઘરમાં મૂઝ છે, પાન્ડા છે અને જીરાફ છે.. આ કોઈ પ્રાણીઘરની નથી. આ તો વાત છે એની મા અદિતી ( પ્રિયંકા ચોપ્રા) પિતા ( ફરહાન અખ્તર) અને ઇશાન ( રોહિત સરાફ)ની.

આઈશનું પાત્ર ઝાહીરા વસીમે એટલી ખુબીથી વ્યક્ત કર્યું છે કે એની રૂપેરી પરદા પરની નિવૃત્તિ માટે અફસોસ રહ્યા જ કરશે. ‘ સિક્રેટ સુપરસ્ટાર’માં લાજવાબ અભિનયથી પ્રેક્ષકોના મન પર છવાયેલી ઝાહીરા આજે અહીં આ ફિલ્મમાં પણ એટલી જ છવાઈ જાય છે. કથાની શરૂઆત જ એના વોઈસઓવરથી થાય છે જે એની અંતિમ ક્ષણો બાદ પણ પ્રેક્ષકગૃહમાં પડઘાયા કરે છે. એ સાવ સરળતાથી પોતાના માતા-પિતાના જીવનની અંગત-અતિ અંગત ક્ષણોની, ફીઝિકલ રિલેશનશીપની અને મનની અંતર્ગત ભાવનાઓની વાત કરે છે જાણે એ તમામ પળોની એ સાક્ષી રહી હોય. એની રજૂઆતમાં ટીખળ છે તો ટકોર પણ છે.

સ્વ-વેદનાની વાતમાં વાસ્તવિકતાનો સ્વીકાર છે પણ વલોપાત નથી. જે નિર્માણ થયું છે એને સમજીને, સ્વીકારીને જીવન જેટલું સરળ બની રહે એવો અંતર્ભાવ એના વદન, વિચારો, વાણી અને વર્તનમાં છલોછલ છલકાય છે. કરણ માટે એને મોહ ઉપજે એ પણ આ ટીનએજની યુવતિ માટે કેટલી સ્વભાવિક વાત છે. આઇશાના પાત્રની તમામ સ્વભાવિકતા ઝાહીરાએ ખરેખર ખુબ સુંદર રીતે રજૂ કરી છે. એ સારી છે, સાજી છે ત્યાં સુધી એ પુલકિત છે પણ બીમારીને એને તોડી નાખે ત્યારે એ પરાજીત નથી થતી.. એને જીવવું છે પણ મરી મરીને નહીં. ઈન રીયલમાં આઈશા ચૌધરીએ જે જીવી, જે અનુભવ્યું એ રીલમાં ઝાહીરા વાસીમે જીવી બતાવ્યું. હેટ્સ ઑફ ઝાહીરા.

વાત આવે છે હવે અદિતી ચૌધરી ઉર્ફ પ્રિયંકાની. આ અભિનેત્રીમાં અભિનય-કૌશલ કેટલું છે એ તો આપણે એની ઐતરાઝ, ફેશન, સાત ખૂન માફ, બરફી, મેરી કૉમ, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં માણી ચૂક્યા છીએ. આજે પણ બાજીરાવ મસ્તાનીની કાશીબાઈ સ્મરણમાં યથાવત છે જ. ત્રણ વર્ષ સુધી બોલીવુડથી દૂર રહેલી પ્રિયંકાએ  અદિતીના પાત્રને ક્રમબધ્ધ જીવંત કર્યું છે. ચાંદની ચોકના નીરેનની પ્રિયતમા, પત્નિ, પુત્રવધુના પાત્રમાં યુવાનીના આવેશને, યુવાવસ્થાની લાગણીઓમાં પ્રિયંકાને આપણે સાવ હલ્કી-ફુલ્કી, મસ્તીથી ભરપૂર જોઈ અને એ જ અદિતીનું માતાનું અનોખું સ્વરૂપમાં પણ પ્રિયંકા અચંબિત કરી ગઈ.

પ્રથમ દિકરીના મૃત્યુના અનુભવે ચેતી ગયેલી મા બીજી દિકરીને જીવાડવાના જે આયાસો કરે છે એમાં પ્રિયંકા ખરી ઉતરી છે. ટર્મીનલ સ્ટેજ પર પહોંચેલી આઈશાને રાહત આપવાની, રાજી રાખવા તમામ શક્યતાઓને એ સાકાર કરવા મથે છે. આઈશાને જન્મ આપવાથી માંડીને એના જીવનની પ્રત્યેક ક્ષણને જીવંત બનાવવા એ એટલી હદે પ્રયત્નશીલ બની જાય છે કે એક ક્ષણે એ પોતાની માનસિક સમતુલા ગુમાવી બેસે છે. એક પાત્રમાં જાણે જીવનના નવરંગ અને નવરસ પ્રિયંકા જીવી જાય છે. દિકરીને બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ પછી એને સાચવવાની ચીવટ, પા-પા-પગલી ભરતા શીખેલી આઈશાની યાદોને કેમેરામાં કંડારી લેવી, એની ગમતી દરેક વાતને વાસ્તવિકતામાં મુકવી, કેટ-કેટલી પળોને પ્રિયંકાએ ઉજાગર કરી છે? જાણે છે હવે આઈશાનો અંત સાવ જ નજીક છે ત્યારે આજ સુધી અત્યંત અધીરી-અથરી થઈ જતી  અદિતી એ ક્ષણે એકદમ સ્વસ્થ બનીને આઇશાની છેલ્લી આશા- એનું પુસ્તક પણ એના છેલ્લા શ્વાસ સમયે એ જોઈ શકે એ શક્ય કરી બતાવે છે.

આઈશાના પાન્ડા-એના પાપા-નીરેન, ફરહાન અખ્તરે અત્યંત પીઢ અભિનય આપ્યો છે. પોતાના બોનમૅરો આપીને દિકરીને જીવતદાન આપતો પિતા જ્યારે પૈસાથી પહોંચી ન વળે ત્યારે દિકરી માટે સાવ જ અજાણ્યા લોકો પાસે રેડિયો પર ધા નાખે એ ક્ષણ એના માટે કેવી કપરી હોઈ શકે? સમગ્ર સમય સ્વસ્થતાથી પરિસ્થિતિ સંભાળી લેતો નીરેન જે ક્ષણે દિકરા-ઈશાનના ખોળામાં આધાર શોધે ત્યારે એની વિવશતા પ્રેક્ષકની આંખ ભીની કરી દે.. જો કે આ ફિલ્મ દરમ્યાન એવી કેટલીય ક્ષણો આવે છે જે આપણી આંખ તર કરી દે તો ઘણી એવી ય ક્ષણો છે જે હળવાશનું પીંછુ લઈને આવે.

આઈશાનો ભાઈ ઈશાન પણ જેટલો સમય સ્ક્રીન પર આવે છે, દાદ માંગી લે છે. આ એક વ્યક્તિ એવી છે જેને માતા—પિતાના જિન્સ નથી નડ્યા અને સ્વસ્થ જીવન સાંપડ્યું છે પણ આ એની સ્વસ્થતા ય આઈશાના લઈને ક્યાં સંતુલિત રહી શકે છે અને તેમ છતાં આઈશા પાસે એ સંતુલન જાળવી લે છે. આઈશાની દરેક ઇચ્છા પુરી કરવાની અદિતીની જીદને પણ ઇશાન જાળવી લે છે. બાળપણથી જ માતા-પિતાની દોડધામને પારખી લેતા ઈશાનનું પાત્ર રોહિતે અંત સુધી સંયમિત અભિનયથી નિભાવ્યું છે.

‘ ધ સ્કાય ઇઝ પિંન્ક’ ફિલ્મ સૌના સુંદર અભિનય અને શોનાલીના સબળ નિર્દેશનના લીધે એક સફળ ફિલ્મની કક્ષાએ મુકાઈ છે. ગુજીરિશ, ઓક્ટૉબર જેવી સંવેદનાપૂર્ણ ફિલ્મોના પ્રેક્ષક માટેની આ ફિલ્મ પણ  ફરી એકવાર સૌના સંવેદનતંત્રને ખળભળાવી મુકે છે.

શોનાલી અને સર્વ કલાકારોને અઢળક અભિનંદન.

 

 

Entry filed under: ફિલ્મ રિવ્યુ, Rajul.

૫૧ -કવિતા શબ્દોની સરિતા ૧-કવિતા શબ્દોની સરિતાની સાથે-સ્વ આનંદની સ્મૃતિઓ

5 Comments

 • 1. Kaushik Shah  |  October 15, 2019 at 9:29 pm

  Perfect Review.

  Liked by 1 person

 • 2. pravinshastri  |  October 15, 2019 at 9:51 pm

  આપના રિવ્યુ દ્વારા જ માનસિક રીતે ફિલ્મો વિશે જાણતો રહું છું. આભાર રાજુલબેન.

  Liked by 1 person

 • 3. nilam doshi  |  October 18, 2019 at 7:55 am

  ફિલ્મ જોયા બાદ જ રિવ્યુ વાંચવો હતો.
  જેથી વાર્તાની જાણ ન થઈ જાય.
  આજે મુવી જોઈને રિવ્યુ વાંચ્યો.
  ખૂબ સુંદર અને સચોટ રિવ્યુ,રાજુલબેન.

  Liked by 1 person

 • 4. Rajul Kaushik  |  October 18, 2019 at 11:13 am

  Thanks Nilamben
  Yes it’s really very touchy movie

  Like

 • 5. pravina  |  October 28, 2019 at 10:53 am

  Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.

  Like


Blog Stats

 • 137,441 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2019
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: