૨3 -કવિતા શબ્દોની સરિતા

March 11, 2019 at 6:29 pm

ઓ.હો.હો.હો..

કેટલો બધો તો વટ પડી ગયો આપણા બધાનો નહીં? ( આપણા બધાનો એટલે આપણો- આપણી સ્ત્રી શક્તિનો) અચાનક જાણે સૌમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવનામાં ભરતી આવી ગઈ.

નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ સુધીનો પૂજ્યભાવ દર્શાવવામાં આવ્યો. તો કોઈએ વળી વેદમંત્રને ટાંકતા કહ્યું કે, “ હે સ્ત્રી તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર છે, તું હજારો પ્રકારનાં પરાક્ર્મ દાખવી શકે છે એટલે તું સહસ્ત્રવીર્યા છે. તું મને શક્તિ પ્રદાન કર.”

અરે વાહ! કેટલી બધી સોજ્જી સોજ્જી વાતો અને સુંવાળી ભાવનાઓનો ખડકલો ચારેબાજુથી થવા માંડ્યો. શું હતું આ બધુ? કેમ ભૂલી ગયા? ૮ માર્ચ અને ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. અચાનક આગલી રાત સુધી સ્ત્રી/ પત્નિ વિશે જાતજાતના જોક્સ કહીને તાલી આપનારા લોકોએ પણ એ દિવસે મા-બહેન, ભાભીથી માંડીને તમામ સગાઈઓ ધરાવતી સ્ત્રીઓને ઉચ્ચ આસને બેસાડી દીધી. ટન ટન ટન કરતી ઘંટડીઓ વગાડીને પૂજા પણ કરી લીધી.

ખબર છે ભાઈઓ આજે આ જ લક્ષ્મીપૂજન કરતાં પેજ પર કાલે સસ્તા જોક્સ મુકાવાના જ છે. ટેવાઈ ગયા હવે તો.. દુનિયાભરના કૉમેડીયન પણ એમની પત્નીઓને ટાર્ગેટ બનાવીને સસ્તું મનોરંજન પીરસતા હોય જ છે અને આ જ નારી તું નારાયણી કહેનારા એમાં ખડખડાટ હાસ્યની છોળથી એ માણત ય રહેવાના.

આમ કરી શકવાનું કારણ એ લોકોએ ક્યારેય વિચાર્યું ? એ લોકો આવી રીતે જોક્સ કરી શકે છે એનું કારણ એ નથી કે પત્નિઓ ભોટ છે. એનું કારણ એ છે પત્નિઓને આવી અર્થહીન, આવી ક્ષુલ્લક વાતોને ધ્યાનમાં લેવાની ટેવ જ નથી. પણ આવી જ રીતે આવા જ જોક્સ જો પત્નિઓ એમના પતિ પર કરશે તો એમનો શો પ્રતિભાવ હશે  એ વિચારવાની જ જરૂર નથી. સાક્ષાત રૌદ્ર સ્વરૂપ કોને કહેવાય એની તાત્કાલિક જાણ થઈ જશે.

એવું ય નથી કે નારી વિશે ક્યાંય ક્યારેય કશું સારું લખાયું જ નથી. લખાયું છે. અનેકવાર લખાયું છે, અઢળક લખાયું છે. એમાંથી આ નારી શું છે એના માટેની  શૂન્યપાલનપુરી સાહેબની એક રચના જોઈએ.

એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર

મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી,દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર,

ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરૂએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી,

પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ,કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ

ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું, એક એક ‘દી સર્જકે નારીનું સર્જન કર્યું

દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી..

કોઈએ વળી એવું પણ કહ્યું કે સ્ત્રીએ પુરુષ સમોવડી થવાની જરૂર જ નથી કારણકે પુરુષ જે કરે કે કરી શકશે તે તું નથી કરી શકવાની. હા! અહીં એમાં એને ઉતારી પાડવાની કોઈ વાત નથી. કેમ? કારણકે નારી એક હદથી ઓછી કે ઉણી ઉતરી જ ન શકે એવો એમાં ભાવ છે. એ કહે છે કે શું જ્ઞાનની શોધ માત્ર બુદ્ધને જ હતી? તને ય હશે પણ તું તારા પતિ કે નવજાત શિશુને છોડીને જઈ શકે એવી કઠોર કે જડ બની શકીશ? કે  પતિએ કરી જ નથી એવી ભૂલ માટે રામની જેમ તું એની અગ્નિ પરીક્ષા લઈ શકવાની નથી. નથી યુધિષ્ઠિરની જેમ તું તારી ઇચ્છાઓની પરિતૃપ્તિ કે જીતવાની જીદ માટે તારા પતિને દાવ પર મુકી શકવાની. તું તો એના સન્માન માટે થઈને તારી જાતને કુરબાન કરી દઈશ. સાવિત્રીની જેમ યમરાજના પાશમાંથી પણ પતિને મુક્ત કરાવી શકે એ તું છો. તું તો ઈશ્વરનું એક ઉત્તમ કૃતિ છો. તારે તો તારી જાતને સાબિત કરવાની લેશમાત્ર જરૂર નથી. આ સ્ત્રી છે. એનો અવતાર જ એક અવતારને જન્મ આપવા માટે થયો છે.

આવા દિવસે નારીની પોતાની ઓળખ આપતી એક રચના પણ જોઈ ( પ્લીઝ એના રચયિતાનું નામ ખબર હોય તો જણાવશો.)

હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું……

માં બાપના આંગણમાં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……

હું પત્ની છું,હું માતા છું, હું બહેન છું,હું બેટી છું,

કૈક રહસ્યો છુપાય એવી તાળાંવાળી પેટી છું.

જો ઝાંકવું હોય મનની  ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……

હું ચંચલ છું કો હરણી શી, ખળખળ વહેતી કો ઝરણી શી,

ગમે તેટલા પત્થર ફેંકો,ચૂપચાપ સહુ હું ધરણી શી.

સુર મેળવો તો મીઠા સૂરે, ઝંકૃત થતી સિતારી છું……

કોમળ છું મૃણાલ દંડ સમી,મેઘધનુના સાતે રંગ સમી,

રીઝું તો વરસું ઝરમર ને ખીજું તો બારે ય ખંગ સમી.

જો છંછેડે કોઈ મુજને તો, સો મરદોને ભારી છું…..

સમર્પણ છે મુજ રગરગમાં, વિશ્વાસ છલોછલ હર ડગમાં,

સદાય જલતો રહે તે કાજે, પ્રેમ પૂરું હું દીપ શગમાં

મળવા સાગરને તલતલ તલસે એ, નિર્મળ ગંગા વારિ છું…

હું નારી છું

એક સરસ મઝાની એડવર્ટાઈઝ છે. સવારમાં એક સાથે ઘરના તમામ સદસ્યોની માંગને પહોંચી વળવા બે નહીં બાર હાથે કામ કરતી ગૃહિણીને એમાં ફોકસ કરવામાં આવી છે અને એ પણ સાવ સરળતાથી હસતા- રમતાં સૌને તૃપ્ત કરતાં બતાવી છે. આ સ્ત્રી છે. સ્ત્રીને પોતાની જવાબદારીઓની બરાબર ખબર છે. એણે સમયના ટુકડાની વચ્ચે પોતાની જાતને ગોઠવીને એક જિગ્સૉ પઝલની જેમ આખી ગેમ પુરી કરવાની છે. ક્યાંય કોઈ સાંધો કે રેણ ન દેખાય એવી રીતે અને એ કરી શકે જ છે.

આવા આ ૮ માર્ચના દિવસે એક એકદમ યથાર્થ મેસેજ મળ્યો.

૮ માર્ચે જ ૮ માર્ચ કેમ?

રોજે રોજ ૮ માર્ચ કેમ નહી?

આ વાત જે સમજી લેશે એને ક્યારેય કોઈ ૮ માર્ચની રાહ જ નહીં જોવી પડે.

"બેઠક" Bethak

ઓ.હો.હો.હો..

કેટલો બધો તો વટ પડી ગયો આપણા બધાનો નહીં? (આપણા બધાનો એટલે આપણો- આપણી સ્ત્રી શક્તિનો) અચાનક જાણે સૌમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવનામાં ભરતી આવી ગઈ.

નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ સુધીનો પૂજ્યભાવ દર્શાવવામાં આવ્યો. તો કોઈએ વળી વેદમંત્રને ટાંકતા કહ્યું કે, “હે સ્ત્રી તું અજેય છે,તું વિજેતા છે,તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર છે,તું હજારો પ્રકારનાં પરાક્ર્મ દાખવી શકે છે એટલે તું સહસ્ત્રવીર્યા છે. તું મને શક્તિ પ્રદાન કર.”

અરે વાહ! કેટલી બધી સોજ્જી સોજ્જી વાતો અને સુંવાળી ભાવનાઓનો ખડકલો ચારેબાજુથી થવા માંડ્યો. શું હતું આ બધુ?કેમ ભૂલી ગયા?૮ માર્ચ અને ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. અચાનક આગલી રાત સુધી સ્ત્રી/પત્નિવિશે જાતજાતનાજોક્સ કહીને તાલી આપનારા લોકોએ પણ એ દિવસે મા-બહેન,ભાભીથી માંડીને તમામ સગાઈઓ ધરાવતી સ્ત્રીઓને ઉચ્ચ આસને બેસાડી દીધી. ટન ટન ટનકરતી ઘંટડીઓ વગાડીને પૂજા પણ કરી લીધી.

ખબર છે ભાઈઓ આજે આ જ લક્ષ્મીપૂજન કરતાં પેજ પર કાલે સસ્તા જોક્સ મુકાવાના જ છે.ટેવાઈ…

View original post 642 more words

Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.

૨૨ – કવિતા શબ્દોની સરિતા ૨૪ – કવિતા શબ્દોની સરિતા


Blog Stats

  • 124,790 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2019
M T W T F S S
« Feb   Apr »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: