સત્યાગ્રહ – – film reviews –

સપ્ટેમ્બર 6, 2013 at 12:20 એ એમ (am)

satyagraha_137758788250

વાસ્તવિક દુનિયાની હકિકતોમાં કલ્પનાના રંગો ઉમેરીને કંઇક સંદેશ આપતી ફિલ્મો બનાવતા નિર્દેશક પ્રકાશ ઝા આ વખતે અણ્ણા હઝારેએ
જનલોકપાલ બિલ લાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અને અનશન આદર્યા હતા એ હકિકત સાથે  ભ્રષ્ટ સરકારના
ગોટાળાના લીધે જીવ ગુમાવનાર ચીફ એન્જીનિયર અને એના પરિવારની વેદના અને એમના આક્રોશને વણી લેતી
કથાને ‘સત્યાગ્રહ’ સ્વરૂપે લઇને આવ્યા છે.
અંબિકાપુર ગામમાં રહેતા દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન) નખશિખ પ્રામાણિક, સિદ્ધાંતોને વરેલા અને ભારતની ભ્રષ્ટ સિસ્ટમથી ત્રસ્ત વૃદ્ધ છે; જે ત્યાં એક નાનકડી સ્કૂલ ચલાવે છે. તેમનો દીકરો અખિલેશ (ઇન્દ્રનીલ સેનગુપ્તા) પ્રમાણીક એન્જિનિયર છે જેનો એની વ્હાલસોયી પત્નિ સુમિત્રા (અમ્રિતા રાવ) સાથે નાનકડો સુખી સંસાર છે. અખિલેશનો જિગરી દોસ્ત અને આજના ભારતનો સફળ ટેલિકૉમ બીઝનેસમેન માનવ રાઘવેન્દ્ર (અજય દેવગન) છે જે સીધી આંગળીએ કામ ન થાય તો આંગળી ટેઢી કરીને ય ઘી કાઢી લેવામાં માને છે. અચાનક એક દિવસ રોડ-ઍક્સિડન્ટમાં અખિલેશનું મૃત્યુ થાય છે. આ ગમખ્વાર ઘટનામાં ય રાજનિતી રમી રહેલા નેતાજી બલરામ સિંહ (મનોજ બાજપાઈ) પચ્ચીસ લાખનો આ પરિવાર માટે ચેક આપવાનો વાયદો  જાહેર કરે છે,જે બાત ગઈ રાત ગઈની જેમ ભુલાઇ જાય છે અને એ લેવા માટે અખિલેશની પત્નિ અમ્રિતા રાવ સરકારી ઓફિસમાં ધક્કા ખાઈ-ખાઈને થાકી જાય છે પણ તેનું કામ થતું નથી. કેમ કે ત્યાં દરેક ફાઇલનો રેટ નક્કી છે. આખરે ત્રાસેલા દ્વારકા આનંદ ભર ઑફિસમાં કલેક્ટરને થપ્પડ મારી બેસે છે. બદલામાં તેઓ જેલમાં જાય છે.
દ્વારકા આનંદને છોડાવવા આવેલા અજય દેવગનના બધા પ્રયાસો નિષ્ફળ જાય છે ત્યારે એ સોશ્યલ મિડિયાની મદદથી એક ચળવળ ઊભી કરે છે, જેમાં તેને સ્થાનિક યુવા નેતા અર્જુન (અર્જુન રામપાલ)ની અને ન્યુઝ-ચૅનલની રિપોર્ટર યાસ્મિન અહમદ (કરીના કપૂર)ની મદદ મળે છે. આખરે કળથી કામ લેવા નેતાજી મનોજ બાજપાઈ કલેક્ટર પાસે માફી મગાવીને જાહેરમાં  ચેક અર્પણ કરે છે, પરંતુ ભ્રષ્ટાચારથી ત્રાસેલા દ્વારકા આનંદ કહે છે કે ત્રીસ દિવસની અંદર આખા ગામની ફાઇલો ક્લિયર કરો. લોકોની ફાઇલો અમુક સમયમાં ક્લિયર થઈ જાય એવો કાયદો લાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેસે છે.
અંબિકાપુર ગામ લોકોનો સાથ અને બાબુજીની  લોકપ્રિયતા જોઈને નેતાઓ હારીને સામ દામ દંડ અને ભેદથી આંદોલન તોડવાના પ્રયાસો કરે છે.
જેમાં આમરણાંત અનશન પર ઉતરેલા બાબુજી લશ્કરના ફાયરમાં ઘવાઇને મૃત્યુ પામે છે.
આ આખીય ઘટનાનુ ફિલ્મીકરણ એટલે પ્રકાશ ઝા ની ફિલ્મ ‘સત્યાગ્રહ’
ઢોલ નગારા પર જાહેર કરીને કહેવાયેલી હકિકત એ હતી કે આ ફિલ્મ અણ્ણા હઝારે અને તેમના આંદોલન પર આધારિત નથી, પરંતુ ફિલ્મમાં  અણ્ણા હઝારે ની આસપાસના દરેક સભ્ય સાથે સાંકળી શકાય એવાં પાત્રો મોજૂદ છે. જેમ કે અણ્ણા હઝારે (અમિતાભ), અરવિંદ કેજરીવાલ (અજય દેવગન), શાઝિયા ઇલ્મી (કરીના કપૂર) અને કિરણ બેદી જેવા પણ પાત્રો છે.  રામલીલા મેદાન પણ છે અને લોકો પર તૂટી પડતી પોલીસ પણ છે. કાયદા સડક પર ન બને એવું કહેતા નેતાઓ પણ છે અને કેજરીવાલ પર થયેલા આક્ષેપો અને તપાસ પણ છે. આંદોલનને વેગ આપતું સોશ્યલ મિડિયા પણ છે .
પરંતુ એ તમામ શક્યતા કે યોગ્યતાઓને કોરાણે મુકીને તટસ્થતાથી જોઇએ તો આ મુદ્દે ફિલ્મની રજૂઆત કરવી એ કપરી વાત છે એ તો ચોક્કસપણે કહી શકાય.
ફિલ્મના તમામ પાત્રો જેમ કે અજય, કરીના, અર્જુન પોતાનુ પાત્ર જાણે કે જીવી ગયા છે .અજયનો એક સફળ બીઝનેસમેન હોવા છતાં મિત્ર અને મિત્રના પરિવાર તરફની લાગણીનો સેતુ પ્રેક્ષકોને સ્પર્શી જાય છે. કરિનાએ તો આજકાલ કમાલ કરવા માંડી છે. ‘હિરોઇન’ અને ‘તલાશ’ જેવી ફિલ્મો પછી કરિના એના ગ્લેમરસ લુક ના બદલે અભિનયથી ઓળખ ઉભી કરવા માંડી છે જેની છાયા સત્યાગ્રહ ફિલ્મમાં પણ ઉભરી આવે છે.
રાજનિતી , ચક્રવ્યુહ , ઇન્કાર,ડી ડૅ જેવી ફિલ્મોમાં એના અભિનયથી નોંધપાત્ર બનેલો સ્ટાઇલીસ્ટ અર્જુન રામપાલ સત્યાગ્રહના અર્જુન તરિકે પણ એટલો જ નોંધપાત્ર રહે છે.
પરંતુ આ બધામાં એક લાચાર પિતા અને ગાંધીજીના સત્યના મુલ્યોને વળગીને પોતાની વાતમાં અડીખમ રહેતા દ્વારકા આનંદના પાત્રમાં અમિતાભ બચ્ચને ફરી એકવાર એમની અભિનય પ્રતિભાનો પરિચય આપ્યો છે.
એક સમય હતો જ્યારે સ્વર્ગસ્થ પ્રાણ કે અમરિશપુરીને જોઇને જ પ્રેક્ષકોના મનમાં એક નકારાત્મક ભાવો આપોઆપ ઉત્પન્ન થઈ જતા એવી જ રીતે આજકાલ મનોજ બાજપાઇ માટે એક એવી જ ફિલીંગ મનમાં ઉભી થઈ જાય છે. ખરેખર તો એ જ એમની અભિનય ક્ષમતાનો પરચો છે. ફિલ્મ સત્યાગ્રહમાં ધીટ રાજકારણીની ભૂમિકામાં મનોજ બાજપાઈએ આવી જ અભિનયક્ષમતા નો એહસાસ ઉભો કર્યો છે!
નાજુક નમણી અમ્રિતા રાવ માટે મોટાભાગે કમનસીબીથી ઘેરાયેલી કન્યાની આફતોને વેઠવાની વાત જ આવી છે જેના માટે
સહાનુભૂતિ આપોઅપ ઉભી થાય.
દામુલ, મૃત્યુદંડ ,ગંગાજલ, અપહરણ ,આરક્ષણ, રાજનીતિ જેવી ફિલ્મોના દિગ્દર્શક પ્રકાશ ઝા ની ખાસિયત કહો કે પ્રેક્ષકોનુ દુર્ભાગ્ય ,એમની લગભગ તમામ ફિલ્મો સતત એક અંધકાર નો ઓછાયો ઓઢીને રજૂ થતી હોય છે. ફિલ્મ સત્યાગ્રહમાં પણ લગભગ આવા જ અંધકારનો ઓછાયો સતત ફેલાયેલો જોવા મળે.
અંધકારના ઓછાયા સિવાય પણ બીજી એક વાત કઠે છે અને એ છે ફિલ્મની લંબાઇ.
એક હદથી વધીને જ્યારે કોઇ મુદ્દાને લંબાવા આવે ત્યારે એની સીધી અસર એની સચોટતા પર થયા વગર રહેતી નથી.ફિલ્મનો અંત પણ અચાનક અને વણ ઉકેલાયેલી સમસ્યાઓ સાથે આવે ત્યારે પ્રેક્ષકોને પણ જાણે દેશની સળગતી સમસ્યાઓનુ ફિંડલુ વાળી દેવામાં આવ્યુ હોય એવુ લાગે.
કલાકારોઃ અમિતાભ બચ્ચન, અજય દેવગણ,કરિના કપૂર,અમૃતા રાવ,અર્જુન રામપાલ,મનોજ બાજપાઇ,ઇન્દ્રનિલ સેનગુપ્તા
નિર્માતાઃ પ્રકાશ ઝા , રોની સ્ક્રુવાલા,સિદ્ધાર્થ રૉય કપૂરનિર્દેશકઃપ્રકાશ ઝા
 
સંગીતઃ  સલિમ મર્ચન્ટ ,સુલેમાન મર્ચન્ટ,આદેશ શ્રિવાસ્ત્વ ,ઇન્ડિયન ઓશન ,
ગીતકારઃ પ્રસૂન જોષી.
ફિલ્મ ***  એક્ટીંગ *** મ્યુઝીક ** સ્ટોરી **

Entry filed under: - film reviews -.

રાગ-અનુરાગ ઝંઝીર – film reviews –


Blog Stats

  • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   માર્ચ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: