Archive for January 29, 2019

૧૭- કવિતા શબ્દોની સરિતા

એ દિવસે સવારે ઊઠીને જોયું તો આગળ-પાછળ ચારેકોર સ્નોનું સામ્રાજ્ય. હજુ તો ગઈકાલ સાંજ સુધી ઠંડી આખા શહેરને ઘેરી વળી હતી અને આજે સ્નોએ જાણે ધવલ બિછાત પાથરી. ગઈકાલ સુધી સાવ સૂક્કા થઈ ગયેલા વૃક્ષો પર સ્નોએ એક મુલાયમ ચાદર ઓઢાડી દીધી. એ સૂક્કા થઈ ગયેલા કેટલાય દિવસોથી પર્ણો વગરના એ ઝાડને પોતાના આગોશમાં સમાવી લીધા.

અરે! ક્યાંક પોતાના અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા પેલા વૃક્ષો પર પણ પ્રકૃતિએ પ્રેમાળ હક જમાવી દીધો. પ્રકૃતિના એ પ્રેમાળ હકને એમણે સ્વીકારી જ લીધો હશે ને નહીંતર એ બર્ફીલી ચાદર વચ્ચેથી ક્યાંક ડોકાતી એની લીલી સળીઓ પર લચી રહેલી લાલ ચણોઠીઓ ય એટલી હસમુખી ના રહી હોત ને ?

આગલી સાંજે પહેલાં એવું લાગતું હતું કે જાણે વાયરો પણ કોઈ વાવાઝોડાની આગાહી લઈને વિંઝાઈ રહ્યો હતો. ઝાડ પણ કશુંક અકલ્પિત બનવાનું છે એવી આશંકાથી  ઠુંઠવાઈને સૂનમૂન………

અને એ ખાબક્યો…….

સૂસવાટા મારતા પવન સાથે એણે પોતાની પાંખ વિંઝવા માંડી. સાંજ સુધી રાખોડી લાગતા વાતાવરણે ધીમે ધીમે સફેદીની ઝાંય ધારણ કરવા માંડી. દૂર નજર કરો ત્યાં જાણે એવું લાગતું હતું કે..

ઝીણી ઝરમર વરસી !
આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !
એવી ઝરમર વરસી…

અને થોડીવારે બારીની બહાર નજર કરી તો લાગ્યું કે જાણે પ્રકૃતિએ પોષી પૂનમને હીરા-મોતીની વર્ષાથી વધાવી. અને મારો ચોક તો પૂનમની ઉગતી રાત્રે  ઝળહળ ઝળહળ… જાણે

‘મોતી વેરાણા મારા ચોકમાં”

ચમકતા હીરા-મોતી જેવા બરફના કરા જોઈને એવુ લાગતુ કે પૂનમની ચાંદનીમાં ચમકવા ન મળ્યું એવા સૌ તારાએ આભ પરથી ઉતરીને અવનિને અજવાળી. શરૂઆતમાં આ તારાની બિછાત જોતો ચાંદ પણ મલકતો હશે.

રાત આગળ વધતી જતી હતી અને એ ચાંદની રાતે ચમકતા હીરા-મોતી જેવા કરાના લીધે રૂપાળી લાગતી રાતની ચાંદને ચોક્કસ ઇર્ષ્યા આવી જ હશે. અવનિના પટ પર પથરાયેલી જાહોજલાલી જોઈને ચાંદને ચઢી રીસ અને બદલાયું એનું રૂપ.

ગૌર- ગૌરવવંતો ચાંદ જાણે ક્રોધે ભરાયો. કોપાયમાન ચાંદે પોતાની શુભ્રતા છોડીને રતાશ ધારણ કરવા માંડી. જાણે કોઈ રૂપગર્વિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થયો….હાસ્તો વળી ! નહીંતર ચંદ્ર અને રતાશને તો સો જોજનની દૂરી. પોષી પૂનમનો ચાંદ એની સૌમ્યતા છોડીને ગુસ્સાથી રાતોચોળ થઈને દૂર રહ્યો ધગધગતો રહ્યો અને રાત ઝમઝમ કરતી આગળ વધતી રહી.

ખેર, દરેક એક રાત પછી સવાર તો ઊગે જ છે.

જાગીને જોયું તો બીજા દિવસની સવાર તો વળી સાવ અનોખી. જાણે કોઈ વંટોળિયો વિંઝાયો જ નથી. ખુલ્લા આકાશ અને જમીન વચ્ચે બરફાચ્છાદિત વૃક્ષો ય સૂર્યના અજવાળે ભારે રૂપાળા,વધુ રમણીય દિસતા હતા. જમીન પર પથરાયેલો પેલો ધવલ ગાલીચો સૂર્યની રોશનીથી ઝગમગ ઝગમગ… બરફની સફેદી પરથી પરાવર્તિત થઈને સોનેરી ઝાંય બરફાચ્છાદિત વૃક્ષોને પણ વધુ ચમકીલા બનાવતી હતી. આગલી રાત્રે હીરા-મોતી જેવા કણોથી ઢંકાયેલા એ વૃક્ષો પર જાણે આજે સોનેરી પાસ ચઢ્યો અને એ સોનેરી ઝાંયથી વધુ ભવ્ય લાગતા  હતા. બરફ પર છવાયેલો સોનેરી ચળકાટ વધુ સુંદર, વધુ મનમોહક લાગતો હતો..

એક સમય હતો જ્યારે ચારેકોર લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી રૂમઝૂમ ઝૂમતી હતી ત્યારે પણ રસ્તે જતાં એક એવું ઝાડ આવતું કે જે કોઈ અકળ કારણોસર ક્યારેય પલ્લવિત જોયું જ નહોતું ત્યારે મનમાં હંમેશા એક એવો વિચાર આવતો કે જાણે એને શબ્દો મળે તો કહી દે કે…..

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

વાત તો સાચી જ ને કે જે કાયમથી ખાલીખમ છે એને વળી ખાલીપાનો શો ભય? આપણા જીવનમાં પણ પાનખર આવવાની જ છે એ જાણીએ છીએ તો પણ એનો આપણાં મનમાં સતત ભય તો રહેતો જ હોય છે. આપણામાં પણ જો પેલા સૂક્કાભઠ્ઠ ઝાડ જેવી મસ્તી કે ફકીરી ઉતરી આવે તો તો આપણને પણ આવનાર કોઈપણ સંજોગોનો ભય ન રહે..

આજે જોયું તો એ પેલા હંમેશા સૂક્કા રહેતા ઝાડે પણ પ્રકૃતિએ આપેલી સોગાત સ્વીકારી લીધી હતી અને એ પણ સૌની સાથે એમાનું જ એક બની રહ્યું હતું.

આપણે એવું કરી શકીશું? પેલાં અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા, શીતાગારમાં પણ  હંમેશા લીલાછમ રહેતા વૃક્ષોની જેમ કે પછી ક્યારેય લીલાશ ન ધારણ કરતાં વૃક્ષોની જેમ પ્રકૃતિએ-ઈશ્વરે સર્જેલા સંજોગોને રાજીખુશીથી સ્વીકારી શકીશું? આપણાં પ્રાણ સાથે જ જતી પ્રકૃતિને વળગી ન રહેતાં ઇશ્વરે સર્જેલી પ્રકૃતિને અનુરૂપ થઈને રાજી રહી શકીશું?

કાવ્ય પંક્તિ

ઉપેન્દ્ર પંડ્યા, અનિલ જોષી

"બેઠક" Bethak

એ દિવસે સવારે ઊઠીને
જોયું તો આગળ-પાછળ ચારેકોર સ્નોનું સામ્રાજ્ય. હજુ તો ગઈકાલ સાંજ સુધી ઠંડી આખા શહેરને
ઘેરી વળી હતી અને આજે સ્નોએ જાણે ધવલ બિછાત પાથરી. ગઈકાલ સુધી સાવ સૂક્કા થઈ ગયેલા
વૃક્ષો પર સ્નોએ એક મુલાયમ ચાદર ઓઢાડી દીધી. એ સૂક્કા થઈ ગયેલાકેટલાય
દિવસોથી પર્ણો વગરના એઝાડનેપોતાના આગોશમાં સમાવી લીધા.

અરે! ક્યાંક પોતાના
અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા પેલાવૃક્ષો પરપણ પ્રકૃતિએ
પ્રેમાળ હક જમાવી દીધો. પ્રકૃતિના એ પ્રેમાળ હકને એમણે સ્વીકારી જ લીધો હશે
નેનહીંતર એ બર્ફીલી ચાદર વચ્ચેથી ક્યાંક ડોકાતી એની લીલી સળીઓ પર લચી રહેલી
લાલ ચણોઠીઓ ય એટલી હસમુખી ના રહી હોત ને ?

આગલી સાંજે પહેલાં એવું
લાગતું હતું કે જાણે વાયરો પણ કોઈ વાવાઝોડાની આગાહી લઈને વિંઝાઈ રહ્યો હતો. ઝાડ પણ
કશુંક અકલ્પિત બનવાનું છે એવી આશંકાથીઠુંઠવાઈનેસૂનમૂન………

અને એ ખાબક્યો…….

સૂસવાટા મારતા પવન સાથે
એણે પોતાની પાંખ વિંઝવા માંડી.સાંજ સુધીરાખોડી લાગતા વાતાવરણે ધીમે
ધીમેસફેદીની ઝાંય ધારણ કરવા માંડી. દૂર નજર…

View original post 441 more words

January 29, 2019 at 2:43 pm 1 comment


Blog Stats

  • 114,822 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 968 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

January 2019
M T W T F S S
« Dec   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!