ઝંઝીર – film reviews –

સપ્ટેમ્બર 19, 2013 at 1:46 એ એમ (am) 2 comments

Zanjeer1--621x414

આઠ વર્ષનો બાળક પોતાની નજર સામે જ માતા-પિતાની હત્યા થતી જુવે છે અને એ બિના એના દિમાગમાં હંમેશ માટે પત્થરની લકિરની જેમ કોતરાઇ જાય છે . આ બાળક મોટો થતા એસ.પી વિજય ખન્નાના નામે ઓળખાય છે જે એના તેજ મિજાજ અને કરપ્ટ લોકોની સામે પડવાના લીધે માત્ર ૫ વર્ષમાં ૧૭ વાર ટ્રાન્સફર ભોગવી ચુકે છે. એની છેલ્લી ટ્રાન્સફર દરમ્યાન એ્ને માલાનો પરિચય થાય છે જે એક કરપીણ હત્યાની એક માત્ર સાક્ષી છે જેનો કેસ વિજય ખન્ના હસ્તક છે. આ કેસ દરમ્યાન ઘટતી ઘટનાઓના અંતે વિજય અનાયાસે એના માતા-પિતાના હત્યારા સુધી પહોંચે છે જે આખાય શહેરના કુખ્યાત ઓઇલ માફિયાનો હેડ છે.

૧૯૭૩માં પ્રદર્શિત થયેલી પ્રકાશ મહેરાની ફિલ્મ ઝંઝીર જેણે અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મેનનુ ટાઇટલ આપ્યુ અને રાતોરાત સુપર સ્ટારની ખ્યાતિ આપી એની રિમેક ફિલ્મ ઝંઝીરના પાત્રો તો એ જ છે જે પ્રકાશ મહેરાની ફિલ્મમાં હતા પણ અપૂર્વ લાખિયાએ મુળ કથાને મરોડ્યા વગર વર્તમાન સમયને અનુલક્ષીને યોગ્ય ફેરફાર કર્યા છે જે મુળ ફિલ્મ જોઇ હોય એ પ્રેક્ષકોને ધ્યાનમાં આવ્યા વગર ન રહે પરંતુ આજની જનરેશન જેણે અમિતાભની ફિલ્મ જોઇ જ નથી એમને તો આ જ ફિલ્મ માણવી રહી.

પ્રિયંકા ચોપ્રાએ ફિલ્મના પ્રમોશન દરમ્યાન કહ્યુ હતુ કે” હમારી ઓકાત નહી હૈ કિ હમ ઝંઝીર કિ રિમેક બના સકે.” આ ઉક્તિને ભુલી જઈને પણ મુળ ફિલ્મ સાથે રિમેકને સરખાવવાનો મોહ અથવા આદત જતી કરીએ તો કદાચ અપૂર્વ લાખિયા અને ફિલ્મોના કલાકારોને કદાચ વધુ યોગ્ય ન્યાય આપી શકાય. પરંતુ જાણે અજાણે ય એ પ્રેક્ષકો અને સમીક્ષકો દ્વારા તુલના થયા વગર રહેવાની નથી એ વાત પણ નક્કી જ છે અને એ રીતે જોઇએ તો એક વાત તો કહેવી જ જોઇએ કે બીજી ઘણી બધી ફિલ્મો જેવી કે રામ ગોપાલ વર્માની શોલે કે ૠષિકેશ મુખર્જીની ગોલમાલ , સાંઇ પરાંજપેની ચશ્મેબદ્દુર  કે હિંમતવાલા જેવી ફિલ્મોની રિમેક જોઇને જે નિરાશા ઉત્તપન્ન થઈ હતી એવી અને એટલી શક્યતાને અહીં નકારી શકાય એમ છે.

મુળ ઝંઝીર ફિલ્મના અમિતાભ બચ્ચનના પેંગડામાં તો પગ નાખવો કોઇના ય માટે મુશ્કેલ છે  અને એમાં ય બોલીવુડમાં પદાપર્ણ કરતા રામ ચરણ માટે તો આ રોલ પડકાર રૂપ જ કહેવાય. પ્રમાણિક પોલિસ ઓફીસરના પાત્રને અત્યંત આત્મવિશ્વાસ થી નિભાવવા પ્રયત્ન તો કર્યો છે પરંતુ ये पुलिस स्टेशन है तुम्हारे बाप का घर नहीं। इसलिए जब तक बैठने के लिए कहा न जाए खड़े रहो..એવુ કહેતા  એસ.પી વિજય ઉર્ફ અમિતાભનુ મુઠ્ઠી ઉંચેરુ વ્યક્તિત્વ મપાઇ જાય અને આજે પણ હજુ કાનમાં એ જ અવાજની બુલંદી પડઘાયા કરે ત્યાં લગભગ એક સરખો મુખવટો ધારણ કર્યો હોય એવો ચહેરો અને સાધારણ કદ કાઠીના લીધે અહીં વિજયના પાત્રને વ્યકત કરવામાં રામ ચરણ જરા અધુરો તો લાગે જ છે.કરપ્ટ સિસ્ટમ અને ગોરખ ધંધા સામે આક્રોશ લઈને ફરતા પોલિસ ઓફીસરનો જુસ્સો પણ અહીં મોળો લાગે.

મારધાડ અને ફાસ્ટ ટ્રેક પર દોડતી આ ફિલ્મમાં બબલી પર્સનાલિટી ધરાવતી પ્રિયંકા હળવુ પાસુ બની રહી છે. થોડી જીદ્દી , થોડી રમતિયાળ, ક્યારેક બેવકૂફ લાગતી તો ક્યારેક લગણીવશ લાગતી માલાના પાત્રમાં  પ્રિયંકા આરામથી ગોઠવાઇ ગઈ છે.
તેજાના પાત્રમાં દેખા દેતા પ્રકાશ રાજ ખોફ ઉભો કરતા ઓઇલ માફિયાના હેડના બદલે અવનવી વેશભૂષામાં સરકસના જોકર જેવા વધુ લાગે છે  અને મોના ડાર્લિંગ ( માહી ગિલ)નો ઉપયોગ તો માત્ર વિલન હોય એટલે એનુ મનોરંજન કરવા પુરતી હાજરીની આવશ્યકતા જેવો રહ્યો છે.

લગભગ ૪ દાયકા પછી ય શેરખાનની ભૂમિકા નિભાવી રહેલા પ્રાણની ઇમેજ ફિલ્મી ચાહકોની મનોસ્મ્રુતિમાં એમ જ અકબંધ સચવાઇ રહી છે જ્યારે આજની ઝંઝીર ફિલ્મ જોયાના ટુંક સમયમાં શેરખાનની ભૂમિકા નિભાવી રહેલા સંજય દત્તની હાજરી એવી અને એટલી જ છે જેને ચહીને યાદ કરવા પડે.

ક્રાઇમ રિપોર્ટર જયદેવ ( જે ડી) ઉર્ફ અતુલ કુલકર્ણીનુ પાત્ર મુંબઇના જર્નાલિસ્ટ જ્યોતિર્મય દેવની યાદ અપાવે છે જેમણે મહારાષ્ટ્રના ઓઇલ માફિયાની લિંક ખુલ્લી પાડવા પ્રયત્ન કર્યો હતો અને એમાં જાન ખોઈ હતી.

આ તમામ હકિકત અથવા સરખામણીને જરા મનથી અળગી કરીને વર્તમાન પ્રેક્ષક તરિકે  ફિલ્મ જોનારો વર્ગ જો તટસ્થ ભાવે ફિલ્મ જોશે તો એ આ ફિલ્મ અપૂર્વ લાખિયાની કથા પાછળની મહેનત અને માવજતને જરૂર માણશે.

નિર્માતાઃ અપૂર્વ લાખિયા

નિર્દેશક; અપૂર્વ લાખિયા

સંગીતઃ;આનંદ રાજ આનંદ

ફિલ્મ **  એક્ટીંગ ** મ્યુઝીક ** સ્ટોરી **

Advertisements

Entry filed under: - film reviews -.

સત્યાગ્રહ – – film reviews – ફિલ્મ રિવ્યુ -“હાઇવે ”

2 ટિપ્પણીઓ

 • 1. devikadhruva  |  સપ્ટેમ્બર 21, 2013 પર 4:42 પી એમ(pm)

  good review..

 • 2. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 27, 2013 પર 12:21 એ એમ (am)

  Good Review as you always do !
  Thanks for publishing as Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo…Hope to see you @ Chandrapukar !


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   માર્ચ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: