પત્રાવળી ૪૧-

September 30, 2018 at 8:16 am 3 comments

રવિવારની સવાર
પત્ર
-સાહિત્યના રસિકમિત્રો,

કુશળ હશો.

કેટલા આનંદની વાત છે કે, દીવે દીવાની જેમ એક વિષયમાંથી અનેક વિષયો પ્રગટી રહ્યા છે.

શબ્દનો આ તે કેવો નશો? મનોજ ખંડેરિયા કહે છે તેમ  ‘શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
લોક સહુ માને છે ગંજેરી મને.” પણ મિત્રો સાચું કહેજો હોં. દિલ ખોલીને કહેવા/સાંભળવાનો, વાંચવા/વંચાવવાનો આ કેફ ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ના જેવો નથી શું?

પોસ્ટમેનની ટપાલો કે આ પત્રાવળીની ઈમેઈલની જેમ જ કુદરતમાંથી પણ કેટકેટલીવાતો સંભળાયા કરે છે? મોર ટહુકે ને જાણે વરસાદની ટપાલ મળે! ડાળ પર કૂંપળ ખીલે ને લાગે કે ધરતીની ખુશીનો પત્ર મળ્યો.. ઉઘડતા ફૂલ પર ઝાકળનું ટીપું દેખાય તેને પ્રેમની ચબરખી કહીશું? અરે, મને તો ઝાડ પરથી પાન ખરે ને ત્યારે પણ પ્રત્યેક પાનમાં વસંતનો વિરહ સંદેશ વંચાય! અને ઊડીને એ જ પાન પાછું પળવાર માટે ઝાડને ચોંટે તો એમાંથી પણ ‘વસંતમાં ફરી મળીશું’ એવી આશાભરી ખાત્રી વંચાય!  મિત્રો, આમ જોઈએ તો દરેક પળ એક ટપાલ છે, સંદેશ છે. માત્ર એનો કક્કો/બારાખડી/લિપિ/ભાષા ઉકેલતા આવડવું જોઈએ. શું કહો છો?

આજે એક બીજી મઝાની વાત વહેંચવી છે. યાદ છે મિત્રો, ગયા થોડા પત્રોના મૌન અને ‘સંવાદ’ વિષયમાંથી જુગલભાઈએ તડકામાં થયેલ સંવાદ અને તેમાંથી મહેનતકશ લોકો સાથેના ટ્યુનીંગમાં થયેલા પડઘાની વાત લઈ આવ્યા. તો વળી એમાંથી મારા મનમાં  આજે  કંઈ કેટલીયે સ્મૃતિઓ સળવળી. એક વાતમાંથી બીજી વાત યાદ આવે, એ અનુભવ તો દરેકનો હોય છે જ. પણ મને વિચાર એ આવ્યો કે, આ  યાદ, આ સ્મૃતિ છે શું? ક્યાંથી આવે છે? ક્યા રહે છે? આ પણ એક વિસ્મયનો વિષય છે. સ્મૃતિના ડાબલામાંથી ઘણું બધું હાથમાં સરી આવે છે. હંમેશા એને ગમતું સાચવે છે. બાકીનું તો બધું ખબર નહિ, કેવી રીતે ક્યાં ફેંકી આવે છે કે ઢાંકી દે છે! તમને પણ અનુભવ હશે .

વિશે સુરેશ જોશીએ તેમના એક નિબંધ સંગ્રહજનાન્તિકેમાં ખૂબ સુંદર લખ્યું છે કે,

સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે..તથ્યનો એ વિકાસ  સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટ થાય છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ છીએ.” બહુ વિચારવા જેવી વાત છે આ.

આપણે કહીએ છીએ ને કે સમય બળવાન છે વાત તો સાચી.પણ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા ક્યાં છે? છતાં ખૂબી તો છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે અચાનક આવી જાય છે. ઘણીવાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃધ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુધ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે. એનું સ્વરૂપ કેવું છે? નથી ખબર. એનો આકાર કેવો છે? નથી ખબર. પણ એના નખરા ખબર છે ભાઈ હોં.. ક્યારેક મઝા કરાવે છે તો ક્યારેક હેરાન પરેશાન કરી મૂકે છે. મનમાં રહે છે, મનમાં ઊભી થાય છે અને મનમાંથી જતી પણ રહે છે. ઉપમા કોની અપાય? સ્મૃતિ નિરાકાર ખરી પણ  નિરાકાર તો ઈશ્વર પણ છે એને ઈશ્વર તો કહેવાય. કારણ કે, ઈશ્વર તો સર્જક છે! યાદો ક્યાં સર્જક છે?…..અરે..કેમ ભૂલી? હા, યાદો સર્જક ખરી .  હવે તમે મને કહો કે, માનવીને જ્યારે સંવેદના કે અનુભૂતિ થાય છે ત્યારે બરાબર   ક્ષણે કંઈ કહે છે? લખે છે? ના. તે ક્ષણે તો માત્ર અનુભવે છે. પછી.. મોટેભાગે એમાંથી પસાર થઈ ગયા પછી ધીરે ધીરે એની ઉઘડતી જતી યાદોમાંથી તો લેખક કે કવિઓ કલ્પનાના રંગો ઉમેરી સર્જન કરે છે ને? એટલે શબ્દાકારે થતાં સર્જનો સંવેદનાની યાદોમાંથી જન્મે છે એમ કહી શકાશે? અદ્ભૂત ! આજે જે કંઈ લખ્યું તે એની તો લીલા છે ને!

હમણાં  આ વિશે એક લેખ વાંચવા મળ્યો. તેમાંથી જે ગમ્યું તેની થોડી વાત કરું.

Rabbi Elijaah, રેબાઈ એલાઈજાહ (યહૂદી ઉપદેશક) ની સ્મૃતિ ફોટોગ્રાફિકહતી. તેમણે બે હજાર ગ્રંથો માત્ર એક વાર વાંચીને મનમાં શબ્દશઃ જડી દીધા હતા! ફ્રેન્ચ રાજદ્વારી ગેમ્બેતની સ્મૃતિ લગભગ આવી જ હતી. તેમને વિક્ટર હ્યુગોએ લખેલાં હજારો પાનાં યાદ હતાં. હ્યુગોના કોઈ પણ ગ્રંથની લીટી તરત યાદ કરીને તે સીધી અને ઊંધી, બંને રીતે બોલી શકતા.

આપણને સ્વાભાવિક રીતે થાય કે બીજાની અદભૂત સ્મૃતિનાં ઉદાહરણો જાણીને આપણે શું? આપણે પાંચ નામ કે ખરીદવાની વસ્તુઓની રોજિંદી યાદી ભૂલી જતા હોઈએ ત્યારે પચાસ હજાર નામ યાદ રાખનારનું સ્મરણ કરવાથી શું? આપણી સ્મૃતિમાં થોડો વધારો થઈ શકે ખરો? પણ દોસ્તો, તમે માનશો ? સ્મૃતિના વિકાસના કે કેળવણીના સંદર્ભમાં વાત કરતાં  એક પ્રોફેસરના મંતવ્ય પ્રમાણે મોટાભાગના માનવી સ્મૃતિ કે યાદદાસ્તની તેમની શક્તિનો માત્ર દસ ટકા ઉપયોગ કરે છે. સ્મૃતિ કેળવવાના કોઈ પણ પ્રયાસો કર્યા વગર મારી સ્મૃતિ ખરાબ છે”, ”મને યાદ રહેતું નથીએવા વિધાન કરનાર આપણે સૌ મનની અજ્ઞાત શક્તિથી અજાણ છે. આપણને ખબર  જ નથી કે સ્મૃતિ કેટલી અદભૂત અને અદ્વિતીય હોઈ શકે છે.

  નેપોલિયનની સ્મૃતિ કેવી ગજબની હતી?  તેમના લશ્કરની તમામ વિગતો એમના મગજમાં ફાઈલની જેમ જ ગોઠ્વાયેલી રહેતી. તમે જુઓ ને આપણા વેદો,ઉપનિષદો,બાઈબલ કે કુરાન વગેરે ધર્મગ્રંથોને  કેટલા બધા વિદ્વાનો આખા ને આખા કંઠસ્થ કરી,ભૂલ વગર પાઠ કરતા!

 મને એકવાર એમ પણ જાણવા મળેલું કે, ( આ પણ સ્મૃતિમાંથી જ નીકળ્યું! ) લગભગ ૨૧૦૦ વર્ષ પૂર્વે રોમના જાણીતા વક્તા સિસેરોએ એક જાહેર વેચાણના પ્રસંગમાં સેંકડો ખરીદનારનાં નામ, તેમણે લીધેલો માલ, માલની કિંમત વગેરે કોઈ પણ ભૂલ વગર અને ક્રમબદ્ધ રીતે વેચાણને અંતે કહી બતાવ્યું હતું!. કદાચ એટલે જ લંડનથી પ્રગટ થતાં ઓબ્ઝર્વરનામના રવિવારના સાપ્તાહિકમાં ડો. ફીલ હોગને લખ્યું છે કે ‘memory is not something-It is everything. — સ્મરણશક્તિ તો માનવ માટે ૨૧મી સદીમાં સર્વસ્વ છે. તેનું માણસે પોતે ખૂબ જ જતન કરવું જોઇએ. ટેક્નોલોજીનો વિકાસ આજના જેવો થયો ન હતો ત્યારે સ્મરણ શક્તિ જ કામે લાગતી હતી ને? કેટલાં બધાં ટેલિફોન નંબરો મોંઢે યાદ રહેતા હતા?

 ચાલો, આજે  તો મૌન અને સંવાદમાંથી બહાર આવી, સ્મૃતિને શબ્દોમાં લંબાણથી અભિવ્યક્ત કરી. મિત્રો, આ તો બિંદુમાં સિંધુની વાત છે. મઝા આવી હોય તો આપની સ્મૃતિના ખજાનામાંથી જે કંઈ શબ્દ રૂપે બહાર આવે તેની રાહ જોઈશ.

 સપ્ટે. મહિનો તો આજે પૂરો થઈ ચાલ્યો. ૠતુ બદલાતી જણાય છે.  શિશિર, વસંત, કે ગ્રીષ્મ,પાનખર,વર્ષા  કે શરદ, આપણી ટપાલો તો રવિવારે મળતી જ રહેશે. બરાબર ને?

 દેવિકા ધ્રુવ.

ઈમેઈલઃ ddhruva1948@yahoo.com

 

Entry filed under: પત્રાવળી.

પત્રાવળી-૪૦ પત્રાવળી-૪૨

3 Comments

 • 1. VASANT T PARIKH  |  September 30, 2018 at 1:33 pm

  ૠતુ બદલાતી જણાય છે. શિશિર, વસંત, કે ગ્રીષ્મ,પાનખર,વર્ષા કે શરદ, આપણી ટપાલો તો રવિવારે મળતી જ …….. Hope this enjoyable series will continue as promised. Happy Navratri.

  Liked by 2 people

 • 2. Pragnaji  |  September 30, 2018 at 5:46 pm

  khub sars

  Liked by 1 person

 • 3. Devika Dhruva  |  September 30, 2018 at 9:21 pm

  Thank you, Pragnyaben.

  Like


Blog Stats

 • 108,802 hits

rajul54@yahoo.com

Join 962 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: