ડી-ડૅ – film reviews –

July 28, 2013 at 2:29 am

D-Day-Movie-Frist-look-Poster-Draft-Pic-1

કલ હો ના હો’ જેવી હીટ ફિલ્મની સાથે જેનુ નામ સંકળાયેલુ છે એવા દિગ્દર્શક નિખિલ અડવાણીની ફિલ્મ સામાન્ય ધારણા કરતા અલગ કથા લઈને
આવી છે. ફિલ્મ ઇન્ડિયા’ઝ મોસ્ટ વોન્ટેડ ટેરરીસ્ટ કે એના ખોફનુ પ્રદર્શન નથી બલ્કે ફિલ્મ આ ઇન્ડિયા’ઝ મોસ્ટ વોન્ટેડના ખોફ ને ખતમ કરવા
ઝઝૂમતા રૉ ના ઓફીસર્સની જીવ સટોસટ કાર્ય દક્ષતાની કથા છે.

પાકિસ્તાનમાં પનાહ લઈ બેઠેલા અને હિન્દુસ્તાનમાં જીવલેણ હુમલા કરાવતા ટેરરીસ્ટને ઝબ્બે કરવા માથુ હાથમાં લઈને જ મરણીયા કરવા પડશે એવી માનસિક તૈયારી કરીને નિકળેલા ચાર ઓફિસર રૂદ્ર પ્રતાપ ( અર્જુન રામપાલ) , વલી ખાન )ઇરફાનખાન ,ઝોયા રેહમાન( હુમા કુરેશી)અને અસ્લમ ( આકાશ દહિયા)ની આ કથા છે. કથા કરતા ય કાર્યશૈલીની આ ફિલ્મ છે એવુ કહીએ તો વધુ યોગ્ય રહેશે.

હિન્દુસ્તાની  જાસૂસ જરૂર એ જાણતા જ હોય છે કે માથા સાટે મોત જ મળવાનુ છે . ક્યાંતો એ કોઇ ઓપરેશન દરમ્યાન હોઇ શકે અથવા તો પાકિસ્તાની પોલિસના હાથે . મોત મળે તો એ વધુ ગનીમત પણ જો જીવતા પકડાયા તો પાકિસ્તાની જેલમાં કેટલી હદે યાતના વેઠવી પડશે , કેટ કેટલો જુલમ વેઠવો પડશે એ  જાણતા જ હોય છે તેમ છતાં વતન માટે એમની એ ખોફનાક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી હોય જ છે. હૈદરાબાદના જ શા માટે દુનિયાભરમાં
બોમ્બબ્લાસ્ટમાં કેટલાય લોકોની જાન જતી હોય છે ? અને તેમ છતાં એનો દોરી સંચાર જેના હાથમાં
એ સલામત રહીને કેવી નિશ્ચિંતતાથી -ઠંડા કલેજે દૂર બેઠા આ આતંક ફેલાવી શકે છે એવા ઇકબાલ શેઠ ( રિશી કપૂર)ની આ ફિલ્મ છે.

એક્શન થ્રીલર ફિલ્મ જેવી આ ફિલ્મ ‘ડી-ડૅ’ દેશદાઝ- કિન્નાખોરીની સાથે માનવીય લાગણીઓ, વેદનાઓ પણ યથાર્થ વ્યક્ત કરે છે..

ઇરફાન ખાન એક એવી વ્યક્તિનુ કિરદાર નિભાવી રહ્યા છે જે  હિન્દુસ્તાની રૉ એજન્ટ હોવાની સાથે કરાંચીમાં પત્નિ અને પુત્ર સાથે નવ વર્ષથી વ્હાલસોયી જીંદગી જીવી રહ્યો છે .જેને પોતાના કરતા પરિવારની સલામતી અંગે સતત ચિંતિત રહેતી હોય એવા વલી ખાનના પાત્રમાં  ઇરફાન ખાને ખુબ હ્ર્દય સ્પર્શી અભિનય આપ્યો છે.તલવારની ધારે ચાલતા ઇન્સાનના હ્રદયનો એક ખુણો આટલો કોમળ હોઇ શકે? વલીખાનની આ મનોદશાને પ્રેક્ષકોના મનને સ્પર્શી જાય એ રીતે વ્યક્ત કરવી એ ઇરફાનની ઉમદા અભિનય શક્તિનો પરિચય છે.દેશ પ્રત્યેની પોતાની ફરજ અને એની સામે વ્યક્તિગત જીવનની સમતુલા જાળવવામાં જાણે એક જાતની ગુનાહિત ભાવના અનુભવી રહેલા વલીખાનને ઇરફાને ખુબ સરસ રીતે રજૂ કર્યો છે.વલીખાનની પત્નિના પાત્રને શ્રિસ્વરાએ ખુબ સરસ રીતે નિભાવ્યુ છે. પતિના પ્રેફેશનથી જેને સંતોષ નથી છતાં ય પતિ તરફ ક્યાંય અસંતોષ નથી એવી પત્નિના પાત્રને સુંદર ન્યાય આપ્યો છે.

સૌથી વધુ રૌદ્ર પ્રકૃતિ ધરાવતા  રૂદ્ર પ્રતાપ ( અર્જુન રામપાલ) ને અહીં ફિલ્મ ‘રાજનીતિ’ની જેમ અભિનયનો પુરતો અવકાશ સાંપડ્યો છે. જો કે ક્યારેક રૂદ્ર પ્રતાપનો પાકિસ્તાની સુરૈયા પ્રત્યેનો રાગ અને એની સાથેનો સંગ ફિલ્મમાં બીન જરૂરી ઉભી કરેલી ઘટના લાગ્યા કરે .જેનાથી ફિલ્મના કથાનકમાં કશુ ખુટવાની કે તુટવાની સંભવના જ ન ઉભી થવાને હોય એવુ બીન જરૂરી તત્વ લાગ્યા કરે.હા ! એથી કરીને રૂદ્ર પ્રતાપનો તાપ વ્યકત કરવાની શક્યતા કદાચ ઓછી થાત ખરી.

અનેક પાત્રો વચ્ચે વહેંચાયેલી કથામાં દરેકને અભિનયનો ઝાઝો અવકાશ મળે જ એવી શક્યતા ઓછી રહેતી હોય છે.  હુમા કુરેશી , આકાશ અને અશ્વિની રાવને અહીં ઝાઝો અવકાશ મળ્યો નથી તેમ છતાં એમણે નોંધપાત્ર હાજરી  પુરાવી છે જ્યારે ફિલ્મનુ મુખ્ય કહી શકાય એવુ પાત્ર ઇકબાલ શેઠ કોઇ રીતે અસરકારક નિવડ્યુ નથી. ઇકબાલ શેઠ એટલે કે રિશી કપૂરનુ પાત્ર જે રીતે મોસ્ટ વૉન્ટેડ ટેરરીસ્ટના નામે લખાયુ છે એમાં રિશી કપૂર જાણે ક્યાંય બંધ બેસતા નથી એવુ સતત લાગ્યા કરે.એવુ નથી કે એમાં એમની ચોકલેટી બોયની ઇમેજ આડી આવતી હોય કારણકે હવે તો નથી એ ચોકલેટી રહ્યા કે નથી બોય રહ્યા . કેરેક્ટર રોલ ભજવતા રિશી કપૂરે આ પહેલા “ઔરંગઝેબ” ફિલ્મમાં સત્તા અને સમૃધ્ધિ ભુખ્યા કરપ્ટ ઑફિસરના પાત્રને સરસ નિભાવ્યુ છે પરંતુ ઇકબાલ શેઠનુ પાત્ર ભજવવામાં અત્યંત ઉણા ઉતર્યા છે.

કથામાં રિપિટ  શોટથી પણ ફિલ્મ બીન જરૂરી લંબાઇ રહી હોય એવુ પણ સતત લાગ્યા કરે.કથામાં ખરેખર જે કહેવા દર્શાવવા માંગતા હોય તે સચોટ રીતે દર્શાવવામાં પણ  દિગ્દર્શક નિષ્ફળ નિવડ્યા છે.

વર્ષો જુની અને જાણીતી કવ્વાલી દમા દમ મસ્ત કલંદર સિવાય શંકર એહસાન લૉયનુ સંગીત ફિલ્મને ઉપયોગી નિવડ્યુ નથી.

કલાકારો  -રીશી કપૂર, અર્જુન રામપાલ, ઇરફાનખાન, શ્રુતિ હાસન. હુમાખાન, આકાશ , અશ્વિની રાવ

નિર્માતાઃ મોનિશા અડવાણી,અરુણ રંગાચારી, વિવેક રંગાચારી ,મધુ ભોજવાણી

નિર્દેશકઃ નિખિલ અડવાણી

ગીતકારઃ શંકર-અહેસાન-લોય

ફિલ્મ **૧/૨  એક્ટીંગ * *  મ્યુઝીક **  સ્ટોરી **

Advertisements

Entry filed under: - film reviews -.

એકદંડીયો મહેલ રમૈયા વસ્તાવૈયા – film reviews –


Blog Stats

  • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: