પત્રાવળી-૬ 

January 28, 2018 at 1:24 pm 14 comments

રવિવારની સવાર…..

 

 

વાહમિત્રો – એટલે કે દેવિકાબેનરાજુલબેન અને જુગલકિશોરભાઈ,

 વિષય બહુ સરસ છેબહુપરિમાણી છે : શબ્દ’ . એની ઉપસ્થિતિ કેટલી નાનકડી છેપણ એની વિસ્તૃતિબંધ કમળને જેમ ખોલવાનું હોય છેતેમ જ એક શબ્દનાં પટલ પણ ખોલીએ તો અંદરથી કેવા રંગસુગંધસૌંદર્યઅને કદાચ કોઈ રાતે સપડાયેલો ભ્રમર પણ મળી આવે છે.

શબ્દ’  શબ્દનું રટણ કરતાં કરતાં અચાનક મારા મનમાં શબદ’  શબ્દનો સાક્ષાત્કાર થયો. કેવો સાદોઅને કદાચ સાધારણ લાગે છે આ શબ્દનહીંતળપદો હોય એવો. નહીં કાનોનહીં માતરઆ શબદ એટલે વળી શુંકાંઈ ભૂલ તો નથી થતી મારી?

પણ નાઆ શબ્દ મનમાં પ્રગટ થઈ ગયોજાણે કોઈ સ્વયંભૂ ઉપસ્થિતિઅને મને એ આરંભ માટેના કોઈ શુકન જેવી લાગે છે. આરંભ એટલે આ પત્રાવળીમાં મારો પ્રવેશ. તો આ શબદ આવો શા માટે લાગે છેશીખ ધર્મમાં ગુરુનો જે ઉપદેશ છેગુરબાની છે તે શબદ કહેવાય છે. કબીરનાં ભજનોને પણ કબીર શબદ કહે છે. તેથી શબદ’ નો સંદર્ભ આસ્થાધ્યાનભક્તિઅને ચિત્તની અંદરના આનંદ સાથે છે. રોજેરોજની બોલચાલથી જે બનતા હોય છે તે બધા કહેવાય છે શબ્દપણ એનું સાવ સાદું એક સ્વરૂપ- શબદ – ઘણો ઊંડો અર્થ પામે છે.

જોકે આવો જ અચાનકઅન્ય એક શબ્દ પણ પછી મનમાં ચકરાવા લાગેલોને તે છે ‘ પેચ’ . હમણાં ગુજરાતમાં હતીને એક લગ્નમાં જતી વખતે અધીરાઈ કરી હશેતે એક બુટ્ટીનો પેચ હાથમાંથી પડી ગયો. શોધવા જઈએ તો દેખાય જ નહીં. ચીજ તો સાવ નાની અમથીઆમ તો એક નાની ખીલી જપણ સોનાના ભાવ પ્રમાણે એની કિંમત ઘણી થાય. વળીએટલું અમથું કરી પણ કોણ આપે?, તેથી પણ એની અગત્ય ઘણી થાય છેભઈ!

તો આ પેચ એટલે ઘરેણાંનો બહુ જરૂરી અંશ. આ પેચ એટલે કોઈ વાસણને બંધ કરવા માટેના ઢાંકણામાં પાડેલા આંટા પણ ખરા. વાસણ ધાતુનું હોયને કાચનું પણ હોય. પણ વાસણ તેમજ ઢાંકણામાં આ આંટા સરખા પડ્યા ના હોય તો એ બરાબર બંધ જ નહીં થવાનું. સોનાનો નહીંતોયે આ પેચ જો ના મળે તો પછી કંટાળીને કે ગુસ્સામાં આવીને એને પછાડોકે પછી ફેંકી દેવા તૈયાર થાઓ.

પણ એને દાવપેચ જેવા સંદર્ભમાં જોઈએ તો જાણે એ ડરામણો શબ્દ બની જાય છેએવું નથી લાગતુંદાવપેચ કહેતાં બીજા કેવા શબ્દો અને સંજોગો યાદ આવી જાય છે – કાવાદાવાથી માંડીને યુદ્ધ સુધીના. જાણે અશ્વત્થામાએ પસાર કરેલા કોઠાનું સ્મરણ થઈ જાયઅને મને ગુજરાતનો નાથના મુંજાલ મહેતા યાદ પણ આવે.જોકે એમની તો મુત્સદ્દીગીરી. મુજાલ મહેતા બળથી નહીંપણ કળથી દાવપેચ ચલાવે. ને એ તો એક અત્યંત રસપ્રદ સાહિત્ય-કૃતિના ખૂબ વિશિષ્ટ પાત્રતેથી એમની સાથે સાંકળી શકાય તેવા દાવપેચનો સંદર્ભ વધારે બુદ્ધિગમ્ય અને પ્રશસ્ય લાગે છે.


ગુજરાતમાં મોટા ભાગની પ્રજા ખૂબ ઉત્સાહિત થઈ જાય છે ઉત્તરાયણ દરમ્યાન. ને તે કાંઈ સૂર્યદેવના ગોળાર્ધ-ભ્રમણથીકે સંક્રાન્તિને કારણે નહીં. આ પ્રાકૃતિક પ્રસંગ કેટલાં શતકથી એક અપૂર્વ આનંદદાયી મહાલોકોત્સવ બન્યો હશેરંગરંગીન કાગળના ચોરસ ટુકડાખરુંપણ એમને અમુક વ્યવસ્થિત રૂપ આપીને આકાશની મોકળાશમાં મોકલી દેવાય ત્યારે એમનું નામ પતંગ બને છે. ઉત્તરાયણ એટલે પતંગોત્સવઅને પતંગ ચડાવવાનો સૌથી વધારે આનંદ મળતો લાગે છે બે કે વધારે પતંગોના પેચ દ્વારા.

આ પેચ પણ દાવપેચનો જ પ્રકાર લાગે છે. ચડાવનારાં જ નહીંજોનારાંને પણ ઉત્સાહનું ઝનૂન’ ચઢે છેપોતાની ને અન્યોની દોરીઓ સાથે આંટા મરાય છેપેચ બરાબર જામે છેપછી ખેંચોઢીલ આપોવળ ચઢાવો વગેરે કારીગીરી અજમાવાય છે. અગાશી પર કે છત પર ચઢેલાં કેટલાંયે યુવક-યુવતીઓની આંખોના પેચ પણ આ દિવસોમાં લાગી જતા હોય છેએમ લોકબાની પાસેથી જાણ્યું છે! પેચ શબ્દ અહીં સૌથી વધારે અસરકારક રીતે પ્રયોજાતો નથી લાગતો?

બીજા કોઈ પેચ તો મને કામમાં નથી આવ્યાપણ હાબુટ્ટીનો પેલો ટચુકડો પેચ છેલ્લેકબાટને ખૂણેથીમળી આવેલો ખરોને ભારે નિરાંત થયેલી.

        પ્રીતિ  સેનગુપ્તા 

Entry filed under: પત્રાવળી.

પત્રાવળી–૫ પત્રાવળી-૭

14 Comments

 • 1. Rajul Kaushik  |  January 29, 2018 at 12:55 am

  વાહ રાજુલબેન પતરો વાચવાની મઝા આવે છે.આભાર।

  taru.mehta709@gmail.com

  Like

 • 2. Rajul Kaushik  |  January 29, 2018 at 10:21 pm

  વાહ રાજુલબેન પત્રો વાચવાની મઝા આવે છે.આભાર।

  Like

 • 3. Devika Dhruva  |  January 30, 2018 at 8:47 pm

  પ્રીતિબેનના પત્રપેચની ખૂબ મઝા આવી. તેમાંથી પણ ઘણી સ્ફૂરણા થઈ જે આગામી પત્રમાં….

  Liked by 1 person

 • 4. Devika Dhruva  |  January 30, 2018 at 8:48 pm

  jugalkishor કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 5:16 એ એમ (am) સંપાદન કરો
  હમણાંં બે દિવસ પહેલાં જ પ્રીતિબહેનના કાવ્યસંગ્રહ ‘અકારણ હર્ષે’માં ડોકિયું કરેલું…..જાનીભાઈએ મને
  એ સંગ્રહ પહોંચાડેલો….

  હવે તેઓ પત્રાવલિએ શબ્દાવલિ આળેખશે એનો આનંદ. એમને ‘સ્વાગતમ્’ !

  શબ્દ પણ એક મજાનો ચેપ છે ! એકને અડકો એટલે બીજા આજુબાજુથી ગોઠવાઈ જાય ! પછી તો આપણે એમનું માન રાખ્યે જ છૂટકો. નિબંધોમાં તો વળી એક ફકરાનો અંત જ બીજા ફકરાને ઉઘાડી આપે ને એમ શૃંખલા રચાતી જાય. (નિબંધ વિશે આપણે ત્યાં બહુ જાગૃતિ નથી બાકી ગદ્યમાં રમવા માટે નિબંધ એ નિર્બંધ એવો રમતોત્સવ, કહો કે રસોત્સવ બની રહે છે !! )

  શબ્દકોશ લઈને ક્યારેક બેસવા જેવું હોય છે. શબ્દકોશનો કોઈ એક શબ્દ હાથે ચડે ને એનામાં સહેજ જ રસ લો એટલે થઈ રહ્યું ! પછી તો શબ્દની અનેક છાયાઓ આપણને પાનાંનાં પાનાં ફેરવવા મજબુર કરી મૂકે ! ઉમાશંકરભાઈ જેવાને “દૂરથી મંગલ શબ્દ આવતો” સંભળાય પછી જે ઘટના ઘટે તેમાં આપણ વાચક–ભાવકને પંચેન્દ્રીયસુખ પ્રાપ્ત થઈ જાય ! સર્જકો પાસે શબ્દો કેવી કેવી લીલા કરાવી જાય છે !!

  આજે આ પત્રાવલિમાં એક નવું વ્યંજન પીરસાયું તો આટલો અમી–ઓડકાર થયો. આપણા વાચકોને આ પંગતે બેસવા નિમંત્રણ છે !

  (પંગત શબ્દે વળી પાંગત શબ્દ સંભારી આપ્યો ! ક્યારેક પાંગતે બેસીને વાર્તા કરીશું–સાંભળીશું…..)

  Liked by 1 person

 • 5. Devika Dhruva  |  January 30, 2018 at 8:51 pm

  ashokjani કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 6:37 એ એમ
  વાહ .. હળવી શૈલીમાં મજાની વાત.
  ***********************************
  Sangita કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 6:57 એ એમ (am)
  Wah! Patrawalima ek Vadhu swadisht bhojan item.
  Ek pachhi ek pirsati j jaay chhe.
  Khub sundar!
  ********************************************
  chaman કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 11:38 એ એમ (am)
  પ્રીતિબેનનો પ્રવાસ સાથેનો પ્રેમ તો હતોજ અને હવે પત્રશ્રેણીનો ‘પ’ મળ્યો!
  આજના આ પત્રમાં ‘પેચ’ શબ્દપર કેટલી વિવિધ વાતો થઈ!
  પતંગના પેચની વાતમાં પતંગપરના મારા કાવ્યની કેટલીક કડીઓ યાદ આવી ગઈ!
  ઢીલ મૂકતાં દોરીની
  કપાઈ પતંગ ગોરીની
  ત્યારથી લડાઈ ગયા છે
  પેચ દિલના!

  Liked by 1 person

 • 6. Devika Dhruva  |  January 30, 2018 at 8:52 pm

  Vinod R. Patel કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 1:01 પી એમ(pm)
  શબ્દોના જમણની આજની પત્રાવળીમાં પૃથ્વી ભ્રમણ કરીને જાણીતાં બનેલ પ્રીતિબેનએ ”શબ્દ-શબદ”નું મનભાવન જમણ પીરસ્યું એને એવા જ ભાવથી આરોગવાની મજા પડી ગઈ .

  ”પેચ” શબ્દના જુદા જુદા સંદર્ભ-‘બુટ્ટીનો પેચ”,”દાવપેચ”, ”પતંગોના પેચ”અને ” આંખોના પેચ”, વાહ !કેવી મજાની શબદ રમત રજુ કરી છે પ્રીતીબેનએ એમના આ ”નિર્બંધ” નિબંધમાં ! આ જગત પ્રવાસીનીએ આપણને શબ્દોનો કેવો મજાનો પ્રવાસ કરાવી દીધો છે.!

  આમ તો અત્યાર સુધીની બધી જ પત્રાવળીમાં પીરસાએલું સાહિત્ય ભોજન મનનો જમણવાર બન્યું છે એ નિર્વિવાદ હકીકત છે.એટલે તો હવે નવી
  પત્રાવળીમાં શું જમવાનું મળશે એની રાહ જોવાય છે
  *******************************************************************
  શૈલા મુન્શા કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 3:10 પી એમ(pm) સંપાદન કરો
  પ્રીતિબેનના પ્રવાસ વર્ણનો તો વાંચ્યા છે પણ શબ્દોના આટાપાટાની રમત આજે જોઈ. પતંગના પેચ નિર્દોષ પણે લડાય ત્યાં સુધી તો ઠીક પણ વાત વટે ચઢે અને ગાંડપણની હદ સુધી પહોંચે તો એમ પણ કહેવાયને કે આ માણસનો પેચ ઢીલો થઈ ગયો છે.

  Liked by 1 person

 • 7. Devika Dhruva  |  January 30, 2018 at 8:53 pm

  hemapatel કહે છે:
  જાન્યુઆરી 30, 2018 પર 11:40 એ એમ (am)
  પ્રીતિબેન,
  શબદ અને પેચ શબ્દોનુ ખુબજ સુંદર આલેખન કર્યું છે.
  બુટ્ટીનો પેચ હાથમાંથી સરી જાય એ બહુજ સામાન્ય વાત છે. સાચેજ બુટ્ટીનો પેચ પલંગની નીચે કે કબાટના ખુણામાંજ જઈને ભરાઈ જાય છે. તેને શોધવો બહુ જ મુશ્કેલ કામ છે. તેને શોધવા માટે બાજ નજર જોઈએ.

  Liked by 1 person

 • 8. Devika Dhruva  |  January 30, 2018 at 8:53 pm

  pragnaju કહે છે:
  જાન્યુઆરી 28, 2018 પર 9:28 એ એમ (am)
  વાહ
  સુ શ્રીપ્રીતિ ના મનમાં ચકરાવા લાગેલો, ને તે છે ‘ પેચ’ .
  અમારા વિચાર વમળમા…
  ક્યાંક હૈયાનાં તાર
  ક્યાંક છુપો અણસાર
  પે ચ લાગે છે ક્યાંક કોઇ આંખનાં
  મારા ઉરનો પતંગ ઉડે આભમાં

  ભરદોર ચગો જો આકાશે
  ત્યાં પે ચ ઘણાંયે નાંખે છે
  પેચ પડતાં પતંગો થતી
  ચટ્ટ ને ‘કાઈપો – કાઈપો’
  ત્યાં સુણાયે નાળ-ઢેફાં છૂટે,
  નાદ કંઈ કંઈ ઊઠે, જંગના રંગ ઉમંગ લાવે!
  પતંગનો પે ચ લાગે અને કપાય દોરી
  મા ચિન્મયજી
  થવા દો પેચ આ અંતિમ , દુશ્મનોથી ધારદાર
  જીત થશે આ અવસરે . સત્યની શાનદાર
  નિષ્કુળાનંદજીનો પાઘડીને પે ચ
  વરને શિરપર સોનેરી પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ,
  અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરિ રે; કેશર તિલક ભાલને વચ્ચ,
  પાઘડીને પેચ શોભે શિરપેચ, લાગી છે લાલચ કે કલંગી કેવી ધરી રે
  અને સોના, ચાંદી … ઈનટ્રેન્ડ છે. જો જાતે જ તેની ઘડાઈ કરાવવાના હોય તો તમે તમારી ડોકની લંબાઈ પ્રમાણે સોય દોરા બુટ્ટીની લંબાઈ રખાવી શકો છો. … ઘણા સોય દોરામાં છેલ્લા સીધા ભાગને કાનમાં નાંખીને પે ચ ભરાવી શકાય તેવા સુઈ ધાગા ઇયરિંગ પણ માર્કેટમાં મળી રહે છે.
  તે પહેલા આ સમજવા ઉતર આપો- ક્યારેય કોઈની બુટ્ટીનો ફસાઈ ગયેલો પે ચ ધીમે રહીને કળથી કાઢી આપ્યો છે? અને કાનની બૂટને આંગળીથી પંપાળી છે? માધુરી દીક્ષિતની અદાથી પિનની અણી ઘૂસાડી પૂછ્યું છે? “લગા ક્યા?”
  અને શબદનો તાગ મેળવવા મથામણ. શબદ શું છે ? જે આંખ જોઈ શકતી નથી એ પણ અને જે જોઈ શકે છે એ પણ. ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ શબદ નથી. એથી વિપરીત, અર્થસભર ઈશારા કે વર્તણૂંક ભલે હોઠેથી ઉચ્ચારાયા નથી પણ શબ્દથી અદકેરા શબદ છે. ક્યારેક શબદ કોલાકલોથી કાન તર કરી દે છે તો ક્યારેક સાવ એકાંતમાં ચોંકાવી દે. સૌ પળેપળ સૂતા-જાગતા સો-સો સૂર્ય-ચંદ્ર-વીજ સમો તેજસ્વી શબદનો ખજાનો પોતાની સાથે ને સાથે જ હોય એમ ચહે છે.

  Liked by 1 person

 • 9. Rajul Kaushik  |  January 30, 2018 at 8:59 pm

  પ્રીતિબેને તો પત્રપેચની સાથે શબ્દ અને શબદની બારીકી પણ સરસ રીતે વણી લીધી નહી?

  Like

 • 10. Rajul Kaushik  |  January 30, 2018 at 9:04 pm

  જુભાઇ,
  પત્રોની પાંગતે બેસીને વાર્તા કરવાની મઝા ય મઝાની રહેશે…. જાણે ફુરસદની પળોમાં ગોષ્ઠી…

  Like

 • 11. Rajul Kaushik  |  January 30, 2018 at 9:11 pm

  અશોકભાઇ, સંગીતાબેનની જેમ સૌને આ પત્રાવળી ગમશે અને ભાવશે તો એની સાર્થકતા વધી જશે. આભાર.
  અને પત્રાવળીના સ્વાદમાં મુરબ્બી એવા ચીમનભાઇએ એમની રચનાનો નાનકડો આસ્વાદ પણ ઉમેર્યો ને….વાહ!

  Like

 • 12. Rajul Kaushik  |  January 30, 2018 at 9:24 pm

  સુ શ્રી પ્રજ્ઞાજુ ,
  નમસ્કાર
  શબ્દ અને શબદ વચ્ચેની જે બારીકી પ્રીતિબેને મુકી તેમાં આપની વાતથી એક વધુ સરસ સ્પષ્ટતા ઉમેરાઇ… ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ એ શબદ તો નથી જ. અને એટલે તો શબદનું એક ઊંચાઇ ભર્યુ સ્થાન છે ને!

  Like

 • 13. Rajul Kaushik  |  January 30, 2018 at 9:35 pm

  સાવ સાચી વાત કહી હેમાબેન તમે…..
  અરે !કેટલીય વાર એવું નથી બનતું કે જ્યારે ઉતાવળ હોય ને ત્યારે જ પેલો નાનકડો પેચ હાથમાંથી સરકી જાય અને પછી તો જુવો મઝા…….બાજ નજરને ય એને શોધતા વાત લાગે. પછી તો ડગલું ભર્યું કે ના હટવું એવા નિર્ણયાત્મક ઝનૂને જ એને શોધવો પડે. જો મળી જાય તો નસીબ…

  Like

 • 14. Rajul Kaushik  |  January 30, 2018 at 9:52 pm

  વિનોદભાઇ, રાહ જોવાની પણ એક મઝા હોય..ને જો કે મનભાવન જમણની લહેજત માટે ઝાઝી રાહ નહીં જોવી પડે. આપનો પ્રતિભાવ પણ એટલો જ મનભાવન છે. આભાર.

  શૈલાબેન, શબ્દોના આટાપાટાની રમત ક્યાંથી ક્યાં લઈ જાય….ક્યારેક પતંગના પેચ લડી જાય ત્યારે ઢીલ છોડીને એને બચાવી લેવાય પણ માણસનો પેચ ઢીલો થઈ જાય એ માણસને કેવી રીતે બચાવાય?
  આ પેચ શબ્દ પણ કેટલો પેચીદો છે નહીં?

  Like


Blog Stats

 • 135,312 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

January 2018
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: