Archive for November, 2015

રાગ-મુક્તિ

old-lady-tatted

 

રાગ-મુક્તિ

સ્નેહા, મા તને ન્યુયોર્ક બોલાવી છે.”  

“કેમ? તબિયત તો ઠીક છે ને?” 

હા અને ના.” 

કંઇક સમજાય એવું કહેશો મને કોઇ?”  

“સમજવા જેવું આમ જોવા જાવ તો કંઇજ નથી અને આમ જોવા જાવ તો બધું છે. મમ્મીને ગઈકાલે હોસ્પિટલથી ઘેર લાવ્યા પછી માની ઇચ્છા છે તું આવી જા. મા મીતુને પણ મળવા બોલાવી લીધી છે.”  

અક્ષરા આસ્તે રહીને સ્નેહાને પરિસ્થિતિ સમજાવવા પ્રયત્ન કરી રહી હતી. આમ જોવા જાવ તો સ્નેહાથી પણ ક્યાં આનાથી અજાણ હતી? મમ્મીને ત્રીજી વારનો કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હતો અને ઉંમર અને શારીરિક પરિસ્થિતિ જોતા હવે કેટલું ખમી ખાશે સૌથી મોટો સવાલ હતો. પરંતુ મા એટલે કે ઈંદુમાએ જાતે સ્થિતિનો ઉકેલ લાવવાનો નિર્ણય લઈ લીધો હતો.  અને એટલે સ્નેહા અને મીતુને બોલાવી લીધાં હતાં. સ્નેહા એટલે અમદાવાદ રહેતી સૌથી નાની દિકરી અને મીતુ એટલે અક્ષરાની દિકરીસૌથી મોટી અક્ષરા, અતસિ , તેજસ, પુત્રવધુ બીના અને તેમની બે પૌત્રીઓ તો સાથે હતા. બાકી રહ્યા અક્ષરા અને અતસિનો પરિવાર. એ પણ મા ને મળવા આવી ગયો હતો 

મા અને દાદાજી સાથે સૌને અજબ જેવો સ્નેહનો નાતો હતો. દાદાજીના છેલ્લા દિવસોમાં સૌનાથી પહોંચી શકાયું નહોતું પણ મા ને મળવાની, મા સાથે રહેવાની તક ગુમાવવી નહોતી

મા એટલે ઈંદુબેન. અઠવાડિયા પહેલા ત્રીજી વાર કાર્ડિયાયાક પ્રોબ્લેમ થવાના લીધે હોસ્પિટલાઇઝ કર્યા. પરંતુ સ્વસ્થ થતાં ઘેર પાછા લાવ્યા ત્યારે જાતે એમણે નિર્ણય લઈ લીધો હતો. આજથી કોઇપણ જાતની દવા બંધ, કોઇપણ જાતની ટ્રીટમેન્ટ બંધ અને ગમે તેવી ઈમર્જન્સી આવે હવે હોસ્પિટલાઇઝ કરવાની પણ વાત નહી. પરિવારની હાજરીમાં નિર્ણય જણાવી દીધો.

આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી સૌના મનમાં એક સવાલ ઊભો થતો હતો અને સૌની આંખમાં ડોકાતો પણ હતો.

મા તમને તો ખબર છે ને કે દવા બંધ કરશો તો શું પરિણામ આવશે?” અતસિ ડૉક્ટર હતી એટલે ભવિષ્યમાં ઉભી થનારી પરિસ્થિતિથી વધુ જ્ઞાત હતી. “ ડૉક્ટર છો એટલે એટલું તો સમજો છો ને કે પેશન્ટને શક્ય હોય એટલી સારવાર આપવી પડે. આમ અધ વચ્ચેથી  તેમની મરજી અને ભગવાન ભરોસે ના છોડી દેવાય? બીજુ બધુ તો ઠીક પણ લૅસિક્સ બંધ કરશો એટલે વોટર રિટેન્શન થશે. શરીરમાં ધીમે ધીમે પાણી ભરાશે. લંગ્સમાં પાણી ભરાશે એટલે ખબર છે ને શું થશે?”

અતસિની સામે મમતાળુ નજરે જોઈને મા જવાબ આપ્યો, “ ડૉક્ટર છું  માટે બધું જાણું છું અને સમજુ પણ છું અને એટલે એના માટે તૈયાર પણ છું. મને મારા પોતાની તકલીફો અને શારીરિક સ્થિતિનો પુરેપુરો ખ્યાલ છે. રહી દવાઓની વાત તો મારી માટે વિષ્ય સર્કલ જેવી છે. તમે એક દવા આપશો એની આડ અસર માટે બીજી દવા આપશો. એના લીધે મારા શરીરમાં થતાં ડિસ્ટર્સબન્સથી તમે અજાણ છો. અને હવે દવાઓના લીધે મારે વધારાની કોઈ અગવડ ભોગવીને મારી આયુષ્ય દોરી લંબાવવી નથી.”

અને મીઠુ ખાવાની વાત? હમણાંથી તમને મીઠુ બંધ કરાવ્યું હતુ અને હવે તમે તો તમારે જે ખાવુ છે એમાં મીઠુ લેવાની વાત કરો છો. તમને લાગે છે કે તમારી વાત પણ બરાબર છે અને અમારે માની લેવાની છે? “ અતસિની અકળામણ વધતી જતી હતી. તબીબી માનસ અને એથિક્સ મા ના નિર્ણુય સાથે સંમત થતા નહોતા.

અતસિની જીદ સામે અત્યંત સ્નેહાળ સ્મિત આપતા મા બોલ્યાજો બેટા નિર્માણ તો નિશ્ચિત છે. જે આવ્યું છે એને જવાનું છે વાત સાથે તો તું સંમત છે ને? અહીં તમે દર્દીને તકલીફ કે પીડા ભોગવવી ના પડે એના માટે ઓક્સિજન કે મોર્ફિન આપો છો ને? મને જરૂર લાગશે અને મારી પીડા સહન નહી થાય તો પણ તું કરજે પણ અત્યારે તો હું જ્યાં સુધી શારીરિક કે માનસિક રીતે જેમ છું એ બરાબર છું . અને  તેજસની ઇચ્છાને માનીને, એણે કહ્યું એમ ખાતા પીતા જો મારે વિદાય લેવાની હોય તો મારી પાસે જેટલા દિવસ છે એટલા દિવસ મને મારી રીતે જીવી લેવા દે. ખાવાનો મને ક્યારેય મોહ તો હતો નહી તો તને ખબર છે. પણ મારામાં તાકાત ટકી રહે એટલું જરૂરિયાત પુરતુ તમે ઇચ્છો છો એમ લઈને  કુદરતી રીતે ટકી રહું તો તને વાંધો છે?”

વાત મા ની સાચી હતી. તેજસ અને બીનાએ એમને સમજાવ્યા હતા કે,મા જાવ છો, જવાના છો. પણ આમ સંથારો ના લેશો , જે કંઇ થોડું ઘણું ખવાય એટલું ખાતા રહો. અમે દવા લેવા માટે કોઇ આગ્રહ નહી રાખીએ પણ આટલી અમારી વાત માનો તો સારુ.” અને મા એમની વાત મંજૂર રાખી હતી.

અક્ષરા, સ્નેહા કે મીતુ અવાક બનીને સાંભળતા હતા . જો કે માની વાત અને મરજી સાથે સૌ સંમત હતા. આજ સુધી મા જે રીતે ક્યારેય કોઇની પર શારીરિક માનસિક કે આર્થિક રીતે નિર્ભર હોય એવું પ્રતિભાશાળી જીવન જીવી હતી, જોતા માત્ર પથારીમાં એના દિવસો વિતે તો કોઈને મનથી મંજૂર નહોતું. જે અક્કડ ચાલ મા ની જોઇ હતી મા આજે કોઇના ટેકે ચાલે કોઈનાથી જીરવવાનું નહોતું.

વગર બોલે સૌની મૌન સંમતિથી મા ને એટલું આશ્વાસન મળ્યું કે એમની ઇચ્છાને સૌ માન આપે છે. આટલી વાત કરતા એમને થાક લાગ્યો હતો અને ઘરમાં હૉસ્પિસની વ્યવસ્થા થઈ ગઈ હતી એટલે મા ને જોવા ટ્રેઇન્ડ નર્સ આવી હતી એટલે ત્યાં વાત પર પરદો પડી ગયો.

નર્સના ગયા પછી નક્કી થયું હતું એમ મા માટે એમને ભાવતો સુપ અને ઢોકળા બીનાએ તૈયાર કર્યા. વાતાવરણ હજુ ગંભીર હતું. ભવિષ્યના ભણકારા જાણે કાનમાં સંભળાતા હતા. પણ મા સ્વસ્થ હતા. એકદમ સ્વસ્થ અને હળવાફૂલ. જાણે કંઇ બન્યુ નથી અને કંઇ બનવાનું નથી. એમને આટલા નિશ્ચિંત જોઇને ધીમે ધીમે ચિંતાના ઘેરા વાદળો પણ વિખેરાતા જતાં હતાં  સૌથી પહેલા સ્વસ્થ થયો તેજસ. આમ પણ વાતાવરણને હળવું બનાવતા તો એને પળની વાર નહોતી લાગતી.

ઓકે, મમ્મી, હવે તું કહીશ એમ થશે. આમ પણ પપ્પાને છેલ્લી પળોમાં તારી સૌથી વધુ ચિંતા હતી અને મેં એમને વચન આપ્યું હતું કે તારી ચિંતા કરવાની જરાય જરૂર નહીં પડે. તારો  બોલ સર આંખો પર. કહ્યું હતું કે નહીં? તો પછી જ્યારે પપ્પાને મળે ત્યારે એમને પણ ખાતરી થવી જોઈએ કે, અમે તને બરાબર સાચવી હતી. થવી જોઇએ કે નહીં?”

મા આંખના પલકારાથી સંમતિ આપી. અને વાત પણ સાચી હતી ને? મા ને દવાઓના લીધે ખાવાની રૂચી રહી નહોતી ત્યારે બીના દર બે કલાકે કંઈક બનાવીને નાના બાળકને પટાવતી હોય એમ મા ના મોંમા કોળિયા ભરાવવા મથતી હતી. એમની દીકરીઓ પણ ઘરમાં પગ મૂકતાની સાથે મા પાસે આવીને બેસતી. મા નો સમય કેમ કરીને સરસ રીતે પસાર થાય તેના માટે જાણે સૌને યજ્ઞ હાથ ધર્યો હતો.

મા સામે જોઇને તેજસે કહ્યુંચાલો તો પછી પારણા કરો…”

બીના સૂપ અને ઢોકળાં લઈ આવી.

વાતાવરણને વધુ હળવું બનાવતા મીતુ બોલીમા , જો જો હોં પાછું વધારે ખાતા…. આપણે તો ફિગર મેઇન્ટેઇન રાખવાનું છે.”

 અને સાચે સૌના મન પરથી અને મ્હોં પરથી ચિતાના વાદળ વિખેરાવા માંડ્યા.

 ઢોકળાના બે પીસ ખાઇને મા બાકીના મીતુને પાછા આપ્યા. “ મીતુ બાકીના તું પુરા કર, હું ખાઉ કે તું એક છે ને , બધાને કહી દે કે મેં ખાધા છે.”

બીજા દિવસે મીતુને પાછા જવાનું હતું . વળી પાછું મન ભારે થઈ આવ્યું. મા કહ્યું હતું કે સવારે ગમે એટલા એટલા વહેલા નિકળવાનું હોય પણ મને ઊઠાડ્યા વગર કે મને મળ્યા વગર જતી નહીં. તેજસના અમેરિકા સેટલા થયા પછી મીતુ તો હતી જે માદાદાજીને એકલવાયુ ના લાગે તેના માટે તેમની જોડે રહી હતી. માદાદાજી અને મીતુ ત્રણેનું બંધન અનોખું હતું. મીતુ તો માદાદાજી જોડે ખીલી ઊઠતી. ત્રણે એકબીજાનું આવલંબન હતા. મીતુ માટે તો માદાદાજી વડીલ કરતા મિત્ર વધુ હતા. એના મનની વાત માદાદાજી જોડે જેટલી સરળતાથી કરી શકતી એટલી કદાચ એની મમ્મી અક્ષરા સાથે પણ નહી કરતી હોય.

મીતુ સવારે મા ને મળીને નીકળી. નીકળતી વખતે મીતુએ મા નો હાથ હાથમાં લીધો. એક પણ અક્ષર બોલ્યા વગર એની આંખો ઘણું કહી જતી હતી. કશું બોલ્યા વગર અને પાછું વળીને જોયા વગર નીકળી ગઈ. એને ખબર હતી કે પાછું વાળીને જોશે તો મા પાસેથી જઈ નહીં શકે. અને સૌ પાસેથી મા પ્રોમિસ લીધું હતું કે હવેથી કોઈ પોતાનો જીવ નહીં  કોચવેમા ને રાજીખુશીથી વિદાય લેવા દેશે.

આગલા દિવસે જરા સ્વસ્થ થતાની સાથે મા ફરી સૌને બેસાડીને કહ્યું  હતું ….

મારા સંથારાને તમે લોકો સમજ્યા હોય તેવું લાગતું નથી અને એટલે સૌ કામ છોડીને આમ મારી આસપાસ બેસી રહો છો. મને પણ ગમે કે સૌ મારી પાસે હોય પણ એનો અર્થ એવો નહીં કે, કામકાજ છોડીને આવી રીતે માતૃઋણ અદા કરો. કર્મને તો મેં પણ હંમેશા મારો ધર્મ માન્યો છે . તમારા પપ્પા પણ કાયમ કહેતા કે શૉ મસ્ટ ગો ઓન. આમ તમારા રાગના રેશમી તાંતણે મને બાંધી ના રાખશો. મેં મારું જીવન ભરપૂર જીવી લીધું છે. હવે કોઈ એષણા બાકી રહી નથી. તમે પણ સૌ તમારા કામે લાગો અને સ્નેહા તું આવી છું તો થોડું વધારે રોકાઈને જા પાછળથી તને કોઇ વસવસો રહે

મમ્મીને આટલી સ્વસ્થતાથી વાત કરતી જોઈને અક્ષરાથી  પૂછ્યા વગર રહેવાયું , “ મમ્મી ઘણાંને તો એવું બને કે ખબર પડે તે પહેલા ખોળીયું છોડીને જીવ નિકળી જાય. ઘણાંને અભાન અવસ્થામાં દિવસો વિતતા જાય, અને દેહ છૂટે પણ આમ આટલી સજાગતા અને જાગૃકતા સાથે તું જે તૈયારી કરી રહી છું, તને ક્યાંય કોઇના માટે જરા સરખો વિચાર નથી આવતો?”

ના મારા દીકરા ના, મેં મારું આખું જીવન મારા પ્રોફેશનને ધર્મ માન્યો અને હવે જ્યારે હું નિવૃત્ત થઈ ત્યારથી જીવન શું છે, સમજવા મથતી રહી. કર્મવાદના રહસ્ય સમજતાં મને એક વાતની તો સમજણ પડી ગઈ કે જે જીવ આવ્યો છે તે શીવને પામે તે પહેલા તેણે તેના કર્મના બંધન ખપાવવા રહ્યા. દેહમાં જીવ છે ત્યાં સુધી રાગમોહ માયા છે. જે ક્ષણે દેહ નહીં હોય ત્યારે આમાંનું કશું સાથે નહી આવે. આત્મા તો કોઈ બીજે જન્મ લઈ ચૂક્યો હશે. આજે તમારી મા કાલે જગતના ક્યાંક બીજે કોઈના ગર્ભમાં ઊંધે માથે લટકતી હશે. અથવા વનસ્પતિ જગતમાં ક્યાંક બીજ બનીશ કે ક્યાંક કોઇ પંખીના માળામાં ટહુકતી હોઇશ. જે બનીશ તેની મને આજે જાણ નથી પણ અત્યારે જે છું તેનો મને આનંદ છે. મારી મા તો હું સાવ નાનકડી અગિયાર વર્ષની હતી અને અમને મુકીને ચાલી ગઈ હતી. તે વખતે અમારું વિચારવા રહી શકી? હું અગિયાર વર્ષની અને મારાથી નાની બેન સાત વર્ષ અને એનાથી નાની પાંચ વર્ષની. તમે એટલા નાના તો નથી ને કે મારે તમારી ચિંતા કરવી પડે? આધ્યાત્મના વાંચન અને જૈન ધર્મની ફિલોસોફીએ મને એટલું તો સજાવ્યું છે કે મન કરતાં આત્માને સાંભળતા શીખવું જોઇએ. આત્માનો અવાજ હ્રદયમાંથી ઊઠતો હોય છે. અને મારો આત્મા મને અહીંથી બધી માયા સંકેલી લેવાનું કહે છે. મારી કોઈ એવી ઇચ્છા એવી નથી કે પરિપૂર્ણ થઈ હોય તો પછી શેના માટે જીવને બાંધી રાખવાનો? મારી અંતિમ સમયની આરાધનામાં બસ તમારો રાજીખુશીથી સાથ હોય એટલે બસ. તમારાથી છૂટા પડવું કુદરતનો નિયમ છે .   નિયમ જેટલો સહજતાથી સમજી સ્વીકારી લઈએ એટલો આત્મા સરળતાથી પ્રયાણ કરે. આત્મા કર્મોને આધિન રહીને દેહથી છૂટો થાય મારા માટે વિષાદની નહીં પણ ઉજવણીની ઘડી છે.”

મા ની આટલી સ્વસ્થતા જોઇને હવે તો કોઈએ કશું બોલવાનુ રહ્યું નહી. અક્ષરાના મનમાંથી એક પડઘો ઉઠ્યો……

પંખીડાને પિંજરુ જુનુ જુનુ લાગે બહુએ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરુ માંગે.

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગી બહુ સમજાવ્યં તો યે પંખી નવું પિંજરુ માંગે.

 બીજા દિવસની સવારે મા બીના અને અક્ષરા પાસે એમના અંતિમ સમયે પહેરવાના કપડાં તૈયાર કરાવ્યા. એવા સાવ સાદા કપડા જોઈને તો અક્ષરા આઘાતમાં આવી ગઈ. આજ સુધી મા ની પર્સનાલિટી કેવી હતી? મા ને કપડાનો શોખ કેવો હતો? અત્યંત સુરુચીપૂર્ણ અને વ્યવસ્થિત.  ઘરમાં પણ ક્યારેય મા ને કડક આરઇસ્ત્રીવાળાં કપડા સિવાય જોયા નહોતા. મનમાં હતું કે આજ સુધી મા જેવી રીતે જીવ્યા છે એવા ઠાઠમાં મા હોય ને !! પણ આજે સાચા અર્થમાં મા સિદ્ધ કરી દીધું કે એમના પ્રાણે એમની પ્રકૃતિને પણ વિસારે પાડીને સાચા અર્થમાં ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધુ છે.

અંતિમ સમયે બઘવાઈને કંઈ ભુલી જવાય એના કરતાં પહેલેથી ઘી નો દિવો, કંકુ ચંદન અને વાસ્ક્ષેપ પણ કઢાવી લીધા. શરીરનો નાશ થાય ત્યારે શરીરમાં અશુદ્ધિ ઉભી થતી હોય એટલે છેલ્લે મોંમા તુલસીના પાન મૂકવાના પણ સમજાવી દીધું.

મા ક્યારેક ઝબક દિવડો બનીને ટમટમતી. ક્યારેક સંપૂર્ણ શુદ્ધિમાં રહીને વાત કરતી. ક્યારેક મન કોઈ એક જગ્યાએ અટવાઈને ઊભું રહી જાય છે. તો ક્યારેક મન ચંચળ બનીને ભૂતકાળમાં ભ્રમણ કરી આવે છે. હવે કોઇ ક્ષણ નિશ્ચિત રહી નથી. મન શરીરની વ્યાધિઓથી મુકત થઈ રહ્યું છે .

માંડ સમજાવીને થોડું ખાતા કર્યા હતા એનાથી જેટલી ઉર્જા એકઠી થઈ હતી તે હવે ધીમે ધીમે ખર્ચાતી જતી હતી. કારણકે હવે ફરી એકવાર શરીર વધારાનું કશું સ્વીકારવાતું નહોતું  ચેતના ઓછી થતી જતી હતી. હવે તો ડૉક્ટરે મોર્ફિન આપવાની ભલામણ પણ કરી દીધી હતી. જેનાથી રહી સહી વેદનામાંથી મુક્તિ મળી જાય. હવે તો આંખ પણ ઊંચી કરીને નજર માંડી શકાતી નથી. ક્યારેક સહેજ ચેતનાનો અણસાર આવે છેઆંખ ખોલે છે. એક નજર જેમની પર અતૂટ વિશ્વાસ છે એવા જગતજનની અંબાજીના ફોટા તરફ મંડાતી . તો એક પલકારો દાયકા સુધી હર કદમ પર સાથ આપનાર સાથીની તસ્વીર સામે મંડાતો. જાણે ક્યાં સુધી વિયોગનો યોગ લખાયો છે જાણવા મળવાનું હોય !!!! દિવસોમાંથી કલાકો અને કલાકોમાંથી ક્ષણોની ગણતરી શરૂ થઈ રહી હતી. કોને ખબર સ્વીકારી લીધું હતું, અને તેમ છતાં ટાળવાની મથામણ થતી રહેતી એ ક્ષણ આવી. અને મા શાંતિપૂર્વક ચાલી નીકળી.

 

November 18, 2015 at 7:44 pm 13 comments


Blog Stats

  • 138,968 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2015
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!