પત્રાવળી-૧૨- વાચકમિત્રોના પત્રો

March 11, 2018 at 5:08 pm 4 comments

(૧.)

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના માનવંતા સભ્યhttps://smunshaw.wordpress.com પર, જમીનના સિતારા જેવા દિવ્યાંગ બાળકોની વાતો લખતા રહેતાં અને ‘નોખાં અનોખાં’ના મૂળ લેખિકા શૈલાબેન મુન્શા લખે છેઃ

પ્રિય દેવિકાબેન અને પત્રાવળીના અન્ય મિત્રો,

સહુ પ્રથમ હાર્દિક અભિનંદન; નવા વર્ષે નવી શબ્દોની પત્રાવળી પીરસવા માટે. આપની સાથે અમારા જ્ઞાનની પણ કસોટી થશે. તમારો પ્રથમ શબ્દ, “પત્રાવળી” શબ્દોની વિવિધતા સાથે ભોજનની વિવિધતા પણ જેમાં પીરસાય એ પત્રાવળી. પારંપારિક લગ્ન પ્રસંગે ભોજન હમેશ પત્રાવળીમાં જ પીરસાતું. આશા છે આપને આ અર્થ ગમશે.
આપના પત્રલેખનના પ્રયોગ પછી આ નવતર પત્રાવળીમાં જોડાવાનુ મન થઈ ગયું. કેટકેટલા શબ્દોરોજરોજ વપરાતા પણ નવા નવા અર્થોનો ઉઘાડ.

જુઓનેપર્જન્ય શબ્દના કેટલા અર્થ છે. એક જાતનો મેઘ જે વરસતાં હજાર વર્ષ સુધી જમીનમાં ચીકાશ રહે તેવો. ગુજરાતી ભાષાની સમૃધ્ધિ પણ એમ જ તો રહેશે. પર્જન્ય એક પણ એના અર્થ અનેકપર્જન્ય-કશ્યપ ઋષિનો એ નામનો પુત્ર જેની ગણના ગાંધર્વમાં થાય છે. ગર્જના કરતું વાદળું અને ઈંદ્ર પણ તો પર્જન્યના નામે ઓળખાય છે ને!! વિષ્ણુ મેઘવૃષ્ટિ કરનારા છેવળી આનંદસુખની વૃષ્ટિ કરનાર પણ તે છેમાટે વિષ્ણુ ભગવાન પર્જન્ય કહેવાય છે. પુરાણમાં તો સવિતા નામના આદિત્યનુ બીજું નામ પર્જન્યદર વર્ષે ફાગણ મહિનામાં સૂર્યમંડળ ઉપર તેનું આધિપત્ય હોય છે.
આ વખતે હ્યુસ્ટનમાં તો પર્જન્ય વરસાદ રુપે નહિ પણ બરફના કરાં રુપે વરસ્યો! એ પણ એક કુદરતની વિવિધતા જ છે ને! ઉપર સ્વચ્છ સોનેરી આકાશ તોય આંગણુ બરફથી છવાયેલું. નીનાબેન, આવું ફકત લંડનમા બને એવું નથી રહ્યું હવે!!!!!
વધુ વરસવાનુ હવે બીજા સાહિત્ય રસિક મિત્રો પર રાખું.

સાહિત્ય- મિત્ર,
શૈલા મુન્શા

(૨.)

મેરીલેન્ડના વતની, http://vhirpara.blogspot.com પર કલમને વહાવતા, વાર્તાકાર  વિમલાબેન હિરપરા લખે છેઃ

સુજ્ઞ દેવિકાબેન તથા પત્રાવળીના દોસ્તો,

તમારી પત્રાવળીમાં મારા તરફથી થોડી વાનગી. ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો જેના સમાન ઉચ્ચારો ને લખાણ એક છતાં અર્થ અલગ ને કયારેક પરસ્પર વિરોધી પણ હોય. એવા થોડા શબ્દોઃ

મીઠુ. એનો અર્થ ખારુ ને ગળ્યુ પણ. હાર એટલે નેકલેસ ને હાર એટલે પરાજય. ગળામાં પહેરાય તે તો જીત કહેવાય ને? છતાં એ જ શબ્દનો બીજો અર્થ પરાજય ! કેવો વિરોધાભાસ? અર્થ એટલે પૈસો ને અર્થ એટલે સાર. ખોટ એટલે નુકશાન ને ખોટ્ય જેમકે સાત ખોટ્યનો દિકરો કે કોઇ મહામુલી ચીજ. અહીં પણ વિરોધાભાસ.

કાળ એટલે મોત ને કાળ એટલે સમય. દેવતા એટલે અગ્નિ ને દેવતા એટલે દેવો. વાસ એટલે રહેઠાણ ને વાસ એટલે બદબૂ. વાસ=રહેઠાણ તો ચોક્ખુ રાખીએ ને? પણ બીજો અર્થ બદબૂ એટલે કે ખરાબ વાસ. આ કેવું, નહિ?  ભાગ એટલે હિસ્સો ને ભાગ એટલે કોઇને ખસી જવાનો આદેશ.આવા તો ઘણા શબ્દો કે જે બોલાય અને લખાય એક જ પણ અર્થો જુદાજુદા.

ચાલો, અહીં અટકું છું.

()

હ્યુસ્ટનનિવાસી અને http://hemapatel.gujaratisahityasarita.org/ માં નિયમિત  રીતે અંતરનાઅજવાળાં પાથરતાં રહેતાં હેમાબેન પટેલ લખે છેઃ

પત્રમિત્રો,

પત્રાવળીમાં પીરસાયેલ વિવિધ શબ્દોનુ રસપાન કર્યું. આજે હું એક સામગ્રી, પ્રેમ શબ્દ લઈને આવીછુંપ્રેમમાં મીઠાશ હોય છે માટે પત્રાવળીમાં પીરસવા માટે હું મીઠાઈ લઈને આવી છુંએક નાનકડોશબ્દ પરંતુ  શબ્દ પર તો આખુ જીવન ચાલે છે.

આપણી ગુજરાતી ભાષા કેટલી સુંદર છેમનના દરેક ભાવ સમજવા માટે શબ્દોની વિવિધતા. જેમએક  શબ્દના અનેક અર્થ થાયતેમ એક  અર્થ દર્શાવતા અનેક શબ્દો પણ છે.પ્રેમપ્યારહેતમમતાવાત્સલ્યસ્નેહમાતાપિતાભાઈબહેનપતિપત્નીસંતાનમિત્ર વગેરે  સબંધો પ્રમાણેશબ્દોનુ સર્જન થયુંહ્રદયની અંદર પ્રેમ રસ જ્યારે છલકાય તેની પ્રતિતી  શબ્દો દ્વારા થાય છેપ્રેમછે પરંતું પ્રેમમાં પણ અલગ અલગ ભાવ હોવાને કારણે કેટલા બધા શબ્દો ! અંગ્રેજી ભાષામાં તો “ I love you “ બધાના માટે એક જ શબ્દપ્રેમ  હ્રદયમાંથી સ્ફુરેલુ એવું અમી ઝરણું છે જ્યાંથી પણવહેતું જાય ત્યાં બસ આનંદ– આનંદપ્રેમાનંદ ! હું તો માનું છું પ્રેમ  સંસારનો સૌથી સુંદર અનેઅણમોલ શબ્દ છેતેને લીધે સમગ્ર સંસાર ટકી રહ્યો છેપ્રેમ આગળ ક્રોધનફરતદુશ્મનીનો અંતઆવી જાય છેતો પ્રેમના બે મીઠા શબ્દ આગળ દુનિયા ઝુકી પણ જાય છેઈશ્વર પણ પ્રેમભાવ નાભુખ્યા છે માટે ભક્તના પ્રેમ બંધનમાં બંધાઈ જાય છેપ્રેમ વિના જીવન નીરસ બેજાન પ્રાણહીન છેપ્રેમ સંસારમાં સુખશાંતિ લાવી શકે છે.

દેવિકાબેન  અહિંયાં હું અટકીશતમારા વધુ પત્રોની રાહ જોઈશ.

હેમા પટેલ.

Entry filed under: હકારાત્મક અભિગમ.

૨૫- હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ. પત્રાવળી-૧૩

4 Comments

 • 1. Devika Dhruva  |  March 12, 2018 at 12:24 am

  dineshpanchalblog કહે છે:
  માર્ચ 11, 2018 પર 6:36 એ એમ
  પ્રતિભાવ પત્રો સુંદર છે. –દિનેશ પાંચાલ

  pragnaju કહે છે:
  માર્ચ 11, 2018 પર 9:53 એ એમ
  😅ભાવવાહી પત્રો
  આનંદ આનંદ

  ‘આંગણુ બરફથી…’ અહીં — બરફ માટે સ્નો .આઇસ , સ્લીટ ( Sleet) ,ગ્રાઉપૅલ( Graupel)
  બ્લેક આઇસ, સ્નો ફ્લેક્સ (flake) , સ્નો.સ્લરી (slurry) જેવા નામોની બાળકોને પણ ખબર હોય
  આવા ગુજરાતીમા શબ્દો નથી તેથી સ્નો … જ વાપરીએ છીએ!
  ………………….
  અર્થ અલગ ને કયારેક પરસ્પર વિરોધી પણ હોય. એવા શબ્દોઃમા મઝા આવી.અમને આવા એક શબ્દનો અર્થ સમજાતો નથી તે ‘ શ્રદ્ધા’ કોઇ કહે તે ધર્મની આગવી ખાસિયત છે- તો કોઇ માને તે ધર્મ નથી. કોઇ શ્રદ્ધાને સકામ શ્રદ્ધા ગણે તો કોઇ નિષ્કામ શ્રદ્ધા તો કોઇ અખૂટ આત્મશ્રદ્ધા તો ઘણા વિદ્વાનો શ્રદ્ધાને જ અંધશ્રદ્ધા ગણે, કોઇ શ્રદ્ધા વિનાનો કોઈ ન હોય તો કોઇ દરેકને શ્રધ્ધાવાન માને
  કોઇ માને કે શ્રધ્ધાના વિષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય તો કોઇ માને આથી માનવ જાતની પ્રગતિ રૂંધાઈ જાય.આધુનિક વિજ્ઞાન જતે દિવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રધ્ધા જ છે તર્ક નહીં કારણ કે તે કશા પર આધારિત નથી !
  ……….
  I love you માંથી I કાઢો તો ?
  અહં જાય
  અને
  you કાઢો તો ? …

  Liked by 1 person

 • 2. Devika Dhruva  |  March 12, 2018 at 12:25 am

  Dr Induben Shah કહે છે:
  માર્ચ 11, 2018 પર 2:23 પી એમ
  દેવિકાબેન,
  આજે પત્રાવાળીમાં પિરસાતા પ્રતિભાવોની જુદી જુદી વાનગી, એક શબ્દના અનેક અર્થ તથા વિરોધાભાસ પણ, પ્રેમ શબ્દની મીઠાશ માણવા મળી, ગુજરાતી ભાષા ખૂબ સમૃધ્ધ છે. અંગેજીમાં માસી, કાકી, મામી બધા માટે આન્ટી એક જ શબ્દ,જોકે એની આગળ વિશેષણ મેટર્નલ, પેટર્નલ લગાડૉ તોખબર પડૅ કાકી છે કે માસી. તેવી જ રીતે બીજો અંગ્રેજી શબ્દ sister in law પતિ સાળી માટૅ વાપરે અને પત્નિ નણંદ માટૅ વાપરે, અને તેમના પતિ માટૅ પણ આપણે બે જુદા શબ્દો બેનના પતિ માટે બનેવી, પતિ સાળીના પતિ માટૅ સાઢુભાઇ શબ્દ વાપરે.નણંદના પતિ માટે નણંદોય શબ્દ વપરાય. આજે આટલેથી અટકું આવતા રવિવારની રાહ…

  Liked by 1 person

 • 3. Rajul Kaushik  |  March 12, 2018 at 12:42 am

  ઇન્દુબેન,
  ગુજરાતી ભાષા તો સમૃદ્ધ છે જ અને સંબંધો ?
  એ પણ ભાવનાથી -અંતરંગ લાગણીઓથી સમૃદ્ધ છે….માટે જ દરેક સંબંધ માટે વિશિષ્ટ જ ઓળખ છે ને!

  Like

 • 4. Rajul Kaushik  |  March 12, 2018 at 1:22 am

  પ્રજ્ઞાજી,
  શ્રદ્ધાનો સંબંધ દિલ સાથે તર્કનો સંબધ દિમાગ સાથે. દિલ અને દિમાગ તો નદીના બે કિનારા.. સમાંતર અને તેમ છતાં અલગ.
  અને આ youને એકવચનના બદલે બહુવચન અર્થાત હરકોઇના સંદર્ભમાં લઈએ તો? સર્વત્ર પ્રેમ જ પ્રેમ…
  અને આ પ્રેમ પર તો કેટલી બધી વાતો થઈ શકે……
  આજે આપના પ્રતિભાવમાં શ્ર્ધ્ધા અને પ્રેમને સાંકળીને એક નવા વિષયને ઉઘાડ આપ્યો.
  આભાર.

  Like


Blog Stats

 • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2018
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: