Mom – film Review

July 11, 2017 at 1:45 am 3 comments

mom

દેવકી ( શ્રીદેવી ) અને આનંદ ( અદનાન સિદ્દિકિ)ના  નાનકડા પરિવારને સુખી પરિવાર કહી શકાય ? દેખીતી રીતે હા પણ સાચા અર્થમાં નહીં એટલા માટે કે આનંદની દિકરી આર્યા ( સજલ અલિ) તેના પિતાના બીજા લગ્ન અને તે લગ્ન થકી એની મા બનીને આવેલી દેવકીને મા તરીકે સ્વીકારી શકતી જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ એના પિતાના પ્રેમમાં દેવકી ભાગીદાર બને એ એના માટે સહ્ય નથી. દેવકી એના માટે મોમ નહી મેમ છે કારણકે દેવકી આર્યાની સ્કૂલમાં એના જ ક્લાસની બાયોલૉજીની ટીચર પણ છે.

એક દિવસ દેવકીના વર્ગ સમયે જ આર્યાના ક્લાસનો મોહિત આર્યા પર એક અશ્લિલ ક્લિપ મોકલે છે જેના લીધે  દેવકી મોહિતને સજા રૂપે એનો મોબાઇલ ફેંકી દે છે. દેવકી પર ખુન્નસે ભરાયેલો અને આર્યાથી આકર્ષાયેલો મોહિત એના બદલા સ્વરૂપે એના મિત્રો સાથે મળીને વેલેન્ટાઇન ડૅની રાત્રે આર્યાને ઉઠાવી લે છે અને ગેંગ રેપ બાદ આર્યાને ખુલ્લા નાળામાં ફેંકી દે છે.

શારીરિક અને માનસિક ત્રાસ પામેલી આર્યા પોતાની વિતક માટે દેવકીને જવાબદાર માને છે. ગેંગ રેપમાં સંડોવાયેલા તમામ આરોપી જરૂરી પુરાવાના ન મળવાના કારણોસર છુટી જાય છે . સજા ભોગવવાનો વારો આવે છે આર્યા અને એના પરિવારનો. શારીરિક અને માનસિક રીતે આર્યાને ઝખમી કરનાર એ આરોપીઓને દેવકી  અત્યંત સાવચેતીપૂર્વક અને વ્યવસ્થિત પ્લાન કરીને એમના કુકર્મોની સજા કરવા સજ્જ બને છે.

દિલ્હીના નિર્ભયા અને એવા બીજા અનેક ગેંગ રેપ કિસ્સા બનતા રહ્યા છે અને તેમ છતાં સમાજ કે કોર્ટ તેની સામે એવા કડક કે ચાંપતા પગલા લઈ નથી શકતા કે જેનાથી ભવિષ્યમાં આવી હિચકારી ઘટનાઓ બને જ નહીં કારણકે . ન્યાયની દેવીને આંખે પાટો મારીને એને ગાંધારી બનાવી મુકી છે અને પોલિસના હાથ કાયદાથી બંધાયેલા છે એટલે સત્ય પર ઢાંક પિછોડો થઈ જાય અને અસત્ય જીતી જાય એવું અહીં પણ બને છે.

ફિલ્મની શરૂઆતથી જ પ્રેક્ષકો જાણે છે કે શું બનવાનું છે તે જાણે છે તેમ છતાં આર્યા સાથે જે હિચકારી ઘટના ઘટી રહી છે એને સીધી પરદા પર બતાવ્યા વગર સૂમસામ રસ્તા પર આર્યાને ઉઠાવીને લઈ જતી ગાડી અને માત્ર બેક ગ્રાઉન્ડ મ્યુઝીક સ્કોર દ્વારા એક એવો ભયાનક માહોલ ઉભો કરવામાં નિર્દેશક સફળ રહ્યા છે કે જેની કલ્પના માત્રથી પ્રેક્ષક પણ થથરી ઉઠે. ગંદા નાળામાં ફેંકાયેલી આર્યાના ચહેરા પર ત્રાસના જે ચાસ દેખાડવામાં આવ્યા છે એનાથી બાકીની કલ્પના કરવી પણ અનહદ ત્રાસદાયક બની જાય છે. કોઇ સીધી રીતે આર્યા પરનો જુલમ દર્શાવવામાં આવ્યો નથી તેમ છતાં એ ક્ષણો દરમ્યાન ગાડીમાં એની પર જે વિતી રહ્યું હશે એ કેટલું ભયાવહ હશે એ સમજી શકાય એટલું સ્પષ્ટ છે.

સમગ્ર ફિલ્મ એક એવા તાંતણે બંધાઇ છે કે એ તાંતણામાં બંધાયેલા અને સતત તણાવ અનુભવતા પાત્રોની સાથે પ્રેક્ષકને પણ એમાંથી બહાર આવવું અઘરૂ બની જાય છે અને તેમ છતાં પ્રેક્ષક પળે પળે ઇચ્છે કે આ ફિલ્મ હવે જલ્દી પુરી થાય તો સારું.

ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ પછી ફરી એકવાર મોમના એક નવા કિરદાર સાથે શ્રીદેવી રજૂ થઈ છે. જો કે આ ફિલ્મમાં શ્રીદેવીના ચહેરા પર ઉંમર વર્તાય છે. એક સમયની ચુલબુલી અભિનેત્રીની તાજગી તો એક ભૂતકાળ બની ગઈ છે. ‘ કાબિલ” ફિલ્મમાં આરોપી સામે બદલો લેતા હ્રિતિક રોશનની જેમ આર્યાના આરોપી સામે પડતી દેવકી અત્યંત ત્રસ્ત અને થાકેલી લાગે છે. આર્યા પાર્ટીમાંથી પાછી નથી ફરતી ત્યારે  દિકરી ગુમ થયાની વેદના અને ત્યાર બાદ હોસ્પીટલમાં આર્યાની અવદશા જોઇને ભાંગી પડેલી મા નું હ્રદય દ્રાવક આક્રંદ સૌને હચમચાવી દે છે. જે દિકરી એને ધિક્કારે છે એ દિકરીને પણ એ પ્રેમથી સાચવી લે છે અને અંતે જ્યારે આર્યા એને મોમ તરીકે સ્વીકારે છે ત્યારે એ સ્વીકૃતિ પણ  દેવકીને હચમચાવી મુકે છે. દરેક સમયે શ્રીદેવીનો સમતોલ અભિનય રહ્યો છે.

ફિલ્મનું બીજુ અને મહત્વનું પાત્ર આર્યા કારણકે જે કંઇ બન્યું છે એ આર્યા સાથે બન્યું છે. મા ને સ્વીકારી ન શકતી આર્યા માત્ર અને માત્ર પિતાની જ પુત્રી છે એ લાગણી એણે એની પ્રત્યેક હરકત દ્વારા અત્યંત સ્પષ્ટ રીતે દર્શાવી છે. એક છત નીચે રહેવા છતાં  માતા સાથે કેટલી હદે પરાયાપણું હોઇ શકે એ આર્યાના વ્યહવારમાં દેખાઇ આવે છે. જ્યારે આર્યા સાથે જે કુકર્મ કરવામાં આવે છે ત્યારે આરોપી પોતાના આ કૃત્ય માટે જે ઇશારો કરે છે એ સીધો જ દેવકી તરફ આંગળી ચીંધે છે ત્યારથી હોશમાં આવેલી આર્યાના મનમાં દેવકી પ્રત્યે જે પરાયાપણું હતું એમાં કે આક્રોશ ઉમેરાય છે એ દર્શાવતી નાની મોટી હરકતો સજલ અલિએ એકદમ સાહજીક અને તેમ છતાં સબળ રીતે વ્યકત કરી છે.  દેવકી નજર સામે  આવતા એને જોઇને કારમી ચીસો પાડતી આર્યાની હર એક ચીસ એની મા ને એની આંખથી દૂર થઈ જવા ધક્કો મારતી હોય એવી તીવ્ર છે અને અંતે દેવકીની પોતાના તરફની લાગણીનો એહસાસ થતા પસ્તાવાના આંસુ પણ પ્રેક્ષકને ભીના કરી દે છે.

નવાઝુદ્દિન સિદ્દિકીને તો કોઇપણ રોલ પોતાના માટે જ લખાયો હોય એવી રીતે સ્વીકારીને એ પાત્રમાં ઢળે છે. જરા તરા વિચિત્ર લાગે એવો દેખાવ અને પ્રથમ દ્રષ્ટીએ તો જરાય વિશ્વાસ ન આવે એવું વ્યકતિત્વ ધરાવતી વ્યક્તિ કોઇના જીવનમાં ચંચુપાત કરે ત્યારે જે અણગમો ઉપજે એવો જ અણગમો શરૂઆતમાં ડી.કે ને જોઇને થાય અને એ જ પ્રાઇવેટ ડીટેક્ટીવ ડી.કે. જ્યારે સહ્રદયી મિત્રની જેમ સાથ આપે ત્યારે સદ્ભાવ પણ એટલો જ થાય. સહ્રદયી બનવાનું એનું કારણ પણ દેવકીની જેમ દિકરી જ છે એ સમજાય ત્યારે દેવકીની જેમ પ્રેક્ષકને પણ એ આત્મિય લાગે છે. નવાઝુદ્દિન સિદ્દિકીના સબળ અભિનય માટે કોઇપણ ભૂમિકા સરળ જ હોય એમ નિભાવી જાણે છે.

એક લાંબા અરસા બાદ પરદા પર અક્ષય ખન્નાએ પોલિસ ઓફિસર ફ્રાન્સિસના પાત્રમાં એન્ટ્રી લીધી છે. ઓછા બોલા કડક અને કડપદાર ઓફિસરન પણ જે પોલિસ ઓફિસર માત્ર દિમાગ નહીં દિલથી પણ વિચારી શકે છે એવા પણ ઓફિસર સમય આવે સત્યને પણ સાથ આપે છે એવા ઓફિસરની ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો છે..

જ્યારે તમામ આરોપીઓના પાત્રમાં રજૂ થયેલા કલાકારોએ એમની તરફ સાચે જ અત્યંત ધૃણા ઉપજે એવા કિરદાર નિભાવ્યા છે. સતત તાણ અને ખોફ વચ્ચે ભિંસાતા પાત્રોના મનની ભીંસ અને તાણ પ્રેક્ષકનું મન પણ અનુભવે ત્યારે મનમાં વિચાર આવે કે ખરેખર જેના જીવનમાં આવી દુર્ઘટના થતી હશે એમના મનના શા હાલ-હવાલ હશે. . કોઇપણ વ્યક્તિ પર આવો પાશવી વ્યહવાર કરનાર વિકૃત લોકો સમાજમાં ખુલ્લે આમ ફરી શકે છે એ વાત એટલી હદે અસહ્ય છે કે  એમને તો જાહેરમાં કોરડા મારવાની સજા થવી જોઇએ એવું દરેક પ્રેક્ષક પણ ઇચ્છે પણ ઇચ્છવાથી શું એ શક્ય બનવાનું છે? આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે એ સત્ય અને કડવી વાસ્તવિકતા પચવામાં કપરી પણ છે પણ સાથે દેવકીએ અપનાવેલો માર્ગ પણ એટલો જ અવાસ્તવિક લાગે છે. કોનામાં આ હિંમત છે ? ખરેખર આ પગલું લેવાનો વિચાર સુધ્ધા મનમાં આવે ખરો? કોર્ટ અને પોલિસ પણ પુરાવાના આધારે આજ સુધીમાં ઘણા આરોપીઓને સજા કરવામાં ધીમા-ઢીલા અને નાકામયાબ નિવડ્યા જ છે ત્યારે પણ કોણે આવો અવાસ્તવિક લાગતો રસ્તો અપનાવ્યો જોયો કે સાંભળ્યો છે ? એવું બને કે ફિલ્મ જોઇને દરેક પોતાની મરજી મુજબનો ચુકાદો ય આપે.

આવી ફિલ્મો દ્વારા સમાજના દુષિત તત્વોમાં જો કોઇ ફરક આવશે તો આવી ફિલ્મો સાર્થક થશે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

Sachin a Billion Dreams બ્રાયસ નેશનલ પાર્ક ( યુ.એસ.એ)

3 Comments

  • 1. Devika Dhruva  |  July 11, 2017 at 2:26 am

    Ahh and Vaah… nice write up…

    Like

  • 2. pravinshastri  |  July 11, 2017 at 2:50 am

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
    મારા વાચક મિત્રોને રાજુલબહેનનો સમતોલ રિવ્યુ ગમશે જ. હું તો એમના રિવ્યુ દ્વારા જ ફિલ્મ માણું છું.

    Like

  • 3. nilam doshi  |  July 11, 2017 at 3:13 am

    મોમ’ : શ્રીદેવી જે ફોર્મ્યુલા મસાલા જમાનામાં સુપરસ્ટાર હતી, એ જમાનામાં ય ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાર્તા. એ જમાના કરતા ય વધુ ટોકસિક મેલોડ્રામા. એ જમાનાથી ય વધુ રડારોળ. એ જમાના કરતા ય વધુ ચીસાચીસ. લાંબી શોકસભા જેવો ફર્સ્ટ હાફ જેમાં વીસ મિનિટની વાતને ખેં……….ચી ને સવા કલાક ચલાવાય છે. ને હોલી-બોલીવૂડના અસંખ્ય થ્રિલર્સમાં અસંખ્ય વાર જોઈ ચુક્યા હોય એવો સ્લીક ફોટોગ્રાફી છતાં ય ધીમી ગતિના શાસ્ત્રીય આલાપ જેવો સેકન્ડ હાફ. માત્ર મોર્ડન આર્ટના એક કોમિક સીન ને એક બે જોક જેવા ડાયલોગ ( બધું જ નવાઝુદ્દીન ) અને બે’ક નવા આઈડિયા સિવાય શ્રીદેવીના વજન ને ઉંમરની ભારોભાર કન્ટાળો. અભિમન્યુ સિંહ માત્ર લૂક ને અક્ષય ખન્નાની એ જ ઘીસિપિટી એક્ટિંગ. ટ્રેલર જોઈને સસ્પેન્સ ફિલ્મ લાગતી આ ફિલ્મનું સસ્પેન્સ એ જ કે એમાં કોઈ સસ્પેન્સ પણ નથી. ઈન ફેક્ટ, સાવધાન ઇન્ડિયાના એપિસોડ આનાથી વધુ ઇન્ટરેસ્ટિંગ ને ફ્રેશ હોય છે. અંગ્રેજીનું પેક ન લીધું હોય ને માત્ર હિન્દી મૂવી ચેનલો હોય તો ઘેર ટીવી સર્ફ કરો. કોઈ પર નાગિન, કોઈ પર આજ કી આવાઝ, કોઈ પર ઝખ્મી ઔરત, કોઈ પર કસૂર, કોઈ પર દુશ્મન, કોઈ પર પિન્ક, કોઈ પર ગ્રહણ, કોઈ પર ફૂલ બને અંગારે, કોઈ પર પ્રતિઘાત, કોઈ પર દામિની, કોઈ પર મુઝે ઇન્સાફ ચાહિયે, કોઈ પર એક હસીના થી, કોઈ પર હમ નૌજવાન, કોઈ પર આઈ , કોઈ પર આજ કા અર્જુન, કોઈ પર હિન્દુસ્તાની, કોઈ પર ન્યાય અન્યાય, કોઈ પર મર્દાની, કોઈ પર નો વન કિલ્ડ જેસિકા, કોઈ પર હલ્લા બોલ, કોઈ પર તિલક. ..વગેરે વગેરે આવતું હશે. બસ, રંગીન ફેન્સી મીણના પૂતળા જેવી મોમના પૈસા ખર્ચવાની જરૂર નથી. 😛

    #JV

    Rajul ben,herewith sending one more review of this film by Jay vasavda.just to let u know.badha ni pasand alag alag j hovani..but after reading yr review,will definitely watch the movie.
    thanks a lot.
    regards

    Like


Blog Stats

  • 119,015 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2017
M T W T F S S
« May   Nov »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: