ફિલ્મ રિવ્યુ-ચોક એન્ડ ડસ્ટર

જાન્યુઆરી 19, 2016 at 2:42 એ એમ (am) 9 comments

chalk-n-dusterગુરૂ ગોવિંદ દોને ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય…

કબીર સાહેબે સદીઓ પહેલા કહ્યું હતું એ પ્રમાણે એટલું તો સ્પષ્ટ થાય છે કે ગુરૂ અને ગોવિંદની તુલનામાં પણ ગુરૂને પ્રથમ સ્થાન આપવામાં આવતું. એક એકલવ્ય હતો જેણે ગુરૂ દક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપી ગુરૂના ચરણે ધરી દીધો હતો. કારણકે એ સમય હતો જ્યારે વિદ્યા, વિદ્યાગુરૂ અને વિદ્યાપીઠ સન્માનીય હતા. વર્તમાન સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠ બંને એકદમ પ્રોફેશનલ અને બિકાઉ બની ગયા છે. મૂળ આ હાર્દને પકડીને રજૂ થયેલી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’ વર્તમાન સમયની સિસ્ટમનું આબેહૂબ નિરૂપણ છે.

સો બસ્સો કરોડની ક્લબમાં ઉમેદવારી નોંધાવનાર નિર્માતા અને ફિલ્મોથી તદ્દન અલગ ભાત શૈલી લઈને આવેલી આ ફિલ્મમાં ક્યાંય કોઇ જગ્યાએ ગ્લેમરનો સ્પર્શ સુદ્ધા નથી અને તેમ છતાં ઉત્કૃષ્ટ અભિનયથી પ્રેક્ષકોના હ્રદય મનને જ સ્પર્શે એવા પર્ફોર્મન્સને દિપાવે તેવી અભિનેત્રીઓએ આ ફિલ્મને સબળ અને સફળ બનાવી છે. ક્યારેક એવું બને કે કલ્પનાથી પર કેટલીક હકિકત સામે આવે. ચૉક એન્ડ ડસ્ટર ફિલ્મમાં પણ કંઇક એવી જ અનુભૂતિ થઇ. ઝાઝા હો હલ્લા વગર રજૂ થયેલી ફિલ્મને મનોરંજનની કેટેગરીમાં તો નહીં જ મુકી શકાય પણ એક સંદેશ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે એ તો બિરદાવવો જ રહ્યો.

કાંતાબેન હાઇસ્કૂલને એવી નંબર વન બનાવવી કે જ્યાં સેલીબ્રીટી ના સંતાનો ભણવા આવે એવી ખ્વાહીશ ધરાવતા ટ્રસ્ટી અમોલ પારિક ( આર્યન બબ્બર) સ્કૂલનું સંચાલન અનુભવી પ્રિન્સિપલ ભારતી શર્મા( ઝરીના વાહબ)ને સોંપવાના બદલે એનું સુકાન જુવાન અને જોશીલી કામિની ગુપ્તા( દિવ્યા દત્તા)ને સોંપે છે. કામિની સ્કૂલના અનુભવી અને સિનીયર શિક્ષકોને હેરાન કરવાનું શરૂ કરે છે. સ્કૂલના મેથ્સ ટીચર વિદ્યા સાવંત ( શબાના આઝમી) અને જ્યોતિ ( જૂહી ચાવલા) આનો વિરોધ કરે છે. કામિની તેની સામે વિદ્યાને બિનઅનુભવી શિક્ષક ઠરાવીને નોકરીમાંથી બરખાસ્ત કરે છે. આ આઘાત સહન ન કરી શકવાથી વિદ્યાને સ્કૂલમાં જ હાર્ટએટેક આવે છે અને તેને હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવે છે. જ્યોતિ આ અન્યાય સહી લેવાના બદલે એક ટી.વી ચેનલ રિપોર્ટરનો સાથ લઈને તેનો વિરોધ ઉઠાવે છે.

વિદેશી લોકેશન કે ઝાકઝમાળવાળા સેટના બદલે મધ્યમવર્ગી પરિવાર, સ્કૂલના સામાન્ય સેટ વચ્ચે પાંગરતી આ કથામાં શિક્ષણશાસ્ત્રી, શિક્ષણ પ્રથા અને શિક્ષક વચ્ચેના મતભેદને નિર્દેશકે ખુબ સરસ રીતે રજૂ કર્યા છે. વાસ્તવિકતા તો આજે એ પણ છે કે હવે શિક્ષણશાસ્ત્રીઓની સાથે સાથે શિક્ષકો પણ એટલા જ પ્રોફેશનલ બનતા ગયા છે. જો કે અહીં નિર્દેશકે શિક્ષકને સાંગોપાંગ સરળ નિષ્ઠાવાન અને વિદ્યાર્થીઓનું ભલુ ઇચ્છનારા બતાવ્યા છે ત્યારે મનને જરૂર એવું થાય કે કાશ વર્તમાન સમયે આવા શિક્ષકો હોત તો!!!!

ખેર, વિચારો અને વાસ્તવિકતામાં જે ફરક છે તેને સ્પર્શ્યા વગર ફિલ્મ જોઇએ તો હકિકત એ છે કે સમગ્ર ફિલ્મ અભિનેત્રીઓના અભિનયથી ઉજાગર છે.

શબાના આઝમીના ચહેરા પર ઉંમરની થોથર સ્પષ્ટ દેખાઇ આવે છે. પરંતુ સાથે અભિનયમાં પાકટતા- પિઢતા વર્તાય છે. મધ્યમવર્ગી મહિલા અને સંનિષ્ઠ શિક્ષાગુરૂના પાત્રને શબાનાએ સોહાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સલૂકાઇથી વર્તતી વિદ્યા પર વિદ્યાર્થીઓને ભણાવવાની નાફરમાની નો હુકમ બહાર પડે છે ત્યારે એ કઠુરાઘાતથી વલવલી ઉઠતી વિદ્યાના ચહેરા પર  દુઃખ-દર્દ પ્રેક્ષક સુધી પહોંચે છે.

રિચા ચઢ્ઢા અને ઉપાસના સિંહે પણ તેમના પાત્રને સુંદર ન્યાય આપ્યો છે.

દિવ્યા દત્તાએ આજ સુધીમાં અનેક ફિલ્મોમાં નાના મોટા પાત્ર ભજવ્યા છે. અને લગભગ દરેક પાત્રને એના અભિનય થકી સાર્થક કર્યા છે. પ્રેક્ષકોના મનમાં ધૃણા ઉપજે એવા સત્તામાં મગરૂર સાશક તરીકે પોતાની જાતને રજૂ કરતી દિવ્યા દત્તાએ સબળ અભિનેત્રી હોવાની ઓળખ આપી છે.

સોને પે સુહાગા જેવી જૂહીએ તો આ ફિલ્મમાં કમાલ કરી છે. ચુલબુલી અભિનેત્રી આજે આટલા વર્ષોના વહાણા વહી ગયા હોવા છતાં પણ એટલી જ તરોતાજા દેખાય છે એટલું જ નહીં પણ એના અભિનયને પણ ઉંમરનો પાસ લાગ્યો નથી એ સ્પષ્ટ દેખાઇ આવે છે. ગુલાબ ગેંગની સત્તા લોલુપ સુમિત્રાદેવીની ઇમેજથી તદ્દન વિરૂધ્ધ સત્તાધિકારીઓને પડકારતી જ્યોતિના પાત્રને જુહીએ જીવંત કર્યુ છે. અભિનયથી સાથે ચોટદાર સંવાદોથી જુહી સમગ્ર ફિલ્મમાં ઝળકી ઉઠી છે. “ આજ દ્રોણાચાર્ય બિમાર હૈ , કહાં હૈ ઉસકા અર્જુન?” કહીને આદર્શવાદી યુવાનોના મનને ઝંકોરતી જુહી, સ્કૂલમાં બાળકોની સાથે બાળક જેવી બની જતી બાળ સુલભ જુહી , રિપોર્ટર નો સાથ લઈને અન્યાય સામે ઝુંબેશ ઉઠાવતી જુહી, કામિનીએ આપેલા આઘાત સામે ઉગ્ર પ્રત્યાઘાત આપતી જુહી, કેટ કેટલા સ્વરૂપે રજૂ થયેલી જુહીએ દરેક સ્વરૂપને આત્મસાત કર્યા હોય એટલી સહજતાથી નિભાવ્યા છે.હેટ્સ ઓફ્ફ જુહી.

સપોર્ટીંગ સ્ટાર્સ જેવા કે ગિરીશ કર્નાડ, આર્યન બબ્બર, સમીર સોની ,જેકી શ્રોફે પણ પાત્રાનુચિત પરફોર્મન્સ આપ્યો છે.

સીધા જ મનને સ્પર્શે એવા સાદગીભર્યા સબળ પાત્રો ને લઈને જયંત ગિલાટરે ફિલ્મની કથાને બરાબર પકડી રાખી છે. ફિલ્મને અનુરૂપ ‘ હમ શિક્ષા કે , ગુરૂ બ્રહ્મા જેવા ગીતોનું ચિત્રાંકન પણ સુંદર રીતે થયું છે.

સહ પરિવાર જોઇ માણી શકાય એવી ફિલ્મ આજની ફિલ્મો કરતાં સાવ અલગ ચિલો ચાતરનારી બની છે.

કલાકારો- શબાના આઝમી, જુહી ચાવલા, ઝરીના વાહબ, દિવ્યા દત્તા ,ઉપાસના સિંહ, રિચા ચઢ્ઢા ,આર્યન બબ્બાર, ગિરીશ કર્નાડ, જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર ( મહેમાન કલાકાર)

નિર્માતા-અમીન સુરાની

નિર્દેશક-જયંત ગિલાટર

સંગીત- સંદેશ શાંડિલ્ય, સોનુ નિગમ

ફિલ્મ***એક્ટીંગ**** મ્યુઝીક*** સ્ટોરી ***

Advertisements

Entry filed under: - film reviews -, ફિલ્મ રિવ્યુ.

ફિલ્મ રિવ્યુ -બાજીરાવ મસ્તાની ફિલ્મ રિવ્યુ-એરલિફ્ટ

9 ટિપ્પણીઓ

  • 1. pravinshastri  |  જાન્યુઆરી 19, 2016 પર 3:04 એ એમ (am)

    મારી વાત તો સીધી ને સાદી છે. કોઈ નિયમ કે આદર્શવાદનું તૂત નથી પણ ફિલ્મો જોવાતી જ નથી. એક નિયમ રાખ્યો છે. રિવ્યુ વાંચું છું. કથા જાણી લઉં છું. અને આપના રિવ્યુ વગર પૂછ્યે મારા બ્લોગમાં ચડાઉં છું. ફેસ બુક પર બોલિવૂડની ગોસીપની ઠોકા ઠોકની મજા પણ માણું છું. ફિલ્મ ન જોવા છતાં હું મક્કમ રીતે માનું છું કે આપની સમીક્ષા ખૂબજ સમતોલ છે. ફિલ્મ***એક્ટીંગ**** મ્યુઝીક*** સ્ટોરી *** આ રેટિંગ ઘણું કહી દે છે.

  • 2. Rajul Kaushik  |  જાન્યુઆરી 19, 2016 પર 12:10 પી એમ(pm)

    પ્રવીણભાઈ
    મને પોતાને જે સ્પર્શે છે એ લખું છું .ફિલ્મ ને ટેકનિકલ દ્રષ્ટિએ જ જોવાના બદલે એના સંવેદનાત્મક પાસા મને
    વધુ સ્પર્શે છે એ વ્યક્ત કરું છું બની શકે અન્ય સમીક્ષકો થી અલગ મારો અભીપ્રાય હોઈ શકે .

  • 3. Devika Dhruva  |  જાન્યુઆરી 19, 2016 પર 2:59 પી એમ(pm)

    સંવેદનાની વાત આવે ત્યાં મોટા ભાગે સર્જકોને સરખું જ સ્પર્શતું હોય છે. એટલે પ્રવીણભાઈની વાત સાથે હું પૂરેપૂરી સંમત છું. રાજુલબેનની સમીક્ષા સમતોલ હોય છે અને મુવી જોઈ લીધાની અનુભૂતિ થાય છે.

  • 4. Rajul Kaushik  |  જાન્યુઆરી 19, 2016 પર 7:14 પી એમ(pm)

    આભાર દેવિકાબેન .

  • […] ફિલ્મ રિવ્યુ-ચોક એન્ડ ડસ્ટર […]

  • 6. Vinod R. Patel  |  જાન્યુઆરી 25, 2016 પર 6:01 પી એમ(pm)

    રાજુલ બેનની ફિલ્મ સમીક્ષા વાંચીને ફિલ્મ જાણે જોઈ લીધી હોય એવો મનને અહેસાસ થયો એટલી સરસ સમીક્ષા લખી છે.આજનું સસ્તું મનોરંજન પીરસતી મેગા ફિલ્મોની જગાએ આવી હેતુ લક્ષી ફિલ્મો વધુ બને એમાં જ સમાજની ભલાઈ છે. આજના વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતને આવી ફિલ્મો ઘણો મોટો સંદેશ આપી મોટી સેવા બજાવી શકે .

    નિર્માતા-અમીન સુરાની
    નિર્દેશક-જયંત ગિલાટર
    સંગીત- સંદેશ શાંડિલ્ય, સોનુ નિગમ

    સૌને અભિનદન

  • 7. Rajul Kaushik  |  જાન્યુઆરી 25, 2016 પર 6:39 પી એમ(pm)

    આભાર વિનોદભાઇ .

  • […] એ સારી આત્મસાત કરી છે એ એમના બ્લોગ રાજુલનું  મનોજગત  માં પ્રસિદ્ધ બીજી આવી ફિલ્મોના […]

  • 9. Rajul Kaushik  |  માર્ચ 5, 2016 પર 4:27 પી એમ(pm)

    આભાર વિનોદભાઇ.
    આપના વિનોદ વિહાર પર મારો લેખ મુકાય એ મારા માટ આનંદની વાત છે.


Blog Stats

  • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: