ફિલ્મ રિવ્યુ- રાઝી

May 14, 2018 at 2:40 pm 7 comments

 

સામર્થ્ય સાબિત કરવા માટે  દરેક વખતે ઉંમર કે અઢળક અનુભવ હોવો જ જોઇએ એવી પાયાની માન્યતાને મેઘના ગુલઝાર અને આલિયા ભટ્ટે જરા પાયાવિહોણી સાબિત કરી છે એવું જો ફિલ્મ ‘ રાઝી’ જોઇએ તો જરૂર સમજાય.

ભારત-પાકિસ્તાનની વર્ષો જુની દુશ્મનીને લઈને આજ સુધી અનેક ફિલ્મો આવી એટલું જ નહીં પણ જાસૂસીની થીમ પર આધારિત પણ અનેક ફિલ્મો આવી ગઈ પરંતુ તાજેતરમાં રજૂ થયેલી રિટાયર્ડ નેવી ઓફિસર હરિંદર સિક્કાની ‘સેહમત  કૉલિંગ’ નામના સત્ય ઘટનાને આધારિત પુસ્તકનું  કથાબીજ લઈને રજૂ થયેલી ફિલ્મ ‘રાઝી’ કંઇક નહીં સાવ જ અલગ તરી આવી છે. સામાન્ય રીતે જાસૂસ માટેની જે માન્યતા હોય એનાથી સાવ અલગ રીતે સોંપાયેલી ભૂમિકાને આલિયાએ બખૂબી નિભાવી છે.

૧૯૭૧ની સાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તોળાઇ રહેલા યુધ્ધ સમયની આ વાત છે.  કાશ્મીરી ધનાઢ્ય વેપારી હિદાયતખાન ( રજિત કપૂર)ને પાકિસ્તાની બ્રિગેડીયર સૈયદ ( શિશિર શર્મા) સાથે અંગત ઘરોબો છે. હિદાયત પોતાની પુત્રી સેહમત ( આલિયા ભટ્ટ)ના નિકાહ સૈયદના નાના પુત્ર અને આર્મી ઓફિસર ઇકબાલ સૈયદ ( વિકિ કૌશલ) સાથે યોજે છે. પરંતુ આ નિકાહ માત્ર કોઇ પારિવારિક સંબંધને લઈને જ નક્કી થયા નથી એવું તો માત્ર પિતા-પુત્રી અને  ભારતિય એજન્ટ ખાલિદ મિર (જયદીપ અહ્લાવત) જેવા જૂજ લોકો જ જાણે છે અને સેહમત સૈયદના પરિવારની પુત્રવધુ સ્વરૂપે અંડરકવર એજન્ટ બનીને પાકિસ્તાન પહોંચે છે.

ફિલ્મની શરૂઆતના થોડા સમયમાં જ મેઘના ગુલઝારે સેહમતના પાત્ર એકદમ એસ્ટાબ્લિશ કરી દીધું છે. માસૂમ પણ મક્કમ સેહમતના પાત્રને આલિયાએ જે કંડાર્યું છે એના માટે તો એક જ શબ્દ..વાહ ! સાવ નનકડી લગભગ ૨૦ વર્ષેની ઉંમરે પહોંચેલી યુવતિના દિલમાં કોણ જાણે કેવાય અરમાન હોય પણ પોતાના વાલિદના વચનને લઈને એ જે રીતે પોતાની જાતને તૈયાર કરે છે એમાં માત્ર શારીરિક જ નહીં માનસિક સજ્જતાની કેવી જરૂર પડે? એ તમામ જરૂરિયાતોને પહોંચી વળવા સેહમત પોતાની જાતને હોમી જ દે છે તો વળી.  એક કુશળ ચિત્રકાર જેમ કેનવાસ પર રંગોના લસરકાથી નજર સામે ચિત્રને જીવંત કરે એમ સાચા અર્થમાં માસૂમ દેખાતી આલિયાએ સેહમતના પાત્રની તમામ લાગણીઓને પોતાના અભિનયથી જીવંત કરી છે. પરકાયા પ્રવેશની જેમ આલિયા સેહમતના પાત્રમાં ઢળી છે. સૌ પ્રથમ ઇકબાલને જોઇને અનુભવતી લાગણી, ઇકબાલનો સેહમત તરફનો સમજૂતીભર્યો વ્યહવાર અને એ જ વ્યહવારથી જીતાઇ ગયેલી સેહમતનું ઇકબાલ તરફ ઢળવું, ઇકબાલના પરિવાર સાથેનો આત્મિયતાભર્યા સંબંધ અને તેમ છતાં વતનપરસ્તીને લઈને સંબંધોને પણ પળવારમાં સાપની કાંચળીની જેમ ફગાવી દેતી સેહમત….એક પછી એક બદલાતી જતી ભૂમિકાને આલિયાએ ખુબસુરતીથી નિભાવી છે. બ્રિગેડીયર અને આર્મી ઓફિસરના ઘરમાં જ રહીને જે હિલચાલ સેહમતને કરવાની છે એ ક્ષણેક્ષણ પ્રેક્ષકના પણ હ્રદયના ધબકારા વધી જાય એવી ચૂસ્ત રીતે દર્શાવી છે. એક નાનકડી ખિસકોલીની જાન બચાવતી સેહમત સમય આવે ક્ષણમાત્રમાં કોઇની જાન લઈ શકે? અને જો એ લઈ પણ શકે તો એ એની ફિતરત જ ન હોય તો  એ કેવા મનોવ્યાપારમાંથી પસાર થાય ? સેહમતનું ઝનૂન, એ આવેશની ક્ષણ પસાર થઈ ગયા પછી સેહમતનું ભાંગી પડવું, એ ક્ષણની કારમી વ્યથા અનુભવતી સેહમતની સાથે એ વ્યથા પ્રેક્ષક પણ અનુભવે ..

સેહમતના પતિ એટલે કે ઇકબાલના પાત્રને અત્યંત સંતુલિત અભિનયથી વિકી કૌશલે રજૂ કર્યું છે. પત્નિ સાથે નખશીખ સજ્જનતાભર્યો, સૌમ્ય અને સમજણભર્યો વ્યહવાર અને તેમ છતાં ગાઢ પ્રેમની અભિવ્યક્તિને વિકી કૌશલે સહજતાથી વ્યક્ત કરી છે.

આ સિવાયના ફિલ્મના મહત્વના પાત્રો – શિશિર શર્મા , અમૃતા ખનવિલકર, સોની રાઝદાન, અમન વશિષ્ઠ પણ પાત્રાનુચિત અભિનયથી ફિલ્મને સફળ બનાવવા સહભાગી થયા છે. સેહમતના વ્હાલસોયા પિતાના પાત્રમાં રજૂ થતા રજિત કપૂરે હિદાયત ખાનના પાત્રને ટુંકા સમયમાં પણ સરસ રીતે રજૂ કર્યું છે. બ્રિગેડીયરના જૂના અને વફાદાર માણસ અબ્દુલના પાત્રમાં આસિફ ઝકરિયા એક શાંત ખોફ ઊભો કરવામાં સફળ રહ્યા છે. ફિલ્મનું એક બીજું મહત્વનું પાત્ર ખાલિદ મીર- ભારતિય એજન્ટના આ પાત્રમાં રજૂ થયા છે જયદીપ અહ્લાવત. આ પાત્ર એવું છે કે જેને માત્ર દિમાગથી જ વિચારવાનું છે. દિલ કે દિલ સાથે જોડાયેલી તમામ લાગણીઓને કોરે મુકીને કામ કરતાં ભારતિય એજન્ટ કેવા હોઇ શકે? મનમાં જે છબી ઊભી થાય એ છબીને અદ્દલો-અદ્દલ મળતી ભૂમિકા જયદીપ અહ્લાવતે નિભાવી છે.

ફિલ્મની પ્રત્યેક પળ એકદમ ચૂસ્ત અને હ્રદયના ધબકારા ચૂકી જવાય એવી બની છે. આ ફિલ્મમાં જો એક વાત ખૂંચે તો એ જ કે ઘરનો અદનો માણસ ઘરમાં ચાલતી હિલચાલ જો પકડી શકે તો બ્રિગેડીયર કે એના બે આર્મી ઓફિસર દિકરાઓએ કેમ ન પકડી? ઘરમાં રહેલા ટ્રાન્સમીટરની કેમ છેક છેલ્લી ઘડી સુધી બ્રિગેડીયર કે આર્મી ઓફિસરને ગંધ સુધ્ધા ન આવી?

ટુંકા પણ સચોટ સંવાદો આ ફિલ્મનું મહત્વનું પાસુ બની રહ્યા છે. દેશની સેવા માટે જાન કુરબાન કરી દેતી પણ તેમ છતાં ય ગુમનામ રહેતી અનેક વ્યક્તિઓના પ્રતિનિધી જેવા પાત્રોને લઈને મેઘના ગુલઝારે અત્યંત સંવેદનશીલ ફિલ્મ બનાવી છે. પરિવાર અને પ્રાંતના કેન્દ્રવર્તી વિષયને લઈને બનાવેલી આ ફિલ્મના નિર્દેશનમાં તેની એટલી પકડ છે કે એ પ્રેક્ષકને કથાપ્રવાહમાં જકડી રાખે . ૧૯૭૧ના સમયને અનુલક્ષીને જે બારીકાઇ જોઇએ એ મેઘના ક્યાંય ચૂકી નથી. એ સમયે મોબાઇલ નહોતા માત્ર ટેલિફોન, મોર્સ કોડની સાંકેતિક ભાષા કે જે કોડની ભાષાનો ઉપયોગ થતો એને એ જ ફોર્મમાં મૂક્યા છે.  આ કોઇ ચીલાચાલુ જાસૂસી ફિલ્મ નથી જેમાં પિસ્તોલ, બંદૂકના ભડાકા હોય કે નથી આ કોઇ એવી મહિલા જાસૂસની વાત કે જેમાં એને કોઇ લશ્કરી અધિકારીને પોતાના રૂપમાં મોહાંધ કરીને બાતમી કઢાવવવાની હોય એટલે મેઘના આ માહોલ જાળવવામાં સાંગોપાંગ ખરી ઉતરી છે. ફિલ્મના પાત્રોની ધીર-ગંભીરતા , પાત્રોમાં દેખાતો એક ઠેહરાવ, બ્રિગેડીયરના પરિવારનું વાતાવરણ, સરહદની પેલે પારના પાકિસ્તાનનો માહોલ આ બધું જ મેઘનાએ ખુબસુરતીથી કંડાર્યું છે. અહીં સેહમત એક વાત કહે છે કે , “ અહીં ના તો જાન કી કિંમત હૈ- ના તો સંબંધો કી,” આ હકિકતને ઉજાગર કરતા એવા અનેક લોકોએ વતન માટે જે બલિદાન આપ્યા છે એમાંથી એકની વાત પણ જો મેઘનાની જેમ કોઇ આપણા સુધી પહોંચાડી શકે તો શકય છે આપણી રાતોની ઊંઘની કિંમત કોણ ચૂકવે છે એ સમજી શકીએ.

અને હવે વાત કરીએ ફિલ્મના ગીત-સંગીતની તો ફિલ્મના ગીતો કથાને ક્યાંય અવરોધતા નથી એટલું જ નહીં પણ એ કથાના સંજોગોને અનુરૂપ ફિલ્માવાયા છે.  ‘દિલબરો’, ‘એ વતન’ તો દિલને સ્પર્શી જાય છે. પુત્રીની વિદાય ટાણે પિતા-પુત્રીના લાગણીઓની નજાકત આંખ ભીની કરી દે છે.  પિતા-પુત્રીનો લાગણીનો તાર આપણને પણ ઝણઝણાવી દે છે. “એ વતન” ગીત જ્યારે પરદા પર રજૂ થાય છે ત્યારે એ બંને પ્રાંત માટે છે એવી એક સાદી સમજ પણ આપણે જોઇ શકીએ છીએ. ગુલઝાર લિખીત ગીતોને સંગીતથી મઢ્યા છે શંકર- એહસાન – લૉયે.

એક ચીલાચાલુ જાસૂસી કથાથી અલગ અંદાજથી ફિલ્માવાયેલી ચૂસ્ત નિર્દેશન અને પાવરપેક્ડ પરફોર્મન્સથી કંડારાયેલી આ ફિલ્મમાં ક્યાંય કોઇ મનોરંજન મસાલો નથી એ વાત સ્પષ્ટ સમજી- સ્વીકારીને જ જોવી. પ્રેક્ષક આખી ફિલ્મના પ્રવાહમાં સતત ફડક સાથે પણ વહે જાય છે. આ ફડક સહેવાની તાકાત હોય તો આ ફિલ્મ જોવી.

કલાકારો- આલિયા ભટ્ટ, વિકી કૌશલ ,જયદીપ અહ્લાવત, અમૃતા ખનવિલકર, સોની રાઝદાન, રજિત કપૂર, શિશિર શર્મા, પલ્લવી બત્રા, આરિફ ઝકરિયા, અમન વશિષ્ઠ

નિર્માતા- હિરૂ જોહર, કરણ જોહર, વિનિત જૈન, અપૂર્વ મહેતા

નિર્દેશક- મેઘના ગુલઝાર

સંગીત- શંકર મહાદેવન, લૉય મેન્ડોન્સા, એહસાન નૂરાની,

ફિલ્મ **** એક્ટીંગ ****સંગીત***૧/૨ સ્ટોરી****

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

પત્રાવળી-૨૧ પત્રાવળી ૨૨ 

7 Comments

 • 1. નટવર મહેતા  |  May 14, 2018 at 3:55 pm

  એક નખશીખ ટીમ વર્ક દ્વારા રચાયેલ અદભૂત મુવી. પણ ક્રેડિટ જાય છે મેઘનાને.. સ્ક્રિપ્ટને ન્યાય આપવાનો. અને સમર્થ કલાકારને દોરવાનો.

  આલિયાનો જાનદાર અભિનય. આ વરસે ઘણા એવર્ડ બેસ્ટ સ્ત્રી કલાકારના એના ભાગે જવાના એ લખી રાખશો.

  મેઘનાએ જે રીતે ‘તલવાર’ની ધાર કાઢેલ એ પરથી આ રાઝી જોવાની તાલાવેલી હતી જ. ગઈ કાલે જ આ મુવિ જોયું.

  અંગ્રેજીમાં કહું તો મસ્ટ વોચ મુવિ. અને હા, આ મુવિને સરકારે ટેક્ષ ફ્રી કરવું જોઈએ..

  Liked by 1 person

 • 2. Rajul Kaushik  |  May 14, 2018 at 3:57 pm

  True

  Like

 • 3. Devika Dhruva  |  May 14, 2018 at 5:24 pm

  હવે જોવું જ રહ્યું.

  Liked by 1 person

 • 4. મનસુખલાલ ગાંધી  |  May 15, 2018 at 5:20 am

  આબેહુબ બહુ સરસ અને વર્ણન કર્યું છે.

  Liked by 1 person

 • 5. Rajul Kaushik  |  May 15, 2018 at 7:14 am

  આભાર

  Like

 • 6. શૈલા મુન્શા  |  May 22, 2018 at 8:39 pm

  રાજુલબેન,
  તમારી કલમે લખાયેલો રાઝી ફિલ્મનો રીવ્યુ વાંચી ફરીવાર ફિલ્મ જોઈ રહ્યા હોય એવું લાગ્યું.
  બધાનુ કામ સરસ છે પણ નાની ઉમરમાં આલિયા એઆજ સુધી જે જુદા જુદા રોલ નીભાવ્યાછે એ કાબિલે તારીફ છે.

  Liked by 1 person

 • 7. Rajul Kaushik  |  May 22, 2018 at 9:55 pm

  સાચી વાત છે શૈલાબેન આલિયા ભટ્ટે સાવ નાની ઉંમરે માત્ર ગ્લેમરસ રોલના ચેલેન્જિંગ રોલ સ્વીકારીને એની ક્ષમતા સાબિત કરી છે .

  Like


Blog Stats

 • 135,312 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2018
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: