પત્રાવળી-૧૩

March 18, 2018 at 5:35 pm

 

રવિવારની સવાર…..

શબ્દ-ભોજનના સૌ સાથીદારો,

અહાહા!

રાજુલબેનની ગરમ ગરમ ઉકળતી દાળની સોડમ અને ‘ પત્રાવળી’માં અવનવી ચટાકેદાર વાનગીઓ પીરસાતા વેંત હું તો જમવા બેસી જ ગઈ . મને લાગે છે કે આપણી જેમ અન્યોના પણ એ જ હાલ થયા હશે. બરાબર ને? કદાચ એટલે જ આપણા વાચક મિત્રોએ પણ સુંદર લાંબા પત્રો પાઠવ્યા. એટલું જ નહીં, પોતાની પણ શબ્દ વાનગી પીરસી.

મિત્રો,

આજે તો મારી બારીમાંથી મનગમતો વાસંતી વાયરો વાઈ રહ્યો છેએને શબ્દમાં ગૂંથવાઆંગળીઓ તૈયાર થઈ રહી છે અને મન તો આભે જઈ અડવા તલપાપડ થઈ રહ્યું છે!

આ વાસંતી વાયરાને ફૂલમાં ઝીલું, ઝીલી ઝીલીને દૂર આભને અડું.
આભને અડું,પરમ પ્રેમમાં ભળું… આ વાસંતી વાયરાને શબ્દમાં ગૂંથું…

મારા બેકયાર્ડ’માં  સામે દેખાતા લીંબુના ઝાડ પર ફૂટતી કળીઓ તો જાણે લીલાછમ પાંદડાનાદરબારમાં રાજ્યાભિષેક કરી રહી જણાય છે !! પણ હવે આપણી મૂળ વાત પર આવું.

જુ.ભાઈએ કરેલ શિલ્પ અને નૃત્યની વ્યાખ્યામાં કેટલું કાવ્યત્વ વર્તાય છે“થીજી ગયેલું નૃત્ય એટલે શિલ્પ અને થરકી ઊઠેલું શિલ્પ એટલે નૃત્ય !!”  વાહ..વાહ..આમાં શબ્દોની સાથે સાથે ભાવોનો અદ્ભૂત લય સધાયો છે. કોઈપણ ચિત્ર અને શિલ્પના આવા  યથોચિત વર્ણનાત્મક શબ્દો પણ મનમાં કેવાં કાયમી ચિત્રો ઊભા કરી દે છે!! કલમનું આ ટાંકણું પણ કમ નથી જ.. શ્રી વલીભાઈએ પણ સાચું જ કહ્યું ને કે, શબ્દ જ્યારે યથાસ્થાનેયથાભાવે પ્રયોજાયત્યારે તેનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે?. જાણે કે, રસ્તામાં રખડતો કોઈક પથ્થર, શિલ્પકારના ટાંકણાથી ઘડાઈને મૂલ્યવાન શિલ્પકૃતિ બની જાય!

આ શબ્દની વાત પરથી ફરી એક વાર એકાક્ષરી શબ્દની વાત પણ છેડાઈ. પ્રીતિબેને એકાક્ષરી શબ્દોથી શરુ કરી, વિશ્વની અન્ય ભાષાઓ અને શબ્દના દૃશ્ય અને શ્રાવ્ય રૂપ તથા વિશ્વની અન્ય ભાષાઓ અને તેના ઉચ્ચારોની આનંદકારી માહિતી પૂરી પાડીને એક અલગ આયામ આપી દીધો,નહિ? મઝા આવી ગઈ.

શ્રી કિશોરભાઈ મોદીએ કહેવતોને સરસ રીતે રમાડી જાણી છે. તેમના સર્જનો વિશે લખવા બેસીએ તો એક મહાગ્રંથ બની જાય. કહેવતોને ગ્રામ્યજીવન સાથે વધુ સંબંધ છે એમ નથી લાગતું?

ગ્રામ્યજીવનની સાથે જ સ્મરણ થાય છે દાદીમાની વાતોનું.  દોસ્તો,આપણે દાદીમા પાસે જે કહેવતો અને ઉખાણાં સાંભળ્યા છે તે પછીની પેઢીમાં ઓછા થતાં ગયાં છે એ હકીકત છે. ઉખાણાંમાં ચાતુર્ય અને રમૂજ બંને ઠાંસીને ભરેલા હોય. વળી ક્યારેક તો એ ગાઈ શકાય તેવા હોવાથી યાદ પણ રહી જતા.

ઉખાણાં જેવી જ એક બીજી વિસરાયેલી વાત છે ખાયણાંની. યાદ આવ્યું કાંઈ? વર્ષો પહેલાંના ‘શબ્દસૃષ્ટિ’માં ‘ખાયણાં’ નામની પુસ્તિકા પરનો એક લેખ વાંચ્યો હતો. તેમાં લખ્યું હતું કે,આપણાં જૂનાં ખાંડણિયાં-ખાયણાં-ખાયણિયા-એ એક હળવો સાહિત્યપ્રકાર છે. જેમાં આનંદ છે,મશ્કરી છે, ઉપાલંભ છે,મલકાટ છે,મરડાટ છે. તેમાં રોજીંદા જીવનનું નિરૂપણ એ રીતે છે કે, ઝઘડો નથી પણ હસતાં હસતાં લગાવેલો ચાબૂકનો સપાટો પણ છે. અંતરની બધી જ સંવેદના હળવેથી અંતાક્ષરીની જેમ જ સામસામે ગવાતી. એકાદ બે યાદ આવે છે. વાંચવા/સાંભળવા છે ને?

“આવોને બહેની સામસામે બેસીએ, આનંદ ઉમંગે ગાઈએ, રૂડા મારાં ખાયણિયાં” એટલે બીજી બહેન કહે કે, ‘ ખાંડણિયા ખાંડું ને હિંચકે રે ઝૂલું, રમત સઘળી ભૂલું, રૂડા મારા ખાયણાં’
હવે જુઓ, અહીં દીકરીની વિદાય માટેની થોડી વેદના સામસામે કેવી રીતે ઠલવાય છે?
‘ખાંડીયા ખાંડુ ને ખખડે હાથના કંકણ, દીકરી તો ઘરનું ઢાંકણ, જતી રહેશે સાસરે.’
‘મારી તે માએ જતન કરીને જાળવી,રતન કરીને રાખી કે પરને સોંપવા.’

 કેવી અસરકારક અભિવ્યક્તિ છે?  વાંચતા વાંચતા જ મનમાં ગવાતા જાય છે ને? હવે તો ખાયણાં  ભલે ભૂલાઈ ગયાં છે પણ એની વાત સાથે તમને પણ લોકગીતો, લગ્નગીતો,દોહા, અખાના ચાબખા/છપ્પા, વિસરાયેલા શબ્દો ને એવું ઘણું બધું યાદ આવી જશે. બરાબર ને ?

સાચે જ શબ્દનો આવિર્ભાવ અને અભિવ્યક્તિ બંને એક રહસ્યમય વિસ્મય છે.

 તમારું શું કહેવું છે? રાહ જોવાય છે.

દેવિકા ધ્રુવ

 

 

Advertisements

Entry filed under: પત્રાવળી.

પત્રાવળી-૧૨- વાચકમિત્રોના પત્રો ૨૭-હકારાત્મક અભિગમ-આદર્શ નેતૃત્વ- રાજુલ કૌશિક


Blog Stats

  • 102,258 hits

rajul54@yahoo.com

Join 957 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2018
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: