Archive for February, 2019

૨૧ -કવિતા શબ્દોની સરિતા

તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ
સબસે હિલમિલ ચાલિયો નદી-નાવ-સંજોગ….

વાત બહુ સીધી અને સરળ છે પણ સમજીએ તો ગહન પણ એટલી જ છે અને સ્વીકારી લઈએ તો સુખ જ સુખ પણ આ ભાતભાતકે લોગમાં ય આપણે કેટલા લોકો સાથે હળી-મળીને રહીએ છીએ? અરે! સાવ આપણાં જ પોતાના સાથે સંપૂર્ણ સંમત નથી થઈ શકતા તો સ્વીકારી લેવાની વાત જ ક્યાં?

આપણે હંમેશા નહીં તો મોટાભાગે પણ સામેની વ્યક્તિમાં ક્યાંક કશુંક બદલવાની કોશિશમાં જ હોઈએ છીએ . કાયમ આપણે સામેની વ્યક્તિને આપણા ઢાંચામાં ઢાળવા માંગીએ છીએ. આપણા ગમા-અણગમા મુજબ એ વર્તે એવું ઈચ્છીએ છીએ અને આપણા પગ નીચે રેલો આવે તો કહી દઈએ કે ભઈ, હવે આ મોડલમાં કોઈ ચેઈન્જ નહી થાય. હું જેમ છું એમ જ રહીશ. જેમ છું એમ જ મને સ્વીકારો.. આ સત્ય સૌથી વધુ તો પતિ-પત્નિને લાગુ પડે છે.

અને તેમ છતાં આ એક સત્ય પણ એટલું જ લાગુ પડે છે કે પતિ-પત્નિનો સંબંધ જ સૌથી છેવટ સુધીનો. આ વાત લગભગ મોટાભાગના લોકો માટે હકિકત છે. આપણા જીવનમાં આવતી પ્રત્યેક વ્યક્તિઓમાં જો પસંદગીની અગ્રતા આપવાનું કહેવામાં આવે તો આપણે કોને આપીશુ?

આ અંગે અહીં એક વાત કહેવાનું મન થાય છે.એક પતિ-પત્નિને ઘણાં સમય પછી અનેક બાધા આખડીઓ અને તબીબી સારવાર ફળી અને સંતાનયોગ પ્રાપ્ત થયો.પુત્ર  જન્મ પછી પત્નિ તો માત્ર મા બની ગઈ. પુત્ર પર જ ઓળઘોળ..એટલી હદે પુત્રમય થતી ગઈ અને પતિ હાંસિયામાં ધકેલાતો ગયો. એની એક એક ક્ષણ માત્ર અને માત્ર પુત્ર માટે જ. દિકરો મોટો થતો ગયો એમ એમ એની પાછળ એ વધુ ને વધુ રોકાતી ચાલી. ક્યારેક તો આ મન્નતથી  માંગેલા માટે મનના માણીગર સાથે વાક્-યુધ્ધ કે અબોલા સુધી વાત પહોંચી જતી. સાવ ખુલ્લી આંખે એનો પુત્ર પ્રત્યેનો સ્નેહ સૌને દેખાઈ આવતો.

એક દિવસ કોઈએ એને પૂછ્યું…“ભવિષ્યમાં કોઈ એકની જ સાથે રહેવાનો નિર્ણય લેવો પડશે તો તું કોની સાથે રહીશ? તું કોની સાથે હોઈશ?

ક્ષણનાય વિલંબ વગર પત્નિએ કહી દીધું “ સાથ તો જીવનના અંત સુધી તો પતિનો જ હોય ને. કેમ કોઈ શંકા છે?”“અરે?” ..પ્રશ્ન પૂછનારને તો  કંઇક જુદા અને એણે ધારેલા જવાબની અપેક્ષા હતી પણ એને બદલે અનપેક્ષિત જવાબ સાંભળીને આશ્ચર્ય વધુ થયું. પૂછનારનું આશ્ચર્ય જોઈને પત્નિએ ખુબ સરસ જવાબ આપ્યો..“મને ખબર છે આજે મારા માટે મારો દિકરો કેન્દ્ર સ્થાને છે કારણક આજે એ મારા પર નિર્ભર છે. કાલે એ સ્વનિર્ભર થશે. આજે એ મારી દુનિયા છે. કાલે એની દુનિયામાં અન્ય કોઈનો પ્રવેશ થશે.એની પ્રાયોરિટી બદલાઈ જશે. એની ક્ષિતિજો વિસ્તરશે ત્યારે એના કેન્દ્ર સ્થાને અન્ય કોઈ હશે. એ અમારી સાથે હશે, અમે એની સાથે રહી શકીશું તો એને અમારા ભાગનું સુખ માનીને સ્વીકારી લઈશું. સાથે નહીં હોય તો એ વાસ્તવિકતાને પણ સ્વીકારવાની તૈયારી છે જ પણ જેની સાથે છેડાછેડી બંધાઈ છે એ તો જીવનના અંત સુધી બંધાયેલી રહેશે જ. એ જ મારું સત્ય છે.”

આ સત્યના સ્વીકાર સાથે જ જીવેલું જીવન એના અંત સુધી મઝાનું રહેશે.વધતી જતી ઉંમર સાથે એકબીજા પરત્વે- એકબીજા પ્રત્યે આપણે વધુ ને વધુ સજાગ બનતા જઈએ છીએ. આપણી જાત કરતાં ય વધુ જીવનસાથીની ચિંતા કરતાં થઈ જઈએ છીએ. પહેલાં બહાર ગયેલી વ્યક્તિ ઘરે પાછી આવે ત્યાં સુધી એની રાહ જોવામાં મીઠ્ઠી અધીરાઈ રહેતી એમાં હવે ઉચાટ ભળે છે. પહેલાં એને આવતા વાર લાગતી તો આપણો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. હવે જો આવતા મોડું થાય તો ચિંતાથી પ્રેશરનો પારો ઊંચે ચઢવા માંડે છે.બહુ જ હસવા જેવી વાત છે પણ હકિકત હસવામાં કાઢવા જેવી નથી. રાત્રે પતિના નસકોરાંથી ઊંઘ ઊડી જતી હોય એવી પત્નિને હવે પતિના નસકોરા ન સંભળાય તો ઊંઘ ઊડી જાય છે. ઉંમર જતાં જો પતિના જો નસકોરાં ધીમા પડે કે શાંત પડે તો ચિંતાના લીધે ઊંઘમાં ખલેલ પહોંચે છે. ચિંતાથી જાગીને એ પતિને હડબડાવીને પૂછી લેશે ..”બધુ બરોબર છે ને? કેમ ઊંઘ નથી આવતી? ના..આ તો જરા નસકોરા ના સાંભળ્યાને એટલે પૂછી લીધું”

શું છે આ બધું ?

વર્ષો પહેલાં એકબીજાને બદલવાની કોશિશ કરતાં કરતાં વર્ષોના સાથ પછી એકબીજાથી ટેવાતા જઈએ છીએ. પહેલાં સામેની વ્યક્તિને બદલવાના આયાસો નિષ્ફળ જાય તો અકળાઈ જતાં હવે એની આદત બદલાય તો અનુકૂલન સાધવાનું અઘરુ પડે છે. એને એની તમામ સારી-નરસી, સાચી-ખોટી આદતો સાથે સ્વીકારી લેવાની આપણને ટેવ પડતી જાય છે અને એનું કારણ પણ આપણે જાણીએ છીએ કે

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ,એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આ છેલ્લી ઘડીના સાથનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે સાચે જ એકલા પડવાનો એહસાસ મનમાં જાગે છે.

નસીબદાર છે એવા કેટલાય કે જેમની છેલ્લી ઘડીએ પણ એમનો પરિવાર સાથે હોય છે. બાકી તો ઘણાં ય એવા છે કે જેમણે સ્વીકારી લીધું છે કે હર્યો-ભર્યો માળો છોડીને પોતાનું આકાશ આંબવા ઉડી ગયેલા પક્ષીઓ પછી એ માળાના  તણખલા સાચવતા આપણે બે જ હોઈશું. વર્ષોથી ચાલતા આવતા રીસામણા-મનામણા અને લાડ માટે પણ છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખોની રોશની ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે ત્યારે એકમેકનો હાથ ઝાલવા પણ આપણે બે જ હોઈશું અને અંતે


સાથ જ્યારે છૂટતો જશે,વિદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે પણ આપણે બે જ હોઈશું.

કાવ્ય પંક્તિ- મૃગાંક શાહ

 

"બેઠક" Bethak

તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ
સબસે હિલમિલ ચાલિયો નદી-નાવ-સંજોગ….

વાત બહુ સીધી અને સરળ છે પણ સમજીએ તો ગહન પણ એટલી જ છે અને સ્વીકારી લઈએ તો સુખ જ સુખ પણ આ ભાતભાતકે લોગમાં ય આપણે કેટલા લોકો સાથે હળી-મળીને રહીએ છીએ? અરે! સાવ આપણાં જ પોતાના સાથે સંપૂર્ણ સંમત નથી થઈ શકતા તો સ્વીકારી લેવાની વાત જ ક્યાં?

આપણે હંમેશા નહીં તો મોટાભાગે પણ સામેની વ્યક્તિમાં ક્યાંક કશુંક બદલવાની કોશિશમાં જ હોઈએ છીએ . કાયમ આપણે સામેની વ્યક્તિને આપણા ઢાંચામાં ઢાળવા માંગીએ છીએ. આપણા ગમા-અણગમા મુજબ એ વર્તે એવું ઈચ્છીએ છીએ અને આપણા પગ નીચે રેલો આવે તો કહી દઈએ કે ભઈ, હવે આ મોડલમાં કોઈ ચેઈન્જ નહી થાય. હું જેમ છું એમ જ રહીશ. જેમ છું એમ જ મને સ્વીકારો.. આ સત્ય સૌથી વધુ તો પતિ-પત્નિને લાગુ પડે છે.

અને તેમ છતાં આ એક સત્ય પણ એટલું જ લાગુ પડે છે કે પતિ-પત્નિનો સંબંધ જ સૌથી છેવટ સુધીનો…

View original post 617 more words

February 25, 2019 at 11:25 am

૨૦-કવિતા શબ્દોની સરિતા

તે દિવસે સાવ હળવા મૂડમાં જલસા પર મનહર ઉધાસના કંઠે ગવાયેલું ગીત વાગતું હતું… મઝાની ઢળતી સાંજ હતી પણ ગળતો જામ હતો એમ તો નહીં કહું કારણકે જામ વગર પણ એ સાંજ સાચે જ મસ્ત હતી. હમણાંથી  દિવસ જરા લંબાયો છે અને તે દિવસે તો વળી ઉઘાડ પણ મઝાનો હતો. એ ગઝલના શબ્દો તો હતા જ સરસ અને એમાં સૂર, લય અને તાનના સમન્વય સાથે ગઝલ આગળ વધી….

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે…

પણ આ પ્રણયની શરૂઆત કોણે કરી હશે? એની તો તારીખ કે તવારીખ કોઈને ય ક્યાં ખબર છે? પણ આ પ્રણયનો ઇતિહાસ રચનાર કે પ્રણયના ઈતિહાસમાં પોતાનું નામ કાયમ કરનાર એક બેલડી તો સૌના મનમાં તરત જ સ્પષ્ટ ઉભરી આવવાની જ. કારણ પ્રણયની વાત આવે એટલે એના બ્રાન્ડ ઍમ્બૅસેડર જેવી એ જોડી યાદ આવ્યા વગર રહે ખરી?

યસ બરોબર જ સમજ્યા છીએ આપણે સૌ…

રાધા અને કૃષ્ણ….આ એક નામ- કદાચ કૃષ્ણે શબ્દોમાં રાધા પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હશે કે કેમ એની પણ આપણને ખબર નથી.  ગોકુળમાંથી નિકળતા છૂટા પડવાની વેળાએ  ‘ આઈ વિલ મિસ યુ’ કહ્યું હશે કે કેમ એવી કોઈ વાત આજ સુધી વાંચવામાં આવી નથી અને તેમ છતાં રાધા કે કૃષ્ણ એકબીજાને સતત મિસ કર્યા જ હશે એવી ખાતરી, એવો વિશ્વાસ તો આપણને છે જ. આ ખાતરી આ દ્ર્ઢ વિશ્વાસ ક્યાંથી અને કેવી રીતે આપણાંમાં આવ્યો?

પણ હા! પહેલા એક સવાલ કે આ એક નામ કહેવાય ખરું? અને જવાબ પણ તરત જ મળી આવે , “ હાસ્તો..વળી” આ તો એક જ નામ. ક્યારેય સાથે ન રહ્યા છતાં ય આજ દિન સુધી એકને યાદ કરો એટલે બીજું યાદ આવ્યા વગર રહે જ નહીં એને એક નામ જ કહેવાય ને? કૃષ્ણને ઓળખવા છે તો રાધાને જાણવી જ રહી કારણકે કૃષ્ણની તમામ સંવેદનાનું  નામ તો રાધા જ…કૃષ્ણના પણ કેટ-કેટલા રૂપ? એ પ્રેમી છે, પતિ છે, પાંડવો જ નહીં પાંચ પતિઓને વરેલી દ્રૌપદીના પણ સખા છે, એ રાજનીતિના આટાપાટા ખેલતા મુત્સદ્દી પણ છે. કૃષ્ણ તો મહાગ્રંથ સમી ગીતાનું મધ્યબિંદુ. એ ગોવિંદ પણ છે અને એ ગુરુ પણ..હવે આટ-આટલા સ્વરૂપોમાં એને સમજવો કેવી રીતે? તો એનો ય સાવ સીધો જવાબ છે..

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા

કારણકે પણ કૃષ્ણના કોઇપણ સ્વરૂપની ઉપરવટ એક એનું સ્વરૂપ છે અને એ છે રાધાનો કાન.. કૃષ્ણની આઠ રાણીઓ અને તેમ છતાં હ્રદયની રાણી તો એક જ..રાધા. રાધા… ગોકુળથી નિકળીને દ્વારકા સુધીની યાત્રામાં ક્યારેય એ, એક ક્ષણ માટે પણ રાધાને ભૂલ્યા હશે ખરા ? ના રે…

નથી આજે શ્રાવણ મહિનો કે નથી આજે કૃષ્ણજયંતિ અને તેમ છતાં ય આજે કેમ આ રાધા-કૃષ્ણની વાત ? એવો વિચાર આવે..આવે એ સ્વભાવિક પણ છે..એનું કારણ હમણાં જ બસ સાવ ચાર દિવસ પહેલાં જ ઢોલ-નગારાની નોબતે આવી ગયેલો વેલેન્ટાઈન્સ ડે કે જે દિવસે એકમેકને અપાયેલા લાલ ગુલાબોની પત્તીઓ પણ હજુ એટલી જ તાજી હશે, ક્યાંક કપડાં વચ્ચે કે પુસ્તક વચ્ચે જતનથી જળવાયેલી પણ હશે, અને કોઈના ચિત્તમાં એની આછી આછી ખુશ્બુ પણ ફેલાયેલી હશે. ઘૂંટણીયે બેસીને , “વિલ યુ બી માય વેલેન્ટાઈન” કહેવાયું હશે એનો રોમાંચ પણ ઓસર્યો નહીં હોય, રાતા ગુલાબ જેવા રંગના હ્રદયાકારના નરમ- સુંવાળા તકિયા કે ઓશીકાને પ્રિયતમનો ખભો સમજીને માથુ ઢાળીને સૂવાનો કેફ પણ હજુ અકબંધ હશે, અડધી અડધી વહેંચીને ખાધેલી ચોકલેટનો સ્વાદ જીભ પરથી ઓસર્યો નહીં હોય. એવા આ વરસમાં એક વાર આવતા દિવસે કોને ખબર કેમ પણ એક નામ મનમાં ઝબકી ગયુ. રાધા-કૃષ્ણ.

કેવી અલૌકિક જોડી ! આજ સુધી ક્યાંય કોઈ મંદિરમાં કૃષ્ણને રાધા વિન જોયા? કૃષ્ણ તો સદાય શ્રેષ્ઠ- પ્રેમી, પતિ કે મિત્ર-કૃષ્ણના કોઈપણ સ્વરૂપને આપણે સૌએ સ્વીકાર્યું જ છે. કોઈ એમ કહે કે પતિ એકનો અને પ્રેમી અન્યનો? અને વળી સખાસ્વરૂપ પણ કોઈ ત્રીજી જ વ્યક્તિ માટે? પણ આ ત્રણે સ્વરૂપની એક સરખી સ્વચ્છ અને સુરેખ છબી જો જાળવી શક્યા તો એ એક માત્ર કૃષ્ણ જ..

વેલેન્ટાઈન્સ ડે એટલે પણ પ્રેમની અભિવ્યક્તિ… પણ એ પ્રેમ એટલે કોઈ એક જ વ્યક્તિ તરફનો નહીં એ વાત કૃષ્ણથી વધીને અન્ય કોણ સમજી શક્યું હશે કે સમજાવી શક્યું હશે…એને ચાહનાર સૌને એણે ચાહ્યા જ છે……પ્રેમ એટલે અઢી અક્ષરોમાં સમાઈ જતો લાગણીઓનો મહાસાગર અને વેલેન્ટાઈન’સ ડે એટલે આ અભિવ્યક્તિની વિશેષ મહત્તાનું પ્રતીક…

પણ સાથે આવા જ પ્રેમની મહત્તા ધરાવતા દિવસે જ એક ગોઝારી ઘટના બની..…..અને ત્યારે ય કૃષ્ણ જ યાદ આવે. એમણે જ કહ્યું હતું ને કે.. ધર્મની હાની થશે, અધર્મનો ફેલાવો થશે ત્યારે સજ્જનોની રક્ષા કાજે, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરીશ..

અત્યારે જ્યારે સ્નેહધર્મની હાનિ થઈ રહી છે અને વેર-ઝેરરૂપી અધર્મનો ફેલાવો થઈ રહ્યો  છે. ત્યારે સ્વયં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું હતું એ યાદ આવે..ચારેકોર જ્યાં પ્રેમની ઉર્જા વહી રહી હોય એવા જ દિવસે આતંકવાદી હુમલામાં ૪૪ જુવાનો શહિદ થયા. મનમાં વિચાર આવે કે જેના હ્રદયમાં ભારોભાર વેર-ઝેર કે ઝનૂન વ્યાપેલું હોય એમના ય હ્રદયમાં હે ઈશ્વર વધારે નહીં તો પ્રેમના કમ સે કમ બે-ચાર બુંદ તો ટપકાવી દે..કદાચ પ્રેમનું એ અમૃત એમના ય હ્રદયમાં સૂકાઈ ગયેલી કુમાશને ફરી લીલીછમ કરી દે…સારાસારબુદ્ધિ પર તમસ છવાયો છે એવા લોકોના દિલ-દિમાગ સ્નેહની સંજીવનીથી સુંવાળા તો બને.

ગઝલ પંક્તિ- આદિલ મન્સૂરી સાહેબ

કાવ્ય પંક્તિ- શ્રી મુકેશ જોશી

"બેઠક" Bethak

તે દિવસે સાવ હળવા
મૂડમાં જલસા પર મનહર ઉધાસના કંઠે ગવાયેલું ગીત વાગતું હતું… મઝાની ઢળતી સાંજ હતી પણ
ગળતો જામ હતો એમ તો નહીં કહું કારણકે જામ વગર પણ એ સાંજ સાચે જ મસ્ત હતી. હમણાંથી દિવસ જરા લંબાયો છે અને તે દિવસે તો વળી ઉઘાડ પણ
મઝાનો હતો. એ ગઝલના શબ્દો તો હતા જ સરસ અને એમાં સૂર, લય અને તાનના સમન્વય સાથે ગઝલ
આગળ વધી….

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે…

પણ આ પ્રણયની શરૂઆત
કોણે કરી હશે? એની તો તારીખ કે તવારીખ કોઈને ય ક્યાં ખબર છે? પણ આ પ્રણયનો ઇતિહાસ રચનાર
કે પ્રણયના ઈતિહાસમાં પોતાનું નામ કાયમ કરનાર એક બેલડી તો સૌના મનમાં તરત જ સ્પષ્ટ
ઉભરી આવવાની જ. કારણ પ્રણયની વાત આવે એટલે એના બ્રાન્ડ ઍમ્બૅસેડર જેવી એ જોડી યાદ આવ્યા
વગર રહે ખરી?

યસ બરોબર જ સમજ્યા
છીએ આપણે સૌ…

રાધા અને કૃષ્ણ….આ
એક નામ- કદાચ કૃષ્ણે…

View original post 655 more words

February 18, 2019 at 1:25 pm

૧૯ -કવિતા શબ્દોની સરિતા

વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી, ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વૃક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલછલ છલકતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ. વસંત એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલી ઉઠેલું, મઘમઘતી સુવાસથી મહેંકી ઉઠેલું, ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકતું વાતાવરણ.

વસંતના આગમનની છડી પોકારતી હોય એવી પીળી સરસવ અને પીળો ધમરક ગરમાળો, કેસરિયો કેસૂડો,  લાલચટક ગુલમહોર લહેરાવા માંડે જાણે ઈશ્વરે રંગછાંટણાથી-રંગોના લસરકાથી પૃથ્વીને, પૃથ્વીના તત્વોને સજાવવાનું શરૂ કર્યું. આ રંગછટાને લીધે જ વસંતપંચમીને રંગપંચમી પણ કહી હશે ને? જાણે ચારેકોરથી એકધારા સૂક્કા ભઠ્ઠ ઝાડમાં જીવ આવ્યો અને રંગીની છવાઈ. પિયુને જોઈને આળસ મરડીને બેઠી થયેલી નવયૌવનાની જેમ એનામાં પણ જાણે સંચાર થયો.

હવે કોઈને પણ એમ થાય કે હજુ તો આ કડકડતી ઠંડીમાં ઝાડ પર પણ જ્યાં ને ત્યાં સ્નોના તોરણો લટકતા હોય ત્યાં કેવી વસંત અને કઈ વસંત? પણ ના સાવ એવું ય નથી હોં કે…..

આજે સવારે ઉગમણી દિશાએથી રેલાતા સૂરજના સોનેરી કિરણોમાં મારા ઘરના કૂંડાંમાં રોપેલા તુલસીના રોપા પર માંજર લહેરાતી જોઈ અને સાથે જાંબુડિયા રંગના ઝીણા ઝીણા ફૂલો જોયા. અહો આશ્ચર્યમ….. વાસંતી વાયરાની શાહેદી આપતા આ નાજુક પુરાવાએ મન પ્રફુલ્લિત કરી દીધું અને ખબર પડી કે વસંત આવી રહી છે બાકી તો અહીં

રેડિયો પર ફાગણના ગીત વાગે ને

શહેરના મકાનોને ખબર પડે કે

આજે વસંતપંચમી છે.

એવા હાલ હોય …

પણ ના, આ નાનકડા રોપા પર ડોકાતી માંજર અને પેલા જાંબુડી રંગના ઝીણા અમસ્તા-ટબુકડા ફૂલોને જોઈને લાગ્યું કે અહીંની સ્પ્રિંગને ભલે કદાચ થોડી વાર હશે પણ આપણી વસંત તો નજર સામે લહેરાઈ રહી છે. સવારે આવીને જાંબલી રંગે મઢેલા પરબીડિયામાં કોઈ મારા ઘરમાં વસંત સરકાવી ગયુ અને ઘરમાં સરકેલી વસંત જોઈને વિશ્વાસ બેઠો કે હવે ઘરની બહાર પણ એને આવકારવાની ઘડી ઝાઝી દૂર નથી અને સાચે જ મનમાં રાજીપો છવાઈ ગયો..

કહે છે કે વસંત પંચમી એટલે પ્રકૃતિનો ઉત્સવ અને ત્યારે વિચાર આવ્યો કે આજનો માનવ એટલો સંવેદનશીલ રહ્યો છે ખરો? પ્રકૃતિમાં રેલાતી ચેતનાને માણવા જેટલી ફુરસદ એને છે ખરી? પ્રકૃતિને માણવાની સંવેદનશીલતાની વાત છોડો એની ફિતરતને સમજવા જેટલી સહિષ્ણુતા ય રહી છે ખરી?

હમણાં જ અતિશય ઠંડીમાં ઠરી ગયેલા લોકો માટે એક હળવો મજાકભર્યો મેસેજ જોયો…

“ઠંડીને અત્યારે આનંદથી માણી લ્યો સાહેબ, અત્યારે મફત મળે છે,

બે-ત્રણ મહિના પછી એના માટે પૈસા ચૂકવવાના જ છે…..”

વાતમાં મજાકનો સૂર છે પણ વાત વાસ્તવિક જ છે. આપણે  તો ભઈ એટલા તો અસહિષ્ણુ થઈ ગયા છીએ કે બધુ જ માફકસરનું જ ખપે, ન જરાય ઓછું, કે ન જરાય  વધારે. ઠંડી હોય કે ગરમી સહન થાય એટલી માફકસરની જ ખપે છે. વરસાદ ન આવે તો આપણે એટલા તો અધીરા… અને આવે તો કહીશું, “ખમૈયા કર બાપલા…હવે તો અટકવાનું નામ લે ભઈસાબ” આપણે તો કુદરતને પણ આપણે આપણી મરજી મુજબ જ આવકારવી હોય છે. આપણી સગવડે જ સાચવવી હોય છે.

અને પછી પાછી પ્રકૃતિ પર મહેરબાની જોઈને ઈશ્વરને આપણે ફરીયાદ પણ કરવી હોય છે કે

“માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વંસત આપી હોત તો?”

કદાચ મનુષ્ય માટે

ખુદાને પહેલેથી જ નફરત હશે

નહી તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે

એ રીતની મનુષ્યને પણ આપી હોત….

પ્રકૃતિને ઈશ્વરે જે રીતે પોતાની કૃપાથી નવાજી છે…દર વર્ષે જૂના પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી માંજર, નવી કૂંપળો, નવા ફૂલો આવે છે. વસંત આવે ને આખું ઉપવન મહેંક મહેંક. પક્ષીઓ ચહેક ચહેક… ત્યારે લાગી તો આવે જ ને કે અરે આપણે ઈશ્વરની આ કૃપાથી વંચિત કેમ?

કારણ માત્ર એટલું જ કે આપણે માત્ર આપણાં માટે જ જીવીએ છીએ, પ્રકૃતિની માફક બીજા માટે નહીં. જે ક્ષણથી આપણે અન્ય માટે જીવતા કે વિચારતાં પણ શીખીશું એ ક્ષણ જ આપણી વસંતપંચમી, એ ક્ષણથી જ આપણા જીવનની ક્ષણે ક્ષણે વસંતોત્સવ.

કાવ્ય પંક્તિ

શ્રી સુરેશ દલાલ / શ્રી ચંદ્રકાંત બક્ષી

"બેઠક" Bethak

વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી, ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણાકવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા
પર્ણો-વૃક્ષોજ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ
ઉષ્માથીચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો
અતિરેક અસહ્ય છે.અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના
માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું
સંયોજન છે.

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે
નિસર્ગનો છલછલ છલકતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ. વસંત એટલે તરુવરોનો
શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું,
ખીલી ઉઠેલું, મઘમઘતી સુવાસથી મહેંકી ઉઠેલું,
ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકતું વાતાવરણ.

વસંતના આગમનની છડી પોકારતી હોય એવી પીળી સરસવ અને પીળો ધમરક ગરમાળો, કેસરિયો કેસૂડો,
લાલચટક ગુલમહોર લહેરાવા માંડે જાણે ઈશ્વરે રંગછાંટણાથી-રંગોના
લસરકાથી પૃથ્વીને, પૃથ્વીના તત્વોને સજાવવાનું શરૂ કર્યું. આ રંગછટાને…

View original post 511 more words

February 11, 2019 at 8:29 am

૧૮-કવિતા શબ્દોની સરિતા

આજે એક સરસ મઝાનું વાક્ય વાંચ્યું. ખુબ ગમ્યું.-

”મનનું મૌન એ સૌથી મોટા આશીર્વાદ છે કારણકે શાંતિ

અને ડહાપણ આવા જ મૌનના બીજમાંથી સ્ફૂરતા હોય છે.”

આજે આ કોલાહલથી ખદબદતા વિશ્વમાં મૌનનો મહિમા કદાચ વિપશ્યનામાં ભળેલા કે મેડિટેશનને સમજેલા લોકો સિવાય ભાગ્યેજ કોઈ સમજી શકતા હશે. મૌન એટલે શું કે એ કેવી રીતે અનુભવાય એ કદાચ આજની જટીલ સમસ્યા હોઈ શકે. સતત ટેક્નોલૉજી વચ્ચે ઘેરાયેલો માણસ યંત્રવત બનતો જાય છે. એનું પોતાપણું એ ગુમાવતો જાય છે. જાત સાથે સંવાદ કરવાનું ભૂલતો જાય છે. એ તો સતત નજર સામે ઠલવાતી રહેતી, આભાસી કહો કે પ્રત્યેક્ષ પણ હકિકતમાં ન હોય એવી વર્ચ્યૂઅલ દુનિયામાં ખુંપતો જાય છે. એક ક્ષણ મળે તો એમાં પણ એ હાથમાં રહેલા પેલા નાનકડા સ્ક્રીનમાં દેખાતી દુનિયામાં ખોવાતો જાય છે. એ તો પોતાની જાત સાથે પણ રહેવા નથી માંગતો. એ સામે કે સાથે રહેલી વ્યક્તિ સાથેની સંવાદિતા પણ ગુમાવતો જાય છે. કદાચ કોઈની સાથે એને વાત નથી કરવી પણ શાંતિની એક ક્ષણ પણ એને ખપતી નથી.

એને કોણ કહે કે થોડી ક્ષણો માટે પણ તું આમાંથી બહાર આવ. આ વર્ચ્યૂઅલ દુનિયા સિવાય પણ એક એક્ચ્યૂલ દુનિયા છે ખરી..

એક યુવકની વાત છે. એનું માનવું છે કે એ એકલો રહી શકે એમ છે. એને એની આસપાસ, એની જોડે, એની સાથે કોઈ ન હોય તો પણ કશો જ ફરક નથી પડતો. એની વાત સાંભળી રહેલા વડીલે હળવેથી પૂછ્યું.. “ તું સાચે જ એકલો રહી શકે છે ખરો? વિચારી જો…”

“હાસ્તો વળી” એણે જવાબ આપ્યો.

“એકલા હોવું એટલે શું એની તને ખબર છે ખરી? તું એકલો ક્યાં અને ક્યારે હોય છે? તારા હાથમાં સતત ટી.વી.નું રિમોટ કે તારો મોબાઈલ તો હોય છે જ..જેમાંથી તું સતત કંઇકને કંઇક જોયા કે સાંભળ્યા તો કરતો જ હોય છે ને? તારી આસપાસ તારા પોતાના નહીં પણ નજર સામે ટોળાબંધ લોકો તો હોય છે ને? હા ! એટલો ફરક કે તું ધારે ત્યારે એમને બોલતા બંધ કરી શકે અથવા એવા જ કોઈ બીજા ટોળાને તું તારી આસપાસ એકઠા કરી શકે. બાકી તું એકલો તો હોઈશ જ નહીં.”

વાત તો સાવ સાચી છે. માણસને માણસનું બોલવું ગમતું નથી પણ એકાંતમાં એ એકલતા તો અનુભવે જ છે. એકાંતનું મૌન, ખામોશી, ચુપકીદી એને અકળાવતી હોય છે એટલે એ એની આજુબાજુ વર્ચ્યૂઅલ કોલાહલને વિંટાળે રાખે છે.

આ એક વાતને કવિએ થોડાક શબ્દોમાં સરસ રીતે કહી છે..

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો

સુણવાની મૌન ટેવ સૌને કાશ! હોય તો.

મૌન, ખામોશી, ચુપકીદી- આ ત્રણે એક સરખા લાગતા શબ્દોમાં પણ એક ઝીણી ભેદરેખા તો છે જ. મૌન એટલે મૂંગાપણું. ખામોશી એટલે સબૂરી કે ધીરજ અને ચુપકીદી એટલે શાંતિ-ભીતરની શાંતિ પણ આ સાચે જ કોઈને ખપે છે ખરી? જો મૌન માણવું હોય તો એ પણ ઘણું બધું કહે જશે. તમને એકલા તો નહીં જ રહેવા દે.

ખરેખર તો મૌન એટલું તો સશક્ત છે કે કહેવાયું છે

“આપણા સામટા શબ્દો ઓછા પડે, 

મૌનના એટલા રંગ છે.”

કદાચ એવું બને કે મૌન રહે તો માણસ પોતાની જાત માટે વિચારી શકે, પોતાને ઓળખી શકે. માટે જ કવિ કહે છે ને કે.

લાગણીને મૌનની ભાષા મળે છે

બસ વિચારો એ પછી તાજા મળે છે.

 અને  આજની એક મઝાની વાત કહું?

આજે મૌની અમાસનો મહિમા જાણીને આજના દિવસે એક વડીલે એવું નક્કી કર્યું કે આજે મારે મૌન છે. પણ આ મૌન કેવું ખબર છે? સવારે ચા માટે પુત્રવધુને કાગળ પર લખીને કહ્યું, “ આજે ચા જોડે મારા માટે નાસ્તામાં ભાખરી મુકજે અને જમવામાં સહેજ શીરો શેકી લેજે.”

બોલો આવું પણ મૌન હોઈ શકે ! આ તો થઈ હળવી વાત બાકી મૌનમાં કેટલી તાકાત છે એ કોણ નથી જાણતું? ક્યારેક અનેક શબ્દો જે વ્યકત ન કરી શકે એ મૌનથી પણ વ્યકત થઈ શકે. આપણે ખોટા છીએ એટલે મૌન રહીએ છીએ ? ના દરેક સમયે એવું નથી હોતું. ક્યારેક દલીલોની સામે કે કોઈના ગુસ્સા સામે મૌન સ્મિતનો પણ પડઘો આપી શકીએ છીએ અને ખરેખર જે ઘણું કહીને સમજાવી નથી શકાતું એ ખામોશ રહીને કહી શકાય છે. દલીલોથી કોર્ટમાં કેસ જીતાય છે સંબંધો નહીં. કદાચ મૌનની ભાષા દરેકને નહીં સમજાતી હોય પણ ક્યારેક હર્ષના- લાગણીના પૂર ઉમટ્યા હોય ત્યારે કશું ન બોલીને પણ ઘણું બધું કહી શકાય છે ને? મૌનથી પણ સંવાદ સાધી શકાય છે. જાત સાથે, ઈશ્વર સાથે………..

મૌન ત્યારે જ ધારણ કરી શકાય છે જ્યારે આપણાં ચિત્તમાં શાંતિના સ્પંદનો હોય. આજે સૌને ચિત્તમાં આવા શાંતિના સ્પંદનોભરી મૌની અમાસ મુબારક.

 

કાવ્ય પંક્તિ

રાજેન્દ્ર શુકલ , ડૉ. વિવેક મનહર ટેલર , પારસ હેમાણી

"બેઠક" Bethak

આજે એક સરસ મઝાનું વાક્ય વાંચ્યું. ખુબ ગમ્યું.-

”મનનું મૌન એ સૌથી મોટા આશીર્વાદ છે કારણકે શાંતિ

અને ડહાપણ આવા જ મૌનના બીજમાંથી સ્ફૂરતા હોય છે.”

આજે આ કોલાહલથી ખદબદતા વિશ્વમાં મૌનનો મહિમા કદાચ વિપશ્યનામાં ભળેલા કે મેડિટેશનને સમજેલા લોકો સિવાય ભાગ્યેજ કોઈસમજીશકતા હશે. મૌનએટલે શું કે એ કેવી રીતે અનુભવાયએ કદાચ આજની જટીલ સમસ્યા હોઈ શકે. સતત ટેક્નોલૉજી વચ્ચે ઘેરાયેલો માણસ યંત્રવત બનતો જાય છે. એનું પોતાપણું એ ગુમાવતો જાય છે. જાત સાથે સંવાદ કરવાનું ભૂલતો જાય છે. એ તો સતત નજર સામે ઠલવાતી રહેતી,આભાસી કહો કે પ્રત્યેક્ષ પણ હકિકતમાં ન હોય એવી વર્ચ્યૂઅલ દુનિયામાં ખુંપતો જાય છે. એક ક્ષણ મળે તો એમાં પણ એ હાથમાં રહેલા પેલા નાનકડા સ્ક્રીનમાં દેખાતી દુનિયામાં ખોવાતો જાય છે. એ તો પોતાની જાત સાથે પણ રહેવા નથી માંગતો. એ સામે કે સાથે રહેલી વ્યક્તિ સાથેની સંવાદિતા પણ ગુમાવતો જાય છે. કદાચ કોઈની સાથેએનેવાત નથી કરવી પણ શાંતિનીએકક્ષણ પણ એને ખપતી નથી.

એને કોણ…

View original post 519 more words

February 4, 2019 at 10:31 am


Blog Stats

  • 114,823 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 968 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!