Archive for December 10, 2018

૧0- કવિતા શબ્દોની સરિતા

કોઈના કાર્યોની કદર કરવી, પ્રસંશા કરવી,ગૌરવ બક્ષવું એ કેટલું ઉમદા કાર્ય છે નહી? અને એમાં ય એવી વ્યક્તિઓનું જે પોતાનો જીવ હથેળીએ રાખી આપણા જીવની રક્ષા કરે છે. મોટાભાગે આજ સુધી આપણે સૌ પોલિસ કે ફોજી માટે ખાસ સન્માનની નજરે જોયું હોય એવું બન્યું નથી પણ  હમણાં જ એક સરસ મઝાની વાત બની. નવી દિલ્હીમાં એક એવું મ્યુઝિયમ ખુલ્લુ મુકાયું જેમાં દેશ અને નાગરિકોની સેવા માટે ખડે પગે રહેતા જવાનોના શૌર્ય અને સમર્પણની ગાથા ગવાઈ છે. આ રાષ્ટ્રીય પોલીસ મ્યુઝિયમમાં સચાવાયેલી છે રામાયણ- વેદકાળથી શરૂ કરીને બ્રિટિશ શાસનકાળ અને આજ સુધીની રસપ્રદ માહિતી. ૧૯૫૯માં ચીની ધૂસણખોર સામેની અસાધારણ લડતથી માંડીને, ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનની વાતો, ગાંધીનગરના અક્ષરધામ પરનો હુમલો,મુંબઈનો ૨૬/૧૧નો હુમલો, ઉત્તરાખંડ ફ્લડ સમયની કામગીરી જેવી દંતકથા સમી તમામ ઘટનાઓને અહીં સમાવી લેવામાં આવી છે.

કેવી સરસ વાત નહીં? આ વાત મને વધારે સ્પર્શી એનું કારણ પણ કહું. વાત જરા થોડાક વર્ષો પહેલાની છે પણ એ વ્યક્તિ જો હયાત હશે તો એને પણ આ સમાચારથી જરૂર આનંદ થશે જ.

વાત છે આશરે ૪૦ વર્ષ પહેલાની. અમદાવાદમાં કોમી રમખાણ ફાટી નિકળ્યા હતા. ચારેકોર ખૂનામરકી-કત્લેઆમ, આંધાધૂંધી અને ભયનુ વાતાવરણ. આખું શહેર મિલિટરીના નિયંત્રણમાં . દિવસના વીસ વીસ કલાક કરફ્યુ લાદેલો હોય. કરફ્યુ સમયે શૂટ એટ સાઇટનો ઓર્ડર. શૂટ એટ સાઇટ એટલે મિલિટરીને એટલી સત્તા કે આ કરફ્યુ સમયે જ્યારે જેને રસ્તા પર જુવે તો એને ઠાર મારી શકે. દિવસમાં માત્ર સવારે બે કલાક અને કદાચ સાંજે બે કલાક માટે આ બંધનમુક્તિ રહેતી કારણકે લોકોને જીવનોપયોગી ચીજ-વસ્તુ તો મળવી જ જોઈએ ને?. ડૉક્ટર અથવા પત્રકારો માટે જ આ કરફ્યુ દરમ્યાન બહાર નિકળવાનો જરૂરી પરવાનો રહેતો.

આ સમયે અમારા ઘરની સામે જ એક મિલિટરીના ઓફિસર રહેતા. એમની સલામતી માટે મિલિટરીના સશસ્ત્ર જવાનોની નાની અમસ્તી એક ટુકડી એમના ઘરની બહાર ચોવીસે કલાક ખડે પગે ચોકી કરતી. ઘરની બહાર ટેંક-બખતરિયા રણગાડી પણ ખડકાઈ ગઈ હતી.

અમારા માટે એ કૌતુકની વાત હતી. સોસાયટીમાં કે આસપાસ રહેતા બાળકો માટે આ નવું જોણું હતું. લાંબો સમય ચાલેલા આ વાતાવરણ પછી તો એ મિલિટરીના જવાનો પણ થોડા હળવા થવા માંડ્યા હતા. એમની કડકાઈ થોડી નરમ પડી હતી. કરફ્યુ ન હોય એવા સમયે બહાર નિકળેલા બાળકો સાથે હળવા-ભળવા માંડ્યા હતા અને બાળકોને એ બખતરિયા રણગાડી પર બેસાડી એની ઓળખ આપતા.

હનુમાનસિંહ……આજે પણ નામ યાદ છે અને એનો ચહેરો પણ

એ નાની અમસ્તી ટુકડીમાંનો એક જવાન. ઉંમરમાં પણ એ કદાચ સૌથી નાના હશે. મનમાં થોડી કુમાશ રહી ગઈ હશે એટલે એની ફરજનો સમય ન હોય ત્યારે એ આમતેમ ટહેલતા અમારા ઘરના ઝાંપા પાસે આવીને વાતો કરવા ઊભા રહેતા. સોસાયટીના બાળકો અને કિશોરો સાથે એને સરસ દોસ્તી થઈ ગઈ હતી અને ખાસ તો અમારા દાદી સાથે માયા બંધાઈ ગઈ હતી.

દાદી સાથે એ કંઈ કેટલીય વાતો કરતાં. કદાચ એમને દાદીને જોઈને એમનામાં પોતાની મા અથવા દાદીની છબી દેખાતી હશે. એ કહેતા…“ અમને ય અમારો પરિવાર વહાલો છે. તમારી જેમ અમારા મા-બાપ, ભાઈ-ભાંડુ પણ પ્યારા છે પણ સાથે અમને એક વાત નાનપણથી શીખવવામાં આવી છે કે આ બધાયથી ઉપર છે આ માભોમ…” હનુમાનસિંહ રાજસ્થાનના હતા.. એમની પાસે એક મખમલી પોટલીમાં રાજસ્થાનના રણની રેતી રહેતી જેને હાથમાં લઈને એ અત્યંત ભાવુક બની જતાં. એમના એક ભાઈ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમ્યાન વીરગતિ પામ્યા હતા અને તે છતાં એમના લશ્કરમાં જોડાવાના નિર્ણયને સૌએ વધાવી લીધો હતો.. આ વાત કરતાં ત્યારે એમના ચહેરા પર ગૌરવની લાગણી તરી આવતી.

હવે એ લાંબા ચાલેલા રમખાણોના સમય દરમ્યાન આવી દિવાળી. સ્વભાવિક છે શહેરનું તંગ વાતાવરણ પણ થોડા-ઘણા અંશે હળવું થયું હતું.  મિલિટરી ઓફિસરની તહેનાતમાં હાજર આ જવાનો પણ નિરાંતનો અનુભવ કરવા માંડ્યા હતા અને ખાસ તો હનુમાનસિંહ.

દિવાળીના દિવસે આવીને એ મારા મમ્મી-પપ્પા અને દાદીને પગે લાગ્યા. આંખમાં થોડી ભીનાશ અને ચહેરા પર આદ્રતા હતી. એમની સાથે અમારી આંખોમાં પણ ભીનાશ ઉતરી આવી.

આમ તો એવી જ માન્યતા હોય કે મિલિટરીના જવાનો એટલે સાવ લાગણીશૂન્ય પણ એ દિવસે સમજાયું કે એ લોકો પણ માણસ છે. એમનામાં પણ લાગણીસભર હ્રદય છે જ. એ લોકો એમની લાગણી પર એક એવું અભેદ કવચ ચઢાવી દે છે જેના લીધે આપણી સલામતી સચવાઈ રહે છે.

એમના મા-બહેન કે પિતા પણ એ સલામત રહે એવી સતત પ્રાર્થના કરતાં હોય છે અને તેમ છતાં જ્યારે એમની પાસે માત્ર નિર્જીવ ખોળિયું  જ પહોંચે છે ત્યારે?

એ કહેતા કે જરા અમસ્તી કલ્પના તો કરી જુવો….સવારે ઘેરથી નિકળેલા દિકરાને પાછા આવતા જરા વાર લાગે ત્યારે તમારો જીવ કેવો પડીકે બંધાય છે ને? અમારા મા-બાપનો જીવ તો સતત ઉચાટમાં જ અને તેમ છતાં હસતે મોઢે એ જીવતા હોય. ક્યારેક તો અહીંની જેમ તહેવારોનો માહોલ હોય અને અમારા ઘરમાં માતમ છવાયેલો હોય. નસીબદાર હોય છે જેમને સ્વજનોના હાથે ચિતા દેવાય છે. ઘણાના તો શરીરના ટુકડા ય હાથમાં નથી આવતા. ક્યારેક તો અમારામાંથી કોઈના મૃતદેહ પર નહીં ખાંભી પર ફૂલ ચઢ્યા હોય તો ય ગનીમત.

પણ આ બધું અમારા માટે સ્વીકાર્ય છે, સહ્ય છે પણ જ્યારે કોઈની આંખમાં અમારા માટે શંકા કે અવઢવની લકીર જોઈએ ત્યારે ? એ અમને દુશ્મનની ગોળી કરતાં ય વધુ વસમું લાગે છે. એ ક્યારેક નવરાશની પળોમાં રાજસ્થાની ગીત ગાતા જેમાં સૂર પરથી એમના મનના ભાવો વ્યક્ત થતા. એ ગીતોમાં ક્યારેક માતા- બહેનની વ્યથા કે પ્રિયતમાના વિરહની વાતો વણેલી હોય.

યાદ આવે છે એ પંક્તિઓ ?

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી…..

એમની વ્યથાના ગીતો સાંભળતા ત્યારે પણ આ કવિતાનો પડઘો એમાં સંભળાતો અને આજે પણ જ્યારે કોઈ ફોજી કે ફરજ અદા કરતા જવાનના સમર્પણ કે શહીદીની વાત આવે ત્યારે અચૂક એ પંક્તિઓ યાદ આવે છે.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!…….

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે……….

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’…….

કાવ્ય પંક્તિ -ઝવેરચંદ મેઘાણી

"બેઠક" Bethak

કોઈના કાર્યોની કદર કરવી, પ્રસંશા કરવી,ગૌરવ બક્ષવું એ કેટલું ઉમદા કાર્ય છે નહી? અને એમાં ય એવી વ્યક્તિઓનું જે પોતાનો જીવ હથેળીએ રાખી આપણા જીવની રક્ષા કરે છે. મોટાભાગે આજ સુધી આપણે સૌ પોલિસ કે ફોજી માટે ખાસ સન્માનની નજરે જોયું હોય એવું બન્યું નથી પણ  હમણાં જ એક સરસ મઝાની વાત બની. નવી દિલ્હીમાં એક એવું મ્યુઝિયમ ખુલ્લુ મુકાયું જેમાં દેશ અને નાગરિકોની સેવા માટે ખડે પગે રહેતા જવાનોના શૌર્ય અને સમર્પણની ગાથા ગવાઈ છે. આ રાષ્ટ્રીય પોલીસ મ્યુઝિયમમાં સચાવાયેલી છે રામાયણ- વેદકાળથી શરૂ કરીને બ્રિટિશ શાસનકાળ અને આજ સુધીની રસપ્રદ માહિતી. ૧૯૫૯માં ચીની ધૂસણખોર સામેની અસાધારણ લડતથી માંડીને, ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનની વાતો, ગાંધીનગરના અક્ષરધામ પરનો હુમલો,મુંબઈનો ૨૬/૧૧નો હુમલો, ઉત્તરાખંડ ફ્લડ સમયની કામગીરી જેવી દંતકથા સમી તમામ ઘટનાઓને અહીં સમાવી લેવામાં આવી છે.
કેવી સરસ વાત નહીં? આ વાત મને વધારે સ્પર્શી એનું કારણ પણ કહું. વાત જરા થોડાક વર્ષો પહેલાની છે પણ એ વ્યક્તિ જો હયાત હશે તો એને…

View original post 703 more words

December 10, 2018 at 1:19 pm


Blog Stats

  • 114,823 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 968 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2018
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!