૩૪ -કવિતા શબ્દોની સરિતા
સ્પર્ધા સતત સફરમાં ફાવી શકો તો ફાવો,
રજૂઆત સાવ જૂદી લાવી શકો તો લાવો.છપ્પનની છાતી રાખી પડકાર સૌ ઉભા છે,
છપ્પનની છાતી સાથે આવી શકો તો આવો.ચટ્ટાન ફોડી તોડી શબ્દો હજાર ઉગશે,
બસ એક બુંદ શાહી વાવી શકો તો વાવોસમયગાળો આશરે ૨૦૦૮ વર્ષાંતનો. અમેરિકન પ્રેસિડન્ટનું ભાવિ નિશ્ચિત કરતી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. એ સમયે બરાક ઓબામા લિડિંગમાં હતા એવા સમાચાર આટલાંટા-જ્યોર્જીયાના એક પબ્લિક પ્લેસના ટી.વી પર ફ્લેશ થયે રાખતા હતા અને ત્યાંના સ્થાનિક લોકોમાં જે જીતનો ઉન્માદ છવાયેલો જોયો છે એ આજે પણ ભૂલાયો નથી. ચહેરા પર આનંદ અને આંખોમાં આંસુની ધાર સાથે લોકલ પબ્લિક ઓબામાની જીત તરફની કૂચ માણી રહી હતી. અમેરિકામાં એ દિવસ સુધી શ્વેત અમેરિકન પ્રેસિડન્ટ જ હોય એવી પ્રણાલી, એ પરંપરા તોડવામાં આફ્રિકન-અમેરિકન ઓબામા વિજયી નિવડ્યા હતા. માર્ટિન લ્યુથર કિંગ પછી ફરી એકવાર એમનામાંની, જાણે ઘરની જ કોઈ વ્યક્તિ મસીહા બનીને, એમનો અવાજ બુલંદી સુધી લઈ જવાના હોય એવી અપેક્ષાઓ એમના ચહેરા પર છલોછલ છલકાતી હતી. ફક્ત અવામના અવાજ જ નહીં પણ અમેરિકાના આંતરરાષ્ટ્રીય સબંધોને પણ મજબૂત બનાવવામાં તેઓ સફળ રહ્યા એ તો આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીની જેમ ડૉ. માર્ટિન લ્યૂથર કિંગે શ્વેત-અશ્વેત વચ્ચે પ્રવર્તતા રંગભેદને દૂર કરવા જે સિવિલ રાઈટ્સ મુવમેન્ટની આગેવાની સંભાળી અને ઈતિહાસમાં એમનું નામ અમર થઈ ગયું. ઓબામા ફરી એકવાર આ શ્વેત-અશ્વેતના રંગભેદ પર પોતાની કાબેલિયતથી ખરા ઉતર્યા.
એવી જ રીતે એટલો જ ઉન્માદ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા simple living high thinking ધરાવતા નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતની ગાંધી પરંપરા તોડીને જે વિજય પ્રાપ્ત કર્યો, પોતાની કાબેલિયતથી ભારતના વડાપ્રધાન પદે ચૂંટાયા અને અમેરિકાના મેડીસન સ્ક્વેર ખાતે એમની સ્પીચ આપી ત્યારે જોવામાં આવ્યો. લગભગ ૧૮,૫૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ અત્યંત ઉમળકાભેર એમને સાંભળ્યા. એ દિવસ સુધી કોઈપણ ભારતીય નેતાને આવો આવકાર નહીં મળ્યો હોય એવો ઉષ્માભર્યો પ્રતિસાદ એમને મળ્યો.
શું દર્શાવે છે આ ઉન્માદ, આ ઉમળકો?
વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક ચીલો ચાતરીને કોઈ આગળ વધે ત્યારે શક્ય છે એને ય ક્યાં તરત જ તખ્ત કે તાજ મળી જતા હોય છે?
પણ અમેરિકાના શ્વેત પ્રેસિડન્ટની એક પરંપરા તોડીને બરાક ઓબામા આવ્યા ત્યારે એકદમ અલગ માહોલ જોયો. એવી જે રીતે ભારતમાં ગાંધી પરિવારની રાજાશાહી, ગાંધી પરિવારનું વર્ચસ્વ વટાવીને જ્યારે અત્યંત સાદી જીવનશૈલી ધરાવતા મોદીએ ભારતનું સુકાન સંભાળ્યું ત્યારે એવો જ માહોલ જોયો.
આ હદે આટલો ઉમળકાભર્યો આવકાર મળવો એ માત્ર નસીબની જ બલિહારી જ નથી હોતી. એની પાછળ આત્મવિશ્વાસ, મહત્વકાંક્ષા, એ પામવાની ક્ષમતા, ગજવેલ જેવું મનોબળ, સ્વના બદલે સર્વની પ્રગતિની ભાવના અને પ્રત્યેક કદમ પર વેરાતા કાંટા પર ચાલવાની, તમામ ઝંઝાવાતોને ડામીને આગળ વધવા અર્જુન જેવી લક્ષ્યવેધી આંખ હોવી જરૂરી છે. આ તમામનો સરવાળો કોઈ એક વ્યક્તિમાં જો હોય તો વિજય નિશ્ચિત જ છે. સ્વબળે વિજયી બનનાર, નવો ચીલો ચાતરનાર કેટલીય વિભૂતિઓ છે જેમના નામ આજે પણ ઈતિહાસના પાના પર કોતરાયેલા છે.
જીવનમાં આવતી તમામ સ્પર્ધાની સફરમાં ફાવી જવા માટે અનેક પરિબળો કામ કરતાં હોય છે. એક તરફી નજર રાખીને ચાલતા ગાડરિયા પ્રવાહને નાથીને એને યોગ્ય દિશાએ વાળવા એક નવી રજૂઆતને નજર સામે લાવવાની તાકાત હોવી જરૂરી છે. નવી રજૂઆત મુકવાની સાથે જ ઊભા થતા પડકાર ઝીલવાની તૈયારી હોવી જરૂરી છે. ઈતિહાસ કોનાથી અજાણ્યો છે? એક તરફી સોચ ધરાવતા લોકોને કોઈપણ નવી શરૂઆતને સ્વીકારતા કરવા ય ક્યાં સહેલા છે?
આ પરિવર્તન આણતા પહેલા ઊભા થતા પડકારો કોઈ એક ક્ષેત્ર પુરતો ક્યાં સીમિત છે? ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક કે રાજકીય ક્ષેત્રની ઘરેડથી માંડીને કોઈપણ નવી શોધને વિશ્વ સામે મુકનારને પણ કેટલાય પડકારોનો સામનો કરવો પડ્યો છે એ કોનાથી અજાણ છે? એ પડકારો ઝીલી લેવા ઢાલ જેવી છાતી જોઈએ. ઘણીવાર કાળમીંઢ પત્થરની ફાંટમાંથી કોઈ એક કૂંપળ ફૂટી આવેલી તો આપણે ય જોઈ છે. બસ એ કાળમીંઢ ચટ્ટાનને તોડી ફોડી નાખવાની જીગર જોઈએ. એક એવો બુલંદ અવાજ જોઈએ જે વર્ષોના વર્ષો સુધી લોક માનસમાં પડઘાયા કરે. નક્કર જમીનમાં એવું ખેડાણ જોઈએ જે આવતી અનેક પેઢી માટે કાયમી ફસલ બનીને લહેરાયા કરે.
કાવ્ય પંક્તિ- જય. એસ. દાવડા
સ્પર્ધા સતત સફરમાં ફાવી શકો તો ફાવો,
રજૂઆત સાવ જૂદી લાવી શકો તો લાવો.
છપ્પનની છાતી રાખી પડકાર સૌ ઉભા છે,
છપ્પનની છાતી સાથે આવી શકો તો આવો.
ચટ્ટાન ફોડી તોડી શબ્દો હજાર ઉગશે,
બસ એક બુંદ શાહી વાવી શકો તો વાવો
સમયગાળો આશરે ૨૦૦૮
વર્ષાંતનો. અમેરિકન પ્રેસિડન્ટનું ભાવિ નિશ્ચિત કરતી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. એ સમયે
બરાક ઓબામા લિડિંગમાં હતા એવા સમાચાર આટલાંટા-જ્યોર્જીયાના એક પબ્લિક પ્લેસના ટી.વી
પર ફ્લેશ થયે રાખતા હતા અને ત્યાંના સ્થાનિક લોકોમાં જે જીતનો ઉન્માદ છવાયેલો જોયો
છે એ આજે પણ ભૂલાયો નથી. ચહેરા પર આનંદ અને આંખોમાં આંસુની ધાર સાથે લોકલ પબ્લિક ઓબામાની
જીત તરફની કૂચ માણી રહી હતી. અમેરિકામાં એ દિવસ સુધી શ્વેત અમેરિકન પ્રેસિડન્ટ જ હોય
એવી પ્રણાલી, એ પરંપરા તોડવામાં આફ્રિકન-અમેરિકન ઓબામા વિજયી નિવડ્યા હતા. માર્ટિન
લ્યુથર કિંગ પછી ફરી એકવાર એમનામાંની, જાણે ઘરની જ કોઈ વ્યક્તિ મસીહા બનીને, એમનો અવાજ
બુલંદી સુધી લઈ જવાના હોય એવી અપેક્ષાઓ એમના…
View original post 455 more words
Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.
Recent Comments