૩૭ -કવિતા શબ્દોની સરિતા
જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે પશ્ચિમ સંસ્કૃતિનો મહત્વનો ગણાતો ફાધર’સ ડે’. ઠેર ઠેર મનને/ દિલને સ્પર્શી જાય એવા દ્રશ્યો ય જોયા અને એ તમામ માટે દિલથી પ્રાર્થના થઈ ગઈ…“ ઉંમરનો કોઈપણ પડાવ હો, શિરે હર હંમેશ માતા-પિતાનું છત્ર હો…”
જાણીએ છીએ કે જીવનભર તો એ શક્ય નથી જ બનવાનું તેમ છતાં પિતાનો સ્નેહ જીવનભરનું સંભારણું બની રહે એવું દિલથી ઇચ્છ્યું અને દિલથી એમના માટે ‘હેપ્પી ફાધર્સ ડે’ કહેવાઈ ગયું કારણકે માતા -પિતાનું છત્ર આપણા શિરે હોવુ, માતા-પિતાના આશીર્વાદ હોવા એ કેટલી મોટી સમૃધ્ધિ છે એ ક્યાં નથી જાણતા? એ સમૃધ્ધિ સૌના નસીબમાં હો એનાથી વિશેષ કઈ શુભેચ્છા હોઈ શકે?
મોટાભાગે પરિવારોમાં એવું પણ બને કે માતાને જેટલું મહત્વ મળ્યું હશે એટલું મહત્વ પિતાને કદાચ નથી મળતું કારણકે ક્યારેક સામાન્ય પરિવારોમાં બને છે તેમ પિતાની ઘરમાં ઓછી હાજરીમાં જ બાળક પરિપક્વ બની જાય.. અદાંજીત સમય પ્રમાણે માતા કરતા પિતાએ બાળક માટે ફાળવેલો સમય આંગળીના વેઢે ગણી શકાય પરંતુ તેને ખબર છે કે તેની જરૂર બાળક્ને ક્યારે છે? પિતા બાળકનો શ્રેષ્ઠ મિત્ર પણ છે. બાળકના ફતેહમાં તેનુ ગૌરવ પણ છે અને મુશ્કેલીઓમાં માર્ગદર્શન પણ. બાળપણમાં ભલે માતાનું અનુકરણ કરી ઢીંગલા-ઢીંગલીઓ રમતી બાળકી માતાની નજીક હોવા છતાં પરણવાની ઉંમરે પહોંચે ત્યારે જાણે-અજાણે પતિમાં જેની છાયા શોધે તેનું નામ પિતા.
સાવ ચાર વર્ષની ઉંમરે નિર્દોષતાથી શર્ટ-હાફ પેન્ટ અને એ હાફ પેન્ટમાંથી પણ લટકીને બહાર દેખાઇ આવતી ટાઇ પહેરીને, સ્કુલબેગમાં જે હાથ આવે તે ઠાંસો-ઠાંસ ભરીને ટ્રાઇસીકલ પર લટકાવી મગરૂર બની ઓફીસે જવાની અદામાં ઘુમતુ બાળક જેનું અનુકરણ કરે તેનુ નામ પિતા. પિતાનો લગાવ-પ્રભાવ-અનુરાગ બાળક સાથેના સંબંધનો પાયો છે. જેના ખભે બેસીને દુનિયા જોવાનો લ્હાવો મળે, જીવનની આંટીઘૂંટી સમજવાનું જ્ઞાન મળે એ પિતા. માતા મમત્વથી કેળવે અને પિતા સમત્વબુદ્ધિથી.
ફાધર્સ ડેના દિવસે અલગ અલગ રીતે પિતાની સાથે સમય પસાર કરતાં સૌને જોઈને યાદ આવી ગઈ ૨૦ નવેમ્બરની એ રાત….હોસ્પિટલનો એ આઇ.સી.યુ રૂમ….
લાઈફ સપોર્ટિંગ-વેન્ટિલેટર સીસ્ટ્મ પર મુકાયેલો અને બીજી ઘણીબધી નળીઓથી ઘેરાયેલો એક લગભગ ચેતનાવિહીન દેહ. ખુલ્લી અને કશુંક કહેવા માંગતી એ બે આંખો….આજે આટલા વર્ષે પણ ભૂલાયું નથી અને ક્યારેય નહીં ભૂલાય.
કાયમ પોતાની વાતને એકદમ સચોટ રીતે કહેવાની ટેવ ધરાવતી એ વ્યક્તિ પાસે એ ક્ષણે શબ્દો તો હતા પણ વાચા નહોતી. આંખો કશુંક કહી જતી હતી પણ એના માટે શબ્દો ઉચ્ચારી શકાતા નહોતા. એ ક્ષણ જ સૌથી કપરી હતી કારણકે ખબર નહોતી કે અમારી સામે તાકી રહેલી એ આંખો કઈ ક્ષણે એની જોવાની દ્રષ્ટિ ગુમાવી દેશે.
એ હતા અમારા પપ્પા…
ખબર હતી પાપા તમારી વેદાય વેળાએ તમે તો કશું જ કહેવાને શક્તિમાન નહોતા પણ તમારી આંખો, તમારા ચહેરા પરના ભાવ ઘણું બધું કહી જતા હતા… એ ન ઉચ્ચારાયેલા શબ્દો આજે પણ હું અનુભવું છું અને જીવનભર એ ભાવથી સુરક્ષાયેલી રહીશ એની પણ મને ખબર છે.. એટલે આજે બીજું કશું જ નહીં માત્ર તમારા એ વણ બોલાયેલા શબ્દો…..
“તમે કહ્યું હતું…
હું તારી આસપાસ જ છું…..ઉગતા સૂર્યના સોનેરી કિરણોમાં હું હોઇશ
પ્રત્યેક નવા દિવસની તાજગીમાં હું હોઇશ
આથમતા સૂર્યની આભામાં હું હોઇશ
સપ્તરંગી મેઘધનુષ્યમાં હું હોઇશકારણ તું મને જેટલો પ્રેમ કરે છે
એનાથી અનેક ઘણો પ્રેમ હું તને કરું છું….જાણું છું મારી વિદાય વેળા નજીક છે પણ
હું ક્યાંય જવાનો નથીતારા લંબાવેલા હાથને અનુભવાતી ઉષ્મા હું હોઇશ
તારી આસપાસ અનુભવાતી ઊર્જામાં હું હોઇશ
કારણ તું મને જેટલો પ્રેમ કરે છે
એનાથી અનેક ઘણો પ્રેમ હું તને કરું છું….
આપણે જુદા થવાની વેળા આવી ગઈ છે
પણ હું અને તું ક્યારેય જુદા પડવાના જ નથી…
કારણ તારા પ્રત્યેક પગલાની પગથી હું હોઇશ
તારા પ્રત્યેક શ્વાસની આસપાસ હું હોઇશ
નજર તારી હશે અને દ્રષ્ટી મારી હશે
કારણ તું મને જેટલો પ્રેમ કરે છે
એનાથી અનેક ઘણો પ્રેમ હું તને કરું છું.”
સાવ સાચી વાત પપ્પા
તમે કર્યો એટલો પ્રેમ તો તમારા અને મમ્મી સિવાય અમને કોઇ નહી કરી શકે……આજે ગમે એટલા વર્ષો વિતી જશે પણ આ શબ્દો, એ ભાવ, એ પ્રેમની પ્રતીતિ આજે પણ છે અને હમેશા રહેશે ……કહે છે કે વ્યક્તિની વિદાયવેળાએ કોઈ બંધન ન નડવા જોઈએ…જાણતી હતી તેમ છતાં હર હંમેશ તમે જ મને મળો એવું મેં એ ક્ષણે ઈશ્વર પાસે માંગી લીધું હતું……..
કાવ્ય પંક્તિ- અજ્ઞાત
અનુવાદ- રાજુલ કૌશિક
જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે પશ્ચિમ સંસ્કૃતિનો
મહત્વનો ગણાતો ફાધર’સ ડે’. ઠેર ઠેર મનને/ દિલને સ્પર્શી જાય એવા દ્રશ્યો ય જોયા
અને એ તમામ માટે દિલથી પ્રાર્થના થઈ ગઈ…“ ઉંમરનો કોઈપણ પડાવ હો, શિરે હર હંમેશ
માતા-પિતાનું છત્ર હો…”
જાણીએ છીએ કે જીવનભર તો એ શક્ય નથી જ બનવાનું તેમ છતાં
પિતાનો સ્નેહ જીવનભરનું સંભારણું બની રહે એવું દિલથી ઇચ્છ્યું અને દિલથી એમના માટે
‘હેપ્પી ફાધર્સ ડે’ કહેવાઈ ગયું કારણકે માતા -પિતાનું છત્ર આપણા શિરે હોવુ,
માતા-પિતાના આશીર્વાદ હોવા એ કેટલી મોટી સમૃધ્ધિ છે એ ક્યાં નથી જાણતા? એ સમૃધ્ધિ
સૌના નસીબમાં હો એનાથી વિશેષ કઈ શુભેચ્છા હોઈ શકે?
મોટાભાગે પરિવારોમાં એવું પણ બને કે માતાને જેટલું
મહત્વ મળ્યું હશે એટલું મહત્વ પિતાને કદાચ નથી મળતું કારણકે ક્યારેક સામાન્ય પરિવારોમાં બને છે તેમ પિતાની ઘરમાં ઓછી હાજરીમાં
જ બાળક પરિપક્વ બની જાય.. અદાંજીત સમય પ્રમાણે માતા કરતા પિતાએ બાળક માટે ફાળવેલો
સમય આંગળીના વેઢે ગણી શકાય પરંતુ તેને ખબર છે…
View original post 492 more words
Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.
Recent Comments