૨૯ -કવિતા શબ્દોની સરિતા

April 22, 2019 at 1:38 pm

માર્ચ પુરો થયો અને એપ્રિલ પણ અડધે પહોંચવા આવ્યો. વેકેશનની હવા બંધાવા માડી હોય એટલે સ્વભાવિક છે ભારતથી આવતા કે આવવા માંગતા આપણા સગા- સંબંધીઓ કે મિત્રોના અમેરિકા વિઝિટના વાવડ આવવા માંડે. થોડા ઊડતી મુલાકાતે આવે તો કેટલાક અહીં સ્થાયી થયેલા પરિવારના માતા- પિતા થોડા લાંબા સમયના વેકેશન પર આવે…..

આવા જ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા આવવાનો વાયદો કરતા એક યુગલની વાત છે. આ વર્ષે તો આવશે જ એવી ચોક્કસ ખાતરી હતી. એનું એક કારણ એ કે એમના દિકરાની ૧૨ બોર્ડની પરીક્ષા પતી ગઈ હતી અને હવે જરા લાંબુ વેકેશન મળ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ભણવાનો ભાર લઈને ફરતા દિકરાની સાથે એમના પણ કેટલાય દિવસો ભારભર્યા પસાર થયા હતા અને  રાતોની ઊંઘ વેચીને ઊજાગરા વહોર્યા હતા એની જાણ હતી. આ સમય હતો લાંબા સમયથી વેઠેલા ટેન્શનને થોડો સમય હળવો કરવાનો. ફરી એકવાર બીબાઢાળ જીંદગી શરૂ થાય એ પહેલાં તાજગીની હવા ભરી લેવાનો. ફરી એક હોડમાં દોડવા સજ્જ થવાનો….વગેરે વગેરે……

પણ ના, એવું કશું જ ના બન્યું. અમેરિકા આવવાના વાયદાને ફરી પાછો બે વર્ષ માટે આઘો ઠેલી દીધો. કારણ?

એમના દિકરા પાસેથી જ જાણીએ..

“હું નાનો હતો ત્યારે મમ્મી મને એવું કહેતી કે તું સરસ ભણીશ, સારા માર્ક્સ લાવીશ, સ્કૂલમાં સારો સ્કોર કરીશ તો ૧૦માં બોર્ડમાં તને તારી ગમતી લાઈનમાં જવાનો દરવાજો ખુલ્લો થશે….Ok, ચાલો કમર કસીને, ચોટલી બાંધીને ભણી લીધું. કોઈપણ જાતનો સમય વેડફ્યા વગર અને દરેક જાતના શોખ ભૂલીને પણ ભણી લીધું. કારણ હું પણ ભણતરની વૅલ્યૂ સમજતો જ હતો ને પણ પછી? ૧૦ બોર્ડની પરીક્ષા પતી ગઈ એટલે ૧૨ બોર્ડ માટેના ક્લાસિસ, ટ્યુશન અને ટેન્શન ચાલુ થઈ ગયા. સાચું કહું છું ત્યારે પણ મન દઈને ભણ્યો. આમથી તેમ, એક દિશાએથી બીજી દિશાએ દોડી દોડીને પ્રાઈવેટ ટ્યુશનમાં જોડાયો. એની પણ પરીક્ષાઓ સતત આપી અને એ બધી પરીક્ષાઓ સાથે ૧૨ બોર્ડની પણ પરીક્ષા પતી હવે? તો હવે આગળ ક્યાં એનો ય આરો છે? આમ તો એક પછી એક પરીક્ષાઓ ચાલુ જ રહેવાની અને એકપણ પરીક્ષા આપ્યા વગર તો ક્યાં ચાલવાનું છે? ”

કેટલી સાચી વાત?

આપણે સમજીએ જ છીએ કે વાત તો એની ય સાચી જ છે.  આપણે પણ આ આખા ક્રમમાંથી પસાર થઈ જ ચૂક્યા છીએ ને?. અભિમન્યુના સાત કોઠા કરતાં વધારે કોઠા છે અત્યારના એજ્યુકેશનના.. એકવાર એના ચક્રવ્યૂહમાં પેઠા કે બહાર નિકળવાનો આરો ક્યાં અને ક્યારે આવશે એ તો જાનકીનાથ જ જાણે અને આ તો કદાચ નર્સરી- કિન્ડરગાર્ટન, જેને પહેલા બાળમંદિર કહેતા હતા એમાં એડમિશન લેવાથી માંડીને સરસ મઝાની અને સિક્યોર જોબ મળે ત્યાં સુધી આપ્યા કરવાની પરીક્ષાઓ છે. સ્કૂલ પછી કૉલેજ, માસ્ટર્સ ડીગ્રી પછી સુપર સ્પેશલાઈઝેશન.

“ભણશો તો આગળ વધશો અથવા ભણશો તો તરશો, ભણશો તો જીવનમાં કંઇક પામશો.” માતા-પિતાએ કહેલી આ વાત તો હવે સંતાનો માટે તકિયા-કલામ બની રહી છે. એ પછી કદાચ સારી જોબ મળી જશે તો પણ પાછા પ્રમોશન માટેની પરીક્ષા. વળી પાછા સારી છોકરી કે છોકરો મેળવવાની પરીક્ષા તો ઊભી જ રહેશે એ પછી પણ ક્યારે કઈ પરીક્ષા આપવી પડશે એની ક્યાં ખબર છે?

છેલ્લા કેટલાય સમયથી સાંભળીએ છીએ, જાણીએ છીએ પરીક્ષાની ટકાવારી કેટલી મહત્વની બની ગઈ છે. એક સમય હતો જ્યારે પંચોત્તેર ટકા આવે એટલે સારામાં સારી મેડિકલ સ્કૂલમાં એડમિશન લેવા માટેના વિકલ્પ પણ ખુલ્લા રહેતા જ્યારે આજે? વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ટકા પરિણામ લાવવા સુધીની હોડ શરૂ થઈ ગઈ છે.

અને આ માત્ર બાળકો મોટા થાય ત્યારે શરૂ થતી યાત્રા નથી એ તો કદાચ એ.બી.સી.ડી બોલતા શીખે ત્યારથી જ ભવિષ્યમાં આગળ વધવા માટે મુકાતી એક સીડી છે જેના એક પછી એક સોપાન ચઢતા જ જવાનું છે. ભણતર મહત્વનું છે એની ના જ નથી પણ અત્યારે સાવ પાંચમાં સાતમા ધોરણમાં ભણતા છોકરાઓને પણ મજૂર બોરી ઉપાડે એમ બેવડ વળી જવાય એટલા ભારવાળી સ્કૂલબેગ લઈને જતા જોઈએ ત્યારે મન ચકડોળે ચઢે ખરું. સમય બદલાતો જાય છે એમ ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ બાળક આગળ વધે, પ્રથમ આવે એવી સૌની માનસિકતા ક્યાં અજાણી છે.

હવે જે વાત કરવી છે એ તો સાવ અકલ્પ્ય ઘટના છે. તાજેતરમાં એક વિડીયો જોઈ. સાવ નાના કુમળા, ભાખોડીયા ભરતા બાળકોની સ્પર્ધા. સ્પર્ધા જીતવા માટે જ્યાં પહોંચવાનું હતું ત્યાં માતા કે પિતા એમના બાળકને આકર્ષે એવું કોઈ રમકડું લઈને બેઠા હતા. રેસ શરૂ થઈ. કેટલાક બાળકો આગળ વધીને એમની જ મસ્તીમાં ત્યાં અટકી ગયા. કેટલાક આગળ વધીને પાછા વળી ગયા. બે બાળકો આગળ વધ્યા અને અંતે એક બાળક ભાંખોડીયા ભરતું ભરતું છેવટની રેખાને આંબી ગયું. જોઈને થયુ. Really ??? આવી પણ સ્પર્ધા હોઈ શકે ? સ્વભાવિક છે જીતેલા બાળકના માતા-પિતા તો રાજીના રેડ. હવે મઝાની વાત તો એ કે બાળકને તો ખબર પણ નહીં હોય કે આ શું અને કેમ બની રહ્યું છે પણ આ જોઈને વિચાર તો આવ્યો જ કે સાવ આટલી ઉંમરથી પણ બાળકને એના જીવનમાં આવતી અનેક સ્પર્ધાઓ અને અગણિત પરીક્ષાઓ માટે સજ્જ થવું જ પડશે ને?

આવી જ જીવનની દડમજલમાં પણ સતત માથે ભાર બનીને ઝળૂંબતી આ પરીક્ષાઓ માટે કવિ શ્રી કૃષ્ણ દવેએ શબ્દોમાં ઢાળેલી વાત કેટલી સાચી અને સચોટ છે?

રોજ પરીક્ષા રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ, ક્યાંતો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ.

નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ મોટા, નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા.

એચ ટુ ઓને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ? રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.

પ્રવાસ ચાલુ થાય નહીં એ પહેલા હાંફી જઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.

થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ, હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ.

કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.

કાવ્ય પંક્તિ – કૃષ્ણ દવે

"બેઠક" Bethak

માર્ચ પુરો થયો અને એપ્રિલ પણ અડધે પહોંચવા આવ્યો. વેકેશનની હવા
બંધાવા માડી હોય એટલે સ્વભાવિક છે ભારતથી આવતા કે આવવા માંગતા આપણા સગા- સંબંધીઓ કે
મિત્રોના અમેરિકા વિઝિટના વાવડ આવવા માંડે. થોડા ઊડતી મુલાકાતે આવે તો કેટલાક અહીં
સ્થાયી થયેલા પરિવારના માતા- પિતા થોડા લાંબા સમયના વેકેશન પર આવે…..

આવા જ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા આવવાનો વાયદો કરતા એક યુગલની
વાત છે. આ વર્ષે તો આવશે જ એવી ચોક્કસ ખાતરી હતી. એનું એક કારણ એ કે એમના દિકરાની ૧૨
બોર્ડની પરીક્ષા પતી ગઈ હતી અને હવે જરા લાંબુ વેકેશન મળ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી
ભણવાનો ભાર લઈને ફરતા દિકરાની સાથે એમના પણ કેટલાય દિવસો ભારભર્યા પસાર થયા હતા અને રાતોની ઊંઘ વેચીને ઊજાગરા વહોર્યા હતા એની જાણ હતી.
આ સમય હતો લાંબા સમયથી વેઠેલા ટેન્શનને થોડો સમય હળવો કરવાનો. ફરી એકવાર બીબાઢાળ જીંદગી
શરૂ થાય એ પહેલાં તાજગીની હવા ભરી લેવાનો. ફરી એક હોડમાં દોડવા સજ્જ થવાનો….વગેરે વગેરે……

પણ…

View original post 709 more words

Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.

ફિલ્મ રિવ્યુ -કલંક ૩0 -કવિતા શબ્દોની સરિતા


Blog Stats

  • 132,316 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2019
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: