પત્રાવળી-૧૫

April 1, 2018 at 8:23 am 7 comments

પત્રાવળી-૧૫

રવિવારની સવાર

 પત્રમિત્રો,

આ પત્ર-પ્રયાસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. 

પત્રો તો વહેતા ભલા. ઝાડ પરનું પાંદડું ઘરડું થયા કેડ્યે (કાઠિયાવાડમાં કેડ્યે એટલે પછી…) ખરી પડે ને હવા હોય તો વહેતું થાયનીકર (નહીંતર) સીધું ઝાડના થડ કને બેસી જાય. લીલું પાન જાતે તો ખરે જ નહીં.

 આ પત્રો તો તાજેતાજા જ વહેતાં થતાં રહેવાના. તાજેતાજા જ એને માણી લેવાના. બલકે વહેંચી દેવાના. આ પત્રો એના માધ્યમે કંઈ કેટલીય વસ્તુઓનું વિતરણ પણ કરતાં રહેવાના.

પત્રલેખનની સાથે મૂકીને તપાસવા જેવો એક બીજો પણ સાહિત્યપ્રકાર છે જેને આજે અહીં વિચારી જોઈએ. આ પ્રકાર છે વાસરિકાવ્યક્તિગત ડાયરીનો.

ડાયરી એ તદ્દન વ્યક્તિગત બાબત છે અને તે લખનાર પાસે જ રહેનારી ચીજ છે. જ્યારે પત્રો તો અનિવાર્યપણે કોઈ અન્ય સાથે સંકળાઈને જ સાર્થક થનારી બાબત છે. પત્રો લખાઈને લેખક પાસે પડ્યા રહે તેનો કશો જ અર્થ નથી હોતો જ્યારે ડાયરી તો પોતે જ પોતાને કહેવાએલીસંભળાવાએલી ને છતાં મૌન રહેવા સર્જાયેલી ‘વાત’ છે ! જોકે લખનારને મન તો મોટેભાગે આ અંગત ગણાતી ચીજ ક્યારેક તો કોઈ ને કોઈ સુધી પહોંચે તે અભિપ્રેત હોય તે સહજ છે. છતાં પત્રની માફક તેનો હેતુ સીધેસીધો જાહેર થવાનો ન હોય.

પત્રો તો લખાય જ કોઈ અન્ય દ્વારા વંચાવા માટે ! એક રીતે કહીએ તો તે એક પ્રકારનું લાઉડ થિંકીંગ જ ગણાય. લખાતાં સુધી એ મૌન જેવું હોય છે ને જેવું ગંતવ્યે તે પહોંચ્યું કે મુખરિત !! વાંચનારો એને મનમાં વાંચે કે પ્રગટરૂપે પણ એમાંનો શબ્દ તો જાણે કાનને સંભળાતો થઈ જાય છે. ખરેખર તો પત્રનો શબ્દ ઝાડનાં પાનની જેમ મર્મરતો જ હોય છે અને તેની મર્મર એને સાચું પત્રરૂપ બક્ષે છે.

વાસરિકા કે દૈનંદિની ભલે રોજેરોજની વાત માંડી બેસનારી હોય પણ તેને મુખરિત થવાનું નસીબ ભાગ્યે જ હોય છે. કહું કે ઢબુરાઈને પડી રહેવાનું નસીબ લઈને આવેલી એ ડાયરીનાં બે પૂંઠા વચ્ચે લગભગ ગોપિત જ રહે છે.

જોકે આ જ ડાયરી જો પ્રગટ થાયવ્યકત થાય તો ક્યારેક ભારે ઊથલપાથલનું કારણ પણ બની રહે છે. અને પત્રો સ્વભાવે જ મુખરિત હોવા છતાં મોટે ભાગે ફાઈલમાં પુરાઈ જઈને રદ્દી બની રહે છે જેને ભંગારવાળા પણ પસ્તીની જેમ સ્વીકારે નહીં !!

પણ આ અહીંની પત્રયાત્રાનો પરિચય શું આ પરિભાષામાં આપીશું ?

ના. આ પત્રયાત્રા તો અનેકોને આવરી લેનારી બની રહે તે હેતુવાળી હોઈ આ માધ્યમથી અનેક વાતોને પ્રસારવાનું લક્ષ્ય રખાયું છે. લખતીવેળા આ પત્રોને વાસરિકાના સ્વરૂપે રાખીને પછી એને વૃક્ષપર્ણની માફક વહેતાં મૂકવાના હોય છેઅલબત્ત લીલાછમ્મ ! ઝાડની ડાળેથી ખરતાં ઘરડાં પાનની માફક નહીં પણ વસંતે કૉળેલાનવપલ્લવિત વૃક્ષની જેમ અનેક વિષયોથી શોભાવતાં રાખીને……!

સૌને ધન્યવાદ સાથે, – જુ.

રાજુલ કૌશિક 

https://rajul54.wordpress.com/

Advertisements

Entry filed under: પત્રાવળી.

પત્રાવળી-૧૪  પત્રાવળી ૧૬..

7 Comments

  • 1. pravinshastri  |  April 2, 2018 at 8:53 am

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
    દેવિકાબહેન અને મિત્ર રાજુલબહેન પત્રાવળીમાં શુદ્ધ અને ઉચ્ચ, શબ્દસાહિત્ય પિરસી રહ્યા છે. જુગલકિશોરભાઈની વાતો તો હમેશાં શૈક્ષણિક જ હોય.ચાલો આપણે સૌ કાંઈ નવું શીખી લઈએ…જાણી લઈએ….માણી લઈએ

    Liked by 1 person

  • 2. Rajul Kaushik  |  April 2, 2018 at 2:19 pm

    pragnaju કહે છે:
    એપ્રિલ 1, 2018 પર 7:37 એ એમ (am)
    મા જુ.ભાઇના સદાની જેમ મનનયોગ્ય અભ્યાસપૂર્ણ લેખ.
    ડાયરીનો સરસ તરજુમો ‘સ્મરણમંજુષા’ અને ‘વાસરિકા’ કાકાસાહેબ કાલેલકરે કર્યો હતો, એમાં પણ શૈલી અને વાચનક્ષમતા હોવાં અનિવાર્ય છે.‘કલાપીના પત્રો’ કે કાકાસાહેબના લલિત નિબંધોમાં વાસરિકાનાં ઘણાં લક્ષણો જોવા મળે છે.. મહાદેવભાઈ અને ‘કેપ્ટન જેમ્સ મેકમર્ડોની ડાયરી તો દસ્તાવેજ મનાય છે.
    આપણને રોજ નાં ઘણા વિચારો આવતા હોય છે. એમ થાય કે આ અત્યારે નહિ પછી ક્યારેક નોંધી લેશું.પણ એ દિવસ આવતો નથી તેને પત્રદ્વારા ડૉ. છત્રારાની જેમ વિચારોના ઝરણાંમાં વહેતાં કરીએ કે પત્રયાત્રા કરાવીએ. આપણા બ્લોગર મા.નીલમ દોશી એ સ રસ પત્ર યાત્રા કરાવી તેઓ કહે છે -‘ પત્રોનું આ જ તો મહત્વ છે. એક વાર લખાયેલા શબ્દો તમને અનેકવાર ખુશી આપી શકે..તમે એમાં એકવાર નહીં અનેકવાર ભીંજાઇ શકો..’

    Liked by 1 person

  • 3. Rajul Kaushik  |  April 2, 2018 at 2:24 pm

    આજે એક પત્રના અનુસંધાનમાં ભાગ્યેજ ઉપયોગમાં લેવાતા એવા આ બે શબ્દો-વાસરિકા, દૈનંદિનીની સાથે પ્રજ્ઞાજીએ એક બીજા સરસ શબ્દનો ઉમેરો કર્યો…, સ્મરણમંજુષા……. કાનની સાથે મનને પણ ભાવી જાય એવો શબ્દ છે નહીં ?

    Like

  • 4. Rajul Kaushik  |  April 2, 2018 at 3:47 pm

    navinbankerusa કહે છે:
    એપ્રિલ 1, 2018 પર 9:22 એ એમ (am)
    મને આ ‘સ્મરણમંજુષા’ અને ‘વાસરિકા’ શબ્દો બહુ ગમ્યા. મને વાસરિકા શબ્દનો અર્થ ખબર જ નહતોએટલું મારૂ અજ્ઞાન.
    નવીન બેન્કર

    Liked by 1 person

  • 5. Rajul Kaushik  |  April 2, 2018 at 3:51 pm

    નવીનભાઇ,
    આજના આ જુગલભાઇના લેખમાં ભાગ્યેજ ઉપયોગમાં લેવાયેલા શબ્દો તો કદાચ આપની જેમ સૌને ગમ્યા હશે.

    Like

  • 6. Rajul Kaushik  |  April 2, 2018 at 3:51 pm

    hemapatel કહે છે:
    એપ્રિલ 2, 2018 પર 11:25 એ એમ (am)
    પત્ર બીજી વ્યક્તિ વાંચીને તેનો આનંદ લઈ શકે જ્યારે ડાયરી લેખક અને વાંચક બંને અેકજ વ્યક્તિ છે જેણે પોતાના મનના ભાવો, હૈયાની વાત ડાયરીના પાના પર રજુ કરીને ડાયરી સંતાડીને સાચવીને મુકી રાખે. વિચારે મારા મનની વાતો કોઈ સાંભળી ન જાય, મારી ડાયરી કોઈ વાંચી જશે તો ! ડાયરી સંતાડીને મુકે ત્યારે જાણે એવું લાગે કોઈ કમતી ઘરેણું તિજોરીમાં મુકી, તિજોરી ચાવીથી બંધ કરી ચાવી સાચવી છુપાવીને મુકી દેવાની , મનને હાશ થાય હવે મારી ચીજ સલામત છે.

    Liked by 1 person

  • 7. Rajul Kaushik  |  April 2, 2018 at 3:54 pm

    ડાયરી અંગત ખજાનો. જાત સાથેની વાત
    અને પત્ર તો એકમેકને જોડે એવો સેતુ.
    બંનેની અલગ જ મઝા….

    Like


Blog Stats

  • 102,994 hits

rajul54@yahoo.com

Join 960 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2018
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: