પત્રાવળી-૩૩

August 5, 2018 at 8:00 am 3 comments

રવિવારની સવાર.

પત્રાવળીના પ્રિય સાથીઓ,

‘કેમ છો?’ લખીને તમારી કુશળતા પૂછું ત્યાં તો અંદરથી જ જવાબ મળી ગયો કે, સૌના પત્રો મળે છે તે જ બતાવે છે કે સૌ ક્ષેમકુશળ છો. બરાબર ને?  પણ હવે અહીં સવાલ એ થાય છે કે, આ અંદરથી જવાબ કોણ આપતું હશે? બહુ ગહન વિષય છે, નહિ? હા, પણ મારે કોઈ ગંભીર, સમજવી મુશ્કેલ વાતો તરફ વળવું નથી. પણ આવા જાત સાથે થતા સવાલ-જવાબો એટલે કે, સંવાદો મને ખૂબ જ ગમે. પછી તે કોઈની સાથે થતા હોય કે સ્વયં સાથે થતા હોય.

સંવાદની એક જુદી જ મઝા છેતેમાં પણ સંવાદિતા સધાતી અનુભવાય તેનો તો વળી ઑર આનંદ. સંવાદ એક હૃદયને બીજા હૃદય જોડે જોડતો સેતુ છે. આપણું મહાન પુસ્તક ગીતા પણ કૃષ્ણ-અર્જુનના સંવાદોથી જ શરૂ થાય છે ને? અને તે પહેલાં તેના રચયિતાએ સ્વયં સાથે કેટલો સંવાદ કર્યો હશે! પણ આ સંવાદની વાતને આગળ વધારું તે પહેલાં એક બીજી વાત કરી લઉં.

મારા ગયા પત્રથી શરુ થયેલ મૌનની વાત, પર્વતોની હારમાળા પર પડતા પડઘાની જેમ વિવિધ રીતે ઝીલાઈ. રાજુલબહેન અને પ્રીતિબહેન તો ખરાં જ પણ અલકેશભાઈએ પણ સુંદર પ્રતિસાદ આપ્યો. જુગલભાઈએ તો આ વાચનસુખના ઓડકારની વાત કરી ચહેરો ચમકાવી દીધો! જાણે અરીસો ધરી દીધો. કલ્પનાબહેને પણ સુંદર રીતે મૌનની વાતમાંથી ‘બંબા’ની સ્મૃતિ દ્વારા  વિસરાતા શબ્દનો વળાંક લીધો. બંબાની સાથે  બૂઝારું, ડોયો,ટોયલી,ટીમણ જેવા કંઈ કેટલાયે ભૂલાયેલ શબ્દો આંખ સામે આવી તરવર્યા. મઝા આવી વાંચવાની. મિત્રો, સાવ સાચી વાત છે કે પત્રો ખૂબ જીવંત લાગે છે અને તેમાં પણ સર્જનાત્મક તત્ત્વોનો સ્પર્શ મળે ને ત્યારે તો ધન્યતા  જ અનુભવાય.

અગાઉ એક પત્રમાં રાજુલબહેને પ્રિયકાંત મણિયારની કવિતાનું સુંદર રસદર્શન કરાવ્યું હતું. તેમાંથી કાવ્યસર્જનની પ્રક્રિયાનો એક વિચાર તણખાની જેમ આવીને ઊડી ગયો હતો. પછી  જુગલભાઈના પત્રથી ફરી એ વિચાર ચિનગારીની જેમ સળવળ્યો હતો અને હમણાં The world  of poetryનું એક પુસ્તક વાંચી રહી છું, જેનાથી એ વિચારને વધુ હવા મળી. રસદર્શનની જેમ જ કાવ્યસર્જનની પ્રક્રિયા પોતે પણ એક રસનો વિષય છેતે વિશે એક બહુ સુંદર વાંચેલી વાતયાદ આવે છેજાણીતા લેખક શ્રી રજનીકુમાર પંડ્યાએ  તેમના એક લેખમાં વર્ષો જૂનો કોઈનો પત્ર ટાંક્યો હતો કે,
પ્રસૂતિવેળાએ જેમ માતાના ઉદરમાં બાળક ફરકે છે તેવી  કોઈ મનોદશા કવિતાની પ્રસૂતિ વેળાએ અનુભવાય છેઅવતરનાર કાવ્યબાળકની આસપાસ પણ અનુભૂતિની ઓર વીંટળાયેલી હોય છે ઓરમાંથી બહાર આવેલ પ્રસવપછીની પ્રસન્નતા પણ નીરાળી હોય છે.” એટલે કેઅનુભૂતિ એક વાર વ્યવસ્થિત રીતે પ્રગટ થઈ જાય પછી ખૂબ સારુંલાગે. કેવી સાચ્ચી વાત છે નહિ

હવે  બાબતમાં હું સહેજ આગળ વધીને એમ પણ કહીશ કેચારેબાજુ લોહીમાંસથી ખરડાયેલા બાળકને, જેમ નર્સકપડાંમાં વીંટાળીપાણીથી કે સ્પંજથી ચોક્ખું કરીઅંગોને સરખાં ગોઠવીવ્યવસ્થિત રીતે લપેટીને પરિવારના હાથમાંઆપે છે ને ? બરાબર તે  રીતે કવિતાને પણ જન્મતાં વેંત ધરી દેવાને બદલે થોડી માવજત કરીને પછી  રજૂ થાય તો એનાં સાચા રૂપનાં દર્શન થાય. બીજી રીતે કહું તો, થાળીમાં પડેલાં રંગબેરંગી ફૂલો, લાગે તો ખૂબ જ સુંદર પણ જો એનો ગજરો ગૂંથવો હોય કે એની વેણી બનાવવી હોય તો એને એક નિશ્ચિત ‘પેટર્ન’માં ગોઠવવી પડે. તો એ વધુ મનમોહક લાગે ને? તો જ એની મહેક પણ ભીતર સુધી પહોંચે ને સ્પર્શે. કવિતાનું પણ એમ જ છે.

જુગલભાઈ, આવી વાતો ક્યારેક નિબંધ જેવી લાગે કે કદીક લેખ જેવી ભાસે. પણ લખાય છે તો સરખા રસરુચિવાળા મિત્રોને સંબોધીને  જ ને? અને એની આપલે પણ એવી જ રીતિ-રસમથી થાય છે. પત્રસ્વરૂપની આ જ તો ખૂબી છે અને સુંદરતા પણ. એ સ્પર્શે છે, જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. પિતા-પુત્ર, મા-દીકરી, ભાઈ-બહેન વગેરે સગપણના સ્નેહીઓ વચ્ચે લખાતા અંગત પત્રો હોય; કે સાહિત્યિક રુચિથી લખાતા પત્રો હોય, ટપાલી દ્વારા મળતા હોય કે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પણ પત્રમાં લખાતા શબ્દો નજીકથી સ્પર્શે છે અને ભીતર સુધી પહોંચે છે.

તો હવે પત્રની શરૂઆતમાં કરેલ સંવાદવાળી વાત અંગે પ્રકૃતિનું એક સંવાદ-ગીત ધરી દઉં?

સૂરજ,ચાંદ,પવન,વરસાદ અંદરોઅંદર  ધરતી માટે સંવાદે ચડયા છે..પણ ધરતી તો કંઈક બીજું જ વિચારે છે.


સૂરજ એક દી’ કહે ચાંદનેઃ તુજથી વધુ ધરતી હું ચાહું,
રાતનો શ્યામલ ઘૂમટો હટાવી ચહેરે ઉજાસ પથરાવું.
તું તો ચંદ ઘડીથોડો ને પાછો, વધતો ઓછોમળતો.
વળી સંતાતોવાદળ પાછળએવું ઘણુંયે કરતો.

ચાંદ કહેઃ વાત તારી સાચી તોય તું તો એને તાપતો રહે.
હું ઘડી છો થોડીક મળું,પણ શીતલ-પ્રેમથી ઠારતો રહું.

પવન આડે આવી બોલ્યોઃ બંધ કરો આ બડાશ તમારી.
મન ફાવે તો આવોજાઓબણગાં  ફૂંકો ખોટાં ભારી?
સતત વહો જો મારી જ્યમતો જાણું લાગણી લીલીછમ.
રહું અવિરત ચારેદિશમહેંકાવું શ્વાસે ગુલશન સમ.

ના રહેવાયું મેઘરાજથીસાંભળી ખોટા  વાદવિવાદ,
કહેઃ વરસું  મન મૂકીનેભીંજવું  ધરતી અનરાધાર.
ઢોલનગારાટહુકા સાથે મેઘધનુષ ને વીજ ચમકીલી,
જઈ  પહેરાવું  લીલી ચુંદડીસ્નેહે હસાવું ખીલી ખીલી.

સાંભળી મલકીધરતી વિચારેસૂર્ય,ચાંદ,પવનવરસાદ;
અગર જુએ જો મૂંગું ભીતરતો  સાંભળે અંતરનાદ.

કદી તપી પેટાળે ફાટુંકદી હું વાવાઝોડે કંપું,
જલપ્રપાતે દૂર તણાઉંવળી કદી અંધારું ઓઢું.
વ્હારે ત્યારે કોણ આવે છેઆજ લગી હું ના પ્રમાણું.
ધૈર્યકસોટી,પીડાજગની  જુગજૂની  હું પિછાણુ.

અલ્પ
અતિના વાદો છોડીમન સમતલ કરી જાણું.
હર મોસમના રંગ ઢંગ સંગખેલું ગણી નજરાણું.

ચાલો દોસ્તો, આજે આટલું બધું!    

                 દેવિકા ધ્રુવ

Entry filed under: પત્રાવળી.

પત્રાવળી-૩૨ પત્રાવળી-૩૪

3 Comments

 • 1. alkesh2907  |  August 5, 2018 at 9:26 am

  વાહ… ભાવને વ્યક્ત કરવા જે શબ્દોની મદદ લીધી છે તેમાં મજા પડી ગઈ.

  Liked by 1 person

 • 2. Rajul Kaushik  |  August 5, 2018 at 10:25 am

  શબ્દોની એ જ કમાલ અને તાકાત છે ને!

  Like

 • 3. vijay shah  |  August 5, 2018 at 12:05 pm

  સરસ

  Liked by 1 person


Blog Stats

 • 124,788 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

August 2018
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: